જીવન


જીવનના તાણા વાણામાં
સુખને દુઃખના સરવાળામાં
પ્રશ્ન ઉઠ્યો મનમાં ક્યાંકથી
ક્યાં છું હું આ બધામાં

ધુળ થઈ વિખરાઈ રસ્તામાં
સંગ હવા લહેરાઈ જગ આખામાં
એક ઉડતું પંતગીયુ ક્યાંકથી
આવ્યું છે મારા સપનામાં

ધોધમાર વરસ્યો મેહ જગ આખામાં
પણ જાણે મારાજ સુક્કા ભાઠાંમાં
રહી ગયુ સાવ કોરૂ ભૂલથી
લાગી છે લાહ્ય મન આખામાં

નથી ફરીયાદ મારા સાદમાં
વિશ્વાસ નથી કદાચ ઉપરવાળામાં
એક મારુજ નસીબ કરમાયું
છે દિવાળી જગ આખામાં.
શ્રી ગણેશાય નમઃ

મોતનો મદારી

હું બસ આમજ ચાલતી હતી.
સામે મળ્યો મને મોતનો મદારી

હું રોતી કકળતી ચીખતી ચીલ્લાતી
પણ મને ના ગાંઠ્યો મોતનો મદારી

હું બસ આમજ સ્તબ્ધ થઈ રહી જોતી
નઈ જીવને ચાલ્યો મોતનો મદારી

વિચાર્યુ‘તુ એના વગર કેમ રહીશ જીવતી
પણ શીખવી ગયો જીવતા મોતનો મદારી

હું પુરૂષાર્થનું પ્રેમથી પૂજન કરતી‘તી
પણ પ્રારબ્ધ આવી બન્યુ મોતનો મદારી

હું જીવનના બાગમાં નાચતી ગાતી‘તી
બાગને તારાજ કરી જંપ્યો મોતનો મદારી

હું મારા જીવનમાં ખૂબ ખૂશ હતી
પણ અચાનક રડી પડ્યો મોતનો મદારી

હું નીશ્ચીંત ‘કિનારા’ કિનારે ઉભી‘તી
વંટોળ થઈ ત્રાટક્યો મોતનો મદારી.

સ્નેહા શેખાવતભારતીય વાયુસેનાની પ્રથમ અને એકમાત્ર મહિલા પાઈલોટ , ફ્લાઈટ લેફટેનેન્ટ

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી

સ્નેહા શેખાવત

અબ એ આકાશ હમારા હે! સ્નેહા શેખાવત

 ‘બસ એક સપના દેખા કડી મહેનત કી અૌર રાસ્તે અપને આપ બનતે ચલે ગયે’ આ શબ્દો છે. પ્રથમ ગુજરાતી મહિલા પાઈલોટ સ્નેહા શેખાવતના. ૨૫ વર્ષની એક રૂપકડી યુવતી. ગુજરાતનું ગૌરવ. બ્રેન અને બ્યુટીનું અનોખું સંગમ. નાનપણથી સેનામાં જવાના સપના જોતા જોતા મોટી થઈ. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેના સપનાને ચોક્કસ આકાર મળતો ગયો અને આખરે તેને મંઝીલ મળી ગઈ.

 સ્નેહા શેખાવતનો અવાજ મઘથી મીઠો છે. તેની સાથે વાત કરતાં તમને જરા અમથો અણસારોય ના આવે કે, ભારતના ૬૩માં પ્રજાસતાક દિવસે આ યુવતીએ સંરક્ષણદળોનું નૈતૃત્વ કરીને એક ઈતિહાસ સર્જી કાઢ્યો છે. ડાઉન ટુ અર્થ પોતાને મીડલ ક્લાસ ફેમિલીની સભ્ય ગણાવવામાં પણ તેને જરાય છોછ નહતો. ચાલો તેની વાતો તેનાજ શબ્દોમાં સાંભળીએ.
 ‘હું નાની હતી ત્યારે પાપા પુછતાં બેટા મોટા થઈને તારે શું બનવું છે? હું કહેતી તમે કહો તે. પાપા જુદા જુદા આઈએએસ, આઈપીએસ વગેરેના ઓપ્શન આપતાં. હું રાજી રાજી થઈ જતી. એ વખતથી જ મારે સેનામાં જઉં છે તેમ વીચારતી. પણ કઈ સેનામાં જઉં છે તેની ખાસ સમજણ નહી. પછી શાળામાં આવી અને ધીરે ધીરે આખું ચીત્ર નજર સમક્ષ ક્લીયર થતું ગયુ. કે મારે વાયુ સેનામાં જોડાવું છે.
 મેં સ્કુલીંગ ગાંધીનગરથીજ કર્યુ છે. અને કોલેજ જોધપુરથી. કોલેજમાંજ હું એનસીસી માં જોડાઈ ત્યારે એરફોર્સમાં જોડાઈ ગઈ. કોઈ પણ છોકરી માટે ડેફિનેટલી સેનામાં જોડાવા માટે કરવો પડતો શારીરીક શ્રમ થોડો સમય અને હિંમત માંગી લે. કેમ કે આપણે રોજ સવારે સાંજે જોગીંગની કે દોડવાની આદત ઓછી હોય છે. પણ એન સી સીમાં તમારે પહેલાજ દીવસ થી પાંચ પાંચ કિલોમીટરના રાઉન્ડ લગાવવા પડે છે. ધીરે ધીરે તમે મજબુત બનતાં જાઓ છો.
 અહિં જેટલા લોકો છે તે બધા કંઈ રીચ ફેમીલીમાંથી નથી આવતાં. જો તમે બહાર કોઈ ઈન્સ્ટીટ્યુટમાં પાઈલોટ બનવાની ટ્રેનીંગ લો અને પરિક્ષા પાસ કરો તો તમને ખહર પડશે કે લાખો રૂપિયામાં ખર્ચ કરવો પડે. પણ એરફોર્સમાં જોડાવાથી ગ્રેજ્યુએશન પછીનો તમામ ખર્ચો તેઓ ઉઠાવે છે. કોઈ પણ સામાન્ય પરિવાર જ્યારે અસામન્ય સપના જુએ તો તેના માટે આ સૌથી સરળ માર્ગ છે.
 જ્યારે મેં પીએબીટીની ટેસ્ટ પાસ કરી ત્યારે મને મારા સપના સાચા થતાં લાગેલા. આ ટેસ્ટ કોઈપણ વ્યક્તિ જીવનમાં એકજ વાર આપી શકે. એટલેજ મારો આત્મ વિશ્વાસ વધુ દ્રઢ થતો ગયો. મારે ગુજરાતની યુવતીઓને પણ એજ કહેવાનું છે કે રસ્તો જેટલો કઠીન હશે મંઝીલ એટલી મસ્ત હશે. ’
 સમગ્ર ભારતમાંથી માત્ર ૬જ મહિલાઓ ટેસ્ટ પાસ કરીને મેડીકલ ટેસ્ટ માટે કાબેલ ઠરી હતી. જેમાં ચાર યુવતીઓ મેડિકલી અનફીટ હતી. માત્ર બે જ યુવતીઓની પંસદગી કરવામાં આવી. તેમાંય તે પછીની ટ્રેનીંગ દરમિયાનજ બીજુ યુવતી પ્લેન અકસ્માતમાં મૃત્યું પામી પણ સ્નેહા પોતાના ઈરાદાઓમાં મક્કમ રહી.
 ગુજરાતનું ગૌરવ સ્નેહા શેખાવતને એરફોર્સની તાલીમ પછી બેસ્ટ લેડી પાઈલોટનો એવોર્ડ મળ્યો હતો. જે કોઈ દિવાસ્વપન થી સહેજેય ઉતરતું નહતું. જ્યારે તેણે દિલ્લીમાં ૨૬મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ સેનાનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલાનું સન્માન મેળવ્યું ત્યારે ત્યાં હાજર તમામ લોકોએ તેને વધાવી લીધું. એટલુંજ નહી પણ તેને બેસ્ટ પરેડની ટ્રોફી પણ મળી.
 હાસમાં તે ભારતીય વાયુસેનાની પ્રથમ અને એકમાત્ર મહિલા પાઈલોટ છે. સાથે સાથે તે ફ્લાઈટ

લેફટેનેન્ટની ભુમીકા પણ નીભાવે છે. ગુજરાતનું આ ગૌરવ કંઈ નાનુંં સુનું ના કહેવાય. દરેક ગુજરાતી યુવક યુવતીઓએ સ્નેહા શેખાવતને રોલ મોડેલ બનાવીને દેશની સેવા કરવાની ખેવના રાખવી જોઈએ.

ત્રણ પાળીમાં ચાલતું બજાર Manekchok

ત્રણ પાળીમાં ચાલતું બજાર

 લગભગ ૧૫મી સદીની આસપાસ કોઈ સંત માણેકબાબના નામ પરથી અમદવાદની વચોવચ આવેલા ચોકનું નામ માણેકચોક પડ્યુ. અહિં આખો દિવસ માનવ મહેરામણ ઉભરાય છે. સવારે વહેલા અહિં શાકબકાલું વેચાય છે. પછી સોનીબજાર ધમધમે છે. અને રાતે ખાણીપીણીનું બજાર મોડીરાત સુધી ચાલતું હોય છે.        આ માર્કેટ ચોવીસેય ક્લાક ખુલ્લું હોય છે. 
 આ બજાર એ રાણીના હજીરાની અડીને ઉભી હરોળમાં આવેલું છે વચ્ચે સરસ મજાનો ચોક પડે છે. અહિંનું સોનીબજાર ગુજરાતનું સૌથી  મોટું સોનાચાંદીનું બજાર છે. અને ખાણીપીણીનું બજાર પણ વર્ષો જુનું છે.  માણેકચોકમાં તમે રાતે જાવ ત્યારે તમને દિવસ કરતાંય વધારે ભીડ જોવા મળે. ખાણીપીણીનો તો જાણે મેળો જામ્યો. જાત જાતના ભાતભાતના નાસ્તાની લારીઓ એને દુકાનો હારબંધ દેખાય.
 અહિંની દુકાનો ૧૯૪૨ પહેલાની છે. અમુક તો પેઢિઓથી છે. તેમના લાઈસન્સ બ્રિટીશરોના જમાનાના છે. માણેક ચોકમાં રાણીના હજીરાની લાઈનમાં જે દુકાનો છે તે સૌથી જુની છે. વચ્ચેના ચોકની ભાજીપાઉ અને બીજા ફસ્ટફુડની દુકાનો ૩૦થી ૪૦ વર્ષ જુની છે. હાલમાં આ દુકાનો દુકાન શરુ કરનારની ત્રીજી કે ચોથી પેઢી ચલાવે છે. આપણા પરંપરાગત નાસ્તા તો ખરાંજ સાથે સાથે વિદેશીફુડનું દેશીકરણ થઈને ઈન્ડોવેર્સ્ટન ફુડ પણ અહિં અવેલેબલ છે. આ માણેકચોકમાં દુકાનદારોનો રોજનો વકરો લાખોમાં છે. માણેકચોકનું એક સુત્ર છે ‘ધરાઈને ખાશો તો ધાર્યુ થશે’.
 રાતે દસથી સાડા દસ વાગે એટલે આ નાસ્તાબજારની લારીઓ પોતાની દુકાનો જમાવવા લાગે છે તે છેક સવારના ત્રણ વાગ્યા સુધી ગરમાગરમ નાસ્તાથી આવનારાના મન જીતી લે છે. આમતો સરકારે રાતે દોઢ વાગ્યા સુધીનીજ પરમીશન આપેલી છે. પણ બધું આટોપતા આટોપતા સવારના ત્રણ વાગી જાય છે. જ્યારે અમે ત્યાંના ગરમા ગરમ ગાંઠીયાં અને ફાફડાની લહેજત માણનારા ગ્રાહકોને જ્યારે અમે પુછ્યું કે આટલી રાતે અહીં નાસ્તો કરવા આવવાનું કારણ ત્યારે તેમણે સરસ જવાબ આપ્યો. ‘હું કેનડાથી આવું છું દર શિયાળામાં બે મહિના માટે ઈન્ડિયા આવવાનું થાય ત્યારે અઠવાડિયામાં બે વાર તો આ માણેકચોકની મુલાકાતે આવવાનુંજ અમે પહેલા દરિયાપુરની પોળમાં રહેતા હતા હાલમાં અમે નારણપુરામાં રહીએ છીએ. પણ તેમ છતાં હું અહીં આ ગાંઠીયા ખાવા આવું છું. વિદેશમાં આખુ વર્ષ મને આ સ્વાદ યાદ આવે છે અને હું અહીં વીતાવેલી ક્ષણોને વાગોળ્યાં કરૂં છુ.’ આ શબ્દો છે પોતાના પરિવાર સાથે માણેક ચોકમાં ફાફડાની જયફત ઉઠાવવા આવેલા નલીનભાઈ પટેલ અને અર્ચીતાબહેન પટેલના.
 આ તો થઈ એન. આર આઈની વાત પણ આપણને એમ થાય કે આ લોકો આટલી મોડી રાતે સ્પેશ્યલ નાસ્તો કરવા માટે છેક માણેકચોક સુધી લંબાતા હશે. તો તેના કારણો જુદા જુદા છે જેમ કે, જયશ્રીબહેન સોની અને ભરતભાઈ સોની કાંકરીયા રહે છે તેમ છતાં અહીં આવે છે . અહીં પાણીપુરી અને ભેળ ની મજા માણી રહેલા આ કપલને અમે પુછ્યું કે તમે અહીં કાયમ આવો છો. તો તેમણે જવાબ આપ્યો ક,ે ‘ છેલ્લાં ૩૦ વર્ષથી હું અને મારી પત્ની બંને દર શુક્રવારે અને રવીવારે માણેકચોક અચુક આવીએ. અને ભેળ તેમજ પકોડી તો ખાઈએજ ખાઈએ. સાથે સાથે હમણાં થી અમે ક્લબ સેન્ડવિચ પણ ટ્રાય કરીએ છીએ.’
 માણેેક ચોકમાં દહિંવડા અને નવતાડના સમોસાનો સ્વદ માણી રહેલા જાણીતા કોલમીસ્ટ અને લેખક મંગલ દેસાઈને જ્યારે અમે પુછ્યું કે, આટલી રાતે અહીં માત્ર નાસ્તો કરવાજ આવો છે કે બીજું પણ ખાસ કારણ છે. તેમણે હસતાં હસતાં જણાવ્યું કે, ‘ જો જમવાની જયફત ઉઠાવવા તો આવીએજ છીએ પણ મને ગુજરાતી નાટકો લખવાનો અને ડિરેક્ટ કરવાનો અને જોવાનો ખુબ શોખ છે. એટલે જ્યારે આ શો પુરો થાય  ત્યાર રાતના ૧૨ વાગી ગયા હોય આખા દિવસની મહેનત અને રીહર્સનનાં કારણે કલાકારો થી લઈને તેમને સર્પોટ કરનાર તમામ લોકો થાકી ગયા હોય છે. ત્યારે અમદાવાદમાં બીજે ક્યાંય તમને આટલો ગરમા ગરમ અને તાજો નાસ્તો ના મળે. અને વળી જે તમને ભાવતું હોય તે! ઓવી ચોઈસ બીજે ક્યાં મળે. હું કીશ્ન નગર રહું છું છતાં મને અહીંનું ફુડ કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જેટલુંજ ભાવે છે.’
 ત્યાં પેઢિઓથી ધંધો કરતાં સોહમલાલાને જ્યારે અમે પુછયું કે ઘરાકી કેવી રહે છે ત્યારે તેમણે કહ્યુ કે વર્ષોથી અહીં તમને હમેશાં માણસોની ભીડ જોવા મળેજ હા થોડા સમય માટે ઘરાકીમાં ઘટાડો થયો હતો પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તો ઘરાકીમાં એકદમ ઉછાળો આવ્યો છે.’
 રાતે આ ખાણીપીણીના મેળામાં એક સામાન્ય સ્ટુલ પર સેન્ડવિચનું બોર્ડ લાગેલું હતું. જ્યારે અમે ત્યાં જઈને ત્યાં અશોક સ્ટવ પર ક્લબ સેન્ડવીચ બનાવી રહેલા પ્રાણલાલ સોનીને પુછ્યુ કે તમે મહિને કેટલું ભાડું ચુકવો છો? તો તેમણે જવાબ આપ્યો કંઈ નહી માત્ર જે લાઈટ બીલનો ખર્ચ આવે તે અમારે ચુકવવાનો હોય છે અમે જગ્યાનું કોઈ ભાડું ચુકવતાં નથી.’ આમ જોવા જાવ તો આ સુરક્ષાનો એક સરળ અને સરસ માર્ગ છે. આટલા મોટા સોનીબજારમાં જો સીક્ીયોરીટી રાખવાં જાય તો કેટલો બધો ખર્ચ આવે એના કરતાં આ દુકાન દારો ખાણીપીણીના સ્ટોલ લગાવવા દે જેથી તેમની દુકાનોની ચોકી પણ થાય અને ખાણીપીણીવાળાનો બિઝનેશ પણ. મોટાભાગે માણેક ચોકમાં રાતે ચોરી ના થવા પાછળ આજ કારણ હશે.
 બીજું એ કે અહીં જે લોકોની ભાજીપાંઉ, સેન્ડવીચ, સમોસા, ગાંઠીયાં, જલેબી. કુલ્ફી, આઈસ્ક્રીમ, પીઝા, બર્ગર, કે તમામ નાસ્તાની દુકાનો છે તેઓ દિવસે બીજે નોકરી ધંધો કે વ્યવસાય પણ કરે છે. એટલે વગર રોકાણનો આ એક્સ્ટ્રા ધંધો કહી શકાય. જો એક દિવસનું માણેકચોકની ખાણીપીણીની દુકાનોનું કાઉન્ટર ગણો તો ૫થી ૧૦,૦૦૦ જેટલું હશે.
 હવે તો સરકાર કોઈ નવી દુકાનોને લાયસન્સ આપતી નથી. પણ જેટલી છે તે દુકાનો રાતે માણેકચોકની રોનકમાં ઓર વધારો કરે છે. પશ્ચિમ વિસ્તાર એટલે કે અમદાવાદમાં સાબરમતીની આ બાજુએ તો હજુ હમણાં રાત્રીબજારનો કન્સેપ્ટ અમલમાં આવ્યો છે. પણ પૂર્વવિસ્તારમાં તો આપણને આઝાદી મળી તે પહેલાનું નાઈટમાર્કેટ ધમધમે છે.

mehsna no sex retio

શ્રી ગણેશાય નમઃ

સાક્ષરતા વધી છે શિક્ષણ નહી!


 ભારતમાં સામે જાતિપ્રમાણનો જે યક્ષ પ્રશ્ન ઉભો છે તેના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃતિ લાવવા વિવિધ અભિયાનો શરૂ કરે છે. સામાન્ય રીતે અશિક્ષિત અને ગ્રામ્ય વિસ્તારમાં આ સમસ્યા વધુ હોવાનું માનવામાં આવે છે. હાલમાં વસતી ગણતરી મુજબ મહેસાણાનો કિસ્સો આશ્ચર્ય પમાડે તેવો છે. મહેસાણામાં સાક્ષરતા અગ્રેસર હોવા છતાં ત્યાં જાતિ પ્રમાણમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે.
 એક તરફ ગુજરાતના મહેસાણામાં સાક્ષરતાનું પ્રમાણ ૯૦ ટકા છે જ્યારે જાતિ પ્રમાણ ૭૯૪ કેટલો વિરોધાભાષ કહેવાય. જો સામાન્ય ભાષામાં કહેવું હોય તો લોકો સાક્ષર થયા છે પણ શિક્ષીત નથી થયા. નહિતર આવો વિરાધાભાષ નજરે ના ચડે.

 મહેસાણામાં ૨૦૦૧માં જ્યારે ૮૦૧નું નીચું જાતિપ્રમાણ આવ્યુ હતુ તે ખતરાની ઘંટડી હતી. ત્યારેજ સમજી જવાની જરૂર હતી. બેટી બચાવો આંદોલન માત્ર ચોપડા અને પ્રોજેક્ટમાંજ હોય તેવો અહિંનો ઘાટ થયો છે. આખા ભારતમાં શહેરી વિસ્તારમાં કે જ્યાં હાઈએસ્ટ એજ્યુકેશન હોવા છતાં ચાઈલ્ડ સેકસ રેશિયો સાવ તળીએ છે તેા શહેરમાં મહેસાણાનો પણ સમાવેશ થાય છે.

