Simple Oreo Cake

સિમ્પલ ઓરીયો કેક

સામગ્રી :
- ઓરીયો બિસ્કિટ (કોઈ પણ ફ્લેવર) 20 નંગ
- દૂધ 1 કપ
- બેકિંગ પાવડર અથવા ઈનો 3/4 ટી સ્પૂન
- ખાંડ 2-3 ટેબલ સ્પૂન
- ચોકલેટ સોસ

રીત :-

- સૌ પ્રથમ બિસ્કિટ માં ખાંડ નાખી ને મિક્સર માં ક્રશ કરી લો, ક્રીમ કાઢવાની જરૂર નથી
- ક્રશ થાય એટલે દૂધ અને સોડા અથવા ઈનો મિક્ષ કરી ગ્રિસ કરેલી કેક બોલ માં 4 મિનિટ માટે માઇક્રોવેવ કરો
- ટુથપીક થી ચેક કરો જો કેક ના થઇ હોય તો 1 મિનિટ ફરી માઇક્રોવેવ કરો
- કેક બન્યા પછી ઠંડી થાય એટલે પીસ કરી ચોકલેટ સોસ થી સર્વ કરો
- આ જ રીતે કૂકર માં પણ તમે કેક બનાવી શકો છો

Custard tutti frutti Cookies



કસ્ટર્ડ ટુટી ફુટી કૂકિઝ
સામગ્રી

- મેંદો 2કપ
- કસ્ટર્ડ પાવડર 1/4 કપ
- બટર 150 ગ્રામ
- ખાંડ 1 કપ
- ટૂટી ફ્રુટી 1/4 કપ
- બૅકિંગ પાવડર 1/2 ટી સ્પૂન
- પાઈનેપલ એસેન્સ 1/2 ટી સ્પૂન

રીત:

- બટર અને ખાંડ ને બીટ કરો હલકું થાય પછી તેમા મેંદો અને કસ્ટર્ડ પાવડર ઉમેરી હલાવી મિક્ષ કરો
- પછી ટૂટી ફ્રુટી,પાઈનેપલ એસેન્સ અને બેકિંગ પોવડેર ઉમેરી મિક્ષ કરી લોટ બાંધી લો.
- પછી તેના રોલ વાળી ને ફ્રીઝ મા અડધો કલાક માટે મૂકો.
- ત્યારબાદ તેને કટ કરી બૅકિંગ ટ્રે મા ગોઠવી લો
- 180 ડિગ્રી ઉપર 15 મિનિટ માટે બેક કરો.

Roti Patara


Roti Patara
વધેલી રોટલીના પાતરા

સામગ્રી

- ૩ રોટલી
- ૩ ચમચી ચણાનો લોટ
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ
- ૧/૨ ચમચી અજમો
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- ૧ ચમચી તલ
- ૧ ચમચી ખાંડ
- ૧/૨ ચમચી લીંબુનો રસ
- ૧/2 ચમચી હળદર પાવડર
- ૧/૨ ચમચી ગરમ મસાલો
- ચપટી કુકિંગ સોડા
- નમક સ્વાદ અનુસાર

સજાવટ માટે:

ટોમેટો કેચપ

રોટલીના પાતરા બનાવવાની રીત:

- સૌ પ્રથમ એક બાઉલમાં નમક, હળદર, ગરમ મસાલો, ખાંડ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, અજમો, તલ, કુકિંગ સોડા, આદું-લસણ-મરચાંની પેસ્ટ નાખો.
- ત્યારબાદ તેમાં જરૂર અનુસાર પાણી નાંખી તમામ સામગ્રી સરખી રીતે મિક્ષ કરી લો. બેટરનું પ્રમાણ થોડું ઘટ્ટ રાખો.
- હવે ૧ રોટલી લઇ તેના પર ૧ ચમચી જેટલું બેટર મુકો.
- ચમચીની મદદથી તેને સરખી રીતે ફેલાવી લો.
- ધ્યાન રાખો કે રોટલી બેટર દ્વારા પૂરી રીતે ઢંકાય જાય.
- હવે રોટલીનો એકદમ ટાઈટ એવો રોલ વાળી રોટલીને ૨ ટુકડાઓમાં કાપી લો.
- આ રીતે બધાજ રોટી પાતરા બનાવી લો.
- ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી બધાજ રોટી પાતરાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઇ લો અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Maggi Masala Pockets

Maggi Masala Pockets
મેગી મસાલા પોકેટ્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ

- બ્રેડની ૬ સ્લાઈસ(bread slices).
- ૨ ચમચી ઝીણી સમારેલ ગાજર(carrots).
- ૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(onion).
- ૨ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ(capsicum).
- ૩ ચમચી ઝીણા સમારેલ ટામેટા(tomato).

