દાદીમાં કહે છે.. અપચો અને કબજિયાતમાં આમલી છે ગુણકારી | granny said Home Remedies by Tamarind




અપચો ( Indigestion )અને કબજિયાત ( Constipation )થતી હોય એટલે આહાર પચ્યા વગર બહાર નીકળી જાય તો આમલી ( Tamarind )નાં ૧૦ ગ્રામ પાન ધોઈને અડધા કપ ચોખાના ધોવાણમાં લસોટી પેસ્ટ જેવું બનાવી સવાર-સાંજ પીવાથી અને યોગ્ય પરેજી પાળવાથી આઠ-દસ દિવસમાં મટી જાય છે. અરુચિ ( Anorexia )અને ભૂખ લાગતી ન હોય તો રાત્રે ૧૦-૧૫ ગ્રામ આમલી એક ગલાસ પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, સોપારી જેટલો ગોળ ઓગાળી પીવાથી અરૂચિ દૂર થશે અને સારી ભૂખ લાગશે.

આંબલીની પકૃતિ ઠંડી છે Indigestion, Constipation, Indigestion, Menstruation, Urethral

મૂત્રમાર્ગ ( Urethral )ની ગરમીમાં, અનિયમિત અને ખૂબ આવતા માસિક( Menstruation )માં, કોઠે ગરમી-રતવા હોય અને વારંવાર કસુવાવડ ( Miscarriage )થતી હોય, ગર્ભસ્થ ( Fetus ) બાળકનો વિકાસ અટકી જતો હોય તો ૧-૧ ચમચી આમળાનું ચૂર્ણ, સાકર અને શતાવરીનું ચૂર્ણ મિશ્ર કરી રોજ રાત્રે જમ્યા પછી ફાકી જવું. ઉપર દૂધ પીવું. તીખી, ગરમ, તીક્ષણ ચીજો, ગરમ મસાલો, અથાણાં, પાપડ બંધ કરવાં. આમળાં રસાયન છે, અને એનાથી કોઈપણ રોગ મટાડી શકાય છે. નવા રોગોમાં તાજાં આમળાં અને જૂના રોગોમાં સૂકાં આમળાં અસરકારક હોય છે.

મરોડ ( Abdominal cramps )

૬ ગ્રામ પાકી આમલીનો ગુદો, ૩ ગ્રામ પાકું કેળું, ૧ ગ્રામ મરી પાઉડર આ ત્રણેયને એકસાથે મેળવીને (જે એક ખોરાક છે) દિવસ દરમિયાન ત્રણવાર સેવન કરો. આમ કરવાથી ત્રણ દિવસમાં જ આમળો/ મરોડમાંથી રાહત મળી જાય છે.

સોજો ( Swelling )

શરીરમાં કોઈ પ્રકારનો સોજો કે દર્દ હોય તો આમલીના રસનો લેપ કરવાથી આરામ મળે છે.

આંખ આવવી ( Eyes infection )

આંખ આવે એટલે કે કંજંક્ટિવાઈટિસ પર આમલીના ફૂલને પીસીને આંખની ઉપર બાંધવાથી આરામ મળે છે

ઘા ( Wound )

દાઝી જવાને કારણે ઘા થયો હોય તો આમલીના વૃક્ષની છાલનું બારીક ચૂર્ણ બનાવીને ઘા પર મીઠું તેલ લગાવીને આ ચૂર્ણને છાંટવાથી તરત જ ઘા ભરાઈ જશે.

પિત્તની ગરમી

૫૦ ગ્રામ પાકી આમલીનો ગુદો લઈને પાણીમાં પલાળી દો. થોડીવાર પછી તેને અર્ધા લિટર પાણી (આવશ્યકતાનુસાર ગુદા અને પાણીની માત્રા વધારી પણ શકો છો)માં થોડુંક ઉકાળો. પછી તેને મસળીને ગાળી લો. એ પછી તેમાં થોડુંક મીઠું, શેકેલું જીરું અને ધાણા, મરી (બધાંનો બારીક પાઉડર) અને થોડીક ખાંડ કે ગોળ મેળવીને થોડું-થોડું કરીને ૩-૪ વારમાં પી જાવ.

મચકોડ

શરીરના કોઈપણ અંગમાં મચકોડ આવવાથી ઘણું દર્દ થાય છે. એનાથી રાહત મેળવવા માટે આમલીના પર્ણને પીસીને લેપ બનાવીને હૂંફાળો ગરમ કરી લો અને અસરકર્તા સ્થાન પર લગાવો. દર્દમાં આરામ મળશે અને મચકોડ પણ જલદી ઠીક થઈ જશે.

પાચન સંબંધી વિકાર ( Digestive disorders )

ભૂખ ઓછી લાગવાથી ભોજનની સાથે આમલીની ચટણી બનાવીને ખાવી જોઈએ. એનાથી ખૂલીને ભૂખ લાગે છે અને ભોજન આસાનીથી પચે છે. આમલીનું પન્નું બનાવીને તેમાં ખાંડ મેળવીને પીવાથી અરુચિ દૂર થાય છે.
 