 જો સમાજમાં ભણતરનું વધ્યુ હોય તો સમજણ પણ વધવી જોઈએ અને એ નાતે સ્ત્રી સંખ્યામાં વધારો થવો જોઈએ. પણ કહેવાતા ભણેલા સમાજમાં આજેય દિકરો દિ વાળેની માનસીકતા જરાય નથી બદલાઈ. સમાજ જેટલો સુશિક્ષીત થયો તેટલા નવા નવા ફેરફાર આવ્યા વિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણા જીવનને વધુ સરળ બનાવ્યા.
 સ્ત્રીના ગર્ભપરિક્ષણનો હેતુ એ હતો કે કોઈ ખોંડખાંપણ વાળુ બાળક ના જન્મે અગર કોઈ ખામી હોય તો ગર્ભમાંજ તેનું નિવારણ કરી શકાય. પણ ત્યારેજ પુત્રપ્રેમની આંધળી માનસીકતાએ ગર્ભ પરિક્ષણનો હેતુજ મારી નાંખ્યો અને તેનો એવો ઉપયોગ કર્યોકે તે સ્ત્રી ભ્રુણ હત્યાનો રસ્તો બની ગયો.   જ્યારે આ વિશે અમે મહેસાણાનાજ એક પ્રખ્યાત ડોક્ટર વસાવડાને આ વિશે પૂછ્યુ તો તેમણે કાંઈક જુદુજ કહ્યુ. તેમનાજ શબ્દોમાં તેમની વાત સાંભળીએ ‘મહેસાણા સાક્ષરતામાં અવ્વલ છે તે ગર્વ લેવા જેવી વાત છે. તમે જુઓ તો તમને જણાશે કે અહિંની વસતી ખાદ્યે પીદ્યે સુખી છે. વિદેશમાં પણ વસે છે. છતાંય તેમની માનસીકતા સમુળગી નથી બદલાઈ. તેઓ હજુય ઘરમાં એક દિકરીને સ્વીકારે છે પણ જો બીજી બેબી આવે તો તેમને નહી ગમે. એક ડોક્ટર તરીકે હું સહેજે ડોક્ટરનો બચાવ નહીં કરૂ પણ હા એટલું જરૂર કે બધા જાણે છે કે ગર્ભ પરિક્ષણ કરાવવું એ ગુનો છે છતાં તે થાય છે અને સમાજમાં અગર આ દુષણને નાબુદલ કરવુ હશે તો પોલીસે જાગૃત થવું પડશે. તેમણે કેસ બનાવવા કરતાં ફરજ બજજાવવા પર વધુ ધ્યાન આપવું પડશે. જ્યાં આવા ગોઝારા ગર્ભપાત થતાં હોય ત્યા બાજ નજર રાખીને એક ધાક ઉભી કરવી પડે. તો સમાજમાં કંઈ ક્રાંતી થવાના ચાન્સીસ છે. બાકી તો ધીરેધીરે બદલાવ આવીજ રહ્યો છે.
 આ વાતનો જવાબ મેળવવા જ્યારે અમે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે મહેસાણાના પી. એસ આઈ એ. એમ. બ્રમભટ્ટ કંઈક આવુ કહ્યુ ‘આમ પોલીસ શું કરી શકે? જે કાંઈ કરવાનું છે તે પુરૂષોએ કરવાનું છે. આજે સ્ત્રી પૂરૂષ સમોવડી બની છે. હજુય તે ગણાય તો છે સેકન્ડજ. જો પુરષો તેમનું પીઠબળ બને તો જ આ જે સેક્સ રેશિયો છે તે કાબુમાં આવે. તમે જોશો કે કોઈ મહિલા મોટા અધિકારી ઉચ્ચ હોદ્દા પર હશે તો બીજા પુરુષ કર્મચારીને તે સ્વીકારવામાં મુશ્કેલી પડે છે. આ ફેર પાયામાંથી છે જ્યારે દિકરી માબાપના ઘરે હશે ત્યારેજ મા છોકરાને રોટલી બનાવીને ખવડાવશે અને દિકરી પાસે રોટલી વણાવશે. આ તફાવત કેમ? દિકરાને પણ કામ કરતાં શીખવો. આપણો દેશ પુરૂષ પ્રધાન દેશ છે એટલે જો ખરા અર્થમાં વિકાષ કરવો હશે તો પુરૂષોએ સ્ત્રીને સમજીને તેમને સમાન અધિકારો આપવાજ પડશે. સરકારે જાગૃત થવુ પડશે. સાક્ષરતા વધી છે તો સેક્સ રેશિયો પણ વધે તેવી આશા રાખી શકાય.  ‘સા વિદ્યા યા વિમુચ્યતે’ મુક્તિ અપાવે તેજ સાચી વિદ્યા. ’
 આમની વાત સાંભળીને થયુ કે આનો જવાબ સરકાર પાસે તો હશેજ. મહેસાણાના શહેર પ્રમુખ જયશ્રીબહેન પટેલને મળ્યા ત્યારે તેમણે જણાવ્યુ કે, જુઓ કોઈપણ સમાજમાં પરિવર્તન એકદમ નથી આવતુ અને મહેસાણામાં સાક્ષરતાનું જે પ્રમાણ વધ્યુ છે તેના મુળ તો ભુતકાળમાં છે શિક્ષણનો પાયો અહિં ગાયકવાડ સરકારે નાંખેલો તેછે. અને એટલેજ તમે જુઓ તો મહેસાણા એ આજે સૌથી વધુ સાક્ષરતા ધરવતાં શહેરોની હરોળમાં છે. જો તમે જાતિપ્રમાણની વાત કરો તો તે માટે કોઈ એક વર્ગ કે જાતિ નહી પણ સમગ્ર સમાજ જવાબદાર છે. ધીરે ધીરે સરકાર અને પ્રજાના સહકારથી પરિવર્તન આવી રહ્યા છે પણ તેનું પરિણામ કંઈ આમજ મળી જાય? તે આવતા થોડી વાર તો થાયને! સમાજની છોકરી છોકરા પ્રત્યેની માન્યતાઓ સદીઓ પુરાણી છે તે કાંઈ ઝટ બદલાઈના જાય તે માટે સમય લાગે.  જ્યારે સમાજ સમજશે કે દિકરી સાપનો ભારો નહી પણ આંખનો તારો છે. અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીને પણ બેટી બચાવો આંદોલનને જરૂર સફળ બનાવીશુ.’
 કલોલના ડિ.વાય.એસ.પી શ્રી ઉષાબહેન રાડાને જ્યારે અમે પુછ્યુ કે તમે પોતે એક મહિલા અધિકારી છો તો તમે આ વિશે શું માનો છો? તેમણે જે જવાબ આપ્યો તે ખરેખર જાણવા જેવો હતો. શિક્ષણ સાથે રૂઢિઓ જવી જોઈએ જ્યારે મહેસાણામાં આપણને સાવ વિરૂધ્ધનું ચિત્ર દેખાઈ આવે છે. આજે જો તમે વૃધ્ધાશ્રમોની મુલાકાત લો તો તમને જણાશે કે ઘણાને ચાર દિકરા હોય સાત દિકરા હોય અને તોય માબાપ ઘરડાઘરમાં હોય. અમારે ત્યાં આવતાં મોટા ભાગના કેસમાં અમે આ જોતા હોઈએ છીએ કે દિકરીઓ દિકરા કરતાં માબાપની વધુ ચિંતા કરતી હોય છે. દિકરીવ્હાલનો દરિયો છે. તેને ભગવાનના જન્મની જેમ વધાવી લેવો જોઈએ. કોઈપણ સમાજનો વિકાષ સ્ત્રી વગર અધુરો છે. માટે સ્ત્રીએજ આગળ આવવું પડશે. અંગ્રેજીમાં એક કહેવત કે છે કે વેલ લીટરેટ અને વેલ એજ્યુકેટેડમાં ખૂબ મોટો તફાવત છે. આપણા સમાજે પણ આ ભેદ સમજીને દિકરી જન્મને વધાવવો પડશે. તોજ સમાજ શીક્ષીત કહેવાય.’
 ખરેખર મહેસાણામાં બેટી બચાવો એ આંદોલન સફળ છે કે નિષ્ફળ તે જાણવા માટે અમે ત્યાંના રહીશ શિલ્પાબહેનને મળ્યા તેમણે જણાવ્યુ કે, આપણા ત્યાં દિકરીનું માન નથી તેવું નથી પણ વંશ તો દિકરાથીજ ટકે તેવી માન્યતા છે.  માતાપિતા દિકરીને પ્રેમ જરૂર કરશે પણ પારકી જણશ સમજીને. જ્યારે માતાપિતા ખુદ દિકરા દિકરીનો ભેદ નહી રાખે ત્યારે સમાજમાં જરૂર બદલાવ આવશે. આજે કોઈ પણ પરિવારમાં અગર પહેલો દિકરો આવશે તો કદાચ તે બીજીવાર ગર્ભજ નહી ધારણ કરે પણ જો પહેલી દિકરી હશે તો બીજા સંતાનની રાહ જરૂર જોશે. તે સંતાન દિકરી હોય તેવું તે ક્યારેય નહી ઈચ્છે. સમાજમાં અક્ષરોની ઓળખ આવડી જાય એટલે સાક્ષરતા વધી છે એવુ ના કહેવાય. માટે સાક્ષરતા વધારવા કરતાં સાચુ શિક્ષણ વધારવાની જરૂર છે.’ 
 મહેસાણામાં તાલુકા લેવલે ચાલતા મહિલામંડળના સંચાલીકા આશાબહેન ખોજાએ કહ્યુ કે, સાચુ શિક્ષણ સમાજને અંધશ્રધ્ધા, શોષણ, ગેરસમજ જેવા અંધકારમાંથી ઉગારે છે. જો સમાજમાં સ્ત્રી ના હોય અને તો તે સમાજે ખુબ શોષાવું પડે છે. ગુજરાત રાજ્ય હંમેશા કંઈક નવું કરવાની વાતે મોખરે રહ્યુ છે.
ેતમે જુઓ તો જ્યાં દિકરીઓને  મોકો મળે છે ત્યાં તે સફળ થયેલી જણાશે. જેમ કે દસમા બારમાની પરિક્ષામાં છોકરીઓ ની સંખ્યા. એ સિવાય પણ નોકરીયાત મહિલાઓ ગૃહીણી અને કર્મચારીની બેવડી ભુમિકા નિભાવે છે.’
 આમ જનતા અને એ સિવાય બીજા સાથે ની વાત કરતાં જણાય છે કે, સ્ત્રી, પૂરૂષ અને આખા સમાજે બેટી બચાવોની મોહુમ આદરવી પડશે. એકબીજાના માથા પર ઢોળવાથી કંઈ વળશે નહી. ગુજરાતમાં વિકાષ જે ઝડપે થઈ રહ્યો છે તે ઝડપે જો સ્ત્રી દર વધશે તો ચોક્કસ થી આપણે સાચુ શિક્ષણ અને વિકાષ સાધીશું.
બોક્સ

વિગત                         ૨૦૧૧               ૨૦૦૧


વાસ્તવિક વસતી                          ૨,૦૨૭,૭૨૭            ૧,૮૩૭,૮૯૨
પુરૂષ                                     ૧,૦૫૩,૩૩૭              ૯૫૩,૮૪૨
સ્ત્રી                                         ૯૭૪,૩૯૦              ૮૮૪,૦૫૦
વસતી વધારાનો દર                       ૯.૯૧ ટકા                ૧૨.૦૮ ટકા

જાતિ પ્રમાણ (દર હજારે)                    ૯૨૫                      ૯૨૭
બાળજાતિ પ્રમાણ (૦૬ વર્ષ)                ૮૪૫                      ૮૦૧

સરેરાશ સાક્ષરતા                          ૮૪.૨૬ ટકા              ૭૫.૨૨ ટકા                        
પુરૂષ સાક્ષરતા                             ૯૧.૮૮ ટકા              ૮૬.૨૦
સ્ત્રી સાક્ષરતા                               ૭૬.૧૨ ટકા             ૬૩.૬૫
સાક્ષરતા                                  ૧,૫૧૬,૭૮૧           ૧,૧૮૮,૨૨૪
પુરૂષ સાક્ષરતા                               ૮૫૪,૪૩૨             ૬૯૮,૬૨૬
સ્ત્રી સાક્ષરતા                                 ૬૬૨,૩૪૯             ૪૮૯,૫૯૮

કુલ બાળ વસતી (૦૬ વર્ષ)              ૨૨૭,૭૦૧              ૨૫૮,૧૩૯
કુમાર (૦૬ વર્ષ)                         ૧૨૩,૪૨૮              ૧૪૩,૩૩૪
કન્યા (૦૬ વર્ષ)                          ૧૦૪,૨૭૩              ૧૧૪,૮૦૫
બાળ વસતી ટકામાં                        ૧૧.૨૩ ટકા              ૧૪.૦૫ ટકા
કુમાર (૦૬ વર્ષ)                         ૧૧.૭૨ ટકા              ૧૫.૦૩ ટકા
કન્યા (૦૬ વર્ષ)                          ૧૦.૭૦ ટકા              ૧૨.૯૯ ટકા

બોક્સ 

વિગત                      ગ્રામ્ય                      શહેરી


વસતી (ટકામાં)                         ૭૪.૬૫ ટકા              ૨૫.૩૫ ટકા
કુલ વસતી                          ૧,૫૧૩,૬૧૨               ૫૧૪,૦૭૧
પુરૂષ                                   ૭૮૩,૬૧૨               ૨૬૯,૭૨૫
સ્ત્રી                                   ૭૩૦,૦૪૪                ૨૪૪,૩૪૬

જાતિ પ્રમાણ                                 ૯૨૩                       ૯૦૬
બાળ જાતિ પ્રમાણ                           ૮૬૦                       ૭૯૪
બાળ વસતી (૦૬ વર્ષ)          ૧૭૭,૨૪૬                  ૫૦,૪૫૫
કુમાર  (૦૬ વર્ષ)                  ૯૫,૩૦૬                  ૨૮,૧૨૨
કન્યા   (૦૬ વર્ષ)                  ૮૧,૯૪૦                  ૨૨,૩૩૩
બાળકો ટકામાં                         ૧૧.૭૧ ટકા                ૯.૮૧ ટકા         
કુમાર                                   ૧૨.૧૬                    ૧૦.૪૩
કન્યા                                    ૧૧.૨૨                     ૯.૧૪
સાક્ષરતા                           ૧,૧૦૧,૬૫૭                  ૪૧૫,૧૨૪
પુરૂષો                                 ૬૨૫,૬૭૪                 ૨૨૮,૭૫૮
સ્ત્રીઓ                                ૪૭૫,૯૮૩                 ૧૮૬,૩૬૬ 
સરેરાશ સાક્ષરતા                  ૮૨.૪૩ ટકા                    ૮૯.૫૪ ટકા
પુરૂષો                             ૯૦.૯૦ ટકા                     ૯૪.૬૮ ટકા
સ્ત્રીઓ                            ૭૩.૪૪ ટકા                     ૮૩.૯૪ ટકા


બહુચરમાનો ચૈત્રી પૂનમનો મેળો


બહુચરમાનો ચૈત્રી પૂનમનો મેળો

હોય શ્રદ્ધાનો જો વિષય તો પુરાવાની શી જરૂર!
 હમણાં જ ૧૫ લાખના માનવ મહેરામણ સાથે રંગે ચંગે બહુચરમાનો ચૈત્રી પૂનમનો મેળો પૂરો થયો. આમ તો મેળા કલ્ચર હવે ભુલાઈ રહ્યંુ છે તેવું વારંવાર કહેવાય છે, છતાંય માઈ ભક્તોની ભીડ અને દર્શન માટેની લાંબી કતાર જોઈને આ વાત સાચી લાગતી નથી... મેળાનું કલ્ચર ભુલાય તેવું નથી.

બહુચરાજીમાં મેળા દરમિયાન ગમે ત્યાં જઈએ તો જાણે આખંુ વાતાવરણ છડી પોકારી રહ્યું હોય કે ‘સોને કી છડી, રૂપે કી મશાલ, જરીયાન કા જામા, મોતીયન કી માલા, ગબ્બરના ગોખવાળી, ચાચરના ચોકવાળી, મા બહુચરાને ઘણી ખમ્મા.’
મહેસાણા જિલ્લાનું બહુચરાજી ગામ મા બહુચરના મંદિરને કારણે વિરમગામ અને મહેસાણા બંને પંથકમાં પ્રખ્યાત છે. અહીં ચૈત્રી પૂનમે માતાજીનો મેળો ભરાય છે. જેમાં આખા ગુજરાતના અને જ્યાં જ્યાં ગુજરાતી વસતાં હોય તે તમામ લોકો માનાં દર્શને આવે છે. આ મેળાનું આગવું મહત્ત્વ રહેલું છે અને મંદિરનું પણ. પ્રાચીન કાળથી શંખલપુર અને બહુચરાજીને માતાજીના સ્થાનક ગણવામાં આવ્યાં છે. તેને ચાચરના ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે.  
બહુચરાજી માતા વિષે બહુ જૂની વાયકા છે કે પાટણના સોલંકી વંશના રાજાએ અને વિરમગામના રાજાએ પોતપોતાને ઘેર દીકરો દીકરી આવે એટલે તેના સગપણ કરવાનું નક્કી કરેલું. પણ થયું એવું કે વિરમગામના રાજાને ત્યાં પણ દીકરી આવી અને પાટણના રાજાને ત્યાં પણ દીકરી આવી. રાજા મા બહુચરનો પરમ ભક્ત હતો, પણ થોડો જીદ્દી પણ હતો. તેની ધાક અને બીકને કારણે રાણીએ રાજાને જણાવ્યું કે તેમને ત્યાં દીકરો અવતર્યો છે. ખરેખર ત્યાં દીકરો નહીં પણ દીકરી હતી.
રાજમહેલમાં પુત્રી દીકરા તરીકે ઉછરવા લાગી. માતાએ દીકરીને પણ એ વાતનો અહેસાસ ન થવા દીધો કે તે દીકરી નથી દીકરો છે. જોતજોતામાં આ દીકરાના રૂપમાં દીકરી મોટી થઈ. આખરે રાજાએ તેને પરણાવવાની વાત કરી. યુવાની આવી હતી એટલે લગ્નની વાતો વચ્ચે કુંવરીને અહેસાસ થયો કે પોતે કુંવર નહીં પણ કુંવરી છે. તે વિચાર કરતી કરતી બહુચરમાની દેરી આગળ આવી પહોંચી ત્યાં એક તલાવડી હતી. ચૈત્ર મહિનાના ધોમધખતા તાપમાં આ રાજકુમારી સાવ નિરાશ થઈને તલાવડીની પેલે પાર આવેલા વગડામાં વૃક્ષ નીચે આવીને બેઠી.
આવામાં એક કૂતરી આ તલાવડીમાં ઠંડક લેવા ઊતરી અને કૂતરો બનીને બહાર આવી. રાજકુમારીએ આ જોયું. તેણે પોતાની ઘોડીને તલાવડીમાં ઉતારી. તો તે પણ એક તેજીલો ઘોડો બની ગઈ. આ જોયા પછી રાજકુમારીને તો જાણે માર્ગ મળી ગયો. રાજકુમારી પોતે ઊભી થઈને તલાવડીમાં ઊતરી અને ડૂબકી મારી બહાર આવી. બહાર આવીને પાણીમાં પોતાનું રૂપ જોયું  ત્યારે તે એક ખડતલ નવયુવાન બની ચૂકી હતી. એ પૂનમની તિથિ હતી.
આ રાજકુમારીની માતા બહુચરમાની પરમ ભક્ત હતી અને એટલે જ માતાજીએ આ ચમત્કાર કર્યો હતો. પછી તો રાજાને બધી વાતની જાણ થઈ અને અંતે તેણે અહીં બહુચરમાતાનું સરસ મજાનું મંદિર બનાવ્યંુ. આ તો લોકવાયકા છે, પણ ‘શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શી જરૂર’.
ચૈત્રી પૂનમે બહુચરાજીમાં વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે. સમગ્ર ગુજરાતમાંથી આ પૂનમના દિવસે લોકો પગપાળા કે વાહનોમાં મા બહુચરનાં દર્શને આવી પહોંચે છે. પૂનમનો મેળો ત્રણ દિવસ ચાલે છે, જે તેરસથી લઈને પૂનમ સુધી માતાના ભક્તો આવતા રહે છે. બધાની પાકી શ્રદ્ધા હોય છે કે બહુચરાજી મા તેની મનની ઇચ્છા પૂરી કરશે જ!
આ વર્ષે પણ માતાજીની પૂનમને ધામધૂમથી ઊજવવામાં આવી. પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાના તમામ પ્રયાસો સાથે ઉજવણી સફળતાથી પાર પડી. મેળામાં ફરતાં જોયું તો અમેરિકા અને બીજા રાષ્ટ્રોમાં વસતા ગુજરાતીઓ પણ આવ્યાં હતાં. તેઓએ મન ભરીને મેળાની મઝા માણી.
તેરસના દિવસથી માઈ ભક્તો બહુચરાજી આવવા માંડે છે. આ પ્રવાહ છેક પૂનમ સુધી ચાલે. સવારે અને સાંજે ખાસ સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવે જેથી ભક્તોને માતાજીનાં દર્શન થઈ શકે. પૂનમને દિવસે સવારની આરતી અને સાંજની સંધ્યા આરતી બાદ રાતે સાડા નવ વાગે માતાજીની પાલખી બહુચરાજીના મંદિરેથી પૂરેપૂરા પોલીસ બંદોબસ્ત અને બેન્ડવાજાં સાથે શંખલપુર જવા રવાના થઈ. રંગેચંગે આખા ગામમાં ફરીને રાતના બે વાગે પાલખી ફરી બહુચર માતાના મંદિરે પરત ફરી અને આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થઈ.
આ મેળાના ત્રણેય દિવસના સાક્ષી અને માતાના ભક્ત ઊર્મિલા બહેનનો પરિવાર આમ તો યુ.એસ.એ.માં રહે છે, પણ દર પાંચ વર્ષે તેઓ અવશ્ય બહુચરમાના મંદિરે દર્શન કરવા આવે છે. તેઓ મહેસાણાના જગુદણ ગામના રહેવાસી છે. તેમનું કહેવું છે કે,‘ અમારા પરિવારના દરેક છોકરાની બાબરી અહીં ઊતરે છે. વળી જો છોકરું મોટંુ થાય અને બોલતાં ના શીખે તો તેમને માટે ચાંદી કે સોનાની જીભ ચડાવવાની માનતા રાખીએ છીએ. જેને લીધે અમારે કંઈને કંઈ કારણે ચૈત્ર મહિનામાં અહીં આવવાનું થાય છે.
બીજા એક સુરેશભાઈ પંચોળી કડીના રહેવાસી છે તેઓ પણ દર ચૈત્રી પૂનમે માતાનાં દર્શને અચૂક આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તો તેઓ પગપાળા સંઘ લઈને બહુચરાજી આવે છે અને પૂનમના મેળાને માણે છે. વળી વિરમગામના ઇલાબહેન પટેલ પણ વર્ષોથી અહીં આવે છે. તેમનું કહેવું છે કે, ‘મને મા પર અસીમ વિશ્વાસ છે તેમણે મારી દરેક મુશ્કેલીમાં મદદ કરી છે તો હું ખાલી વર્ષમાં એકવાર બહુચરાજી ના જઈ શકું?’
બહુચરાજીમાં રહેતા લોકો આ વિશે શું માને છે તે જાણવા માટે જ્યારે ‘અભિયાને’ સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક સાધ્યો, તેમના જવાબોનો સાર કંઈક આવો હતો, ‘અમે નસીબદાર છીએ કે બેચરાજીમાં અમારો જન્મ થયો છે. વર્ષમાં બે વાર મા બહુચરાજીની પાલખી ગામમાં ફરવા નીકળે છે. એક ચૈત્રી પૂનમ અને બીજી આસો પૂનમ. અમે આ લહાવો લઈએ છીએ. અમે યાત્રાળુઓને અમારાથી બનતી બધી મદદ કરીએ છીએ. વળી ચૈત્રી પૂનમની તૈયારીઓ તો અમે મહિનાઓ અગાઉથી શરૂ કરી દઈએ છીએ.’
મેળાની મજા માણી રહેલું ભરવાડ દંપતી માતાની ભક્તિ અને પોતાની મસ્તીમાં મશગૂલ હતું સાથે તેમનું બાળક પણ હતું જ્યારે ‘અભિયાને’ તેમની સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે, ‘દર સાલ અમે અમારા દીકરા સાથે આવીએ છીએ. આ દીકરો માતાજીનો દીધેલો છે. એેટલે દર સાલ અહીં આવીએ છીએ.’ ભુવન અને હોથલે પોતાના દીકરાનું નામ બેચર પાડ્યું છે.
બહુચરાજીના સરપંચ વસંતીબહેન ઠાકોર સમરસ પંચાયતમાં ચૂંટાઈ આવ્યાં છે. તેમનો તો હરખ સમાતો નહોતો. તેમનું કહેવું હતંુ કે, ‘દર સાલ અમારે આંગણે આ રૂડો અવસર આવે છે અને અમે પૂરી શ્રદ્ધા ભક્તિથી તેને ઊજવીએ છીએ. દરેક યાત્રાળુનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ. માતાજીની કૃપાથી ગામનું સંચાલન અને સેવા કરવાનો અમને મોકો મળ્યો છે. હજુ સુધી તો કોઈ ખરાબ ઘટના અમારે ત્યાં બની નથી. કોઈ દિવસ આ સમય દરમિયાન લૂંટ કે ચોરી અથવા કોઈ અકસ્માત ક્યારેય સર્જાયો નથી. વળી અમે મંદિરના સંચાલકોને પૂરો સહકાર આપીએ છીએ.’
વહીવટી ક્લેક્ટર બી એમ વીરાણીએ ખૂબ વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને કહ્યું, ‘દર સાલ કરતાં આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. અમે પૂરતો બંદોબસ્ત કર્યો છે. દરેક ભક્તને માનાં દર્શન થાય અને કોઈ જાતની અગવડ ના પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. ૬૦૦ જેટલા પોલીસ કર્મીઓનો અમે બંદોબસ્ત કર્યો છે. દરેક જણ બે શિફ્ટમાં કામ કરશે. તેમનું આખું નામ પૂછવાની કોશિશ કરી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મને બી કે વીરાણી તરીકે ઓળખાવું જ ગમે છે.’





