કાયદા

કાયદા

પ્રેમમાં કોઈ કાયદા નથી હોતા
કેટલાક શબ્દોના માયના નથી હોતા
બધા આપણને ગમતા લોકો
કાંઈ આપણા નથી હોતા

જીવન જીવનારા બધા
કાંઈ જીવતા નથી હોતા

ગીતતો ગમે છે બધાયને
કેટલાક શબ્દોના માયના નથી હોતા

ઉંઘે છે તો લોકો બધાય
ઉંઘમાં બધાને સપના નથી હોતા

અવાજ તો છે બક્ષીસ અણમોલ
કેટલીક ખામોશીના મતલબ નથી હોતા

કિનારા પ્રેમના દરિયામાં કસ્તી ડૂબેજ
કેમ કે પ્રેમના દરિયાને કિનારા નથી હોતા

ફસ્ટ યરના ક્લાસમાં

ક્યાંક ખુશખુશાલ ટોળુ હતુ
ક્યાંક ફફડતુ એકલુ પંખીડુ હતુ
ફસ્ટ યરના ક્લાસમાં
કોઈ ટોળ ટપ્પા અને ગપ્પામાં મસ્ત હતું
કોઈ ઘરે જવાની ઉતાવળમાં વ્યસ્ત હતું
ફસ્ટ યરના ક્લાસમાં

કેટલાકની આંખોમાં રંગીન વિશ્વ હતુ
કેટલાકને માટે ભણવાનુ સ્થળ હતુ
ફસ્ટ યરના ક્લાસમાં

કો‘ક છોકરીઓની પાછળ ફરતું હતુ
તો કો‘કના મગજ માત્ર ભમતું હતુ
ફસ્ટ યરના ક્લાસમાં

કંઈક ક્યાંક ભરાતુને ઠલવાતુ હતુ
‘કિનારા’ કંઈક ડૂબતુ અને તરતુ હતુ
ફસ્ટ યરના ક્લાસમાં