ધાતુ વિકાર

ધાતુ સંબંધી રોગોમાં પણ આમલી લાભદાયક છે. એના માટે ૨૫૦ ગ્રામ આમલીના બીજને પાણીમાં નાખીને ઉકાળો. સારી રીતે બફાઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. પછી તેના છોતરાં કાઢી લો. એ પછી એને સારી રીતે પીસીને લુગદી બનાવી લો. એ લુગદીમાં ૨૫ ગ્રામ દેશી ઘી નાખીને ધીમી આંચે શેકો. પછી તેમાં સમાન માત્રામાં ખાંડ મેળવીને રાખી મૂકો. એને ૨-૫ ગ્રામની માત્રામાં સવાર-સાંજ દૂધની સાથે સેવન કરો. એનાથી ધાતુ સંબંધી બધાં જ વિકાર દૂર થઈ જાય છે. આ પૌષ્ટિક અને કામશક્તિવર્ધક છે.

કફ-પિત્ત ( Cough-bile )

આમલીના પન્નામાં ખાંડ મેળવીને પીવાથી શરીરની ગરમી, પિત્ત અને કફનું શમન થાય છે.

અરુચિ ( Anorexia )

પાકી આમલીને પાણીમાં પલાળીને રાખી મૂકો. પછી તેને મસળીને પન્નું બનાવી લો. ફુદીનો, મેથી, ધાણાં, જીરું, શેકેલી હિંગ અને લાલ મરચાં પાઉડર- બધાંને પીસીને પન્નામાં ભેળવીને ચટણી બનાવી દો. આ ચટણી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને ભોજન પ્રત્યે રુચિ પેદા કરે છે.

દાદીમાં કહે છે.. ખાંસીના ઘરેલુ ઉપચાર | Home Remedies for Cough

 દાદીમાં કહે છે.. ખાંસીના ઘરેલુ ઉપચાર | Home Remedies for Cough
 



  1. પ-પ ગ્રામ મધ દિવસમાં ચારેક વાર ચાટવાથી કફ છૂટો પડી ખાંસી મટે છે.
  2. અજમાનાં ફૂલ ૧૬ ગ્રામ દિવસમાં ત્રણ વાર ધી અને મધ સાથે લેવાથી કફ ઓછો થાય છે અને ખાંસી મટે છે.
  3. એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી ખાંસી મટે છે.
  4. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી ખાંસી મટે છે.
  5. દ્રાક્ષ, આમળાં, ખજુર, પીપર અને મરી સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ કરી તેમાંથી 3-3 ગ્રામ, મધ મેળવી દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે.
  6. લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી તેમાં   થીજાવેલું ઘી ભેળવી ચાટવાથી ખાંસી મટે છે.
  7. કમળકાકડીનાં બીજનો નાની ચમચી પાઉડર મધ સાથે ચાટવાથી ખાંસી મટે છે. કમળકાકડીનો પાઉડર બજારમાં તૈયાર મળે છે. આ પાઉડર હંમેશાં ઝીણી ચાળણીથી ચાળીને વાપરવો જોઈએ.
  8. દાડમનાં તાજાં છોડાં અથવા સૂકાં છોડાંનો પાઉડર દૂધમાં ઉકાળી પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. ખાંસીની ભલભલી દવા નિષ્ફળ જાય ત્યાં પણ આ પ્રયોગ સફળ થાય જ છે.
  9. સુંઠ અને સાકર સમભાગે લઈ પાઉડર કરી રોજ દર બે કલાકને અંતરે ૧-૧ નાની ચમચી, ૧ ચમચી શુદ્ધ મધ સાથે ચાટી જવું. કોઈ પણ પ્રકારની ખાંસીમાં આ પ્રયોગથી વત્તો-ઓછો ફાયદો તરત જોવા મળે છે. પ્રયોગ ધીરજપૂર્વક ચાલુ રાખવાથી ખાંસી જડમૂળથી મટી જાય છે.
  10. એલચીનું ચૂર્ણ ૩/૪ ગ્રામ અને સંઠનું ચૂર્ણ 3/૪ ગ્રામ મધમાં મેળવી ચાટવાથી કફજન્ય ખાંસી મટે છે.


granny says .. Home Remedies for Cough

  1. Lick 5-5 grams of honey four times a day to get rid of cough.
  2. Taking 15 grams of ajma flower ( અજમાનાં ફૂલ ) thrice a day with tea and honey reduces phlegm and relieves cough
  3. Licking cardamom, dates and grapes in honey relieves cough
  4. Keeping grapes and sugar in the mouth and sucking its juice cures cough.
  5. Finely grind the grapes, amla, dates, and black pepper in equal parts and mix 3-3 grams of honey in it and lick it thrice a day to get rid of dry cough.
  6. Garlic, sugar and Sindhav are taken in equal proportions and mixed with frozen ghee and licked to get rid of cough.
  7. Lick a teaspoon of lotus seeds powdered with honey to get rid of cough. Lotus seeds powder is available in the market. This powder should always be sifted through a fine sieve.
  8. Fresh pomegranate leaves or dried pomegranate powder boiled in milk can cure any kind of cough. This experiment is successful even if the cough medicine fails.
  9. Take ginger and sugar powder and lick it with 1-1 teaspoon, 1 teaspoon pure honey every two hours. The benefits of this experiment are immediately apparent in any type of cough. Continuing the experiment patiently will eradicate the cough.
  10. Take 3/4 gram of cardamom powder and 3/4 gram of gooseberry powder in honey and lick it to get rid of whooping cough.

