Showing posts with label ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ. Show all posts
Showing posts with label ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ. Show all posts

someone

ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ,
અને એક બીજાને ગમતાં રહીએ.

સળગતાં જીવનરથ માં ચાલને,
વરસતાં વરસાદ થઈ વરસતા રહીએ
એકબીજાને ભીંજવતા રહીએ,
ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ,

સ્પર્શ થાય માત્ર અમથી હવા ને,
એકમેકના ટેરવાં સમજતાં થઈએ,
એકબીજાને રીઝવતા  રહીએય
ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ,

લાખો હજારોની ભીડમાં સાવ એકલાને,
શ્વાસ ભીંસાય તેવી જનમેદનીમાં
એકમેકને સતત સંપર્કતા રહીએ,
ચાલને આપણે ઘર ઘર રમતાં રહીએ.
                ગાયત્રી જોષીે