બેરીસ્તા

બેરીસ્તાની ખુરશીમાં એક ગ્રૃપ
બે છોકરાને બે છોકરી બેઠાહતા

છોકરી હસવામાં એને છોકરાઓ
પટાવવામાં મશગૂલ હતા
બેરીસ્તાની ખુરશીમાં

મોટા મા  બાપની આ ખોટી ઓલાદો
પૈસા વાપરવામાં મશગૂલ હતા
બેરીસ્તાની ખુરશીમાં

છોકરો કહે હું બેશરમ છું અને
છોકરી  કહે સાલા
બેરીસ્તાની ખુરશીમાં

ભૂલથી ઉનાળાની બળબળતી બપોરે
જઈ ચડીતી હું ય
બેરીસ્તાની ખુરશીમાં

ગઈ હતી શાંતીની શોધમાં
નર્યો કકળાટ ભરીને આવી
બેરીસ્તાની ખુરશીમાં

શું પીશ ને શા ના પીશ
એમાં મશગૂલ હતું ગ્રૃપ
બેરીસ્તાની ખુરશીમાં

મજબૂર

મજબૂર

કલમને લખવા માટે મજબૂર કર
કાગળને સળગવા માટે મજબૂર કર

ગળે પડેલી કમ નસીબીને
યાર સદ્નસીબી બનવા મજબૂર કર

ઝંઝાવાત, તોફાન ને વંટોળમાં
તુ કસ્તીને કિનારે પહોંચવા મજબૂર કર

ભાગતો ફરે ભલે ઈશ્વર તુજ થી
એને ખુદ તને મળવુ પડે મજબૂર કર

જીવનની ગમે તેટલી મજબૂરીમાંય
તુ મજબૂર ના બને મજબૂરીને મજબૂર કર

ક્ષણે ક્ષણે યુધ્ધ જીવનમાં છે તારા
હર યુધ્ધમાં જીતને જીતવા મજબૂર કર

દુઃખ દર્દ આવે ભલે જીવનમાં
દુઃખજ બને દવા દર્દને મજબૂર કર

કિનારા જીવન છે અણમોલ
મોતને જીવનમાં તબદીલ કરવા મજબૂર કર

jism 2


1 Jism 2 9aMovie Name: ‘જીસ્મ ટુ
Star Cast: સની લિયોન, રણદીપ હુડા, અરુણોદય સિંગ, આરીફ ઝકારીઆ
Director: પૂજા ભટ્ટ
Producer: પૂજા ભટ્ટ
Writer: મહેશ ભટ્ટ
Music Director: મીથુન, રૂષક, અબ્દુલ બાસીત સાઈદ
Singer: ગાયકઃ કે. કે. અલી અઝમત, સોનુ કક્કર, રૂષક, શ્રેયા ઘોષાલ, ઉનુષા
Review By Gaytri Joshi - (Abhiyaan)
જીસ્મ ટુમાં ખરેખર એક યુવતી અને તેના જીસ્મના ઉપયોગની જ વાત છે.
સ્ટોરી ખૂબ સરસ છે. સ્ટોરી ટાઇટલને સંપૂર્ણ મેચ કરે છે. પોર્ન સ્ટાર ઇઝના(સની લિયોન) પોતાના જીસ્મ એટલે કે શરીરનો ઉપયોગ એક દેશપ્રેમી પોલીસ ઓફિસરમાંથી ગુનેગાર બનેલા તેના જૂના પ્રેમી કબીર (રણદીપ હુડા)ને પકડવા અને બદલો લેવા માટે કરે છે. અયાન (અરુણોદય સિંગ) એક ઇન્ટેલિજન્સ કોપ હોય છે અને ગુરુ તેનો સુપીરિયર બોસ. અને આ લોકો તેનો ઉપયોગ દેશપ્રેમી સંસ્થાને નામે વાૅર ઇન્ડસ્ટ્રી માટે કામ કરતાં અરુણોદય અને તેનો બોસ ગુરુ તેનો ઉપયોગ કબીર પાસેથી ડેટા લેવા કરે છે. અંતમાં બધા ખુલાસા થાય છે અને લવ ટ્રાયેન્ગલમાં આખરે ઈઝના, કબીર, અયાન, અને ગુરુ ચારેય જણા એક બીજાને મારી નાંખે છે. આ જ છે સ્ટોરી, પણ નબળા સ્ક્રીન પ્લેને લીધે સ્ટોરી થોડી નબળી લાગે છે.
ફિલ્મમાં આપણને બીજા પણ કેટલાક સવાલો થાય જેમ કે ઈઝના પોર્ન સ્ટાર કેવી રીતે બની વગેરે વગેરે.
પણ જો આ ફિલ્મનું ડ્રાઇવર કહી શકાય તો તે છે સની લિયોન. સની લિયોને પોતાના આકર્ષક શરીરની સાથે સાથે એક્ટિંગ પણ કરી છે અને તેના માટે પૂજા ભટ્ટને ફુલ માર્ક આપી શકાય. એઝ યુઝ્વલ રણદીપ હુડા ઈઝ રોક. તેનું પર્ફોર્મન્સ ખરેખર બેનમૂન છે. તેની ડાયલોગ્સ ડિલિવરી પણ સારી છે. અરુણોદય અભિનયના મામલે મોળો પડે છે. બાકી ગુરુના પાત્રમાં આરીફ જામે છે.
 મ્યુઝિક ફિલ્મનોે પ્લસ પોઇન્ટ છે. ફિલ્મનાં દરેક ગીત ગમી જાય તેવા છે. સાથે સાથે ધમાલિયા નહીં, પણ ખૂબ સ્વસ્થ છે. ફિલ્મમાં નિગમ બોસઝોનની સિનેમેટોગ્રાફી પણ કમાલ કરી જાય છે. અમુક સીન્સ એઝ યુઝ્વલ થોડી થ્રીલ કરાવી જાય છે. પિક્ચરાઇઝેશન અદ્ભુત છે. શ્રીલંકાના હરિયાળા સ્પોટ ફિલ્મમાં એક ગ્રીનેરી અને ફ્રેશનેસનો અનુભવ કરાવે છે.
 ફિલ્મ પોર્ન સ્ટાર સની લિયોનની છે, એટલે સેક્સથી ભરપૂર હશે તેવી માનસિકતા સાથે ફિલ્મ જોવા જતાં લોકો સાવ સાચા નથી પડતાં, કેમ કે સામાન્ય મૂવી જેવા જ કિસિંગ સીન્સ ફિલ્મમાં છે. ફિલ્મ એક એડલ્ટ મૂવી છે. એટલે બીજો કોઈ પ્રશ્ન થતો નથી, પણ ક્યાંક ક્યાંક તમને કહાની બોરિંગ કરવા લાગે સાથે સાથે મૂવી જોતા જોતા ગેન્ગસ્ટરની યાદ પણ આવી જાય.
 ફિલ્મના અંતમાં ઈઝના પોતાના પ્રેમી કબીરની હત્યા કરે છે. આયાન પોતાના પિતા સમાન બોસ ગુરુની હત્યા કરે છે અને છેવટે અયાન ઈઝનાની અને ઈઝના અયાનની હત્યા કરે છે અને મૂવી પૂરી થાય છે. ઈઝનાનો મતલબ થાય રોશની - અજવાળું. સની લિયોને તેના જીસ્મનો ઉપયોગ ફિલ્મ મેળવવાથી લઈને ફિલ્મમાં પણ ખૂબ કર્યો છે, એટલે એમ કહી શકાય કે ફિલ્મનું નામ જીસ્મ ટુ પરફેક્ટ છે.