 
दादी कहती हैं .. खांसी के लिए घरेलू उपचार | Home Remedies for Cough

  1. 15 ग्राम अजमा फूल को चाय और शहद के साथ दिन में तीन बार लेने से कफ कम होता है और खांसी से राहत मिलती है।
  2. खांसी से छुटकारा पाने के लिए दिन में चार बार पांच ग्राम शहद चाटें
  3. शहद में इलायची, खजूर और अंगूर को चाटने से खांसी से राहत मिलती है.
  4. अंगूर और चीनी को मुंह में रखकर उसका रस चूसने से खांसी दूर हो जाती है।
  5. अंगूर, आंवला, खजूर,  और काली मिर्च को बराबर भागों में बारीक पीस लें और इसमें से 3-3 ग्राम शहद मिला लें और सूखी खांसी से छुटकारा पाने के लिए दिन में तीन बार चाटें।
  6. लहसुन, चीनी और सिंधव को समान मात्रा में लिया जाता है और जमे हुए घी में मिलाकर चाटने से खांसी से छुटकारा मिलता है।
  7. खांसी से छुटकारा पाने के लिए एक चम्मच कमल के बीजों का चूर्ण शहद के साथ चाटें। कमल ककड़ी पाउडर बाजार में उपलब्ध है। इस चूर्ण को हमेशा बारीक छलनी से छानना चाहिए।
  8. अनार के ताजे पत्ते या सूखे अनार के पाउडर को दूध में उबालकर पीने से किसी भी तरह की खांसी ठीक हो जाती है। खांसी की दवा के असफल होने पर भी यह प्रयोग सफल है।
  9. अदरक और चीनी का पाउडर लें और इसे 1-1 चम्मच, 1 चम्मच शुद्ध शहद के साथ हर दो घंटे पर चाटें। किसी भी प्रकार की खांसी में, इस प्रयोग से लाभ तुरंत स्पष्ट होता है। प्रयोग को लगातार करते रहने से खांसी मिट जाएगी।
  10. 3/4 ग्राम इलायची पाउडर और 3/4 ग्राम इलायची पाउडर शहद में मिलाकर चाटने से खांसी से छुटकारा मिलता है।

સુકી ખાંસી ( Dry cough )ના ઘરેલુ ઉપચારો | dry cough home remedies

 સુકી ખાંસી ( Dry cough )ના ઘરેલુ ઉપચારો | dry cough home remedies




  1. નાની એલચી( Cardamom ) તવી પર બાળી, કોયલો કરી, ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું. તેનું ૩/૪ ગ્રામ ચૂર્ણ ધી ( Ghee ) તથા મધ ( Honey ) સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે.
  2. એક નાની મૂઠી તલ ( Sesame ) અને જરૂરી સાકર ર00 મિ.લિ. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દિવસોમાં સૂકી ખાંસી મટે છે.
  3. ૧-૧ નાની ચમચી ઘી ( Ghee ) દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સૂકી ખાંસી અચૂક મટે છે.
  4. દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણ ( Butter )માં વાટેલી સાકર ( Crystal Sugar )નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી જડમૂળથી મટે છે. નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીર્વાદરૂપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને ખાંસી મટી જશે.
  5. સમભાગે સૂકા આમળા ( Dry amla )નું ચૂર્ણ અને સાકર એક એક ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી કંટાળાજનક જૂની ખાંસી મટે છે. પ્રયોગ થોડા દિવસ સુધી નિયમિત જાળવી રાખવો.
  6. ઉમરા(ઉદુમ્બર) ( Udumbara )નું દૂધ મોંમાં ઉપલા તાળવે ચોપડી જે લાળ-થક આવે તે ગળી જવાથી કોઈ પણ દવાથી મટતી ન હોય તેવી ખાંસી પણ બહુ ઝડપથી મટી જાય છે.
  7. આદુ( Ginger )નો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને 3-૪ મરી મૂકી બીડું વાળી ઉપર લવિંગ ખોસલું. એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દિવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે.
  8. સમભાગે તલ ( Sesame ) અને સાકર ( Crystal Sugar )નો ઉકાળો દિવસમાં ચાર-પાંચ વાર ઘૂંટડે ઘૂંટડે પીતા રહેવાથી સૂકી ખાંસી મટે છે.

