દાદીમાં કહે છે.. અપચો અને કબજિયાતમાં આમલી છે ગુણકારી | granny said Home Remedies by Tamarind




અપચો ( Indigestion )અને કબજિયાત ( Constipation )થતી હોય એટલે આહાર પચ્યા વગર બહાર નીકળી જાય તો આમલી ( Tamarind )નાં ૧૦ ગ્રામ પાન ધોઈને અડધા કપ ચોખાના ધોવાણમાં લસોટી પેસ્ટ જેવું બનાવી સવાર-સાંજ પીવાથી અને યોગ્ય પરેજી પાળવાથી આઠ-દસ દિવસમાં મટી જાય છે. અરુચિ ( Anorexia )અને ભૂખ લાગતી ન હોય તો રાત્રે ૧૦-૧૫ ગ્રામ આમલી એક ગલાસ પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, સોપારી જેટલો ગોળ ઓગાળી પીવાથી અરૂચિ દૂર થશે અને સારી ભૂખ લાગશે.

આંબલીની પકૃતિ ઠંડી છે Indigestion, Constipation, Indigestion, Menstruation, Urethral

મૂત્રમાર્ગ ( Urethral )ની ગરમીમાં, અનિયમિત અને ખૂબ આવતા માસિક( Menstruation )માં, કોઠે ગરમી-રતવા હોય અને વારંવાર કસુવાવડ ( Miscarriage )થતી હોય, ગર્ભસ્થ ( Fetus ) બાળકનો વિકાસ અટકી જતો હોય તો ૧-૧ ચમચી આમળાનું ચૂર્ણ, સાકર અને શતાવરીનું ચૂર્ણ મિશ્ર કરી રોજ રાત્રે જમ્યા પછી ફાકી જવું. ઉપર દૂધ પીવું. તીખી, ગરમ, તીક્ષણ ચીજો, ગરમ મસાલો, અથાણાં, પાપડ બંધ કરવાં. આમળાં રસાયન છે, અને એનાથી કોઈપણ રોગ મટાડી શકાય છે. નવા રોગોમાં તાજાં આમળાં અને જૂના રોગોમાં સૂકાં આમળાં અસરકારક હોય છે.

મરોડ ( Abdominal cramps )

૬ ગ્રામ પાકી આમલીનો ગુદો, ૩ ગ્રામ પાકું કેળું, ૧ ગ્રામ મરી પાઉડર આ ત્રણેયને એકસાથે મેળવીને (જે એક ખોરાક છે) દિવસ દરમિયાન ત્રણવાર સેવન કરો. આમ કરવાથી ત્રણ દિવસમાં જ આમળો/ મરોડમાંથી રાહત મળી જાય છે.

સોજો ( Swelling )

શરીરમાં કોઈ પ્રકારનો સોજો કે દર્દ હોય તો આમલીના રસનો લેપ કરવાથી આરામ મળે છે.

આંખ આવવી ( Eyes infection )

આંખ આવે એટલે કે કંજંક્ટિવાઈટિસ પર આમલીના ફૂલને પીસીને આંખની ઉપર બાંધવાથી આરામ મળે છે

ઘા ( Wound )

દાઝી જવાને કારણે ઘા થયો હોય તો આમલીના વૃક્ષની છાલનું બારીક ચૂર્ણ બનાવીને ઘા પર મીઠું તેલ લગાવીને આ ચૂર્ણને છાંટવાથી તરત જ ઘા ભરાઈ જશે.

પિત્તની ગરમી

૫૦ ગ્રામ પાકી આમલીનો ગુદો લઈને પાણીમાં પલાળી દો. થોડીવાર પછી તેને અર્ધા લિટર પાણી (આવશ્યકતાનુસાર ગુદા અને પાણીની માત્રા વધારી પણ શકો છો)માં થોડુંક ઉકાળો. પછી તેને મસળીને ગાળી લો. એ પછી તેમાં થોડુંક મીઠું, શેકેલું જીરું અને ધાણા, મરી (બધાંનો બારીક પાઉડર) અને થોડીક ખાંડ કે ગોળ મેળવીને થોડું-થોડું કરીને ૩-૪ વારમાં પી જાવ.

મચકોડ

શરીરના કોઈપણ અંગમાં મચકોડ આવવાથી ઘણું દર્દ થાય છે. એનાથી રાહત મેળવવા માટે આમલીના પર્ણને પીસીને લેપ બનાવીને હૂંફાળો ગરમ કરી લો અને અસરકર્તા સ્થાન પર લગાવો. દર્દમાં આરામ મળશે અને મચકોડ પણ જલદી ઠીક થઈ જશે.

પાચન સંબંધી વિકાર ( Digestive disorders )

ભૂખ ઓછી લાગવાથી ભોજનની સાથે આમલીની ચટણી બનાવીને ખાવી જોઈએ. એનાથી ખૂલીને ભૂખ લાગે છે અને ભોજન આસાનીથી પચે છે. આમલીનું પન્નું બનાવીને તેમાં ખાંડ મેળવીને પીવાથી અરુચિ દૂર થાય છે.
 
ધાતુ વિકાર

ધાતુ સંબંધી રોગોમાં પણ આમલી લાભદાયક છે. એના માટે ૨૫૦ ગ્રામ આમલીના બીજને પાણીમાં નાખીને ઉકાળો. સારી રીતે બફાઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. પછી તેના છોતરાં કાઢી લો. એ પછી એને સારી રીતે પીસીને લુગદી બનાવી લો. એ લુગદીમાં ૨૫ ગ્રામ દેશી ઘી નાખીને ધીમી આંચે શેકો. પછી તેમાં સમાન માત્રામાં ખાંડ મેળવીને રાખી મૂકો. એને ૨-૫ ગ્રામની માત્રામાં સવાર-સાંજ દૂધની સાથે સેવન કરો. એનાથી ધાતુ સંબંધી બધાં જ વિકાર દૂર થઈ જાય છે. આ પૌષ્ટિક અને કામશક્તિવર્ધક છે.

કફ-પિત્ત ( Cough-bile )

આમલીના પન્નામાં ખાંડ મેળવીને પીવાથી શરીરની ગરમી, પિત્ત અને કફનું શમન થાય છે.

અરુચિ ( Anorexia )

પાકી આમલીને પાણીમાં પલાળીને રાખી મૂકો. પછી તેને મસળીને પન્નું બનાવી લો. ફુદીનો, મેથી, ધાણાં, જીરું, શેકેલી હિંગ અને લાલ મરચાં પાઉડર- બધાંને પીસીને પન્નામાં ભેળવીને ચટણી બનાવી દો. આ ચટણી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને ભોજન પ્રત્યે રુચિ પેદા કરે છે.

No comments:

Post a Comment