Public Reviews:
 
                                                           Pratikફિલ્મમાં સની લિયોન ઈઝ રોકિંગ યાર. વેરી હોટ એન્ડ બ્યુટીફુલ. ફિલ્મનું નામ જીસ્મ ટુ ફિલ્મને બરોબર શૂટ કરે છે. મને ફિલ્મ ગમી. હું મારા દોસ્તો સાથે ફરીથી આ ફિલ્મ જોવા જરૂરથી આવીશ.
 Smita    ગમે તેમ કહો પણ રણદીપ હુડાની એક્ટિંગ મને ગમી. એની ડાયલોગ ડિલિવરી કહેવી પડે. એનો અવાજ જાણે જાદુ. હું તો રણદીપની ફ્રેન્ડ બની ગઈ. જોકે ફિલ્મ સારી છે, પણ હું બીજી વાર જોવાનું પસંદ ના કરું.

 Sanjayગમે તે કહો પણ સની લિયોન ખૂબ સરસ લાગે છે. સાથે સાથે તે એક્ટિંગ પણ કરી જાણે છે, પણ અરુણોદયની જગ્યાએ બીજા કોઈને પણ લીધો હોત તો તે સારી એક્ટિંગ કરત.
Pravin        હું તો બીજી વાર પણ ફિલ્મ જોવા આવવાનો. હા, ફિલ્મ તેના પ્રોમો જેટલી સરસ નથી, પણ તેનું મ્યુઝિક અને લોકેશન્સ કમાલના છ