ફર્ટીલીટી માટે અકસીર છે વડ ના આ ઘરેલુ ઉપચાર | banyan tree home remedy

વડ( bnayan tress )નાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે. સંસ્કૃતમાં વડ( bnayan tress )ને વટ, ન્યગ્રોધ કે બહુપાદ કહે છે. વડ( bnayan tress ) શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પિત્ત, વ્રણ-ઘા, રતવા, દાહ તથા ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દૂધ અને પાનના અંકુર ઔષધ( medicine )માં ઉપયોગી છે. વડનું દૂધ વેદના-પીડા મટાડનાર અને વ્રણ રુઝવનાર છે. વડનાં કોમળ પાન કફનાશક ( cough ) અને છાલ મળને રોકનાર છે. 




  1. અતિસાર-પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટી-લસોટી સાકર નાખી બે ચમચી માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતિસાર મટી જાય છે. મળ સાથે ઝાડામાં લોહી પડતું હોય-રક્તાતિસાર હોય તો તે પણ મટી જાય છે.
  2. મૂત્રમાર્ગના રક્તસાવમાં પણ આ ઉપચાર સારું પરિણામ આપે છે.
  3. વડનાં પાકાં લાલ ફળ(ટેટા) બીજ સહિત ખાવાથી સારી શક્તિ મળે છે.  
  4. હાડકું વધ્યયું હોય, રસોળી વધી હોય તો વડનું દૂધ, કઠ(ઉપલેટ) અને સિંધવ ચોપડી ઉપર વડની છાલ મૂકી પાટી બાંધી રાખવો. ૧૦થી ૧૫ દિવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે.
  5. વડની કોમળ ટીશીઓ-નવા અંકુર અને મસૂરની દાળ દૂધમાં ખૂબ લસોટી-વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે.
  6. વડની ટીશીઓ રોજ ગાયના દૂધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે. આ પ્રયોગ પુષ્ય નક્ષત્રમાં કરવો હિતાવહ છે. વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સૂકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો.
  7. સડેલા દાંતોમાં વડનું દૂધ મૂકવાથી સખત દુ:ખાવો પણ શાંત થાય છે.
  8. કમરના અને ઘૂંટણના દુ:ખાવા ઉપર વડનું દૂધ લગાડવાથી ખૂબ રાહત થાય છે.
  9. વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઊલટી મટે છે. ઊલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે.
  10. વધુ પડતા ઝાડા ( loose motion ) થતા હોય, મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરૂર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચૂર્ણ નાખવું
  11. દરેક જાતનો પ્રમેહ વડની છાલના ઉકાળાથી મટે છે.
  12. ડાયાબીટીસના રોગીએ વડની છાલનું ૧ ચમચી બારીક ચૂર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબમાં અને લોહીમાં ખાંડ ઓછી થાય છે.
  13. પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તો વડની કૂણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી લાભ થાય છે.
  14. વડના તાજા અંકુરો પાણી સાથે પીસી ચટણી બનાવી ખાવાથી જે બહેનોને કોઠે રતવા હશે, વારંવાર ગર્ભપાત થઈ જતો હશે, શરીરની ગરમીને લઈ ગર્ભ ધારણ જ ન થઈ શકતો હશે તે દરેક અવસ્થામાં લાભ થશે અને ગર્ભધારણની શકયતા વધી જશે. પ્રસૂતા પણ જો વડાંકુરોની ચટણીનું નિયમિત સેવન કરે તો તેના ગર્ભને ઉત્તમ પોષણ મળે છે, અને ગર્ભની વૃદ્ધિ સારી રીતે થાય છે.
  15. વડના ટેટાનું ચૂર્ણ સ્ત્રી-પુરુષ બંને નિયમિત સેવન કરે તો ગર્ભધારણની શકયતા વધે છે. સ્ત્રીનાં પ્રજનનાંગોની ગરમી દૂર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે.
  16. પેટની અને આંતરડાંની ગરમી દૂર કરવા માટે વડની છાલનો ઉકાળો ઉપયોગી છે.  
  17. શરીરમાં બળતરા થતી હોય તો વડના દૂધમાં સાકર મેળવી સેવન કરવું. તે પિત્તપ્રકોપ શાંત કરશે. આંખની બળતરા, હાથપગના તળિયાની બળતરા, પેશાબની બળતરા, પેટની બળતરા વગેરે બધામાં તે ઉપયોગી થશે.
  18. લોહીબગાડમાં, વારંવાર ચામડીના રોગો થતા હોય તેમાં વડના નાના કૂણા પાનનો ઉકાળો કરીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે.
  19. તમામ જાતની અશક્તિમાં વડનું દૂધ આપી શકાય. કામ કરતાં થાકી જવાય, સ્કૃતિનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વતતી હોય ત્યારે વડનું દૂધ પતાસામાં આપવું.
  20. હૃદય નબળું પડી ગયું હોય, મગજ બરાબર કામ કરતું ન હોય, શરીર નંખાઈ ગયું હોય ત્યારે પણ વડનું દૂધ પતાસામાં સેવન કરવાથી લાભ થાય છે.
  21. વડના લીલા પાનને પાણીમાં પીસી ચટણી બનાવી ખાવામાં આવે તો પેશાબમાં પડતું લોહી અટકે છે.
  22. પેશાબમાં ધાતુ જતી હોય તો વડના મૂળની છાલનો ઉકાળો બનાવી પીવો.
  23. ભેસના તાજા દૂધમાં વડનું થોડું દૂધ નાખી તેને બીજા પાત્રમાં રેડીને ઉકાળવું. આ દૂધના સેવનથી પ્રમેહ રોગ મટે છે.
  24. દાંત દુ:ખતા હોય, હલતા હોય, પેઢામાંથી પરુ નીકળતું હોય એટલે કે પાયોરિયા થયો હોય તો વડનું દાતણ કરવું. વડના દાતણનો કૂચો કરી દાંત અને પેઢા ઉપર ખૂબ ઘસવું લાંબો સમય વડનું દાતણ ચાવ્યા કરવું. આવી સ્થિતિમાં વડવાઈનું દાતણ પણ ખૂબ ચાવીને કરવું તથા પેઢા પર ઘસવું. વડના મૂળની છાલ, તેનાં પાન કે વડવાઈનો ઉકાળો બનાવીને મોંમાં ભરી રાખવો.