સિનેમેટોગ્રાફી

 સિનેમેટોગ્રાફી

 આધુનિક ભારતમાં સૌથી ઝડપી જો કોઈ ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરતી હોય તો તે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી. હજુ તો આ શરૂઆત છે .જે રીતે ટીવી ચેનલ્સ અને ફિલ્મોનો રાફડો ફાટી રહ્યો છે તે જોતા આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ તમામ પ્રકારના ટેકનિશિયન અને અને કરિયર અંગેના ઘણા બધા સ્કોપ રહેલા છે. આ ક્ષેત્રમાં પૈસા, પ્રસિદ્ધિ, ગ્લેમર બધું જ છે અને જે રીતે ટીવી ચેનલોની સંખ્યામાં પૂર આવી રહ્યંુ છે તે જોતાં કેમેરામેનનું કરિયર બનાવવા ખૂબ ઊજળી તકો રહેલી છે.
 કેમેરામેન અને સિનેમેટોગ્રાફીનો કોર્સ ફિલ્મ અને જર્નાલિઝમ કોર્સ અંતર્ગત આવી જાય છે. મોટી મોટી સંસ્થાઓ તેમજ મોટા મીડિયાહાઉસ પણ આવા કોર્સ ચલાવતી હોય છે. આવા કોર્સ કરવા માટેની લાયકાત કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન છે. આજકાલ ૧૨મા પછી પણ આવા ડીપ્લોમા કોર્સ શરૂ થયા છે. આ ક્ષેત્રે કરિયર બનાવવા માટે ટેકનિકલ નોલેજ પણ જરૂરી છે.
સિનેમેટોગ્રાફીનો કોર્સ અને મુખ્ય સંસ્થાઓ
 સિનેમેટોગ્રાફીનો ત્રણ વર્ષનો પોસ્ટગ્રેજ્યુએશન ડીપ્લોમા પાઠ્યક્રમ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુનાથી કરી શકાય.
 એ જે કે માસ કમ્યુનિકેશન રીસર્ચ સેન્ટર, જે એમ આઈ, નવી દિલ્હી.
બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈને સિનેમેટોગ્રાફી પાઠ્યક્રમ એલ વી પ્રસાદ ફિલ્મ અને ટેલિવિઝન એકેડમી શાલીગ્રામ ચેણઈમાં ઉપલબ્ધ છે.

ITI

કરિયર પ્લાનિંગ કેવી રીતે કરવું, દસમા પછી લગભગ બધા વિદ્યાર્થીઓને આ વાત સતાવતી હોય છે. બીજંુ એવું કે કરિયર એવું હોય જેમાં રોજગારીની તકો વધારે હોય અને ખર્ચો ઓછો. જો આવા વિદ્યાર્થીઓને મિકેનિકલ ક્ષેત્રે રસ હોય તો ભારત સરકાર દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ એ ખૂબ સરસ ઉપાય છે.
 આ સંસ્થામાં સરકાર દ્વારા મિકેનિકલ, ઇલેક્ટ્રોનિકલ, ક્ષેત્રે રોજગારની તકો રહેલી છે. આવા કોર્સમાં ૧૦મા પછી પ્રવેશ મળે છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવે છે.
 દરેક રાજ્યના તમામ જિલ્લાઓમાં આઈટીઆઈની શાખાઓ છે. જેમાં તાલીમ બાદ વાર્ષિક પરીક્ષાઓ હોય છે. પ્રેક્ટિકલ ટેસ્ટ પણ આપવા પડે છે. આઈટીઆઈમાં સરકારી નિયમ મુજબ તાલીમની સાથે સાથે સ્કોલરશિપ પણ આપવામાં આવે છે.
 આઈટીઆઈની તાલીમ બાદ સાર્વજનિક ક્ષેત્રોમાં પણ નોકરીઓ મળે છે, જેમાં એનટીપીસી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
આઈટીઆઈમાં નીચેના કોર્સનો સમાવેશ કરવામાં આવે છે.
કોમ્પ્યૂટર ઓપરેટર
ઇલેક્ટ્રિકલ
વિદ્યુતકાર
ટીવી, રેડિયો મિકેનિક
ડીઝલ મિકેનિક
કરિયર ટિપ્સ

trust

દરેક સંબંધનો પાયો છે વિશ્વાસ

જો તમારે તમારી રીલેશનશિપને તરોતાજા રાખવી હોય તો તમારા વિશ્વાસને વારંવાર રીન્યુ કરાવતા રહો. એટલે કે એકબીજા પર બીલિવ કરો. તો આપોઆપ તમારા ઝઘડા ઓછા થઈ જશે. વિશ્વાસ કરવા માટે એકબીજાને એટેન્શન, સરપ્રાઇઝ અને રોમેન્ટિક યાદો કામ આવશે.

એટેન્શનની ઇચ્છા

એકબીજાને એટેન્શન આપો. જેમ કે તમે નવો ડ્રેસ પહેરો અને તમારો પાર્ટનર તમારી નોંધ જ ના લે તો? એવી જ રીતે તમારો મિત્ર નવી હેરસ્ટાઇલ કરાવીને આવ્યો અને તમે તેની દરકાર જ ના કરી. દરેક છોકરા છોકરીઓ એવું ઇચ્છતાં હોય છે કે તેમનો પાર્ટનર તેમની દરકાર કરે અને વખાણ કરે. જો તમે આ રસ્તો અપનાવશો તો તમારા પ્રોબ્લેમ જલદી શોર્ટ આઉટ થઈ જશે.

રોમેન્ટિક પળ

તમે છેલ્લે તમારા પાર્ટનર સાથે ડેટ પર ક્યારે ગયા હતા. જો તેનો જવાબ એવો હોય કે યાદ નથી અથવા ૬ મહિના પહેલાં, તો પ્લીઝ અઠવાડિયામાં એક દિવસ તેમની સાથે સમય પસાર કરવાનું રાખો. તેમની સાથેની રોમેન્ટિક ક્ષણો જ તમારી રીલેશનશિપ હેલ્ધી રાખશે. મહિને એકાદ લવસ્ટોરીવાળું મૂવી જોવા પણ જાઓ.

સરપ્રાઇઝ આપો

તમારા પાર્ટનરની પસંદ કે નાપસંદ જાણવાની તમે ક્યારેય દરકાર રાખી છે? તો જલદીથી તેની પસંદગી જાણીને તેને કંઈક સરપ્રાઇઝ આપો. આ નાનીસી વાત તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે.

લવલેશન લો

જો કોઈ કપલ તેમના લવલાઇફ પ્રત્યે વર્ષોથી ફેમશ હોય અને તેમનો પ્રેમ ઘણા લાંબા સમયથી ટક્યો હોય તો તેમની સાથે બેસીને તેમના આ સંબંધ વિશેની વાતો જાણો. જેમાંથી કેટલીક ટિપ્સ તમને પણ ઉપયોગી થશે.

લીંબુ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ગુણકારી છે.

લીંબુ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ગુણકારી છે.

 લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય છે. જેમાં વિટામિન બી, મિનરલ્સ, રીબોફ્લેવીન, કેલ્શિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ વગેરે જેવાં તત્ત્વો પણ રહેલાં છે.

શેમાં શેમાં ઉપયોગી છે?

પેટ માટે અકસીર ઇલાજ
સ્કિનની ક્લીનિંગમાં અને કેરિંગમાં ઉપયોગી
ડેન્ટલ કેર
કોઈ પણ ઇન્ફેક્શનમાં ફાઇટરનું કામ કરે છે
વજન ઉતારવામાં પણ મદદરૂપ છે
હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે
બ્લડ પ્યુરીફાયર છે

ટીવી કલાકાર રાજીવ મહેતાની હેલ્થ ટિપ્સ

૫૩ વર્ષની વયે પણ રાજીવ મહેતા ફિટ એન્ડ ફાઇન છે, જ્યારે ‘અભિયાને’ તેમને તેમની તંદુરસ્તીનું રહસ્ય પૂછ્યું ત્યારે તેમણે કેટલીક સરસ હેલ્થ ટિપ્સ આપી.
ભૂખ કરતાં હંમેશાં એક કોળિયો ઓછંુ ખાઓ. ભગવાન બુદ્ધનો આ બોધ હંમેશાં અનુસરવો.
હું રોજ રાત્રે ઇસબગૂલ લઉં છંુ. જે મારી ચયાપચયની પ્રક્રિયા એકદમ ફિટ રાખે છે.
મોટાભાગની સમસ્યાઓ પેટથી જ શરૂ થાય છે.
હંમેશાં સવારે ચા પીધા પછી રોજ ૫થી ૧૦ દાણા મેથી ચાવી જાઉં છું જે મારા જોઇન્ટ્સને મજબૂત કરે છે.

શરીરે સોજા આવવાનાં કારણો


શરીરે સોજા આવવાનાં કારણો

આપણે વાતાવરણના એવા મહાસાગરમાં જીવીએ છીએ કે જ્યાં બેક્ટેરિયા, ફંગસ, વાઇરસ, વિષાણુ, પેરેસાઇટ્સ વગેરે આપણી આસપાસ જીવે છે. આપણું શરીર નવ બારણાંનું પાંજરું છે. જેનાથી આપણાં શરીરમાં ગમે તે દ્વારથી પ્રવેશ કરે છે. એ સિવાય પણ રોજિંદા કાર્યશૈલીમાં પણ છોલાવાથી, ઘસાવાથી, વાગવાથી કે કપાવાથી પણ શરીરમાં પ્રવેશવાનો માર્ગ મળે છે. ત્વચામાં નમીની કમીના કારણે એડીઓમાં હોઠ પર અને ગાલ પર ચીરા પડી જાય છે.

 જો આપણી ઈમ્યુન સીસ્ટમ મજબૂત ના હોય તો આ કારણોને કારણે તેનાથી પ્રભાવિત ભાગ પર સોજા આવી જાય છે. મચ્છર કરડવાથી, કોઈ ઝેરીલા જીવડાંના ડંખથી, કોઈ તીવ્ર પ્રવાહીના સંપર્કથી પણ સોજો આવી શકે છે. સાથે સાથે તે ભાગ લાલ થઈને ફૂલી જાય છે. શરીરના અન્ય ભાગ કરતાં વધારે ગરમ હોય છે અને દુખાવો પણ થવા માંડે છે.
 આ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે અને તેથી ત્યાં લાલાશ અને ગરમી વધી જાય છે. આ ભાગની બારીક રક્તનલિકાઓમાં પ્રોટીનયુક્ત પદાર્થનો સ્ત્રાવ વધવાથી સોજો આવે છે. જેના કારણે એ અંગની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે અને તેને લીધે ત્યાં દુખાવો થાય છે.
 સાથે સાથે તે જગ્યાએ આપણા રક્ષા સૈનિક સમા શ્વેતકણો બહારના આક્રમણ સામે મુકાબલો કરવા એકઠા થવા માંડે છે. આ બહારના સંક્રમણના કારકને નષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. જેવી તેમને આમાં સફળતા મળે તેવો જ સોજો ઓછો થવા લાગે છે.
 જો સંક્રમણ શ્વેત કણો કરતાં વધારે શક્તિશાળી હોય તો આવા સમય પરુ થઈ જવાની શક્યતાઓ રહે છે જેને એન્ટિબાયોટિક દવાઓ અને મલમ કે ગરમ ઠંડા પાણીના શેક કરીને મટાડવાની કોશિશ કરવામાં આવે છે.
 


બળબળતી બપોરે હેલ્થ અને બ્યુટી બરકરાર રાખે વોટર થેરેપી

બળબળતી બપોરે હેલ્થ અને બ્યુટી બરકરાર રાખે વોટર થેરેપી

 વોટર થેરેપીમાં પાણી પીવાથી લઈને બ્યુટી ટ્રીટમેન્ટનો સમાવેશ થઈ જાય છે. ઉનાળામાં ગરમી તો સહન કરવી જ પડશે. આ સીઝનમાં જ્યાં સ્કિન ટોન બદલાઈ જાય છે અને સાથે સાથે ડીહાઇડ્રેશનના પ્રોબ્લેમમાંથી પણ પસાર થવું પડે છે. આ સમયે તમારા માટે ઉપયોગી છે વોટર થેરેપી. આના કેટલાય ફોર્મ્સ અવેલેબલ છે જેનાથી ત્વચાને ગ્લોઇંગ અને ફ્રેશ રાખી શકાય છે.

મસાજથી હાડ્રોસ્ટેટિક ઇફેક્ટ

પાણીમાં એક્સરસાઇઝ કરવાથી ખૂબ રીલેક્સનેસ અનુભવાય છે. આ રીતે ના તો બોડી ટેમ્પરેચર વધે છે ના પરસેવો. ઉપરાંત પાણીની હાડ્રોસ્ટેટિક ઇફ્ેક્ટ મસાજ જેવી ફીલિંગ આપે છે. સ્કિન પર થોડું દબાણ અને ગલગલિયાં થાય છે સાથે સાથે બ્લડ સરક્યુલેશન વધે છે અને મસલ્સમાં લચીલાપણું આવે છે. સ્કિનમાં તો ગ્લો આવે જ છે.

પગને કુદરતી રીતે ખૂબસૂરત બનાવવા માટે ફૂટબાથ ઉત્તમ છે

પગને કુદરતી રીતે ખૂબસૂરત બનાવવા માટે ફૂટબાથ ઉત્તમ છે. જેમાં ખારા પાણીમાં ઇલેક્ટ્રા મશીન રાખીને હલ્કા શોટ આપવામાં આવે છે.
સ્ટીમ એન્ડ સોના બાથ
જો તમે મસલ્સના ટેન્સ અને સ્ટ્રેસને લીધે બેચેની મહેસૂસ કરતાં હોવ તો હોટ શાવર સ્ટીમ એનાથી સારી બીજી કઈ વાત હોઈ શકે. આનાથી તણાવની સાથે શરીરની જકડન અને દુખાવામાં પણ રાહત મળે છે. સાથે ત્વચાનાં રોમ છિદ્રો પણ ખૂલી જાય છે.
વાળ માટે ડીપ કંડિશનિંગ
હેર ને ડીપ કંડિશનિંગ અને બોડીને રીલેક્સ કરવા માટે હાલમાં વોટર સ્પા થેરેપી આપવામાં આવે છે, જેમાં સ્ટીમનો ઉપયોગ થાય છે. આ પ્રોસેસ ૩૦થી ૪૦ મિનિટની હોય છે.

મોડર્ન ડિટોક્સિફિકેશન

સવારે ઊઠીને સૌથી પહેલાં સહેજ હૂંફાળંુ પાણી પીઓ. જે તમારી ડાઈજેસ્ટિવ સીસ્ટમને બરાબર રાખે છે. જેનાથી ત્વચા ગ્લોઈંગ અને હેલ્ધી બને છે. ધ્યાનમાં રાખો કે પેટ સાફ નહીં થાય તો બોડીમાં ટોક્સિન લેવલ વધી જશે જેનાથી ખીલ થવાની શક્યતા રહે છે. બીજું કે હૂંફાળા પાણીથી ઓઇલી સ્કિનમાંથી એક્સ્ટ્રા ઓઇલ પણ ક્લીન થઈ જશે.

થાક દૂર કરે યુકેલિપ્ટ્સ

ટેન્શન અને થાકને દૂર કરવા નહાવાના પાણીમાં યુકેલિપ્ટ્સ ઓઇલ ભેળવીને નહાવાથી તણાવ મિનિટોમાં છૂ થઈ જશે.

કોકોનેટ વોટર

સ્કિનને ક્લીન રાખવા માટે નારિયેળ પાણી સર્વોત્તમ છે. જો આને રેગ્યુલર મોં પર લગાવો તો ત્વચાના દાગ ધબ્બા દૂર થશે.

વનો શાવર બેબી

ફુવારાથી બોડી મસલ્સ અને બોડીના દરેક જોઇન્ટ રીલેક્સ થાય છે. એટલે જ આજકાલ બાથ એક્સેસરીઝની બોલબાલા છે.

ખૂબ પાણી પીઓ

ખૂબ પાણી પીઓ, જે તમને તન મનથી રાખશે ચુસ્ત દુરસ્ત અને તંદુરસ્ત.

news anker

ન્યુઝ એન્કર કરીયરનો બેસ્ટ વિક્લ્પ

 ઈલેક્ટ્રોનીક મીડીયા એ ગ્લેમર રોજગાર ની ઘણી શક્યતાઓને કારણે યુવાનોની પહેલી પંસદગી હોય છે. ન્યુઝ એંકર કે રીડર એ વ્યક્તિ છે જે ગમે તે સમાચારને પોતાની આગવી શૈલીમાં રજુ કરીને રોમાચક બનાવી દે છે.
 આજે ન્યુઝ ચેનલોની ભરમાર છે. ન્યુઝરીડરનું સ્વરુપ પણ પુરપુરુ બદલાઈ ગયુ છે. રોજ રોજ બીલાડીના ટોપની જેમ ફુટી નીકળતી ન્યુઝ ચેનલોને કારણે આ ક્ષેત્રે રોજગારીની તકોમાં પણ વધારો થયો છે. ન્યુઝ રીડરના કરીટરમાં પૈસો અને પ્રસીધ્ધી બંને મળે છે.
 ન્યુઝ રીડીંગ માટે પ્રશીક્ષણ જરૂરી છે કેમ કે, તાલીમ અને અનુભવ જ બેસ્ટ ન્યુઝ એકરને જન્મ આપે છે.
 ન્યુઝ રીડર બનવા માટે વાક્ચાતુર્ય, ઉચ્ચાર ચોખ્ખા હોવા જરૂરી છે. સાથે સાથે ભાષાજ્ઞાન પણ હોવુ આવશ્યક છે. સામાન્ય જ્ઞાન, સમાચારોની સમજણ, આત્મવિશ્વાસ, હાવભાવ થી સારા ન્યુઝ રીડર બની શકાય. ન્યુઝ રીડર બનવા માટે સારી પર્સનાલીટી હોવી પણ જરૂરી છે.

self confidence

 ઘણીવાર જિંદગીમાં એવો સમય આવે છે કે મજબૂત મનોબળની વ્યક્તિ પણ પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે, પણ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત પણ માણસમાં ક્યાંકને ક્યાંક પડેલી હોય છે. વ્યક્તિને જો પોતાનામાં વિશ્વાસ હોય તો તે ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી પ્રાપ્ત કરી શકે છે. બસ થોડીક વાતો પર ધ્યાન આપવાની જરૂર છે.