rojnishi



ખબર નહી પણ જેમ જેમ સમય વિતતો જતો હતો તેમ તેમ હું કદાચ રીઢી થતી જતી હતી. મને જે ઘર માં કે સ્કુલ કોલેજમાં પણ શીખવા નહોતુ મળ્યુ તે મને અહીં ફરજના ભાગ રૂપે શીખવા મળી ર્હયુ હતુ, જુઠ્ઠ્ઠાણું કોઈને કોઈની સાથે જબરજસ્તી જોડી દેવાનું. ચો તરફ નર્યુ જુઠ. એમાં સત્ય નહોતુ એવુ નહોતુ પણ બીચારું સત્ય ખબર નહી ક્યાં ખોવાઈ ગયુ હતુ.
 દરેકને ચચા માં રસ હતો. મને હવે સમજાતુ હતુ કે સફળ અને ગ્લેમર વ્લર્ડથી માણસો દુર કેમ ભાગતા હતાં કેમ કે અહીં માત્ર અને માત્ર તણાવ હતો જુઠ્ઠ્ઠો દેખાવ. દબદબો કંઈજ સાચુ નહોતું. લોકો એકબીજાના શત્રુ હતા ખહર નહી કેમ પણ મારા દુશ્મનો ની સંખ્યા વધુ હતી દોસ્તો કરતાં.
 હું આને મારી સફળતા કહુ કે પ્રોબ્લેમ ખબર નહી શું કહેવું પણ હા એટલુ જરૂર હતુ કે સામાન્ય માણસ જેટલુ સુખ બીજે ક્યાંય નથી.

GANGS of Vasepur 2

GangsOfWasseypurHindiMovieMovie Name: ગેંગ્સ ઓફ વાસેપુર
Star Cast: મનોજ બાજયેપી,
Director: અનુરાગ કશ્યપ
Producer: અનુરાગ કશ્યપ, સુનિલ બોરા
Music Director: સ્નેહા ખનવાલકર
Genre: ક્રાઈમ

ગેંગ ઓફ વાસેપુર ભાગ-૨
૮મી ઓગસ્ટે ‘ગેંગ ઓફ વાસેપુર’નો બીજો ભાગ રિલીઝ થવાનો છે. ગેંગ ઓફ વાસેપુરે ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ફિલ્મના બીજા ભાગમાં સ્ટોરી જયાંથી અટકી હતી ત્યાંથી જ આગળ વધશે, પણ ઘણાં રસપ્રદ બદલાવને કારણે ફિલ્મ માણવા લાયક બનશે. જેમાં મનોજ બાજપેઇનો સમય સમાપ્ત થશે અને નવાજુદ્દીન સીદ્દીકીનો ઉદય થશે. ફિલ્મનો બીજો ભાગ નવાજુદ્દીનને નામે છે. આ વખતે તેમના ભાગમાં વધારે ડાયલોગ્સ અને સીન આવ્યા છે.
Richa And Manoj Bajpai Dancing Pic Gangs Wasseypur Success Bashવાસેપુરના નવા ડોન તરીકે નવાજુદ્દીનનો નવો અવતાર જોવા મળશે. મનોજ બાજપેઇનું કહેવું છે કે આમાં નવા કલાકારોને ખૂબ ફાયદો થશે. મનોજ બાજપેઇની પત્નીનો રોલ ભજવનાર રીચા ચઢ્ઢા આ વખતે પિસ્તાળીસ વરસની મહિલાના સશક્ત પાત્રમાં નજરે પડશે. જે ગોડમધરનું પાત્ર ભજવશે. તેની આસપાસ રાજનીતિ અને ગુનાઇત વાતાવરણના લોકો નજરે ચઢશે.
રીચાનું કહેવું છે કે તેના માટે આધેડ વયની મહિલાનો કિરદાર નિભાવવો એ એક ચેલેન્જ હતી. તે ઇચ્છતી હતી કે આ રોલ માટે તેનું વજન થોડું વધે, પણ તેને એટલો સમય ના મળ્યો. ફિલ્મમાં બીજું  આકષર્ણ યશપાલ શર્મા છે. જે લોકોને પહેલા ભાગમાં તેમની અદાઓ ગમી હતી, તેમની માટે ખુશીના સમાચાર એ છે કે આ વખતે યશપાલ તેમને ખુશ કરી દેશે.
આ વખતે યશપાલ ત્રણથી ચાર વાર ફિલ્મમાં દેખાશે. દર વખતે તે જુદાં જુદાં ગીતોમાં નજરે પડશે. આ વખતે પણ રાજકારણ અને અપરાધના સમીકરણ એ જ રહેશે. માત્ર તેનું રૂપ બદલાશે. આ વખતે તે મોડર્ન રૂપમાં જોવા મળશે. મોબાઇલ અને ઇન્ટરનેટ જેવી ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ અને અપરાધમાં તેનો ભાગ આ વખતે નજરે પડશે. કેટલાક નવા ચહેરા પણ નજરે પડશે.
સ્નેહા ખાનવેલકરનું સંગીત પહેલાં પણ સુપરહિટ પુરવાર થઈ ચૂક્યું છે. આ વખતે કેટલીક નવી ધૂનો અને નવા અંદાજ સાથે તે હાજર છે. એમાંય તેનું ‘ટૈન ટૈન ટૂ ટૂ’ તો અત્યારથી જ સુપરહિટ છે.
Gayatri%20Joshi