  25. ઝાડામાં લોહી પડતું હોય તો વડની છાલનો ઉકાળો લેવો. કૃણી વડવાઈઓ કે કૃણા પાનનો ઉકાળો કરીને પીવાથી પણ ફાયદો થાય છે.
  26. હરસમાં લોહી પડતું હોય, નસકોરી ફૂટતી હોય કે મોંમાંથી લોહી પડતું હોય તો વડની છાલ, કૂણાં પાન, કૂણી કૂંપણોનો ઊકાળો પીવાથી લાભ થાય છે.
  27. વડના ટેટાનું શાક કે અથાણું પૌષ્ટિક છે.
  28. પેટમાં કૃમિ હોય તો વડવાઈના કૂમળા અંકુરનો ઉકાળો કરીને પીવો.
  29. પેશાબ ઓછો આવતો હોય, બળતરા સાથે આવતો હોય, અટકી અટકીને આવતો હોય તો વડના સૂકાં પાદડાંનો ઉકાળો પીવો.
  30. પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો આવતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડા પર રહી જતા હોય તો વડના પાકેલાં પીળાં પાંદડાંનો ઉકાળો કરીને પીવો.
  31. તાવનો રોગી અસ્વસ્થ હોય, શરીર કળતું હોય, બળતું હોય, આંખો બળતી હોય, માથું દુ:ખતું હોય ત્યારે વડના પાનનો ઉકાળો કરીને પાવાથી રાહત થશે.
  32. વડની સૂકી છાલના ચૂર્ણમાં સમભાગે સાકર મેળવી સવાર-સાંજ દૂધ સાથે ૧-૧ ચમચી લેવાથી શક્તિ અને પોષણ મળે છે.
  33. વધારે પડતી ઊંઘ આવતી હોય તો વડના પાનનો ઉકાળો પીવો.
  34. મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડયાં હોય, કાંઈ પણ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવો. મુખપાકની સ્થિતિમાં વડનું કે વડવાઈનું દાતણ કરવાથી પણ લાભ થાય છે.
  35. આંખમાં ફુલુ પડયું હોય તો વડના દૂધમાં મધ કે કપૂર ઘૂંટી આંજણ જેવું બનાવી આંખમાં આંજવું
  36. ધા રુઝવવા, ઘાનો પાક રોકવા માટે ધાને વડની છાલના ઉકાળાથી ધોઈ, વડની છાલનું ચૂર્ણ ઘામાં ભરી પાટો બાંધવો. ઘામાં જીવાત પડી જાય, પરુ સાથે કૃમિ પણ થઈ જાય તો વડના દૂધને ઘામાં ભરી પાટી બાંધવો. દિવસમાં બેત્રણ વાર આ રીતે ઘા ધોઈ વડનું દૂધ ભરવું.
  37. ચામડીનો રોગ હોય, શરીરે ખંજવાળ આવતી હોય તો વડની છાલના ઉકાળાથી સ્નાન કરવું.
  38. હરસમાં લોહી પડતું હોય તો વડના સૂકાં પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો.
  39. ખીલના કાળા ડાઘ વડના દૂધને મસૂરની દાળમાં પીસી લેપ કરવાથી મટે છે.
  40. પગના વાઢિયા-પગના ચીરામાં વડનું દૂધ ભરવાથી મટે છે.
  41. શ્વેતપ્રદરના રોગીને વડની છાલના ઉકાળાનો ડૂશ આપવો.
  42. લોહીવામાં વડની છાલના ચૂર્ણની સ્વચ્છ કપડામાં પોટલી બનાવી યોનિમાં મૂકવી.
  43. ગરમીના દિવસોમાં માથે ઠંડક રહે, લૂ ન લાગે, માથું તાપી ન જાય તે માટે વડનાં મોટાં પાન માથા પર મૂકી ટોપી, હેટ, સ્કાફ કે હેલમેટ મૂકવી. સૂર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે. 
  44.  આંખો સૂજી જાય, લાલ થઈ જાય, બળે, તેમાં ખટકો થાય તો વડની છાલના ઉકાળાથી આંખો ધોઈ આંખમાં વડના દૂધનાં ટીપાં મૂકવાં.
  45. સંધિવાનો સોજો હોય કે આમવાતનો સોજો હોય તેના ઉપર વડનું દૂધ લગાડવાથી આરામ થાય છે.
  46. ગરમીથી માથું દુ:ખતું હોય તો કપાળ ઉપર વડનું દૂધ લગાવવાથી માથાનો દુ:ખાવો મટે છે.
  47. સ્તન ઢીલા અને પોચા પડી ગયા હોય તો વડવાઈ પાણીમાં પીસી સ્તન ઉપર જાડો લેપ કરવો.
  48. પ્રસૂતા સ્ત્રીને સ્તનપાક થાય, સ્તનમાં ગાંઠો પડે તો વડના દૂધમાં કઠ(ઉપલેટ)નું ચૂર્ણ મેળવી લેપ કરવો.
  49. ધાવણ ઓછું આવતું હોય તો સ્તન ઉપર વડના દૂધ અને વડવાઈની કૂણી કુંપણ પીસી લેપ કરવો.
  50. કાનમાંથી પરુ વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાં.
  51. વીંછી કરડે, ઉદર કરડે, મધમાખી કરડે, કોઈ જીવજતુ કરડે અને સોજો આવી જાય, બળતરા થાય, દુ:ખાવો થાય ત્યારે દંશસ્થાને વડનું દૂધ લગાવવું.
  52. ઝાડા સાથે લોહી પડતું હોય તો વડવાઈનો અગ્ર ભાગ અને તાજી કુંપળો પીસીને દૂધમાં ઉકાળી તેનું સેવન કરવું
  53. ઝાડામાં વધુ પડતું લોહી પડતું હોય તો વડની કૂણી વડવાઈને વાટીને પાણીમાં પલાળી રાખવી. બીજે દિવસે તેને ઉકાળવી. તેમાં ચોથા ભાગનું ધી અને આઠમા ભાગે સાકર ઉમેરી ધી પકવવું. ધી પાકી જાય ત્યારે મધ સાથે સેવન કરવું.
  54. ઊડાં ઘારાં પડયાં હોય, કેમે કરી રુઝાતાં ન હોય, તેમાંથી પરુ નીકળતું હોય તો ઘારાને સાફ કરી વડનાં કૂણાં પાનને લસોટી ખૂબ ઝીણી બનાવેલી ચટણી ઘારામાં ભરી પાટી બાંધવો.
  55. સગર્ભા સ્ત્રીનો ગર્ભ બહુ ફરતો હોય તો વડની છાલનો ઉકાળો દૂધ સાથે પીવો.
  56. વાતાવરણની શુદ્ધિ માટે એટલે કે ઘરમાંથી જીવજતુઓનો નાશ કરવા વડની છાલનો હોમ કરવો.
  57. વંધ્યા( Infertility ) મહિલાને ગર્ભસ્થાપન માટે વડની કુંપળોનો ઉકાળો દૂધ સાથે પાવો. અથવા કૂણી કુંપળો કે વડવાઈની તાજી કૂંપળો દૂધમાં લસોટી નસ્ય આપવું.
  58. પુશકળ ઝાડા થતા હોય તો વડનાં કોમળ પાન ખૂબ લસોટી અડધો કપ રસ કાઢવો. રસથી બમણી છાસમાં સવાર-સાંજ પીવાથી ઝાડા મટી જાય છે. રસ તાજે તાજો જ વાપરવો.
  59. વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત થાય છે.
  60. વડનું દૂધ લગાડવાથી ખરજવું મટી જાય છે.