તમારી લાયકાત પર ભરોસો રાખો.

દરેક વ્યક્તિમાં વિશિષ્ટ લાયકાત રહેલી હોય છે. બની શકે કે તમે સારી રસોઈ કરી બનાવી શકતાં હોવ કે કવિતા લખી શકતાં હોવ અથવા તો તમને ઇતિહાસ પ્રત્યે લગાવ હોય અને જાણકારી હોય. તમારી પસંદગીના કામોનું લિસ્ટ બનાવો અને તેમાંથી ગમે તે એકને પસંદ કરી તેના પર પૂરી લગનથી કામ કરો. આનાથી તમારો આત્મવિશ્વાસ જરૂરથી વધશે.

થોડો સમય સારા લોકો સાથે વિતાવો.

તમારા પરિવાર અને મિત્રો સાથે થોડો સમય પસાર કરો. જે ખરેખર તમને પ્રેમ કરે છે. આવા લોકો હંમેશાં તમને આગળ વધવા પ્રોત્સાહન આપશે. સારા લોકોનો સાથ તમને પોઝિટિવ એનર્જીથી ભરી દેશે. 
રચનાત્મક કાર્ય કરો.
કોઈ નવા પ્રોજેક્ટ અથવા કોઈ રચનાત્મક કામમાં મન લગાવો. પેઇન્ટિંગ કે નવો ડ્રેસ ડીઝાઇન કરો. જેમ જેમ તમે રચનાત્મક કામ પૂરું કરતાં જશો તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે.

સાહસ કરો તો ખરા!

ઘણીવાર લોકો નવું કંઈક કરવાનું વિચારે તો છે, પણ તેવું કરતાં ખચકાય છે. એનો મતલબ એવો નથી કે કોઈપણ આંધળું સાહસ ખેડો, પણ હંમેશાં ‘ડર કે આગે જીત હે’ એ જીવન મંત્ર યાદ રાખો.
હંમેશાં એક્ટિવ રહો અને સદાય હસતા રહો.
નવી એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો. તમારું સ્વાસ્થ્ય સારું હશે તો પણ તમારો આત્મવિશ્વાસ વધશે. તમારો સમય ગમે તેટલો ખરાબ હોય પણ તમારા ચહેરા પરનું હાસ્ય ક્યારેય મૂરઝાવા ના દેશો.

IB school


ઇન્ટરનેશનલ બેચલરેટ સ્કૂલોનું આગમન

આજે વૈશ્વિકરણના કારણે લોકો આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. તેમની ભારતથી બદલી ઓસ્ટ્રેલિયા કે અમેરિકા થઈ જાય તો સાવ જુદા અભ્યાસક્રમના કારણે તેમનાં બાળકોનો અભ્યાસ રખડી ન પડે તે માટે એક આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઘડીને બધા દેશમાં આ અભ્યાસક્રમ ભણાવતી સ્કૂલો ચાલુ કરવામાં આવી. તેને ‘ઇન્ટરનેશનલ બેચલરેટ’ સ્કૂલ એવું નામ આપવામાં આવ્યું છે. કેવો છે આ અભ્યાસક્રમ અને તેની શું સ્થિતિ છે તેની માહિતી મેળવીએ...


ખૂબ જૂની કહેવત છે કે સમય અને સંજોગો મુજબ બધું બદલાતું હોય છે. ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરી પણ કહે છે કે આસપાસના સંજોગો અને વાતાવરણ મુજબ પ્રાણીઓનાં અંગઉપાંગ અને શરીરનાં રંગરૂપ બદલાતાં રહે છે. હવે વૈશ્વિકરણનાં કારણે શિક્ષણનાં રંગરૂપ બદલાવા લાગ્યાં છે.
એક સમયે લોકો નોકરી માટે બીજા શહેરમાં બદલી થાય તો અકળાઈ જતા હતા. હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરનાર લોકોએ શહેર જ નહીં, દેશ પણ બદલવો પડે છે. તેમની નોકરી તેમને આજે એક દેશમાં તો કાલે બીજા દેશમાં લઈ જાય છે. એવા સંજોગોમાં તેમનાં બાળકો આજે ભારતીય અભ્યાસક્રમ મુજબ ભણતા હોય અને કાલે હોંગકોંગ કે અમેરિકાની શાળામાં ભણવાનું આવે છે.
આમ બને તો અભ્યાસક્રમ ન બદલાય અને બાળકોનું ભણતર સરળતાથી ચાલુ રહે તે માટે આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ધરાવતી સ્કૂલ ચેઇન ચાલુ કરવામાં આવી. આપણા માટે હજી આ નવી વાત છે, પરંતુ સ્વિત્ઝરલેન્ડમાં તેની શરૂઆત ૧૯૬૮થી કરવામાં આવી હતી. તેનો લાભ શાહ પરિવારને મળ્યો તો તેઓ ખૂબ આનંદ પામ્યા હતા.
શાહ પરિવાર બિઝનેસ માટે વર્ષોથી સિંગાપોર વસ્યા હતા. તેમનાં બાળકો અહીં જ જન્મ્યાં હતાં અને અહીં જ ભણતાં હતાં, થોડા વખત અગાઉ તેમણે ભારત આવી વસવાનું થયું. તેમને વતન પાછા આવવાનો આનંદ હતો, પરંતુ અહીં આવ્યા પછી તેમને નવી સમસ્યાઓ પજવવા લાગી અને ધીમેધીમે વિકરાળ બનવા લાગી.
શાહ પરિવાર માટે સૌથી મોટી સમસ્યા તેમની પુત્રીના અભ્યાસની હતી. તેઓ ભારત આવી ગયા અને પોતાના વતન ગુજરાતમાં વસ્યા. જોકે ગુજરાત કાયમી રહી શકાશે તેની કોઈ ગેરન્ટી ન હતી. મુશ્કેલી એ ઊભી થઈ કે તેમની પુત્રી સિંગાપોરના અભ્યાસક્રમ મુજબ ભણતી હતી.
ભારતમાં અને ગુજરાતમાં એનો અભ્યાસક્રમ બદલવાની તેમની તૈયારી નહોતી. પરિણામે તેમણે થોડી શોધખોળ કરી તો તેમને આઈબી સ્કૂલનો પત્તો મળી ગયો. આઈબી એટલે કે
ઇન્ટરનેશનલ બેચલરેટ મુજબનો અભ્યાસક્રમ ભણાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ. શાહ પરિવારને આનંદ થયો કે ચાલો, ભારતમાં પણ તેમની પુત્રી આંતરરાષ્ટ્રીય શિક્ષણ મેળવશે. આ પ્રકારનો અભ્યાસક્રમ ચલાવતી સ્કૂલો કુલ ૧૪૧ દેશોમાં છે.
આવી શાળાઓમાં એવાં બાળકો જ એડમિશન લે છે જેમના વાલીઓ દેશદેશ ભમતાં હોય. મોટેભાગે આવા વાલીઓ ગર્ભશ્રીમંત હોય છે. એટલે તેમને પોતાનાં બાળકને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળતું હોય તો ગમે તેટલી ફી મોંઘી લાગતી નથી. આઈબી સ્કૂલોની ફી ભારતના સામાન્ય વાલીઓને અધધધ... થઈ જવાય એટલી હોય છે.
આઈબી સ્કૂલોમાં ભણતાં બાળકોની અને તેમના વાલીઓની ભાળ મેળવતાં જાણવા મળ્યું કે એવા ઘણા વાલી છે જેમને આઈબી સ્કૂલનો સાચો અર્થ પણ ખબર નથી. તેઓ મોંઘી ફીનાં કારણે શ્રેષ્ઠ શિક્ષણ જ મળશે એવી અપેક્ષાએ પોતાનાં બાળકોને આ સ્કૂલોમાં ભણાવે છે. આ વાલીઓ પાસે ‘ઇઝી મની’ કહેવાતી આવક છે અને ઝડપથી તેઓ શ્રીમંત બની ગયા છે. તેમને પોતાનું બાળક અધવચ્ચે અન્ય દેશમાં ભણવા બેસાડવું પડશે એવી કોઈ સમસ્યા નથી.
આઈબી સ્કૂલોમાં અમેરિકા, યુરોપ, સિંગાપોર, જાપાન કે રશિયામાં ચાલતા અંગ્રેજી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. તેનો બેઝ સ્વિત્ઝરલેન્ડના અભ્યાસક્રમનો છે. કારણ કે આ પ્રકારની સ્કૂલોની શરૂઆત અહીંથી કરવામાં આવી હતી. આ અભ્યાસક્રમમાં ભણતર તો એ જ રહે છે, પરંતુ ભણાવવાની રીત સાવ જુદી હોય છે.
આપણી શાળાઓ એક વત્તા એક ભણાવવા માટે બોર્ડ પર એકડો લખી વત્તાની નિશાની કરી બીજો એકડો લખે અને બરાબરની નિશાની કરીને બગડો લખે છે. આઈબી સ્કૂલમાં બાળકને એક ચોકલેટ આપીને પછી બીજી ચોકલેટ આપીને કહેવામાં આવે છે કે, ‘હવે કહો, તમારી પાસે કેટલી ચોકલેટ થઈ?’ વિદ્યાર્થી એ રીતે ભણે છે કે એક હોય અને બીજું એક આવે તો એક વત્તા એક કહેવાય.
વિશ્વમાં ૧૪૧ દેશોમાં આ પ્રકારની કુલ ૩,૩૨૩ સ્કૂલો ચાલે છે. તેમાં સૌથી વધુ ૧,૩૦૭ સ્કૂલો અમેરિકામાં છેે અને ભારતમાં ૮૬ સ્કૂલો છે. તેમાંથી ૭ સ્કૂલો ગુજરાતમાં છે. ગુજરાતની આઈબી સ્કૂલના વાલીઓમાં  અસંતોષ જોવા મળે છે કે તેમનાં બાળકને ખરેખર આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળતું નથી. અભ્યાસક્રમ તો આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે, પરંતુ શિક્ષકો એ કક્ષાના નથી.
‘અભિયાને’ ૧૦ જેટલા વાલી અને ૫ શિક્ષકોની મુલાકાત લીધી. તો તેઓ, શિક્ષકો પોતાની નોકરીની ચિંતામાં અને વાલીઓ પોતાનાં બાળક માટે સ્કૂલને અણગમો થઈ જવાની બીકે સાચી વાત કહેતાં અચકાતા હતા. જેમણે માહિતી આપી તેમણે આગ્રહ કર્યો કે તેમનાં નામ કોઈપણ સંજોગોમાં પ્રગટ ન કરવાં. જોકે એમની પાસેથી અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી.
જેમાં નામ ના આપવાની શરતે શિક્ષકોનું કહેવું એમ છે કે, ‘પગારધોરણ વૈશ્વિક લેવલનું નથી. તેથી જ જો અમને બીજી સ્કૂલમાં સારી ઓફર મળે તો અમે તરત જમ્પ મારી દઈએ છીએ’. વાત તો સાચી કે જો મહેનતના પ્રમાણમાં મહેનતાણું ના મળે તો કોઈપણ વ્યક્તિ નોકરી બદલે જ.
આવા વાલીઓની મુખ્ય ફરિયાદો હતી કે આઈબી સ્કૂલોમાં જે આંતરરાષ્ટ્રીય ધોરણો હોવા જોઈએ તે મુજબનું શિક્ષણ આપી શકે એવા શિક્ષકો નથી. જે શિક્ષકો છે તે કાયમી નથી હોતા. વારંવાર શિક્ષકો નોકરી છોડી જાય છે અને નવા શિક્ષકો નોકરીએ આવતા રહે છે. આ શિક્ષકોને તે ધોરણમાં ભણાવવાની લાયકાત તો હોય છે, પરંતુ આઈબીનાં ધોરણો મુજબ ભણાવવાની તાલીમ નથી હોતી. આઈબી સ્કૂલનો કન્સેપ્ટ એવો છે કે બાળકોને દરેક બાબતમાં સક્રિય રીતે ભાગીદાર બનાવી તેના મનમાં કુતૂુહલ જન્માવવું. તેનામાં ક્યુરિયોસિટી જન્મે તેે પછી ટીચરો તેમને જવાબ સમજાવેે. મનોવિજ્ઞાન કહે છે કે આ રીતે જવાબો સમજાવવાથી બાળકોને તે કાયમ માટે યાદ રહી જાય છે, પણ અહીંની આઈબી સ્કૂલોના મોટાભાગના ટીચર્સ પોતે એટલા કાબેલ નથી.
નામ ન આપવાની શરતે એક વાલીએ વિગત આપી કે તેમનો દીકરો પહેલા ધોરણમાં છે. પછી કહ્યું, ‘દરેક સ્કૂલની જેમ જ અહીંના શિક્ષકોનું એજ્યુકેશન છે. જુનિયર કેજીસિનિયર કેજીના શિક્ષકો પાસે તેમના એકેડમિક ગ્રેજ્યુએશનની સાથે બાળમાનસને સમજી શકે તેવો કોઈ વિશિષ્ટ કોર્સ હોવો જોઈએ, પરંતુ આઈબી સ્કૂલોના મોટાભાગના શિક્ષકો પાસે એવી લાયકાત જોવા મળતી નથી.
હું શિક્ષકોનાં નામ નહીં આપું. મારે કોઈની સામે અણગમો નથી. એ લોકોનો આમાં શો વાંક. સ્કૂલે એમને નોકરી આપી છે અને ફરજ સોંપી છે એટલે તેઓ ભણાવે છે. આઈબી સ્કૂલો પણ સામાન્ય સ્કૂલોની જેમ ૧થી ૪ ધોરણ માટે બી.એડ્. સુધીનું ભણતર અને ૫થી ૭ના શિક્ષકો માટે એમ.એડ્. થયેલા શિક્ષકો પસંદ કરે છે. ૮થી ૧૦માં શિક્ષણ આપવા માટે તો ધોરણ નક્કી હોય તેમ લાગતું જ નથી. મારા હિસાબે તો આઈબી સ્કૂલો માટે ટીચરના ભણતર કરતાં તેમની બાળમાનસની તાલીમ વધુ અગત્યની છે.’
શાળા સંચાલકોને જ્યારે આ ફરિયાદ પહોંચાડી તો તેમણે જવાબ આપ્યો કે, ‘અમે જરૂરી યોગ્યતા ચકાસીને જ શિક્ષકો પસંદ કરીએ છીએ. શિક્ષકોને એપોઇન્ટ કર્યા પછી તેમને જરૂરી તાલીમ અને કેળવણી પણ આપવામાં આવે છે. બાકી અભ્યાસક્રમનાં ધોરણો સમગ્ર વિશ્વમાં સરખાં જ છે. જેમ કે આપણે ત્યાં પાંચમા ધોરણમાં અવયવોનું શિક્ષણ આપવામાં આવે છે. તો દુનિયામાં દરેક દેશમાં પાંચમા ધોરણના અભ્યાસક્રમમાં અવયવો જરૂર સામેલ હશે. પ્રશ્ન માત્ર શિક્ષણ આપવાની રીતનો છે. જે તે દેશની રીત જુદી હોઈ શકે. શિક્ષકોએ દરેક પાઠ ભણાવવા માટે આ જુદી રીત જ શીખવાની હોય છે. તે માટે અમે વિશેષ તાલીમ આપીએ જ છીએ.’
‘અભિયાને’ આ અંગે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડો. તરુલતાબહેનની મુલાકાત લીધી તો તેમણે કહ્યું, ‘હવે ભારતે પણ ગ્લોબલાઇઝેશન અપનાવ્યું છે, એટલે આ સ્કૂલો ભારતમાં આવકાર્ય છે. હા, અમારે આ અંગે પેરેન્ટ્સને થોડા કન્વિન્સ કરવા પડે છે. અમે ધોરણ ૧થી ૭માં આઈબીનું સિલેબસ ભણાવીએ છીએ. ૮થી ૧૦ ધોરણમાંં કેમ્બ્રિજનો અભ્યાસક્રમ ભણાવીએ છીએ. ત્યાર પછી ધોરણ ૧૧, ૧૨માં ફરી આઈબીનો અભ્યાસક્રમ ભણાવીએ છીએ.
આમ જોવા જાઓ તો દુનિયાના કોઈપણ ખૂણે બાળકો માટેના અભ્યાસક્રમ લગભગ સમકક્ષ જ છે. ફરક માત્ર પદ્ધતિનો છે. અમારી શાળાઓમાં ટીચરોને પણ નવા અભ્યાસક્રમની ખાસ તાલીમ આપવી પડે છે. અહીંના જે શિક્ષકો છે તેઓ ટ્રેડિશનલ (પરંપરાગત) રીતે ભણીને ડિગ્રી મેળવીને આવ્યા છે. તેમને આઈબીની રીત મુજબ નવી તરાહથી ભણાવવાની તાલીમ આપવી જરૂરી હોય છે. આપણે ત્યાં આઈબી સ્કૂલો ચાલુ રાખવા માટે પાયાની જરૂરિયાત ટ્રેઇન્ડ ટીચર્સ અને માનસિક રીતે તૈયાર પેરેન્ટ્સની છે.’
આઈબી સ્કૂલમાં પોતાનાં સંતાનને તાલીમ આપનાર એક વાલી કૃપા શાહે ‘અભિયાન’ને કહ્યું, ‘અમે જ્યારે સિંગાપોરથી અહીં શિફ્ટ કયર્ંુ ત્યારે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે સ્નેહાનું ભણતર મારા માટે માથાનો દુખાવો બનશે. અહીં આવીને તેને આઈબી સ્કૂલમાં મૂકી એટલે નિરાંત થઈ કે ચાલો, તેનું ભણતર આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે થવા લાગ્યું.
પરંતુ થોડા જ સમયમાં મોકાણ ચાલુ થઈ. સ્નેહાએ ફરિયાદ કરી કે તેના ટીચર્સ જે સમજાવે છે તે સમજાતું જ નથી. અમે તેની સ્કૂલમાં જે ટીચરો છે તેમની મુલાકાત લઈ આ વિષે આડકતરી રીતે ચર્ચા કરી જોઈ. તો ખ્યાલ આવ્યો કે ખરેખર તેમને જ ટ્રેનિંગની જરૂર હતી. તેઓ ઇન્ટરનેશનલ ધોરણો પ્રમાણે શિક્ષણ આપવાનું જાણતા જ નથી.
જો સ્કૂલના શિક્ષકો શિક્ષણની રીત ન જાણતા હોય તો તેને ટ્યૂશન આપનાર ક્યાંથી શોધવો? વળી કોઈ કારણસર વારંવાર સ્કૂલના ટીચર બદલાઈ જતા હતા. આવી ઘણી હેરાનગતિ અમને નડતી. સ્નેહાની સ્કૂલમાં ફી આખા ગામ કરતાં વધારે હતી. તેની સામેે ભણતરના સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સાવ મીંડું.’
કૃપાબહેનની એક વાત તદ્દન સાચી હતી. આઈબી સ્કૂલોની ફી બીજી સ્કૂલો કરતાં ખૂબ વધારે છે અને હોય તે સમજી શકાય તેવી વાત છે. આવી સ્કૂલનો આખા વર્ષનો ખર્ચ ગણીએ તો રૂપિયા એકથી દોઢ લાખ જેટલો થાય છે. તેમની ફરિયાદ પણ સાચી ગણવી પડે. આટલો ખર્ચ કર્યા પછી તેમનું સંતાન અન્ય બાળકો કરતાં નબળું જણાય તો ફરિયાદનું કારણ જ ગણાય.
આ બહેનની બીજી ફરિયાદ એ હતી કે આઈબી સ્કૂલની ભણાવવાની પદ્ધતિ પ્રોજેક્ટ આધારિત છે. દરેક પાઠ માટે પ્રોજેક્ટ કરવાનો હોવાથી તેની સામગ્રી લાવવી પડે. એ ખૂબ મોંઘું પડે છે. પ્રોજેક્ટનું મટીરિયલ બધી જગ્યાએ મળતું નથી, એટલે મોટાભાગના વાલીઓ પરેશાન થઈ જાય છે.
તેમણે સ્વીકાર્યું કે પ્રોજેક્ટનાં કારણે તેમની પુત્રી દરેક વાત એટલી પાકા પાયે સમજી જતી હતી કે શીખ્યા પછી તે ક્યારેય ભૂલતી નથી, પણ કુલ શિક્ષણનો સરવાળો કરીએ તો તેમનો અભ્યાસ બીજા સામાન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં ઓછો પડે છે. એટલે જ મારાં જેવાં માબાપને પોતાનાં સંતાનો પાછળ શ્રેષ્ઠ નાણાં ખર્ચવા છતાં પરિણામ ન મળતું હોવાનો વસવસો રહે છે.
હાલ જેમનાં બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે તેમાંના ઘણા ખરા વાલીઓનું કહેવું છે કે લાખ રૂપિયા ખર્ચતાય અમારાં સંતાનોને લાખ સુધીની ગણતરી નથી આવડતી. એ જ અમારા માટે માથાનો દુખાવો છે. ઘણાં વાલીએ તો આ કારણસર પોતાનાં બાળકોને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધાં છે.
આઈબી સ્કૂલમાં સંતાનને શિક્ષણ અપાવનાર અન્ય એક વાલી અવની પરીખ કહે છે, ‘મારાં બંને બાળકો મહાત્મા ગાંધી આઈબી સ્કૂલમાં છે. બંનેને કંઈ ખાસ તકલીફ નથી પડતી. અભ્યાસમાં થોડીક કચાશ લાગે તો અમે કવર કરાવી દઈએ છીએ. મને આ સ્કૂલ ગમે છે, તેની પાછળનું કારણ એ છે કે તમારું બાળક જે પણ કંઈ શીખશે તે તેને આજીવન યાદ રહેશે. બીજંુ કે કોઈ સ્પેશ્યલ વિષયમાં અગર બાળક કાચું હોય અથવા ખૂબ હોશિયાર હોય તો ટીચર્સ તરત જ આપણને જાણ કરે છે. જેથી આપણે તેના કાચા વિષય પર ધ્યાન આપી શકીએ અને જે વિષય પાકો છે તેના પર ફોકસ કરીને તેને આગળ કરિયરમાં મદદરૂપ થઈ શકે.’
અન્ય એક વાલી પિન્કીબહેન પટેલ કહે છે, ‘પણ આ શિક્ષણપદ્ધતિ સમજવી અઘરી છે. તેમના પ્રોજેક્ટમાં મદદ કરવી તેને ગાઇડન્સ આપીને ખરા અર્થમાં ભવિષ્ય ઘડતર કરવા માટે વાલીઓએ પણ એક લેવલની સમજ અને નોલેજ કેળવવાં પડે. અમે આ પદ્ધતિથી ખુશ છીએ. હા, જો પેરેન્ટ્સ પાસે સમય ન હોય તો ટ્યૂશન ટીચર્સ મળવા અઘરા છે અને ગુજરાતી મીડિયમમાં ભણેલા અથવા ઓછું ભણેલા વાલીને આગળ જતાં બાળકને મદદ કરવામાં તકલીફ થઈ શકે છે.’
બાળકો આવતી કાલનું ભવિષ્ય છે, આ ભવિષ્યનો પાયો મજબૂત હોવો જરૂરી છે, પણ માત્ર શોખ ખાતર, દેખાદેખીમાં અથવા તો વિશ્વ લેવલની સ્કૂલ સારી જ હોય તેવી માન્યતા ક્યારેક માબાપને ભારે પડે છે. આઈબી સ્કૂલમાં દાખલ થનાર ઘણાં બાળકોને ફરી ગુજરાતીમાં અથવા સેન્ટ્રલ લેવલનો અભ્યાસક્રમ હોય તેવી સ્કૂલમાં ટ્રાન્સફર કરવા પડે છે.
વાલીઓની વાત સાંભળ્યા પછી શિક્ષકોની મુલાકાત લેતાં તેઓ કહે છે, ‘અમારાં પગારધોરણ વૈશ્વિક લેવલનાં નથી. કામગીરી તેમના જેવી માગવામાં આવે છે. અમે આટલા પગારમાં અમારી શિક્ષણ પદ્ધતિ સદંતર બદલવા માગતા નથી. તેથી જ જો અમને બીજી સ્કૂલમાં સારી ઓફર મળે તો અમે તરત જમ્પ મારી દઈએ છીએ’.
સરવાળે ચિત્ર એવું ઊપસે છે કે આઈબી સ્કૂલો આજના સમયની જરૂરિયાત છે. તેને અપનાવવી જરૂરી છે, પરંતુ એ અપનાવવા માટે કાચા પાયે કામ ન ચાલે. તે માટે સૌપ્રથમ તો આદર્શ શિક્ષકો જ તૈયાર કરવા પડશે.  જેથી મોંઘીદાટ ફી ચૂકવનાર વાલીઓને કચવાટ ન થાય. શાળાના સંચાલકોએ પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આઈબી સ્કૂલોમાં માત્ર ભારતીયોનાં જ બાળકો નથી ભણવાના, અન્ય દેશમાંથી ભારત આવી વસેલાં બાળકો પણ ભણવા આવશે. તેઓ અહીંની સ્કૂલોનો અનુભવ સમગ્ર વિશ્વને જણાવશે. એટલે આવી સ્કૂલોનું શિક્ષણનું ધોરણ તો આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવું જ પડશે.