     ગાયત્રી


BOL BACHCHAN


1Bol Bachchan Poster
Movie Name: બોલ બચ્ચન
 
Star Cast: અજય દેવગન, અભિષેક બચ્ચન, અસીન, પ્રાચી દેસાઈ, અસરાની, ક્રીશ્ના, વીઆઈપી, અર્ચના પુરન સીંગ
 
Director: રોહિત શેટ્ટી
 
Producer: અજય દેવગણ
 
Writer: ફરહાદ, યુનુસ સજવાલ, સાંજીદ
 
Music Director: હિમેશ રેશમિયા
 
Genre:કોમેડી
 
Singer: અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અજય દેવગન, હીમેશ રેશમીયા, મમતા શર્મા, વીનીત સીંગ, શ્રેયા ગોસાલ, સુખવીન્દર સીંગ, મોહીત ચૌહાણ
 
Review By Gaytri Joshi - (Abhiyaan)
બોલ બચ્ચન માં અજયએ બાજી મારી બોલ બચ્ચનમાં આમ તો કંઈ નવુ નથી પણ હા રોહીત શેટ્ટીનો ટચ અને એકશન તમને આ ફીલ્મ જોવી ગમે. અજયની અફલાતુન એક્ટિંગ અને અભિષેકનો ડબલ ડોઝ તમને થોડા ગલગલીયા કરાવી જાય. સંગીતમાં કંઈ ખાસ નથી. પણ એવરેજ મ્યુઝીક કહી શકાય. જયારે અમે આ ફિલ્મના ફસ્ટ ડે ફસ્ટ શોમાં ફિલ્મ જોવા આવનારને આ વિશેના રીવ્યુ પુછ્યા તો તે કંઈ ક આવા હતા.

Public Reviews:
 