મોં પર ખીલ છે? ડાઘ દૂર નથી થતા? તો આ ઘરેલુ ઉપચાર છે અકસીર ઈલાજ | home remdy for face pimple

 

 

આ રહી ઘરેલુ ટીપ્સ

  1.  ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.
     
  2. તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દૂર થાય છે.
     
  3. પાકા, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી, છૂદીને ચહેરા પર થોડો સમય માલિશ કરવી-મસળવું. ૧૫-૨૦ મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારેપાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે.
     
  4. પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હૂંફાળા પાણીથી ધોઇ નાખવું. આનાથી ચહેરાના ખીલ ઝડપથી મટી જાય છે.
     
  5. જાંબુના ઠળિયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.
     
  6. સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કૂચાને મોં પર પાંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.
     
  7. ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે. 
  8. બદામને માખણમાં ખૂબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલિશ કરવાથી મોં પરના ખીલ મટે છે.
     
  9. ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
     
  10. આમળાં દૂધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.
     
  11. કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે. 
     
  12. લીમડા કે ફૂદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે. 
     
  13. તાજુ લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે-ત્રણ મિનિટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.


ખીલના ડાઘ દૂર કરવા શું કરશો

  1. છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચિકાશ દૂર થાય છે.
  2. વડના દૂધમાં મસૂરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
  3. ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દૂર થાય છે.