બોક્સઃ

ઇન્ટરનેશનલ બેચલરેટ સ્કૂલો વિષે

શરૂઆત ૧૯૬૮થી સ્વિત્ઝરલેન્ડના જીનીવા શહેરથી થઈ.

આજે સમગ્ર વિશ્વમાં કુલ ૧૪૧ દેશોમાં આઈબી સ્કૂલો છે.

વિશ્વની બધી આઈબી સ્કૂલોનો સરવાળો ૩,૩૨૩ થાય છે

વિશ્વના કુલ ૯,૯૮,૦૦૦ વિદ્યાર્થી હાલ આઈબીમાં ભણે છે.

આ સ્કૂલોમાં ૩ વર્ષથી ૧૯ વર્ષની ઉંમરનાં બાળકોને પ્રવેશ મળે છે.

સૌથી વધુ આઈબી સ્કૂલો અમેરિકામાં ૧,૩૦૭ છે.

વિશ્વના ૩૩ દેશોમાં માત્ર એક જ સ્કૂલ છે.


હસવું અને લોટ ફાકવો!

આઈબી સ્કૂલોમાં આંતરરાષ્ટ્રીય ધોરણનું શિક્ષણ અપાવવા માગતા કેટલાક વાલીઓની વાત હસવું અને લોટ ફાકવા જેવી છે. આ વાલીઓ કહે છે કે, ‘શિક્ષણ હંમેશાં માતૃભાષામાં લેવું જોઈએ. કારણ કે બાળક માતૃભાષા તેના ઘરમાં જન્મથી જ સાંભળતું અને સમજતું થયું હોય છે. તેની વિચારપ્રક્રિયા પણ માતૃભાષાની જ હોય છે. અન્ય ભાષાઓ તે પછીથી શીખે છે અને અન્ય તમામ ભાષાઓ માટે તેણે પોતાની માતૃભાષાના વિચારોને જ ેતે ભાષામાં અનુવાદ કરીને સમજવા તથા બોલવા પડે છે. તેથી જ આપણે અન્ય ભાષાઓ માતૃભાષા જેવી કડકડાટ બોલી શકતા નથી. એટલે આઈબીમાં પણ માતૃભાષામાં શિક્ષણ અપાય તો સારું.’

આ વાલીઓ ભૂલી જાય છે કે આઈબી સ્કૂલોની જરૂર વિદેશમાં વસતા આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમમાં ભણતાં બાળકો અન્ય દેશમાં જાય તો અભ્યાસક્રમ બદલવો ન પડે તેમાંથી ઊભી થઈ છે. જો તેમાં માતૃભાષાની વાત ઉમેરો તો પછી આંતરરાષ્ટ્રીય ધોરણે ચાલે તેવા એક જ અભ્યાસક્રમની વાત જ ક્યાં રહે છે. માતૃભાષામાં શિક્ષણ અપાવવું હોય તો આઈબી સ્કૂલમાં જવાની શી જરૂર છે?


બોક્સ

આઈબીની જેમ કેમ્બ્રિજ અભ્યાસક્રમ પણ ચાલે છે
તેની શરૂઆત (આઈબી પછી)૧૯૮૪થી યુ.એસ.એ.ના લોરા શહેરથી થઈ હતી.
વિશ્વના ૧૬૦ દેશોમાં કેમ્બ્રિજ અભ્યાસક્રમ ભણાવતી સ્કૂલો ચાલે છે
વિશ્વમાં કુલ આવી ૯,૦૦૦ સ્કૂલો આવેલી છે
ગુજરાતમાં કેમ્બ્રિજ અભ્યાસક્રમ ચલાવતી ૨૫ સ્કૂલો છે.

મહેસાણાની શ્વેતા જીતી ઓલિમ્પિક્સમાં ગોલ્ડ

મહેસાણાની શ્વેતા જીતી ઓલિમ્પિક્સમાં ગોલ્ડ

મહેસાણાની શ્વેતા ગોસાઈએ સ્પેશ્યલ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતીને સાબિત કયુર્ં છે કે કોઈ પણ પ્રકારની વિકલાંગતાને તમે પરાસ્ત કરી શકો છો.


મહેસાણાના અંકિત રાજપરાએ ચેસમાં ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનીને ડંકો વગાડ્યો. તે સમાચાર હજુ તાજા જ છે, ત્યાં મહેસાણાની બીજી એક છોકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકીને મહેસાણાનું નામ રોશન કયુર્ં છે. આ છોકરીનું નામ છે શ્વેતા ગોસાઈ. શ્વેતાની સિદ્ધિ એ રીતે મહત્ત્વની છે કે તે માનસિક રીતે વિકલાંગ છે અને છતાં તેનાથી હાર્યા વિના તેણે વર્લ્ડ સમર ગેમ્સ સ્પેશ્યલ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. એથેન્સમાં યોજાયેલા આ ખાસ ઓલિમ્પિક્સમાં શ્વેતા જીતી હતી.
શ્વેતા ૨૭ વર્ષની છે. શ્વેતાના પિતા અરવિંદ સુરી મહેસાણામાં પાનનો ગલ્લો ચલાવે છે. તેઓ જૂનું મેટ્રિક પાસ છે.  તેનાં માતા ધનલક્ષ્મીબહેન ગૃહિણી છે. એ પોતે સ્કૂલ નથી ગયાં. શ્વેતાનો જન્મ થયો તે પહેલાં તેમને બે દીકરીઓ હતી. પણ શ્વેતા વિશિષ્ટ બાળક તરીકે જન્મી હતી કેમ કે તે જન્મ વખતે બીજાં સામાન્ય બાળકો જેવી નહોતી.
 શ્વેતાનો જન્મ થયો તે પછી ત્રણ વર્ષ સુધી હાલ્યાચાલ્યા વિના પડી રહેતી. એ વખતે ફ્ક્ત તેના શ્વાસ ચાલતા હતા. માત્ર તેના કારણે જ તે જીવતી હોવાનો અહેસાસ થતો. ત્રણ વર્ષની ઉંમર પછી તે હાલતી ચાલતી થઈ અને ધીરે ધીરે જીવંતતા આવવા માંડી. ચાર વર્ષની ઉંમરે તે બેસતાં શીખી. પછી ધીરે ધીરે તે બધું શીખતી ગઈ. જોકે બીજાં સામાન્ય બાળકોની જેમ તે વર્તતી નહોતી તેથી તેનાં માતા ધનલક્ષ્મીબહેનને સતત ચિંતા રહેતી.
  શ્વેતા મોટી થતી ગઈ તેમ તેમ ધનલક્ષ્મીબહેનની ચિંતા વધતી ગઈ. પોતાની દીકરી કઈ રીતે સામાન્ય જિંદગી જીવે તેના પ્રયત્નો તે સતત કરતાં રહેતાં. આ પ્રયત્નો દરમિયાન જ તેમને કોઈકે ખોડિયાર એજ્યુકેશન સ્કૂલનું નામ આપ્યંુ. આ સ્કૂલમાં આવા માનસિક વિકલાંગ  બાળકોને ખાસ પ્રકારે ભણાવવામાં આવે છે અને તેમનામાં રહેલી ટેલેન્ટને બહાર લાવવાની કોશિશ કરવામાં આવે છે.
શ્વેતાને સ્કૂલમાં મૂકી પછી તેના શિક્ષક વિષ્ણુભાઈ ચૌધરીએ તેને શરૂઆતમાં બીજી બધી રીતે સામાન્ય શિક્ષણ આપ્યું, પછી તેમણે શ્વેતાને સ્વિમિંગની ખાસ તાલીમ આપવાનું નક્કી કયુર્ં. શ્વેતાનાં માતા ધનલક્ષ્મીબહેન કહે છે કે, ‘આ વાત સાંભળી મને આંચકો લાગેલો. મને થતું કે મારી શ્વેતા કેવી રીતે તરી શકે? મેં તેને ક્યારેય મારાથી દૂર નહોતી કરી અને દૂર કરવાની હિંમત પણ નહોતી ચાલતી, પણ સાહેબનો આગ્રહ હતો એટલે ના ના પાડી શકી અને એ રીતે તેની તાલીમ શરૂ થઈ. હું કાયમ તેની પ્રેક્ટિસ વખતે સાથે જ રહેતી અને તે જે રીતે તરતી તે જોતાં મને લાગતું કે વિષ્ણુભાઈની વાત સાચી હતી. પછી તો નાની મોટી સ્પર્ધાઓમાં હું તેની સાથે જતી. મેં જોયું કે ધીરે ધીરે તે આ સ્વિમિંગમાં વધારે ને વધારે પાકી થતી જતી હતી. આ બધું જોઈને મને પણ વિશ્વાસ થઈ ગયો કે મારી દીકરી અમારું નામ રોશન કરે તેવી છે. શ્વેતાએ રાજ્ય સ્તરે માનસિક રીતે વિકલાંગ બાળકોની ઘણી સ્પર્ધા જીતી છે. તેનો દેખાવ જોઈને જ તેને ૨૦૧૧માં ગ્રીકના કેપિટલ એથેન્સમાં યોજાયેલ સ્પેશ્યલ ઓલિમ્પિકમાં ભાગ લેવા મોકલવાનો નિર્ણય લેવાયો હતો.’
શ્વેતાના પિતા અરવિંદભાઈ કહે છે કે, ‘એ વખતે બહુ ડર લાગતો હતો. મારી દીકરી ૧૮૦ દેશોના સ્પર્ધકો વચ્ચે કઈ રીતે ટકશે તેવો સવાલ પણ પેદા થતો પણ દીકરી પર ભરોસો હતો. મને લાગતું હતું કે મારી દીકરી આ સ્પર્ધામાં જીતશે જ અને અમારી દીકરીએ ગોલ્ડ મેડલ જીતીને અમને સાચા પાડ્યા.’
 અરવિંદભાઈ આ વાત કરતાં કરતાં ગદ્ગદ્ થઈ ગયા. ‘અમને તો આ સપના જેવું જ લાગે છે. અમારો પરિવાર સાવ મધ્યમવર્ગીય પરિવાર છે. તેમાં શ્વેતા જેવી દીકરી આપીને ઈશ્વરે અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો હોય એવું લાગે છે. આ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી એટલે અમને શ્વેતાના નામનો ચેક મળેલો. તે જમા કરાવવા માટે અમે લોકો બેંકમાં ગયા અને કહ્યું કે, અમારે બેંક મેનેજરને મળવું છે. તો પટાવાળા અને બીજા બધા કોઈએ અમારા પર ધ્યાન ના આપ્યું. મારે ખાસી વાર સુધી જીભાજોડી થઈ. પછી જેવી તેમને ખબર પડી કે શ્વેતા વિદેશમાં જીતીને આવી છે કે તરત જ બેંક મેનેજરે અમને બોલાવીને બેસાડ્યા અને મારી દીકરી જોડે ફોટો પણ પડાવ્યો. આટલો આદર સત્કાર મારી દીકરીને કારણે મળે છે તે જોઈ મારી તો ગજગજ છાતી ફૂલી ગઈ.’
શ્વેતાને પોતે મેળવેલી સિદ્ધિ બહુ મોટી છે તેનો બહુ અહેસાસ નથી, પણ તેને પોતે મેળવેલી જીતની ખબર  છે. તેને પૂછ્યું કે તને શું ગમે તો તેણે તેની મસ્તીમાં જવાબ આપ્યો કે, ‘મને તો મમ્મી ગમે અને તરવું ગમે. અને જીતવુ પણ ગમે.’
 શ્વેતાની સિદ્ધિની બહુ નોંધ ભલે ના લેવાઈ હોય પણ તેણે મેળવેલી સિદ્ધિ મોટી ચોક્કસ છે અને એ વાતનો પુરાવો પણ છે કે તમારામાં ધગશ હોય તો તમે કુદરતે આપેલી નબળાઈને પણ ઢાંકી શકો છો.

બ્રેકઅપમાંથી થાઓ વેકઅપ

બ્રેકઅપમાંથી થાઓ વેકઅપ

ટીનેજર્સને સંબંધો જોડતા અને તોડતા વાર નથી લાગતી. કેમકે તેઓ મોટે ભાગે દિમાગથી નહીં પણ દિલથી નિર્ણયો લેતા હોય છે.
જો તમે પણ દિલથી કોઈ ફેંસલો લીધો હોય અને તેમાં તમારું દિલ તૂટી ગયું હોય તો નોટ ફિકર. તમારા બ્રેકઅપમાંથી બને તેટલું વેકઅપ કરી લો. તમારા સાથીએ તમારી સાથે તેની મરજીથી બ્રેકઅપ કરી લીધું હોય તો નિરાશ થવાની જગ્યાએ તેને તેના મનગમતા સાથી કે કામ જોડે જવા દો.

બ્રેકઅપમાંથી બહાર આવવાના સરળ રસ્તા

શોપિંગ કરો.
ફિલ્મ જોવા જાઓ.
મિત્રો સાથે પિકનિક ગોઠવો.
રીલેટિવ્સને મળવાનો પ્લાન કરો.
તમારા ઘેર કોઈ પાર્ટી આપો.

love letters

 પ્રિયપાત્રને દિલની વાત પહોંચાડવાનો સરળ રસ્તો એટલે 

 ‘જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

 ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.’  

 અને આ ગઝનલી રજૂઆતનું માધ્યમ હશે લવવેટર.

‘પ્રેમ’ શબ્દ સાંભળીનેજ દરેકને કોઈ સ્પેશ્યલ પર્સન યાદ આવી જાય. અને પ્રેમપત્રની વાત આવે ત્યારે જાણે જગત લીલુછમ થઈ જાય. અબાલવૃધ્ધ સૌ કોઈ પ્રેમની લાગણી સમજે છે. આ લવની લાગણીનું પ્રમાણ એટલે પ્રેમપત્ર. ભલે ફેસબુક અને મેલ કે એસ.એમ.એસ નો જમાનો હોય પણ પત્રોનો અંદાજજ કંઈક અૌર છે.
 વેલેન્ટાઈન ડે આવે એટલે અચાનક જાણે પ્રેમઋતુની શરૂઆત થઈ જતી હોય તેમ ચોતરફ લવની લહાણી થતી જોવા મળે. બજારનું રૂખ પારખીને હોંશિયાર બિઝનેશમેનસ અને સીમકાર્ડ કંપનીઓ તેનો લાભ લેવા જાતભાતના ગતકડાં કરે. પણ હાલમાંય પ્રેમપત્રોનો દબદબોતો હજુ અકબંધજ છે. હા તેના સ્વરૂપ જરૂરથી બદલાયા છે. પહેલા તે સામાન્ય પત્ર હતો હવે તે ઈલેક્ટ્રોનીક મેલ એટલે કે ઈમેલ બન્યો છે. અને એસ.એમ.એસ બન્યો છે. પણ તેનું મહત્વ જરાય ઘટ્યુ નથી.
 કોઈ ગમી જાય અને દિલના તાર ઝણઝણી જાય એટલે પછી વાત આવે પ્રેમના પ્રસ્તાવની પણ અહીંજ ખરી મુંઝવણની શરૂઆત થાય. વારે વારે તે સામે આવે ને ગોખી રાખેલા સંવાદો ભુલાઈ જાય. એ સમયે લવલેટર તારણહાર સાબીત થાય છે. જો પ્રિયપાત્ર રીસાઈ ગયુ હોય. વિરહની વેદના તડપાવતી હોય કે પછી પ્રેમનું પ્રપોઝલ મુકવું હોય. દરેકને પોતાનો પ્રથમ પ્રેમપત્ર લખતી વખતે મીઠી મુંઝવણ થાય જ