Kavita%20%20Shivani                                                           ફીલ્મમાં અજય ઈઝ ટેરેફીક. અમે તો અજય પર ફીદા થઈ ગયા. ફીલ્મ ઈઝ ઓસમ. -કવીતા અને શીવાની કોલેજ સ્ટુડન્ટ 
 Chintan%20%20Maharshi
ફીલ્મના એકશન બોસ મજા પડી ગઈ. રોહીત શેટ્ટીની ફીલ્મ હોય પછી કંઈ પુછવાનું રહે. સોલીડ ફીલ્મ છે. -મહર્ષી અને ચીંતન સ્કુલ સ્ટુડન્ટ
1shweta                                                                    શું ઢાસું ફીલ્મ છે. ખરેખર અજય એટલે અજયજ. હું તો બીજી ટીકીટ બુક કરાવીને સાંજના શો માં ફરી આવીશ ફક્ત અજયને જોવા. -બીનલ કોલેજ સ્ટુડન્ટ
  • અભિષેક પણ આટલી સારી એકટીંગ કરી શકે છે. વિશ્વાસ જ નથી આવતો. એક ગે ના પાત્રમાં તેણે પ્રાણ પુરી દીધા. તેનો કથ્થક ડાન્સ યાર દીવાના કરી દીધા ફીલ્મ ઝક્કાસ -અંકીત (બીઝનેશ મેન)
  • મને મુવી એકદમ મસ્ત લાગી. હું કાયમ ફસ્ટ ડે ફસ્ટ શો જોવુ છું. ક્રીશ્ના અભિષેકનો અભિનય ખુબ સરસ છે. મ્યુઝીકમાં મઝા નથી.-શ્વેતા
Gayatri%20Joshiફીલ્મ જોયા પછી મોટા ભાગના લોકોના ચહેરા પર સરસ મજાનું સ્મિત હતું. ફીલ્મની સ્ટોરી જુની ગોલમાલની જ છે. તેમાં થોડા સુધારા વધારા કર્યા છે. ફીલ્મનો અસલી મજા અભિષેક ના જુડવા ભાઈની એન્ટ્રીથી આવે છે. તે જોઈને સમજાય કે અચ્છા અભિષેક પણ એકિટ્ગ જાણે છે. અસીન અને પ્રાચીને ભાગે ખાસ કંઈ કામ નથી આવ્યુ તેના કરતાં અસરાની અને ક્રીસ્નાને ફાળે વધુ ડાયલોગ્સ છે.
ટુંકમાં કહુ તો એવરેજ મુવી આ વરસાદી સિઝનમાં સિલ્વરની ટિકિટમાં મુવી જોવાય. મુવીને પાંચમાંથી સાડા ત્રણ પોઈન્ટ આપી શકાય. -ગાયત્રી  જોષી - (અભિયાન)