Naresh Kanodiya #nareshkanodiya #gujaratifilm #gujarati_cinema

#nareshkanodiya #gj #gujarati_cinema #gujaratifilm #gujarati_literature
એકવાર મળવા જેવા માણસ નરેશ કનોડિયા. ગાંધીનગર એમના ઘરે મળીને લાગ્યુ કે સાવ સડક પરથી મહેલોમાં આવનાર આ માણસ હજુ પણ આટલી એનર્જી લાવે છે ક્યાંથી? મને ગમતા માણસોમાંથી એક. મલ્હાર ઠાકર આજના જમાનાનો સુપર સ્ટાર તો નરેશ કનોડિયા વિતેલા જમાનાના. બંનેને મળીને લાગ્યુ કે જાણે મેં ગુજરાતી સિનેમાની દાયકાઓની સફર કરી નાંખી. 

Malhar Thaker #malhar #GJ #gujaratisuperstar #gujaraticinema #gujarati_literature

#Malhar #GJ #gujaratisuperstar #gujaraticinema #gujarati_literature
ગુજરાતી સિનેમાના સુપરટાર મલ્હાર ઠાકરને મળવાનો અનુભવ કંઈક અનોખો જ રહ્યો. સાવ સામાન્ય માણસમાંથી સુપરસ્ટાર સુધીની તેની સફર સંઘર્ષોથી ભરેલી છે. 

less #Calorie for foodies #Oats #CookiesRecipe

ઓટ્સ કૂકી

મેંદો- 125 ગ્રામ
ઓટ્સ- 100 ગ્રામ
બ્રાઉન સુગર- 100 ગ્રામ
બટર - 110 ગ્રામ
બેકિંગ પાવડર- 1 ટી સ્પૂન
મધ- 60 મીલી
બેકિંગ સોડા - ચપટી
દ્રાક્ષ- 50 ગ્રામ
ચોકલેટ ચીપ્સ- 50 ગ્રામ
રીત
- એક બાઉલમાં બટર અને બ્રાઉન સુગરને મીક્ષ કરો, તેમાં મધ ઉમેરી મીક્ષ કરો
- મેંદામાં બેકિંગ પાવડર ઉમેરીને તેને બાઉલમાં ઉમેરો અને મીક્ષ કરો
- હવે તેમાં ઈન્સ્ટન્સ ઓટ્સ, ચોકલેટ ચીપ્સ, દ્રાક્ષ અને વેનિલા એસેન્સ ઉમેરો
- આ તમામને વ્યવસ્થિત રીતે મીક્ષ કરો
- હવે તેને ચમચી અથવા ટેબલ સ્પીન કે આઈસ્ક્રીમ સ્કૂપથી એક સરખી કોન્ટીટીમાં બેકિંગ ટ્રેમાં ગોઠવો
- તેને હાથથી દબાવીને ગોળ કે ચોરસ જેવો આકાર આપો
- 170 ડિગ્રીએ 15 મિનિટ સુધી બેક કરો.

less Calorie for foodies Oats Cookies Recipe

1 cup or 125 gms Maida
1 cup or 100 gms Oats
1  cup or 100 gms Brown Sugar
½ cup or 110 gms butter
1 teaspoon baking powder
60 ml Honey
1/4th teaspoon baking soda
1 teaspoon Vanilla extract
50 gms Raisins
50 gms chocolate chips

Method

- In a bowl whisk butter and brown sugar well.
- Add honey and mix well.
- Mix baking powder along with flour and add this to the butter mixture.
- Add instant oats along with chopped chocolates and raisins with vanilla essence.
- Mix everything well and shape them in form of cookies on the baking tray.
- Bake it at 170 degree for 15 minutes. (If you are making small cookies bake it for 10 to 12

minutes)

Eggless Ragi and Oats Brownies #gujarati #GJ #racipe #gujaratirecipe

એગલેસ રાગી અને ઓટ્સ બ્રાઉની

ઘઉંનો લોટ- 120 ગ્રામ
દળેલા ઓટ્સ- 25 ગ્રામ
રાગીનો લોટ- 25 ગ્રામ
બુરુ ખાંડ- 150 ગ્રામ
કોકો પાવડર- 30 ગ્રામ
બેકિંગ સોડા- 1 ટીસ્પૂન
તેલ- 50 મીલી
વેનિલા એસેન્સ- 1 ટેબલસ્પૂન
દહીં- 250 ગ્રામ
બારીક સમારેલા ચોકલેટના ટૂકડા

 રીત
- એક બાઉલમાં દહીં, ખાંડ, વેનિલા એસેન્સ, તેલ નાંખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ફીંટો
- હવે તેમાં ઘઉનો લોટ, દળેલા ઓટ્સ, રાગીનો લોટ, કોકો પાવડર અને બેકિંગ સોડા નાંખી તેને મીક્ષ કરો.
- બેકિંગ ટ્રેમાં એલ્યુમિનિયમ ફોઈલ પાથરીને તૈયાર થયેલા બેટરને પાથરો
- તેની ઉપર બારીક સમારેલી અથવા ટૂકડા કરેલી ચોકલેટ નાંખો
- 170 ડિગ્રીએ 35થી 40 મિનિટ બેક કરો