 દુનિયાની દરેક સ્ત્રીની દિલથી ઈચ્છા હોય છે કે, તેનો પિયુ તેને પ્રેમપત્ર લખે. હા કેટલીક સ્વીકારે છે. તો કેટલીક તેનો સાવ બોદો ઈન્કાર કરે છે. પણ પ્રેમમાં ઈન્કારનો મતલબ એકરાર થાય છે. આપણી આજની જનરેશન અને પહેલાની જનરેશન આ વિશે શું માને છે ચાલો તેમનેજ પૂછી લઈએ.
 જ્યારે પ્રેમપત્રો વિશે આપણા દાદાદાદીને પૂછ્યુ ત્યારે તેમણે જે જવાબ આપ્યા હતા તે ખૂબજ રસપ્રદ હતાંં . તેઓનું કહેવું એમ હતુ કે ‘હરએક કોલેજમાં અને ગામમાં તમને એક લવગુરૂ જરૂર મળી રહે જે બધાને તેમને અનુરૂપ કાગળ લખી આપતો હોય. વિરહની વાત હોય તો તે મુજબની શાયરી ગોઠવે, જો પ્રેયસી રીસાઈ ગઈ હોય તો તેને લગતો લેટર લખે.  અને આ માટેનું ખાસ સાહિત્ય વસાવ્યું હોય તેને ત્યાં તમામ પ્રકારની શાયરીઓની ચોપડી મળી રહે ના હોય તો તે ખાસ ખરીદે. કે તેમને ખાસ શાયરીની ચોપડીઓમાંથી શાયરીઓ લખતાં. દરેક વ્યક્તિ માટે તેણે લખેલો પ્રહેલો પ્રેમપત્ર પહેલા પ્રેમ જેટલોજ યાદગાર હોય.
 હાલમાં અમેરિકામાં વસતાં કમળાબેન પટેલનું કહે છે, ‘આજથી ૫૦ વર્ષ પહેલાની વાત છે. ત્યારે હું પાંચમીમાં ભણતી અને મારા મેરેજ થઈ ગયા હતાં. પહેલા તો નાની ઉંમરમાં વિવાહ થઈ જતાં. છોકરો છોકરી પ્રેમ કે લગન્ બેમાંથી એકેયનો મતલબ સમજતાં નહિ. ધીરે ધીરે તેઓ મોટા થતાં અને પછી આ પ્રેમપત્રોનો સીલસીલો ચાલું થતો. ત્યારે મેરેજ તો વહેલા થતાં પણ આણું મોડુ થતું. હું એ વખતે ઓલ્ડ એસ.એસ.સી માં ભણતી હતી. જ્યારે મેં મારાજ પતિને પ્રેમપત્ર લખ્યો હતો. એ રોંમાચ જ્યારે મને યાદ આવે છે ત્યારે અત્યારેય હું એકલી એકલી શરમાઈ જાઉં છું. ખાસ તો કાંઈ એટલુ બધુ સમજાતુ નહી. પણ જે આવડે તે પત્રમાં લખતાં. ત્યારે મારી એક બહેનપણી હતી વીમળા. તે અમારો તારણ હાર હતી તે નિશાળની બધી છોકરીઓને પ્રેમપત્રો લખી આપતી. કેમ કે, પ્રેમની લાગણીતો હોય પણ પ્રેમનું લખાણ લખવું ખૂબ અઘરુ લાગતું જો લખવા બેસીએ તો શબ્દ સુઝેજ નહી. હું તો મારા વ્હાલા આટલું લખીને જ એટલી શરમાઈ જતી કે આગળ કંઈ લખીજ ના શકતી. પણ વીમળા જબરી ચબરાક તે તો એવી એવી શાયરીઓ ગોતી કાઢે કે ના પૂછો વાત.  મારા પતિ એ વખતે કોલેજમાં ભણે એટલે તે મારા પર પ્રભાવ પાડવા અંગ્રેજીમાં લેટર લખતાં. મને ઈગ્લીસ વાંચતા આવડે નહી. એટલે ના છુટકે મારે એ વિમળાનો સહારો લેવો પડતો. એ પહેલાં તો ખૂબ ચીડવે અને પછી ધીરે ધીરે કાગળ વાંચે. અને તે જેમ જેમ વાંચતી જાય તેમ તેમ મારા હૈયાના તાર પ્રેમનું સંગીત વગાડતાં જાય. અત્યારે તો ખબર નહી કે વિમળા કયાં હશે પણ હું અને મારા પતિ સતત ૧૫ વર્ષ સુધી આરીતે એકબીજાને પત્રો લખતાં હતા. કેમ કે મારુ આણું થયુ એના અઠવાડિયામાં તો તે અમેરિકા ચાલ્યા ગયા હતા. તે વખતે અમને આ વેલેન્ટાઈન ડેની કંઈ ખાસ ખબર નહતી પણ જ્યારે જ્યારે તેમનો પત્ર મારા પર આવતો ત્યારે ત્યારે મારા માટે તે દિવસ વેલેન્ટાઈન ડે હતો. અત્યારે જ્યારે અહીં અને ભારતમાં બધાને આ રીતે વેલેન્ટાઈન ડે મનાવતાં જોઉં છુ ત્યારે મને પણ તે દિવસો યાદ આવી જાય છે.’
 અમદાવાદના જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં અમે વ્યાસ દંપતિને મળ્યા. ત્યારે તેમણે કહ્યુ કે,

 જ્યારે અમદાવાદના કુશલ પંચોલીને પોતે એક કેમ્પ્યુટરએન્જીિનીયરીંગનું ભણે છે. અમે જ્યારે તેમને પ્રેમપત્રો વિશે પૂછ્યું ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે પણ જાણવા લાયક હતો. ‘મારી ઉંમર અત્યારે ૨૦ વર્ષ છે અને મારો પ્રથમ પ્રેમ જે સફળ નહોતો તે મને ૧૬ વર્ષની ઉમંરે થયો હતો. મને પ્રેમપત્રોમાં અને સાહિત્યમાં ખાસ રસ નથી. પણ મેં પહેલો લખેલો લવલેટર મને આજેય યાદ છે. છોકરીનું નામ નહી લઉં પણ મેં બજારમાંથી તૈયાર આઈ લવ યુ વાળુ કાર્ડ ખરીદ્યુ અને તેમા ટુ કરીને તેનું નામ લખ્યું સરસ મજાની આશીકાના શાયરી લખી. અને નીચે ફ્રોમમાં ફક્ત તારોજ કુશલ લખીને મેં તેને આપ્યું. તેણે શરમાઈને લઈ લીધું. પણ બીજા દિવસે તેના ભાઈએ મારી જે ધોલાઈ કરી છે. તે માટે મારી પાસે શબ્દો નથી. પેલી છોકરીનું પછી શું થયુ તે જાણવાની મેં ક્યારેય કોશીશ પણ નથી કરી. પણ આજના ફેસબુકના જમાનામાંય એ ફેસ ટુ ફેસ આપેલો પ્રેમપત્ર હું ક્યારેય નહી ભુલું.’

જ્યારે પણ પ્રેમ ની વાત આવે ત્યારે મુંઝવણ તો સાથે ફ્રી આવે છે. એટલેજ કહે છે કે જ્યારે તમે પહેલો પ્રેમ પત્ર લખો ત્યારે સૌથી વધારે વૃક્ષોનું નીકંદન નીકળતું હશે. કેમકે એક લવ લેટર લખતી વખતે આપણે ઓછામાં ઓછા ૧૦થી વધારે

બોક્સ
 સૌથી પહેલો પ્રેમપત્ર કોણે લખ્યો હશે? અને કોને લખ્યો હશે? આ પ્રશ્ન થવો સાવ સામાન્ય છે તો તેનો જવાબ છે.  સૌથી પહેલો લવલેટર રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને લખ્યો હતો. અને આ એક પત્રના આધારે શ્રી કૃષ્ણ દ્વારીકાથી હાલના મહુવામાં દોડી આવ્યા હતાં. આ પત્રમાં રૂક્ષ્મણીજીએ ૭ શ્લોકમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
પ્રથમ શ્લોક
 હે પરમેશ્વર, તમારુ માત્ર નામ સંપર્કમાં આપતાની સાથે તાપ,પાપ, સંતાપ સમગ્ર દુઃખ દરીદ્રતા દુર થઈ જાય છે. જન્મોજનમના તમામ દોષ ટળી જાય છે. તમારૂ રૂપ સૌંદર્ય એ આંખો માટે અર્થ, કામ, મોક્ષ, ધર્મ એ ચારે ચાર છે. આટલું સાંભળતાની સાથેજ હું મારી તમામ મર્યાદા અને શરમ છોડીને તમારામય બની જવા માંગુ છું.

બીજો શ્લોક
 હે પ્રમના સાક્ષાત સ્વરૂપ, શ્યામસુંદર વિશ્વની હરએક વસ્તુ આપની  સાવ તુચ્છ છે. તમે હાજર હોવ ત્યારે કોઈ પણ કુળવાન, ગુણવાન અને ધૈર્યવાન કન્યા પતિ તરીકે આપનીજ કામના કરે. એટલેજ હે પ્રિયતમ મે તન મન ધનથી આપને મારા પતિ માન્યા છે. મે મારો આત્મા તમને સોંપી દીધો છે.

ત્રીજો શ્લોક
 તમેતો અંતર્યામી છો મારા દીલની વાત તમારીથી છુપી નથી. તમે અહિં આવીને મારો પત્નિ તરીકે સ્વીકાર કરો. હે કમલ નયન, પ્રાણ વલ્લભ હું તમારા જેવા વીરને વરી ચુકી છું. જેમ સિંહનો હિસ્સો શિયાળ અભડાવી જાય તેમ શિશુપાલ મને સ્પર્શી ના જાય તે જોવાની જવાબદારી તમારી છે.

ચોથો શ્લોક
 મેં જો કોઈ જન્મમાં કુવો કે વાવડી માટે જગ્યા આપી હોય કોઈ દાન ધર્મ , નિયમવ્રત કર્યુ હોય, દેવતા, બ્રાહ્મણ અને ગુરૂનો આદર સત્કાર કર્યો હોય તેમની પૂજા આરાધના કરી હોય અને જો તેઓ ખુશ હોય તો હે ભગવાન શ્રી કૃષ્ણ આવીને મારૂં પાણી ગ્રહણ કરો, શીશુપાલ કે બીજો કોઈપણ પુરૂષ મારો સ્પર્શ ના કરી શકે.

પાંચમો શ્લોક
 હે પ્રભુ તમે અજીત છો. જે દિવસે મારા વિવાહ છે તેના એક દિવસે પહેલા તમે ગુ રીતે અમારી રાજધાનીમાં આવી જાઓ. પછી મોટા મોટા સેનાપતિ, શિશુપાલ અને જરાસંઘની સેનાને રહેંસી નાંખો. અને વીરતા પૂર્વક મારૂ પાણી ગ્રહણ કરો.

છઠ્ઠો શ્લોક
 જો તમે એમ વિચારતા હોય કે મારા ભાઈભાંડુઓને માર્યા વિના તમે મારા અંતઃપુર સુધી કેવી રીતે પહોંચી શકશો તો, હું તમને તેનો રસ્તો પણ બતાડુ, અમારા કુળનો એવો નિયમ છે કે કન્યા વિવાહ પહેલા નગરની બહાર આવે લા ગિરિજાદેવીના મંદિરે દર્શન કરવા જવું પડે છે. તો તમે ત્યાં આવીને મારૂ વરણ કરી શકો છો.

સાતમો શ્લોક
 હે કમલનયન ઉમાપતિ ભગવાન શંકર જેવા મહાદેવ પણ આત્મશુધ્ધી માટે આપના ચરણોની ધુળથી સ્નાન કરવા ઈચ્છતાં હોય તો હું આપના ચરણરજની પ્રસાદી કેમ ના લઉં. જો હું આપના ચરણોમાં સ્થાન ના પામી શકી તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. ચાહે મારે હજારો જન્મ લેવા પડે કોઈક જન્મમાં તો મને તમારા ચરણોમાં જગ્યા પ્રા થશેને.
 આ પ્રેમપત્ર વાંચીને ભગવાન શ્રી કૃષ્ણ છેક દ્વારીકા દોડી આવ્યા હતાં.

મન હોય તો ગ્રાન્ડ માસ્ટર બનાય


મન હોય તો ગ્રાન્ડ માસ્ટર બનાય

 ગુજરાતના અંકિત રાજપરાએ ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનીને ગુજરાતનંુ ગૌરવ વધાયુર્ં છે. તેની આ સિદ્ધિમાં તેના પરિવારે આપેલા ભોગનું યોગદાન પણ મોટું છે. અંકિતની આ સિદ્ધિની ભીતરમાં રહેલા સંઘર્ષ અને તેના પરિવારે આપેલા ભોગની વાતો જાણીએ.
 જે દેશમાં ક્રિકેટ સિવાયની રમત રમનારા લોકોને મૂર્ખ ગણવામાં આવતા હોય તે દેશમાં ચેસની રમતમાં કોઈ છોકરો ઝળકે તો તેને સલામ મારવી પડે અને એ ઝળહળાટ પણ પાછો ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનવાની કક્ષાનો હોય તો સો સલામ મારો તો પણ ઓછી પડે. અંકિત રાજપરા નામના એક ગુજરાતી છોકરાએ હમણાં આવી જ સો સલામ મારવી પડે તેવી સિદ્ધિ મેળવીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
ગુજરાતમાં તેજસ બાકરે ચેસનો પર્યાય છે. તેજસે ચેસમાં ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનીને સાબિત કરેલું કે ગુજરાતીઓ માત્ર બિઝનેસ કે નાણાં કમાવવામાં જ મગજ નથી દોડાવતા, પણ ચેસ જેવી રમતમાં પણ મગજ દોડાવી શકે છે. અંકિત રાજપરાએ એ જ વાત ફરી સાબિત કરી છે. અંકિતની ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ તો મોટી છે જ પણ આ સિદ્ધિ વધારે મોટી એટલે બની જાય છે કે તેણે મહેસાણા જેવા ગુજરાતના નાનકડા શહેરમાં રહીને આ સિદ્ધિ કેળવી છે.
મહેસાણામાં અત્યારે બધે જ રંગે સહેજ શ્યામ અને દેખાવે સાવ સામાન્ય એવા આ ધીરગંભીર છોકરાની ચર્ચા છે. મહેસાણાને આ પહેલાં ભાગ્યે જ મળ્યું હોય તેટલંુ મીડિયા કવરેજ આ ૧૯ વર્ષના છોકરાને કારણે મળ્યું છે. મહેસાણામાં વિસનગર રોડ પર સનસિટી સોસાયટી છે. અત્યાર સુધી આ સોસાયટી ક્યાં છે તે લોકોને ખબર નહોતી. અત્યારે આ સોસાયટી મીડિયામેનના આકર્ષણનું કેન્દ્ર છે.
આ સોસાયટીમાં આવેલા મકાન નંબર એ૩૧માં લોકોની અવરજવર સતત ચાલુ જ રહે છે. અંકિત છેલ્લાં ૧૦ વર્ષથી ચેસ રમે છે અને મહેસાણામાં તેનંુ નામ જાણીતું છે, પણ આ રીતે લોકોની અવરજવર કદી જોવા નહોતી મળી. અત્યારે આ મકાનમાં ઉત્સવ જેવો જ માહોલ છે. અંકિતનાં મમ્મી દક્ષાબહેનના ચહેરા પર હરખ માતો નથી. તેમના અવાજમાં પણ આ હરખ છલકાયા જ કરે છે. વચ્ચે વચ્ચે તેમની આંખોમાં આંસુ આવી જાય છે, પણ આ આંસુ પણ હરખનાં છે.
દક્ષાબહેને આ હરખથી છલકાતાં અવાજે જ ‘અભિયાન’ સાથે અંકિતની આ યશસ્વી સફરની વાત માંડી.
‘અંકિત નાનપણથી જ કોઈ પણ કામમાં પૂરેપૂરો એકાગ્ર થઈ જતો. તે દરેક કાર્ય એકાગ્રતાથી કરતો. જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારથી જ હુ તેને અલગ અલગ ઇતર પ્રવૃત્તિઓના ક્લાસીસ કરાવતી,’ જ્યારે તેનાં મમ્મી દક્ષાબહેને તેને ઇતર પ્રવૃત્તિઓ જેવી કે સ્કેટિંગ, બેડમિન્ટન વગેરેના ક્લાસમાં મૂકેલો ત્યારે જે પણ કોઈ તેને રમતો જોતા તે દંગ થઈ જતા. 
નવ વર્ષની ઉંમરે અંકિત અમદાવાદમાં પોતાના મામાને ઘરે વેકેશન માણવા આવેલો અને ત્યારે તેના મામા અરુણ રાજપાલે તેને ચેસ રમતાં શીખવ્યું. એ વખતે એ ચેસ ખાલી ટાઇમ પાસ કરવા જ શીખેલો, પણ   અંકિતની એ ખાસિયત છે કે તે જે પણ કામ કરે તે પૂરેપૂરો ખૂંપીને કરે છે. ચેસમાં પણ એવું બન્યું. એ ચેસમાં એવો ખૂંપ્યો કે પછી તેમાંથી બહાર જ ના નીકળ્યો.
 અંકિત અમદાવાદમાં હતો એ દરમિયાન જ ગુજરાત ક્લબમાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. અંકિતને એ વખતે ચેસની રમત શીખે હજુ ત્રણેક દિવસ જ થયા હતા, પણ તેને તેમાં એટલો રસ પડી ગયો હતો કે તેણે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની ઇચ્છા દર્શાવી. મામાએ પણ તેની આ ઇચ્છાને માન આપી તેનંુ નામ લખાવી દીધું. એ વખતે કોઈને કલ્પના પણ નહોતી કે અંકિત આ સ્પર્ધા જીતશે. અંકિતે એ સ્પર્ધા જીતી લઈ સૌને છક કરી દીધા. આ તેની પહેલી જ ટુર્નામેન્ટ હતી અને એ જીત્યા પછી અંકિતે પાછંુ વળીને જોવું નથી પડ્યું.
 એ સ્પર્ધામાં તેની રમત જોઈ અંકિતનાં માતાપિતાને લાગ્યું કે જો વગર કોચિંગે આ છોકરો આ રીતે રમતો હોય તો જો તેને યોગ્ય માર્ગદર્શન અને ટ્રેનિંગ મળે તો ક્યાંય આગળ નીકળી જાય. તેમણે અંકિતને પૂછ્યું તો તેણે પણ આ રમતમાં રસ બતાવ્યો ને એ સાથે જ તેની સફર શરૂ થઈ.
જોકે આ સફર સરળ નહોતી. શરૂઆતમાં ખૂબ તકલીફો પડી. એ વખતે બધો ખર્ચ પરિવારે જાતે જ ઉપાડવો પડતો. તેમાં બહુ ખર્ચ થતો. રશ્મિકાંત રાજપરા મહેસાણા જિલ્લાના ધિણોજ ગામમાં શિક્ષક છે. રશ્મિકાન્ત એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘અંકિતની ટુર્નામેન્ટ શનિવારે અને રવિવારે જ હોય એટલે શનિવારે અમદાવાદ જવાનું હોય. હું સ્કૂલેથી અગિયાર વાગે ઘરે આવું ત્યારે અંકિત અને તેની મમ્મી રેડી હોય. અમે સીધા અમદાવાદ ઊપડીએ. મારે શનિવારે હંમેશાં ઉપવાસ હોય એટલે ખાધા વિના જ ભાગવું પડે.
અમદાવાદમાં બાપુનગરમાં મારા સસરા રહે છે. શનિવારની રાત ત્યાં રોકાઈએ. પાછંુ રવિવારે જેવી ટુર્નામેન્ટ પતે કે પાછા મહેસાણા ભેગા થઈ જઈએ. આ રીતે વર્ષો લગી દોડધામ કરવી પડી છે.
એ વખતની અમારી દોડધામ અને આ રીતે થતો ખર્ચ જોઇને સગાં સલાહ આપતા કે મધ્યમ વર્ગના પરિવારમાં આવી મોંઘી રમત ના પોષાય, પણ અમે મક્કમ હતા. અમારે સ્પોન્સર મેળવવામાં પણ ખૂબ તકલીફ પડી, પણ એ છતાંય અમે હિંમત ના હાર્યા કે અંકિતને પણ તેનો અહેસાસ ના થવા દીધો અને આજે અમને તેનંુ ફળ મળ્યું છે.’ આટલું કહ્યા પછી રશ્મિકાન્ત ઉમેરે છે કે, મારા દીકરાની લગન અને મહેનતે મને કોઈ દિવસ વિતેલી તકલીફોનો અહેસાસ નથી થવા દીધો.
અંકિતનાં માતા દક્ષાબહેને પણ અંકિત પાછળ ઘણો ભોગ આપવો પડ્યો છે. શરૂઆતનાં વર્ષોમાં અંકિતની ટુર્નામેન્ટ અમદાવાદમાં રહેતી, ત્યારે માતાપિતા બંને સાથે જતાં. પછી જેમ જેમ અંકિત આગળ વધતો ગયો તેમ તેમ બહારનાં રાજ્યોમાં પણ જવું પડતું. એ વખતે સંતુલન જાળવવું મુશ્કેલ હતું. એ વખતે દક્ષાબહેને અંકિતની જવાબદારી માથે લીધી. રશ્મિકાન્ત ઘર સાચવે ને દક્ષાબહેન અંકિતને સાચવે એવું નક્કી થયું, ને દક્ષાબહેને આ જવાબદારી બરાબર નિભાવી છે. અંકિત ૧૭૦ વાર બહાર રમવા માટે ગયો છે. તેમાંથી ૧૬૫ વખત દક્ષાબહેન તેની સાથે સાથે ગયાં છેે.
 દક્ષાબહેન કહે છે કે, ‘અંકિતની સાથે જવામાં અમારા દાંપત્યજીવનનો પણ મારે ભોગ આપવો પડ્યો છે. કેમ કે હું મોટે ભાગે અંકિત સાથે ઘરથી દૂર જ હોઉં. મારા પતિ અને હું છેલ્લાં કેટલાંય વર્ષોથી સાથે ફિલ્મ જોવા નથી ગયાં, પણ આજે અંકિતના નામથી જ્યારે અમે ઓળખાઈએ છીએ ત્યારે અમને તેનો વસવસો નથી રહેતો. માતાપિતા માટે એનાથી મોટંુ સૌભાગ્ય શું હોય કે સંતાનોના નામથી તેઓ ઓળખાય. મારા પતિ અને નાનો પુત્ર ઉત્સવ ઘર સંભાળી લે છે. આખા પરિવારના ત્યાગ તપ અને બલિદાનનું ફળ છે. આ ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ.’
 દક્ષાબહેન આટલી વાત કરતાં તો રડી પડ્યાં. આંસુ લૂછીને તેમણે ઉમેર્યું, ‘આજે જ્યારે પાંચ કરોડ ગુજરાતીઓમાં મારા અંકિતનું નામ લેવાય છે ત્યારે મને મારી મહેનત સાર્થક થતી લાગે છે.’
 અંકિત પણ પોતાની સફળતા માટે પોતાનાં માતાપિતાએ આપેલા ભોગને યશ આપે છે. ચેસ રમતા ંપહેલાં વાંચન દ્વારા મનોબળ મેળવનાર અંકિત કહે છે કે રોજ દસથી પંદર કલાક વાંચનપ્રેક્ટિસ પછી જો રમતમાં ધાયુર્ં પરિણામ ના આવે તો ક્યારેક નાસીપાસ થઈ જતો. ત્યારે મારા પરિવારનો સપોર્ટ અને વાંચન મારા મનોબળને વધારતા. મારા પરિવારનો સાથ મને સંઘર્ષમાં ટકી રહેવાની ક્ષમતા આપે છે. મારા નાના એસ કે રાજપાલ અને નાની મંજુલાબહેન રાજપાલનો પણ મને સફળ બનાવવામાં મોટો હાથ છે.
 અંકિત પોતાની સફળતા પછી હવામાં ઊડતો નથી. ‘બસ રમતો ગયો અને જીતતો ગયો. સફળતા મળી તો તમારા જેવાએ વખાણ્યો અને નિષ્ફળતા મળી તો એ જ લોકોએ વખોડ્યો. હું જ્યારે ચેસ રમતા શીખ્યો અને કોમ્પિટિશનમાં ભાગ લેતો થયો ત્યારે મેં નહોતું વિચાયુર્ં કે હું સફળ થઈશ અથવા નિષ્ફળ થઈશ, પણ કોઈપણ કામમાં ૧૦૦ પર્સેન્ટ ડેડીકેશન જરૂરી હોય છે. ચાહે તે સાવ ક્ષુલ્લક જ કામ કેમ નથી, પણ તે જો તમે ધ્યાન અને એકાગ્રતાથી કરશો તો દીપી ઊઠશે.’
 અંકિત ૨૧ વાર સ્ટેટ ચેમ્પિયન રહી ચૂક્યો છે તે ૭ વખત ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો છે. આ વખતે તેણે ઊંચી છલાંગ લગાવીને ગુજરાતીઓને ગૌરવાન્વિત કરી દીધા.
અંકિત હાલમાં તો ઉઝબેક્સ્તાિનમાં એશિયન જુનિયર અંડર ૨૦ ટુર્નામેન્ટમાં રમવા નીકળી ગયો છે. આ સ્પર્ધા જીતીને તે ગુજરાતીઓને વધારે ગૌરવ અપાવે તેવી આશા રાખીએ.