cocktail

Cocktail Copy 0212સ્ટાર કાસ્ટઃ  સૈફ અલી ખાન, દીપિકા પદુકોણ, ડાયના પેન્ટી, ડિમ્પલ કાપડિયા, બોમન ઇરાની, રણદીપ હુડા
ડાયરેક્ટરઃ  હોમી અદાજાનિયા
પ્રોડ્યુસરઃ  દિનેશ વીજન, સૈફ અલી ખાન, સુનીલ એ લ્યુલ્લા, એન્ડ્રુ હેફર્નર
રાઇટરઃ ઇમ્તિયાઝ અલી
મ્યુઝિક ડાયરેક્ટરઃ પ્રીતમ
નામ ‘કોકટેલ’ પણ ફિલ્મ તો દેશી દારૂ જેવી છે.
‘કોકટેલ’ની સ્ટોરીમાં કશું જ નવું નથી. નવી છે માત્ર ફિલ્મની હીરોઇન ડાયના પેન્ટી, પણ તેને ભાગે રડવા સિવાય કશું આવ્યું નથી. ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રો ગૌતમ (સૈફ અલી ખાન), વેરોનીકા (દીપિકા પદુકોણ), મીરા (ડાયના પેન્ટી)છે અને જેમ થતું હોય છે તેમ તેમની વચ્ચે પ્રણય ત્રિકોણ રચાય છે. આજની જનરેશનને અનુરૂપ ફિલ્મની શરૂઆત છે. લંડનમાં રહેતો ગૌતમ એક પ્લેબોય ટાઇપનો યુવાન છે. વેરોનીકા પણ લંડન સ્થાયી થયેલી આજની મોડર્ન યુવતી છે. એઝ યુઝ્વલ તે એકલી રહેતી હોય છે. મસ્ત લાઇફ વીતાવતી હોય છે. મીરા ભારતથી લંડન પોતાના પતિને મળવા અને તેની સાથે રહેવા આવે છે, ત્યારે એઝ યુઝ્વલ તેનો પતિ તેને નથી રાખતો. ત્યાર તેનો ભેટો વેરોનીકા સાથે થાય છે. વેરોનીકા મીરાને પોતાના ઘરે આશરો આપે છે અને ધીરે ધીરે મીરાને નોકરી મળી જાય છે. તે સ્ટેબલ થતી જાય છે.
9ગૌતમ અને મીરાની એક નાનકડી મુલાકાત થઈ હોય છે. પછીથી ગૌતમ, વેરોનીકા અને મીરાના સંપર્કમાં આવે છે અને વેરોનીકા તેમજ ગૌતમ એક રિલેશનશિપમાં રહેવા લાગે છે અને મીરા વેરોનીકા તેમ જ ગૌતમ એક સાથે એક જ ઘરમાં રહેવા લાગે છે. એટલામાં દિલ્હીથી ગૌતમની મા આવે છે અને ત્યારે ગૌતમ મીરાને પોતાની પ્રેમિકા તરીકે ઓળખાવે છે અને બસ પછી મીરા અને ગૌતમને પ્રેમ થઈ જાય છે. એ જ ભારતીય પુરુષની મેન્ટાલિટી કે ફરવા માટે મોડર્ન છોકરી જોઈએ, પણ લગ્ન માટે તો ટિપિકલ ભારતીય યુવતી પર જ પસંદગી ઉતારે છે. એટલે ફિલ્મ મોડર્ન કન્સેપ્ટ ધરાવતી હોવા છતાં પછાત લાગે છે.
ઇન્ટરવલ પછીની ફિલ્મ તો સાવ બોરિંગ લાગે છે. એ જ ‘દોસ્ત દોસ્ત ના રહા’ની ફિલિંગ તમને થયા વગર ના રહે અને પછી તો છેક એન્ડ સુધી મૂવી આપણને સાવ કંટાળાજનક લાગે. એમ થાય કે હવે આ ફિલ્મ ક્યારે પૂરી થાય.
Deepika Padukone Hot In Cocktail Movieપણ ફિલ્મનાં ગીતો એ-વન છે. તેનું મ્યુઝિક ખૂબ જ સુંદર અને સાંભળવું ગમે તેવું છે. ફિલ્મની સ્ટોરી ભલે પુરાણી હોય, પણ દીપિકાની ફ્રેશનેસ જોવી ગમે તેવી છે. ડાયનાની માસૂમિયત ઇન્ટરવલ સુધી ગમે છે, પણ તેના ચહેરા પરના એકના એક એક્સપ્રેશન તમને બોરિંગ કરી મૂકે તેવા છે. સૈફ અલી ખાનને ફાળે વધુ એક વખત પ્લેબોયનું પાત્ર આવ્યું છે જે તેને બરોબર ફિટ બેસે તેવું છે.
‘અભિયાને’ જયારે આ ફિલ્મ કેવી લાગી તે વિશે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોનારા લોકોને પૂછ્યું ત્યારે તેમના રીવ્યુ કંઈક આવા હતા.
 Dinkalફિલ્મ ખૂબ કૂલ છે. દીપિકા અને સૈફની જોડી ખરેખર સાથે સારી લાગે છે, પણ સ્ટોરી ખૂબ નબળી છે અને ડાયનાને એક્ટિંગ આવડતી જ નથી. જોકે મને ફિલ્મ ખૂબ પસંદ પડી. તેમાંય ‘તુમ્હી હો બંધુ સખા’ વાળું સોન્ગ તો ખૂબ જ ગમ્યું.
 ડિંકલ- એન્જિનિયરિંગ સ્ટુડન્ટ
 Zillફિલ્મ યંગસ્ટર્સને ગમશે. તેમાંય દીપિકાની બિનધાસ્ત ઇમેજ. ખરેખર બોસ છોકરી હોય તો આવી. પણ તે સિવાય ફિલ્મનું કોઈ બીજું આકર્ષણ નથી. સ્ટોરી તો એ જ ઘીસીપીટી છે. હું આ મૂવી બીજી વાર જોવાનું જરૂરથી પસંદ કરીશ.
 ઝીલ- કોલેજ સ્ટુડન્ટ
મારો નિયમ છે કે હું કોઈ પણ મૂવી હંમેશાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જ જોવું છું. આ વખતે ‘કોકટેલ’માં મને તો એ જ ના સમજાયું કે સ્ટોરી શેની હતી. કેમ કે તેમાં કોકટેલ જેવું તો કશું છે જ નહીં.
 મનોજ- દુકાનદાર
મૂવી ઈઝ ઓસમ બોસ આઈ લવ ડાયના એન્ડ દીપિકા. એક વાત તેમાં સાચી છે કે ભલે ગમે તેવા મોડર્ન થઈ જઈએ, પણ જયારે સાચા લવ અને મેરેજની વાત આવે ત્યારે ઇન્ડિયન મેન ભારતીય નારીને જ પ્રાધાન્ય આપશે.
મનન- કોલેજ સ્ટુડન્ટ
Shrdhdha મને તો મૂવી ખૂબ ગમી. આમેય દીપિકા અને સૈફની જોડી મને ખૂબ ગમે છે. એક દમ બેસ્ટ કપલ લાગે છે બંને. બીજી હીરોઇનની એક્ટિંગ ઠીકઠાક છે. બોમન ઈરાની ઈઝ રોકિંગ.
 શ્રદ્ધા- ગૃહિણી

