Showing posts with label સરતો સમય બાંધી શકો તો સાર જીંદગી. Show all posts
Showing posts with label સરતો સમય બાંધી શકો તો સાર જીંદગી. Show all posts

life

સરતો સમય બાંધી શકો તો સાર જીંદગી,
તૂટ્યા હ્દય સાંધી શકો તો પ્યાર જીંદગી.

સારી કહો કે, ના કહો કક્ષા મુજબ મળે,
કુદરત તરફથી અણમુલો ઊપહાર જીંદગી.

આવે અને જાતી રહે ના કોઈ નોંધ લે ,
એવી એકલી અટુલી બેકાર જીંદગી.

જીવન ઝરુખે ઝગમગે હરદીન ક્ષણે ક્ષણે,
ઈશ્વર પણ લલચાય એવી શણગાર જીંદગી.
                  ગાયત્રી જોષી