Sugar free eggless chocolate cake cooker cake


Sugar free eggless chocolate cake cooker cake

ચોકોલેટ સુગર ફ્રી એગલેસ કૂકર કેક

સામગ્રી
- એક કપ મેંદો અથવા ઘઉં નો લોટ
- એક કપ સુગર ફ્રી ખાંડ અથવા  બુરૂ ખાંડ અથવા મધ
- એક કપ દહિં
- એક કપ દૂધ અથવા પાણી
- એક ચમચી બેકિંગ પાવડર
- અડધી ચમચી બેકિંગ સોડા
- ત્રણ ચમચી કોકો પાવડર
- એક ચમચી કોફી
- એક ચમચી વેનિલા એસેન્સ અથવા ચોકોલેટ એસેન્સ

બનાવવાની રીત
- એક કૂકર લો તેના તળીયે મીઠુ પાથરી દો ગેસ ઉપર ચઢાવી ગેસ ઓન કરો
- તેની ઉપર એક સ્ટેન્ડ જેવુ અથવા તો સ્ટીલનો કાંઠલો મૂકી દો.
- હવે કૂકરના ઢાંકણાની સીટી અને રીંગ ઉતારી લો અને કૂકરને બંધ કરો
- આ રીતે તમારૂ કૂકર ઓવનની જેમ જ પ્રી હીટ થશે ત્યાં સુધી તમે બેઝની સામગ્રી તૈયાર કરી લો
- એક મોટા વાસણમાં એક કપ મેંદો, કોક પાવડર, કોફી, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ને ચાળી લો
- હવે બીજા એક મોટા વાસણમાં દહિં લો તેને થોડુ ફેંટો
- ત્યાર બાદ તેમાં ખાંડ કે મધ અથવા સુગર ફ્રી ખાંડ નાંખો, આ મીશ્રણને બરાબર ફેંટો
- તેમાં વેનિલા એસેન્સ અથવા ચોકોલેટ એસેન્સ  ઉમેરો, ફરીથી એકાદ વાર ફેંટી લો
- તેમાં મેંદા સાથે ચાળેલી સુકી સામગ્રી ધીરે ધીરે મીક્ષ કરો અને ફેંટતા જાઓ
- મીક્ષણને મીક્ષ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે મીશ્રણને ફેંટતી કરતી વખતે એક જ દીશામાં હાથ ચલાવો
- ધીરે ધીરે મીક્ષ કરતા જાવ. જો મીશ્રણ કઠણ જણાય તો તેમાં થોડુ થોડુ દૂધ અથવા પાણી ઉમેરો
- મીશ્રણ ઘટ્ટ થતુ જાય અને એક રસ થઈ ને એકતાર થઈ જાય ત્યાં સુધી ફેંટો
- હવે કેક બનાવવા માટે કોઈ એલ્યુમિનિયમની તપેલી કે ડબ્બો કે જે કૂકરમાં સેટ થતા હોય તેને લો
- આ એલ્યુમિનિયમના વાસણમાં તેલ અથવા ઘી લગાવી લો
- તૈયાર કરેલા મીશ્રણને વાસણમાં એક સાથે ઠાલવી દો
- ત્યાર બાદ વાસણને બે ત્રણ વાર ધીરે ધીરે પછાડો
- કૂકર ખોલી વાસણને સ્ટેન્ડ ઉપર મૂકી કૂકરને 30 મિનિટ માટે બંધ કરી દો
- ગેસની આંચ ધીમી રાખો
- 25 મિનિટ પછી કૂકરનું ઢાંકણું ખોલી ચપ્પા અથવા ટૂથ પીકને કેકમાં ખોસો જો તે ચોખ્ખી બહાર આવે તો ગેસને બંધ કરી દો નહી તો હજુ 5થી 10 મિનિટ બેક થવા દો.
- કેક બેઝ તૈયાર થઈ જાય એટલે તેને ધીરેથી બહાર કાઢી 5થી 10 મિનિટ ઠંડુ થવા દો
- સામાન્ય ઠંડુ થઈ જાય એટલે તેની ઉપર એક પ્લેટ કાઢી કેકને ઉલટાવી લો
- જો એક વારમાં કેક વાસણમાંથી બહાર ન આવે તો ગભરાશો નહી
- ફરી વાર કેકના વાસણને પ્લેટમાં ઉલટુ કરીને તળીએ સહેજ થપથપાવો
- તમારો કેક બેઝ બહાર આવશે અને તમને જોવા મળશે એકદમ સ્પજી કેક