બોક્સ.......કૂકટોપ, રસોઈની સામગ્રી સાથે રાખે છે

અંકિત વેજિટેરિયન છે અને તે સામાન્ય ગુજરાતી પરિવારોની જેમ શુદ્ધ શાકાહારી ભોજન જ લે છે. તે જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે એક કૂકટોપ અને રસોઈ માટેની તમામ સામગ્રી લઈ જાય છે. વેલણ પાટલી, લોટ, ચોખા દાળ વગેરે તે સાથે લઈ જાય છે અને વિદેશમાં પણ રોજ તે દાળભાત શાક રોટલી જમે છે. જો તે શક્ય ના હોય તો મેગીથી કામ ચલાવે છે. રેડીમેડ ભાખરી કે થેપલા ખાખરા વગેરે પણ સાથે લઈ જાય છે. 
.........................................

  ‘લાઇફ ઈઝ વોટ યુ મેક ઈટ’


અંકિતને વાંચનનો ભારે શોખ છે. અત્યાર સુધી તેણે ૧૦૦ જેટલાં પુસ્તકો વાંચ્યાં છે. પ્રીતિ સીમા નામની લેખિકાનું ‘લાઇફ ઈઝ વોટ યુ મેક ઈટ’ તેનું સૌથી વધુ ગમતું પુસ્તક છે, જેમાં એક વ્યક્તિની સંઘર્ષ કથા વર્ણવામાં આવી છે. અંકિતને ફિલ્મો જોવાનો પણ ખૂબ શોખ છે. જ્યારે પણ સમય મળે ત્યારે થિયેટરમાં અથવા તો ડીવીડી પર મનપસંદ કોમેડી ફિલ્મો જોઈ લે છે.

                                                                                                      

કરિયર ટિપ્સ ઇતિહાસમાં છુપાયેલો છે કરિયરનો ખજાનો ઇતિહાસ વિષયની ઓળખાણ એવી છે કે હિસ્ટ્રી એટલે પરીક્ષાનું કોઈ એક પેપર, પણ આ ઇતિહાસ વિષયની સાથે તમે કરિયર પણ બનાવી શકો છો. તેવું ખૂબ ઓછા લોકો જાણતાં અને વિચારતા હોય છેે. વળી જો જીપીએસસી કે આઇએએસ અથવા આઇપીએસ વગેરે જેવી પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારો ઇતિહાસને જનરલ નોલેજમાં ખપાવે છે અને તેમાં કરિયરની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકી દે છે. જો કોઈ દેશની સભ્યતા અને સંસ્કૃતિને ખરા અર્થમાં જાણવી અને સમજવી હોય તો તે દેશનો ઇતિહાસ જાણવો પડે. ઇતિહાસ સાથે ગ્રેજ્યુએશન કરીને હેરિટેજ મેનેજમેન્ટનો કોર્સ કરી શકાય. કેમકે, હમણાંથી પ્રાચીન સ્મારકોની સુરક્ષા અને ખોદકામ દ્વારા નવા નવા હેરિટેજ પ્લેસ શોધવામાં આવી રહ્યાં છે. આ શોધખોળને કારણે પણ તેમાં કરિયરનો અવકાશ રહેલો છે. વળી પુરાતત્ત્વ વિભાગમાં પણ ઇતિહાસના વિદ્યાર્થીઓને કરિયરની નવી નવી તક મળે તેમ છે. પ્રવાસન ક્ષેત્રે ઉત્તમ તક પ્રવાસન ક્ષેત્રે ઇર્ન્ફોમેશનર મેનેજરનંુ મોટું યોગદાન હોય છે. હવે ટુરિઝમ ક્ષેત્ર પણ એક મોટી ઇન્ડસ્ટ્રી તરીકે ઊભરી રહ્યંુ છે. જો ઇર્ન્ફોમેશનર મેનેજરને ઇતિહાસનું જ્ઞાન હશે તો તે ટુરિસ્ટને ખૂબ સરસ રીતે સમજાવી શકશે. વળી દેશવિદેશમાં પર્યટનને જે રીતે પ્રમોટ કરવામાં આવી રહ્યંુ છે તે જોતા જો કોઈ પણ યુવાનને ઇતિહાસનું નોલેજ હોય અને ડિગ્રી હોય તો તેને માટે આ ક્ષેત્રે ખૂબ સરસ તક રહેલી છે.

કરિયર ટિપ્સ

ઇતિહાસમાં છુપાયેલો છે કરિયરનો ખજાનો

 ઇતિહાસ વિષયની ઓળખાણ એવી છે કે હિસ્ટ્રી એટલે પરીક્ષાનું કોઈ એક પેપર, પણ આ ઇતિહાસ વિષયની સાથે તમે કરિયર પણ બનાવી શકો છો. તેવું ખૂબ ઓછા લોકો જાણતાં અને વિચારતા હોય છેે. વળી જો જીપીએસસી કે આઇએએસ અથવા આઇપીએસ વગેરે જેવી પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારો ઇતિહાસને જનરલ નોલેજમાં ખપાવે છે અને તેમાં કરિયરની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકી દે છે.
 જો કોઈ દેશની સભ્યતા અને સંસ્કૃતિને ખરા અર્થમાં જાણવી અને સમજવી હોય તો તે દેશનો ઇતિહાસ જાણવો પડે.
 ઇતિહાસ સાથે ગ્રેજ્યુએશન કરીને હેરિટેજ મેનેજમેન્ટનો કોર્સ કરી શકાય. કેમકે, હમણાંથી પ્રાચીન સ્મારકોની સુરક્ષા અને ખોદકામ દ્વારા નવા નવા હેરિટેજ પ્લેસ શોધવામાં આવી રહ્યાં છે. આ શોધખોળને કારણે પણ તેમાં કરિયરનો અવકાશ રહેલો છે.
 વળી પુરાતત્ત્વ વિભાગમાં પણ ઇતિહાસના વિદ્યાર્થીઓને કરિયરની નવી નવી તક મળે તેમ છે.
પ્રવાસન ક્ષેત્રે ઉત્તમ તક
 પ્રવાસન ક્ષેત્રે ઇર્ન્ફોમેશનર મેનેજરનંુ મોટું યોગદાન હોય છે.
 હવે ટુરિઝમ ક્ષેત્ર પણ એક મોટી ઇન્ડસ્ટ્રી તરીકે ઊભરી રહ્યંુ છે.
 જો ઇર્ન્ફોમેશનર મેનેજરને ઇતિહાસનું જ્ઞાન હશે તો તે ટુરિસ્ટને ખૂબ સરસ રીતે સમજાવી શકશે.
 વળી દેશવિદેશમાં પર્યટનને જે રીતે પ્રમોટ કરવામાં આવી રહ્યંુ છે તે જોતા જો કોઈ પણ યુવાનને ઇતિહાસનું નોલેજ હોય અને ડિગ્રી હોય તો તેને માટે આ ક્ષેત્રે ખૂબ સરસ તક રહેલી છે.

એન્ટિબાયોટિક તરીકે અકસીર એટલે હળદર

એન્ટિબાયોટિક તરીકે અકસીર એટલે હળદર

  એન્ટિ ઓક્સિડેન્ટ અને એન્ટિ ઇંફ્લેમેટરી ગુણોને કારણે હૃદયના ઓપરેશન પછી થતાં હૃદય રોગના હુમલાઓને ટાળે છે. હળદરના ઉપયોગથી હૃદયરોગના હુમલાનું ૬૫ ટકા પ્રમાણ ઘટાડી શકાય છે.
 હૃદયની ધમનીઓમાં લોહીનો પ્રવાહ સામાન્ય કરવા માટે બાયપાસ સર્જરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ઓપરેશન દરમિયાન હૃદયની કામગીરી ઠપ થઈ જાય છે. લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે જે હૃદયને હાનિ પહોંચાડી શકે છે અને ભવિષ્યમાં હૃદયરોગનો હુમલો થવાની શક્યતા વધી જાય છે. એ સંશોધનમાં જાણવા મળ્યું છે કે રાબેતામુજબની દવાઓની સાથે સાથે હળદર આપવાથી પણ આવા હુમલા ટાળી શકાય.

ડાન્સ થેરેપી આપશે રોગોથી મુક્તિ


ડાન્સ થેરેપી આપશે રોગોથી મુક્તિ

 સામાન્ય રીતે ડાન્સને મનોરંજનનું માધ્યમ માનવામાં આવે છે. વધુમાં એવું માની શકાય કે તે ભાવનાઓની અભિવ્યક્તિ છે, પણ ડાન્સનો ઉપયોગ રોગોના ઇલાજમાં પણ થાય છે.

આ ઇલાજને ડાન્સ મૂવમેન્ટ થેરેપી કહે છે. આનાથી ડિપ્રેશન, હૃદયરોગ, હાડકાંનો દુખાવો, ઓસ્ટિયોપોરોસિસ, ડિસ્લેક્સિયા, પાર્કિસન વગેરે જેવી બીમારીઓનો ઇલાજ કરી શકાય.

 ડાન્સ કરતી વખતે શરીરની વિભિન્ન માંસપેશીઓનો ઉપયોગ થાય છે. શરીરના જોઇન્ટ્સની મદદ વગર માંસપેશીઓના સહારે ડાન્સ થતો હોવાથી તે મજબૂત અને સક્રિય બને છે. બોલ અને જાજ ટાઇપના નૃત્યો હૃદયને મજબૂત બનાવે છે અને લોહીનો પ્રવાહ તેમજ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

 બોલરૂમ ડાન્સથી કોરોનરી નામનો હાર્ટ ડિસીઝનો ખતરો ટળી જાય છે અને વજન પણ ઊતરે છે તેમજ એચ ડી એલ કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ સુધારો આવે છે.

 અડધો કલાક ડાન્સ કરવાથી ૧૫૦ જેટલી કેલરી બાળી શકાય છે. ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. એ સિવાય પણ ડાન્સથી દિમાગ પણ તંદુરસ્ત રહે છે.

 એરોબિક્સ એ ડાન્સ અને કસરતનું અદ્ભુત સંગમ છે. તેનાથી સામાન્ય માણસ ફિટ
ેએન્ડ ફાઇન રહી શકે છે.

એસિડિટી દરરોજનો પ્રોબ્લેમ

 કોઈપણ ઉંમરમાં એસિડિટીથી પરેશાની થઈ શકે છે. છાતીમાં બળતરા, ઊબકા અને પેટમાં દુખાવો, આ પ્રોબ્લેમના મૂળમાં છે. ગેસ્ટ્રિક ગ્રંથિમાંથી એસિડનો સ્ત્રાવ વધી જાય ત્યારે આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

એસિડિટી થવાનાં કારણો

અનિયમિત ખાનપાન
ઓવર ઇટિંગ
વ્યાયામ ના કરવો
આલ્કોહોલનું સેવન
ચાકોફી અને ધૂમ્રપાન પણ એક કારણ છે.

એસિડિટીથી બચવાના ઉપાયો

વજન વધે નહીં તેનું ધ્યાન રાખો.
ખાવાપીવા પર ધ્યાન રાખો.
દિવસમાં ત્રણવાર પેટભરીને ખાવા કરતાં થોડું થોડું છ વાર જમો.
ખૂબ પાણી પીઓ.
જમીને તરત ઊંઘવાની જગ્યાએ થોડું વોકિંગ લઈને પછી ઊંઘો.
જમવામાં વધુને વધુ શાકભાજી લો.
તળેલો ખોરાક એવોઇડ કરો.

કમ્પ્યૂટરમાં છુપાયેલો છે કરિયરનો ખજાનો

કમ્પ્યૂટરમાં છુપાયેલો છે કરિયરનો ખજાનો

 આજે કમ્પ્યૂટર એ આપણી જિંદગીનો હિસ્સો બની ગયું છે. એન્જિન, ઘડિયાળ, ઓવન, ટેલિફોન, મોબાઇલ, વીડિયો ગેઇમ્સ, એટીએમ બધી જ જગ્યાઓ કમ્પ્યૂટર વગર વિચારી શકાતું નથી. જેમ જેમ માહિતી ક્ષેત્ર વિકસતું ગયંુ તેમ તેમ કમ્પ્યૂટર આપણી અર્થવ્યવસ્થાનો ભાગ બની ગયંુ.
 એટલા માટે જ આજે આ ક્ષેત્રે માત્ર કમ્પ્યૂટર એન્જિનિયરિંગ જ નહીં પણ નેટવર્ક એડમિનિસ્ટ્રેશન, પ્રોગ્રામર, સોફ્ટવેર ટેસ્ટર, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, હાર્ડવેર એેન્જિનિયરિંગ વગેરે જેવાં કરિયર ઓપ્શન છે.

નેટવર્ક એડમિનિસ્ટ્રેશન

 દરેક કંપની માટે હવે એડમિનિસ્ટ્રેશન નેટવર્કંિગની પોસ્ટ ફરજિયાત હોય છે. જેમાં કંપનીનાં તમામ કમ્પ્યૂટર પર ધ્યાન રાખવાનું હોય છે. સાથે સાથે નેટવર્ક સિક્યુરિટી બાબતે લોકોને સમજ આપવાનું તેમનું કામ છે. જે ચીજો પ્રતિબંધિત હોય તેનું એક્સેસ બંધ કરવું. ટેકનિકલી સર્પોટ આપવો વગેરે જેવા કામ આવી જાય છે. સ્ટાર્ટંિગમાં તમે ૧૫થી ૨૦ હજાર રૂપિયા કમાઈ શકો છો.

કમ્પ્યૂટર પ્રોગ્રામર


પ્રોગ્રામરે મોટે ભાગે સોફ્ટવેર કંપનીઓમાં કામ કરવાનું હોય છે. આજકાલ સી પ્લસ પ્લસ, જાવા, ડોટનેટ, અને અન્ય વેબ એપ્લિકેશન ઝડપથી વધી રહી છે. આ ક્ષેત્રે પ્રગતિ માટે ભાષાજ્ઞાન સૌથી અગત્યનું છે. આમાં આઈટીની ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા સ્નાતકોત્તર ડિગ્રી લઈ શકાય. સ્ટાર્ટંિગમાં તમને ૧૫થી ૨૦ હજારની નોકરી મળી શકે.

સોફ્ટવેર ટેસ્ટર

ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર

હાર્ડવેર એેન્જિનિયરિંગ

સંબંધો ડિસ્પોઝેબલ નથી હોતા કે તમે યુઝ એન્ડ થ્રોનો રૂલ્સ અપનાવો

 સંબંધો ડિસ્પોઝેબલ નથી હોતા કે તમે યુઝ એન્ડ થ્રોનો રૂલ્સ અપનાવો

          સામાન્ય રીતે ડિસ્પોઝેબલનો અર્થ એવો થાય કે તેનું કામ પૂરું થાય એટલે તે ફેંકી દેવું તેવો થાય.
એટલે જ તેવા ગ્લાસને આપણે ડિસ્પોઝેબલ ગ્લાસ કે પ્લેટ કહીએ છીએ. યુઝ એન્ડ થ્રો, પણ જ્યારે રીલેશનમાં આવું થવા લાગે ત્યારે તે ખતરનાક કહેવાય.
           આ યુઝ એન્ડ થ્રોની માનસિકતા આપણામાં હોય જ છે, પણ તે યોગ્ય નથી. આને આપણે સ્વાર્થી મતલબી કહીએ છીએ. જ્યારે લોહીના સંબંધોના ‘હાલ’ હાલમાં ‘બેહાલ’ છે, ત્યારે મોંબોલ્યા સંબંધોની તો વાત જ શી કરવી. પહેલાં વખત એવો હતો કે બાપદાદાઓના સંબંધો આગળની પેઢીઓ નિભાવતી હતી.
          નવા જમાનામાં સંબંધો પોતપોતાની જરૂરિયાત મુજબ બાંધવામાં આવે છે અને નિભાવવામાં આવે છે. ભાઈ કરતાં મિત્રના સંબંધો વધી ગયા છે. એનું કારણ કદાચ આપણું સામાજિક માળખું બદલાઈ રહ્યું છે તે હોઈ શકે.
          દરેક વ્યક્તિ એવું વિચારે છે કે સામેવાળી વ્યક્તિને હું બોલાવીશ તો તે મને શું ફાયદો કરાવશે. અથવા મારે શું કામમાં આવશે? સંબંધો ગિવ એન્ડ ટેકના રીલેશન થઈ ગયા છે. પરિવારમાં પણ બજારવાદે પ્રવેશ કર્યો છે. કયો સંબંધ કેટલો ઉપયોગી તેના પર તેનું મહત્ત્વ.
         અને આને કારણે સંબંધોની વીરડી સૂકાઈને રણપ્રદેશ બની ગઈ છે. જ્યાં ભાવનાઓના જળ માત્ર મૃગજળ જ હોય છે. આનાં ઉદાહરણો કોઈ ઘરના વડીલ રીટાયર્ડ થાય એટલે તેની સારસંભાળમાં માનપાનમાં ફેર આવી જાય. ઘરમાં બે દીકરા હોય તો જે વધુ કમાતો હોય તેની કિંમત વધુ.
 બધંુ જ રૂપિયાથી નક્કી કરવામાં આવે છે. પણ મિત્રો કે રૂપિયા જ સર્વસ્વ નથી.

ઠંડા ઠંડા કૂલ કૂલ જ્યૂસ અને શરબત તબિયત રાખશે ટનાટન



ઠંડા ઠંડા કૂલ કૂલ જ્યૂસ અને શરબત તબિયત રાખશે ટનાટન
ઉનાળામાં તમને વારંવાર તરસ મહેસૂસ થયા કરે છે અને આનો સરળ ઉપાય છે કે તમે કંઈક ને કંઈક ઠંડંુ પીધા કરો.
ઠંડા ઠંડા કૂલ કૂલ
‘લેમન જ્યૂસ ઈઝ અવર ફેવરેટ’ આ વાક્ય છે નાનાં ભૂલકાંઓનું. ગરમીમાં જેટલું પી શકો તેટલું લીંબુ શરબત પીવું જોઈએ. લીંબુ શરબતમાં થોડું મીઠું અને ખાંડ અવશ્યથી ઉમેરવાં. મીઠાથી શરીરમાંથી પરસેવા રૂપે જે સોલ્ટ બહાર આવે છે તેની ભરપાઈ થઈ જાય છે. ખાંડ તો ઉનાળામાં ખૂબ સારી.
છાશ
છાશમાં પ્રોટીન ભરપૂર હોય છે. છાશ શરીરના ટીશ્યુને જે નુકસાન થાય તેને સરભર કરે છે. લસ્સી નહીં પણ છાશ પીઓ. આયુર્વેદમાં પણ છાશને ઉત્તમ પીણું માનવામાં આવે છે. છાશથી જમવાનું સરસ રીતે પચી જાય છે. છાશમાં જીરું  કાળામરી વગેરેનો પાવડર બનાવીને નાંખવો. બજારમાં મળતી છાશના પેકેટ પર એક્સપાયરી ડેટ અવશ્ય ચેક કરો. પેકિંગ પણ બરાબર હોય તે ચેક કરીને લો.
ઠંડાઈ
ઠંડાઈમાં બદામ, ગુલાબ, મગજતરીનાં બી, ખસખસ વગેરે હોય છે. જેને દૂધ સાથે પીવામાં આવે છે. જો તમારું સુગર લેવલ ઠીક હોય તો આ ગરમીનું ખૂબ જ સરસ પીણું છે, પણ ખાંડ અને ડ્રાયફ્રૂટનું પ્રમાણ વધારે હોવાથી વજન વધવાની શક્યતા છે. બીપી અને ડાયાબિટીસના પેશન્ટે ઠંડાઈની પરેજી કરવી. બાળકો માટે તે ખૂબ જ સારી છે.
વેજિટેબલ સૂપ
જ્યૂસ પીવું એના કરતાં શાક ખાવું વધુ સારું, પણ એમ છતાં સૂપના શોખીનો કાકડી, દૂધી, આંબળાં, ટામેટાં, વગેરેનો મિક્સ સૂપ પી શકે. આયુર્વેદ કહે છે કે બે કડવી વસ્તુઓનો મિક્સ સૂપ ક્યારેય ના પીઓ. કેમ કે આનાથી એસીડીટી થવાની સંભાવના રહે છે. જોકે સુગરના દર્દી માટે કારેલાનો જ્યૂસ કે સૂપ ઉત્તમ છે.
ફ્રૂટ જ્યૂસ
જ્યૂસમાં ફક્ત ફ્રૈક્ટોજ જ હોય છે. જ્યારે ફળમાં ફાઇબર હોય છે. એટલે જ્યૂસ કરતાં ફળ ખાવું વધુ સારું. જ્યારે પણ તમને જ્યૂસ પીવાની ઇચ્છા થાય તો ફ્રેશ જ્યૂસ જ પીઓ. અગાઉથી તૈયાર કરેલા જ્યૂસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જ્યૂસને ગરમ કરવાથી તેની ન્યુટ્રિશન વેલ્યુ ઘટી જાય છે. ઉનાળામાં ઋતુગત ફળોનો જ્યૂસ પીઓ. તરબૂચનો જ્યૂસ શ્રેષ્ઠ કહી શકાય. પણ ઘરનો જ જ્યૂસ સારો.
પેક્ડ જ્યૂસ
જ્યારે કોઈ પણ ઉપાય ના બચ્યો હોય ત્યારે જ પેક્ડ જ્યૂસ પીવો. કેમ કે આમાં સુગર ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. વળી પ્રીઝર્વેટિવ પણ ખૂબ હોવાથી શરીર માટે યોગ્ય નથી. જો તેમ છતાંય તમારે પેક્ડ જ્યૂસ પીવો હોય તો સારી કંપનીનો અને તેની પેકિંગ ડેટ અને એક્સપાયરી ડેટ વાંચીને જ પીઓ.