અન્ય સામગ્રીઓ:

- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ
- ૧ મેગી પેકેટ
- ૧ કપ મેંદાના લોટની સ્લરી
- ૧ ચમચી કોથમીર
- ૨ ચમચી તેલ
- તળવા માટે તેલ

મેગી મસાલા પોકેટ્સ બનાવવાની રીત:

- સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં ગાજર, ડુંગળી ઉમેરી બન્નેને થોડી વાર સાંતળી લો.
- હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ, કેપ્સીકમ, નાંખી થોડી વાર સાંતડો.
- હવે તેમાં થોડું જરૂર અનુસાર પાણી ઉમેરી પાણી ઉકળવા લાગે ત્યાં સુધી રાંધો.
- ત્યારબાદ તેમાં મેગી ઉમેરી તેને રાંધો.
- હવે મેગી મસાલાને એક બાઉલમાં લઇ લો.
- ધ્યાન રાખો કે મેગીમાં થોડું પણ પાણી ન હોઈ.
- હવે બ્રેડની સ્લાઈસ લઇ તેની કિનારી ચપ્પુની મદદથી કાપી લો અને બ્રેડને પાટલા પર રોલ વાળી લો.
- હવે બ્રેડ સ્લાઈસની એક છેડે મેંદાના લોટની લુગદી લગાઓ.
- હવે તેમાં ૧ ચમચી જેટલો મેગી મસાલો ભરી બ્રેડને બીજા છેડેથી વાળી દો.
- હથેળી વડે સરખી રીતે દબાવી દો જેથી તે બન્ને બાજુ સરખી રીતે ચોંટી જાય.
- આ રીતે બધાજ પોકેટ્સ તૈયાર કરી લો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરી આ પોકેટ્સને મધ્યમ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
- તેને સર્વિંગ પ્લેટમાં લઇ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Shahi Tukda

Shahi Tukda
શાહી ટુકડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
સામગ્રીઓ:
- ૨૫૦ ગ્રામ દૂધ
- ૧ ચમચી ખાંડ
- ૧ ચમચી મિલ્ક પાવડર
- ૩ ગોળાકારમાં કાપેલ બ્રેડની સ્લાઈસ
- ૧ ખાંડની ચાસણી

અન્ય સામગ્રીઓ:

- ૧ ચમચી સમારેલ બદામ
- ૧ ચમચી સુકી કીસમીસ
- ૧ ચમચી મગજતરીના બી
- ચપટી ખસખસ
- ૧/૮ ચમચી એલચી પાવડર
- ઘી તળવા માટે

સજાવટ માટે:
- ૪ ગુલાબના પાંદ

શાહી ટુકડા મીઠાઈ બનાવવાની રીત:

- સૌ પ્રથમ રબડી બનાવવા માટે દુધને એક કડાઈમાં લઇ તેમાં મિલ્ક પાવડર, ખાંડ ઉમેરી બધુજ મિક્ષ કરી લો.
- હવે ગેસ ચાલુ કરી તેમાં એલચી પાવડર ઉમેરી આ મિક્ષ્ચર ઘટ્ટ બની જાય ત્યાં સુધી રાંધો.
- જયારે મિક્ષ્ચર ઘટ્ટ બની જાય ત્યારે ગેસ બંધ કરી રબડીને બાઉલમાં લઇ લો.
- હવે કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં બ્રેડની સ્લાઈસને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળો.
- ત્યારબાદ બ્રેડની સ્લાઈસને ખાંડની ચાસણીમાં ડુબોડી બહાર કાઢી લો.
- હવે બ્રેડની સ્લાઈસને સર્વિંગ પ્લેટમાં લઇ રબડીને દરેક બ્રેડની સ્લાઈસ પર મુકો.
- હવે તેના પર બદામ, કીસમીસ, મગજતરીના બીજ, ખસખસ મૂકી અંતે તેને ગુલાબના પાંદ વડે સજાવી સર્વ કરો.