Eggless Ragi and Oats Brownies

1 cup or 120 gms whole wheat flour
¼ cup or 25gms powdered oats
1/4th cup or 25gms Ragi flour
3/4th cup or 150 gms Castor Sugar
30 gms Coco Powder
1 teaspoon baking soda
3 tbspoon or 50ml oil
1 tsp Vanilla Essence
1 cup or 250 ml yogurt
Chocolate Chunks

Method

– In a bowl, add yogurt, sugar, vanilla essence and vegetable oil. Whisk it till the sugar dissolves.
- Sieve all the dry ingredients in it.
- Add wheat flour, powdered oats, ragi flour, coco powder and baking soda.
- Mix it well.
- Cover the baking tray with aluminum foil and place the batter.
- Add chocolate chunks on the top.
- Bake it at 170 degree for 35 to 40 minutes.
- Test the brownie if it's done.
- Allow to cool in the pan for 5 to 10 minutes.

Eggless Thumbprint Cookies Recipe

એગલેસ થમ્બપ્રિન્ટ ચોકોલેટ કૂકી રેસીપી

બુરૂ ખાંડ- 50 ગ્રામ
બટર- 100 ગ્રામ
મેંદો- 180 ગ્રામ
સોજી- 1 ચમચી
કોકો પાઉડર- 20 ગ્રામ
ચોકલેટનો ભૂકો- 50 ગ્રામ
દૂધ- ચાર ચમચી
મેલ્ટેડ ચોકલેટ- 50 ગ્રામ

રીત

- એક બાઉલમાં બટર અને લોટ લઈને ધીરે ધીરે મોમ દેતા હોય તેમ મોવો
- તેમાં ખાંડ ઉમેરો, કોકો પાવડર ઉમેરો
- સોજી ઉમેરો, ચોકલેટનો ભૂકો ઉમેરો
- હવે ધીરે ધીરે દૂધ ઉમેરીને તેનો લોટ બાંધી લો
- લોટ બંધાઈ જાય એટલે તેના રોટલી ભાખરીના લુવાની જેમ લુવા પાડો
- દરેક લુવા કે ગુલ્લાને ગોળ વાળી અંગુઠાથી વચ્ચે દબાવી બેકીંગ ટ્રે માં ગોઠવતા જાઓ
- 180 ડિગ્રીએ 20થી 25 મિનિટ પ્રિ હિટ ઓવનમાં બેક કરી લો
- અંગૂઠાથી વચ્ચે પડેલા ખાડામાં મેલ્ટીંગ ચોકલેટને ચમચીથી અથવા પાઈપીંગ બેગથી ભરતા જાઓ


Eggless Thumbprint Cookies Recipe
50 gms Castor Sugar
100 gms Butter
180 gms Refined Flour
1 tbsp Semolina (Optional)
20 gms Cocoa Powder
50 gms Grated Milk Chocolate
4 tbsp Milk
50 gms Melted Milk Chocolate

Method:

- Mix soft butter to refined flour in a bowl and convert it's texture like that of  bread crumbs.
- Add caster sugar to this and mix well.
- Add semolina and mix it again.
- Add cocoa powder along with chopped milk chocolate in to the mixture and mix well.
- Add milk to this and bind it in to a hard dough.
- Roll the dough in to long cylinder and cut them in equal size.
- Roll the balls smoothly and punch them in the center with the help of your thumb.
- In a preheated oven, bake these cookies at 200 degree for 12 to 15 minutes.
- Once the cookies are baked, fill in the cavity with melted milk chocolate.
- Allow them to cool down in room temperature

Simple Oreo Cake

સિમ્પલ ઓરીયો કેક

સામગ્રી :
- ઓરીયો બિસ્કિટ (કોઈ પણ ફ્લેવર) 20 નંગ
- દૂધ 1 કપ
- બેકિંગ પાવડર અથવા ઈનો 3/4 ટી સ્પૂન
- ખાંડ 2-3 ટેબલ સ્પૂન
- ચોકલેટ સોસ

રીત :-

- સૌ પ્રથમ બિસ્કિટ માં ખાંડ નાખી ને મિક્સર માં ક્રશ કરી લો, ક્રીમ કાઢવાની જરૂર નથી
- ક્રશ થાય એટલે દૂધ અને સોડા અથવા ઈનો મિક્ષ કરી ગ્રિસ કરેલી કેક બોલ માં 4 મિનિટ માટે માઇક્રોવેવ કરો
- ટુથપીક થી ચેક કરો જો કેક ના થઇ હોય તો 1 મિનિટ ફરી માઇક્રોવેવ કરો
- કેક બન્યા પછી ઠંડી થાય એટલે પીસ કરી ચોકલેટ સોસ થી સર્વ કરો
- આ જ રીતે કૂકર માં પણ તમે કેક બનાવી શકો છો