કરિયર

મોસમ વિજ્ઞાનનો અનોખો કોર્સ

પહેલા એવું માનવામાં આવતંુ હતું કે માત્ર ખેતીવાડીને જ મોસમ વિભાગ જોડે સાડાબારી છે, પણ હવે આ માન્યતા પુરાણી થઈ ચૂકી છે. સેટેલાઇટના આ યુગમાં સુનામીથી લઈને એરોપ્લેનમાં, મોટાં વહાણોમાં અને રમતગમત જેવાં ક્ષેત્રોમાં પણ આ મોસમ વિભાગની મદદ લેવાતી હોય છે.
 સરકારી વિભાગથી લઈને ભવિષ્યવાણી કરનારી પ્રયોગશાળાઓ, અંતરીક્ષ વિભાગ અને ટેલીવિઝન ક્ષેત્રે આ ઋતુ વિજ્ઞાનનું કરિયર તમારી રાહ જોઈને બેઠું છે. જો તમને હવા, વાદળાં, દરિયો, વરસાદ, ધુમ્મસ, આંધી તોફાન અને વીજળીના કડકવામાં રસ હોય તો ઋતુ વિજ્ઞાન તમારી જિજ્ઞાસાઓ તો સંતોષશે જ સાથે સાથે તમને એક શાનદાર કરિયર પણ આપશે.
 આ ક્ષેત્ર ખૂબ વિશાળ છે. આમા તમને રીસર્ચ, ઓપરેશન વગેરે જેવા કરિયર ઓપ્શન મળી રહેશે. ઓપરેશન અંતર્ગત મોસમ ઉપગ્રહો, રડાર, રિમોટ સેન્સર અને એરપ્રેશર, ટેમ્પરેચર, એન્વાયરન્મેન્ટ વગેરેની સૂચનાઓ ભેગી કરીને મોસમની ભવિષ્યવાણી કરવામાં આવે છે.
 દરિયામાં ચાલતાં મોટાં વહાણો અને માછીમારોને દરિયાઈ ચક્રવાત અને તોફાનની આગાહી આપવાથી જાનમાલનું નુકસાન થતું બચાવી શકાય છે. આમાં કરિયર બનાવવા માટે ક્લાઇમેટોલોજી, હાઇડ્રોમેટોલોજી, મેરીન મટિરીયોલોજી અને એવિએશન મટિરીયોલોજીમાં વિશેષતા મેળવવી પડે.
 વળી રીસર્ચનું પણ એટલું જ મહત્ત્વ છે. મોસમ વિભાગની આગાહી પરજ ઉપગ્રહોને અંતરીક્ષમાં છોડવામાં આવે છે. ખેતપેદાશનું આકલન થાય છે. હવે તો રમતગમતના કર્યક્રમો પણ મોસમ વિભાગની સલાહ લઈને તે ગોઠવવામાં આવે છે.
ૅ મોસમ વિભાગ સાથે સંકળાયેલા લોકો હવા, ભેજ, તાપમાન વગેરેની આંકડાકીય સૂચનાઓ આપીને વિશ્લેષણ કરે છે અને પછી મોસમ કેવો રહેશે તેની આગાહી કરે છે.
મોસમ વિજ્ઞાનના જાણકારોની માંગ વધી છે
દેશની કેટલીય યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ મોસમ વિજ્ઞાનમાં ડિગ્રી, ડીપ્લોમા અને પીએચ.ડી.ની ડિગ્રી આપે છે.
મોસમ વિભાગમાં કરિયર બનાવવા ઇચ્છુક યુવાનોએ મોસમ વિજ્ઞાન અને સમુદ્ર વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ અને સ્નાતકોત્તરની સાથે મટિરીયોલોજીમાં એક વરસનો ડીપ્લોમા કોર્સ કરી શકે છે.
શિપિંગ, એવિએશન અને રીમોટ સેન્સિંગમાં કરિયર બની શકે.
મોસમ સલાહકારની નોકરી પણ મળે.
આ ક્ષેત્રે કરિયર બનાવવા માટે વિજ્ઞાનમાં સારા માકર્સ હોવા ઉપરાંત રસ હોવો જરૂરી છે.

લોન્ગ ડિસ્ટન્સ રીલેશનશિપ

   લોન્ગ ડિસ્ટન્સ રીલેશનશિપ

  ઘણીવાર કોલેજમાં તમારી સ્કૂલની રીલેશનશિપ ચાલુ હોય છે, પણ કોઈ કારણસર તમે અલગ અલગ કરિયર પસંદ કરો ત્યારે તમે એકબીજા સાથે રહી શકતાં નથી, પણ આવી રીલેશનશિપ લોન્ગ ડિસ્ટન્ટ રીલેશનશિપમાં ફેરવાઈ જાય છે.
 ઘણા લોકો કોલેજમાં જઈને પોતાની સ્કૂલના પહેલા પ્રેમને ભૂલી જઈને આગળ વધી જાય છે, જ્યારે કેટલાક આ સંબંધને આગળ વધારે છે. જો તમે પણ તમારી લોન્ગ ડિસ્ટન્સ રીલેશનશિપને આગળ વધારવા માંગતા હોવ તો આ રહ્યાં કેટલાંક સૂચનો, જે તમારા પ્રેમને તરોતાજા રાખશે.સૂચનો
એકબીજાને પૂરતો સમય આપો.
ફોન દ્વારા સંપર્ક જાળવો.
ઇન્ટરનેટ પણ સરળ રસ્તો છે.
મહિને એકાદવાર રૂબરૂ ચોક્કસથી મળો.
એકબીજાને ફૂલો અથવા બીજી કોઈ ગિફ્ટ મોકલ્યાં કરો.
તમે બંને એકબીજાને યાદ કરો છો અને એકબીજાની કેર કરો છો તેનો અહેસાસ કરાવો.
આવા સંબંધોમાં એકબીજા પરનો વિશ્વાસ સૌથી અગત્યનો હોય છે.
એકબીજાને માહિતગાર રાખો જે તમારા વચ્ચે વિશ્વાસનો સેતુ સાચવશે.
એકબીજાના મિત્રોે અને દિનચર્યા શેર કરો તેથી પણ સંબંધ મજબૂત થશે.

કૂલ રહેવા કૂલ ખાઓ


કૂલ રહેવા કૂલ ખાઓ

  કાળઝાળ ગરમીથી બચવા આપણે તમામ ઉપાય કરીએ છીએ, પણ આપણી ઈટિંગ હેબિટને ભૂલી જઈએ છીએ. તમારો ખોરાક તમારું સ્વાસ્થ્ય નક્કી કરે છે.
 ગરમીમાં શરીરમાં પિત્ત વધી જાય છે. એટલે કે એસિડ બનવાની પ્રક્રિયા વધી જાય છે. આ સમસ્યાને ટાળવા માટે ઠંડો ખોરાક ખાવો જરૂરી છે. શરીરમાં જ્યારે કફ જમા થાય છે, ત્યારે આ પાછળ ત્રણ બાબતો હોય છે, એક શરીરની પ્રકૃતિ, બીજી ઋતુ અને ત્રીજો ખોરાક. કફ પ્રધાન ખોરાક શિયાળામાં નુકસાનકારક છે, એ જ ખોરાક ઉનાળામાં શરીરને ઠંડક આપે છે.
 ઠંડકવાળા અનાજની વાત કરીએ તો ઘઉં, ચોખા આ કેટેગરીમાં આવે. કઠોળમાં મગદાળ ઉત્તમ કહી શકાય. આ ઋતુમાં અડદ કે રાજમા વધારે ના ખાવા જોઈએ. આનાથી શરીરમાં ગરમી વધે છે, પણ બધા કઠોળની દાળને ફણગાવીને ખાવાથી ટાઢક મહેસૂસ થશે.
ફિટનેસ ફંડા

ફાલ્સાનું શરબત

૨૫૦ ગ્રામ ફાલ્સાને સારી રીતે ધોઇને મિક્સ્ચરમાં નાંખીને પીસી લો. ઝીણી ગરણીથી ગળી દો. હવે આમાં ૩ ગ્લાસ ઠંડુ પાણી અને ૩ ચમચી ખાંડ ભેળવી દો. ખાંડ ઓગળી જાય તે પછી લીંબુ નીચોવીને બરફના ટુકડા નાંખીને ઠંડુ જ સર્વ કરો. આનાથી ગરમી સામે તમને રાહત મળશે.  
ચંદન અને ખસખસનું શરબત
 જો હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગે તો તેનો અકસીર ઇલાજ છે ચંદન અને ખસખસનું શરબત. પિત્તપ્રકૃતિના લોકોને ખાસ અસરકારક છે.

હેલ્થ ટિપ્સ

ઉનાળામાં આટલું કરો
તીખંુ તળેલું ખાવાથી શરીરમાં આળસ આવે છે. એની જગ્યાએ બાફેલું કે શેકેલો આહાર લો. ગરમ મસાલો ઓછો વાપરો. લાલ મરચાંની જગ્યાએ કાળા મરી વાપરો.
ચા કોફી ઓછી પીઓ. આનાથી બોડી ડી હાઇડ્રેટેડ થાય છે. એની જગ્યાએ ગ્રીન ટી પીવી વધારે સારી.
સ્મોકિંગ કે આલ્કોહોલ ઓછું કરો. લોકો માને છે કે બીયર ઠંડી હોય છે, પણ વાસ્તવમાં તેમાં ગ્લીસરીન વધારે હોય છે, જેનાથી શરીર ડીહાઇડ્રેટેડ થાય છે.
સામાન્ય રીતે ગરમીમાં ડ્રાયફ્રૂટ ના ખાવું જોઈએ. પણ રોજ રાતે ૧૦ જેટલી બદામ પાણીમાં પલાળીને સવારે ખાવાથી રાહત રહે છે.
મધની પ્રકૃતિ ગરમ છે એટલે ઉનાળામાં ઓછું ખાઓ.
ફ્રોજન ફૂડ ના ખાઓ.



health tips for sumer

આ ઉપાયથી ગરમીની અસર નહીં થાય

ગરમીના કારણે આ મોસમમાં અનેક પ્રકારના રોગ થાય છે. આ મોસમમાં દાદર, એગ્જિમા, ખીલ વગેરે જેવા ત્વચા સંબંધી રોગ થવાની શક્યતા રહે છે. આ રોગોની સામે બચવા માટે લીમડાનો પ્રયોગ વધારે ફાયદાકારક રહેશે. સવારે ખાલી પેટે લીમડાનાં ૫૬ પત્તાં ખાવાથી સ્કિન સંબંધી સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થશે.

પાણીની કમીનું સમાધાન

આ સીઝનમાં પાણીની કમી થવાથી માથાનો દુઃખાવો, તાવ આવવો, શરીર દુખાવું વગેરે જેવી સમસ્યા ઊભી થાય છે. આની સાથેસાથે જ થાક લાગવો, અશક્તિ આવવી અને બ્લડપ્રેશર ઓછું થવું વગેરે જેવા પ્રોબ્લેમ પણ ઊભા થાય છે. આનાથી બચવા માટે દરરોજ ૩ લિટર પાણી પીઓ. નાળિયેર પાણી, લીંબુ પાણી, શરબત, તરબૂચ, કાકડી વગેરેનું સેવન કરવાથી પણ શરીરમાં પાણીની માત્રા વધશે.

ટિપ્સ

૧. જે લોકો બરફનું પાણી પીતા હોય છે, તેમનું ગળું આ સીઝનમાં ખરાબ થઈ જાય છે. આ માટે મુલૈઠી અસરકારક સાબિત થશે. અડધી ચમચી મુલૈઠીના ચૂર્ણને મધમાં ભેળવીને દિવસમાં બે વખત લેવાથી ગળાની ખરાબી દૂર થશે.
૨. આ ઋતુમાં ખરાબ પાણી અને ભોજનનું સેવન કરવાથી ટાઇફોઇડ, કમળો જેવા રોગ થવાની શક્યતા રહે છે. આ રોગોથી બચવા માટે ૩ ચમચી એલોવેરાનો ફ્રેશ પલ્પ સવારે ખાલી પેટે લેવો જોઈએ અને ભોજન પછી અડધી ચમચી લીમડાનાં પત્તાંનું ચૂર્ણ દિવસમાં બે વાર પાણી સાથે લો.
૩. ગરમીમાં લૂથી બચવા માટે ગુલાબ તથા ખસના શરબતનો ઉપયોગ કરો. તડકામાં ટોપી, છત્રી અને ચશ્માં પહેરીને જ બહાર નીકળો.
૪. ચા, કોફી અને તમાકુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આમાં ખૂબ જ ગરમી હોય છે. ભોજનમાં પણ મરચું, અથાણું, તળેલા પદાર્થ ઓછા ખાવા જોઈએ. 

નાળિયેર પાણી

નાળિયેરના પાણીમાં દૂધથી વધારે પોષક તત્ત્વો હોય છે. કારણ કે, તેમાં કોલેસ્ટ્રોલની માત્રા નથી હોતી. નાળિયેર પાણીમાં વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ અને પોટેશિયમ હોય છે, જે બ્લડપ્રેશર અને હૃદય સંબંધી પ્રોબ્લેમમાં મદદરૂપ થાય છે.
આના ઉપયોગથી લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે. નાળિયેર પાણી ફક્ત શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા જ મજબૂત નથી કરતું, પરંતુ શરીરમાં રહેલા અમુક કીટાણુઓથી પણ બચાવે છે. જો તમને કિડનીમાં પથરી હોય તો નાળિયેર પાણી તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. નાળિયેરનાં પાણીનું સતત સેવન કરવાથી કિડનીની પથરી જાતે જ નીકળી જશે. આ સિવાય નશાને ઓછો કરવામાં પણ નાળિયેર પાણી ખૂબ જ અસરકારક સાબિત થાય છે.



your relationship are healthy or not?

  1.  તમારી રીલેશનશિપ હેલ્ધી છે કે નહીં?

પહેલો પ્રેમ પહેલો ક્રશ અને પહેલું આકર્ષણ ક્યારેય ભુલાતું નથી. મોટેભાગે આ વિજાતીય પાત્ર કોલેજ કાળમાં જ મળતાં હોય છે. જોકે આવા ખેંચાણ અને પ્રેમ એ બહુ સીરિયસ નથી હોતાં, પણ માત્ર આકર્ષણ અને જિજ્ઞાસાને લીધે બંધાતા રીલેશન હોય છે.
 ૧૮ વર્ષની આસપાસની વ્યક્તિને પોતાના મિસ્ટર રાઇટ કે મિસ રાઇટ કોણ છે તે એકદમ સરળતાથી સમજાતું નથી અને એ સમજાય તેટલા તેઓ પરિપક્વ પણ હોતાં નથી. ત્યારે ઢગલો આકર્ષણો અને ડઝનેક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડમાંથી તમારી માટે પરફ્ેક્ટ પાત્ર શોધવાનું અઘરું થઈ જાય છે. ઘણીવાર તમે જેને ખરેખર ચાહતા હોવ તેવી વ્યક્તિ તમારી આસપાસ જ હોય અને તમે ગામમાં શોધતા હોવ.
 જો નીચેની ટિપ્સ તમારી રીલેશનશિપમાં હશે તો તમારો સંબંધ હેલ્ધી છે.
તમારી રીલેશનશિપ કેટલી હેલ્ધી છે તે માટેની આ રહી ટિપ્સ
તે મિત્ર તમારી કેર કરે અને હંમેશાં મદદ માટે તૈયાર હોય.
બંને પાર્ટનરોનું બીહેવિઅર એકબીજાં સાથે સરખું હોય.
તમે તેમની સાથે ઇમોશનલી એટેચ હોવ.
 બંને જણાં એકબીજાં સાથે ઇઝીલી કમ્યુનિકેટ કરી શકે અને એકબીજાંને ક્યારેય જજ કરવાની કોશિશ ના કરે
 એકબીજાં પર વિશ્વાસ હોય અને એકબીજાં પ્રત્યે વફાદારી હોય.
 એકબીજાંને રીસ્પેક્ટ આપે.
 જ્યાં એકબીજાંને મેન્ટલી કે ફિઝિકલી એબ્યુઝ ના કરાતાં હોય.

health tips for dihidretion

શ્રી ગણેશાય નમઃ઼

ઉનાળો આવે એટલે ડિહાઇડ્રેશનનો ડર સતાવે.

ઉનાળો આવ્યો એટલે હવે ચારે તરફ ડિહાઇડ્રેશનના વાવડ આવવા લાગશે. આપણા શરીરમાં ૭૦ ટકા જેટલું પાણી જરૂરી છે. ઉનાળામાં પરસેવો થવાને કારણે આ પ્રમાણ ઘટી જાય છે. જે ડિહાઇડ્રેશન થવા માટે જવાબદાર હોય છે.
 સામાન્ય રીતે ચૈત્ર મહિનો આવે એટલે દિવસ લાંબો થતો જાય અને ગરમીનું પ્રમાણ વધતું જાય, જે તમારામાં આળસ વધારી દે છે. થોડોક શ્રમ કરો તો પણ તમને પરસેવો છૂટી જાય છે. જે તમારામાં ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટાડે છે.
 બીજું એ કે ઉનાળામાં ગરમીને કારણે બહારનું ખાવાનું ટાળવું. કેમ કે ગરમીને કારણે તે ઊતરી જવાના ચાન્સ રહે છે અને બગડેલો ખોરાક પેટમાં જાય એટલે ફૂડ પોઇઝનિંગ થવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે.
 આમ પણ ભૂખ કરતાં હંમેશાં બે કોળિયો ઓછું ખાવું શરીર માટે સારું.
 ઉપાય
થોડી થોડી વારે ખાંડ અને મીઠાનું પાણી પીઓ.
ઓ.આર.એસ. પાવડર પણ પી શકાય.
ગ્લુકોઝનું પાણી પણ તમને ડિહાઇડ્રેશનથી બચાવશે અથવા જલદી રીકવર કરાવશે.
સતત થોડું થોડું ફ્રૂટ જ્યૂસ પીતા રહો.
હળવો ખોરાક પણ ચાલુ રાખો.
બહારનું ખાવાનું ટાળો.
બને ત્યાં સુધી કાચો કે તળેલો ખોરાક ના આરોગો.
ફિટનેસ ફંડા
રોજ ૧૦ ગ્લાસ પાણી પીઓ.
રોજ બે ગ્લાસ લીંબુપાણી પીઓ.
તડકામાંથી આવીને તરત ઠંડું પાણી ના પીશો.
એકદમ જ એ.સી.વાળા વાતાવરણમાંથી તડકામાં ના જશો.
તેવી જ રીતે તડકામાંથી આવીને એકદમ એ.સી.માં ના બેસશો.
બને ત્યાં સુધી બપોરે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં જવાનું ટાળો.
હેલ્થ ટિપ્સ
વરિયાળીનું શરબત બનાવીને પીઓ, તે તમને ઠંડક આપશે.
જો તમને પગના તળિયા બળતા હોય તો ડુંગળી ઘસો અથવા ઘી ચોપડી વાટકી ઊંધી કરીને ઘસો, ઠંડક થશે.
નાળિયેર પાણી પણ ખૂબ સારું રહેશે.
તળબૂચ, શક્કરટેટી જેવાં ફ્રૂટ્સ પણ ખાઓ.
શક્ય હોય તો બપોરે ડુંગળી અને કાચી કેરીનું કચુંબર ખાઓ.