Rohitઅરે આ ઉંમરે પણ ડિમ્પલ કાપડિયાને જોવી ગમે છે. જોકે તેમનો રોલ લિમિટેડ છે, પણ મને ગમ્યો. દીપિકા ઈઝ વેરી હોટ. એન્ડ શી લુક ફેન્ટાસ્ટિક ઈન ધીસ મૂવી. હું તો ફિલ્મ જરૂર બીજી વાર જોઈશ.
રોહિત-  બિઝનેસમેન

સિલ્વરની ટિકિટ લઈ મૂવી જોવાય અને ફિલ્મને મળે છે પાંચમાંથી ત્રણ પોઇન્ટ.
Gaytri 



   ગાયત્રી જોશી

જીવન


જીવનના તાણા વાણામાં
સુખને દુઃખના સરવાળામાં
પ્રશ્ન ઉઠ્યો મનમાં ક્યાંકથી
ક્યાં છું હું આ બધામાં

ધુળ થઈ વિખરાઈ રસ્તામાં
સંગ હવા લહેરાઈ જગ આખામાં
એક ઉડતું પંતગીયુ ક્યાંકથી
આવ્યું છે મારા સપનામાં

ધોધમાર વરસ્યો મેહ જગ આખામાં
પણ જાણે મારાજ સુક્કા ભાઠાંમાં
રહી ગયુ સાવ કોરૂ ભૂલથી
લાગી છે લાહ્ય મન આખામાં

નથી ફરીયાદ મારા સાદમાં
વિશ્વાસ નથી કદાચ ઉપરવાળામાં
એક મારુજ નસીબ કરમાયું
છે દિવાળી જગ આખામાં.
શ્રી ગણેશાય નમઃ

મોતનો મદારી

હું બસ આમજ ચાલતી હતી.
સામે મળ્યો મને મોતનો મદારી

હું રોતી કકળતી ચીખતી ચીલ્લાતી
પણ મને ના ગાંઠ્યો મોતનો મદારી

હું બસ આમજ સ્તબ્ધ થઈ રહી જોતી
નઈ જીવને ચાલ્યો મોતનો મદારી

વિચાર્યુ‘તુ એના વગર કેમ રહીશ જીવતી
પણ શીખવી ગયો જીવતા મોતનો મદારી

હું પુરૂષાર્થનું પ્રેમથી પૂજન કરતી‘તી
પણ પ્રારબ્ધ આવી બન્યુ મોતનો મદારી

હું જીવનના બાગમાં નાચતી ગાતી‘તી
બાગને તારાજ કરી જંપ્યો મોતનો મદારી

હું મારા જીવનમાં ખૂબ ખૂશ હતી
પણ અચાનક રડી પડ્યો મોતનો મદારી

હું નીશ્ચીંત ‘કિનારા’ કિનારે ઉભી‘તી
વંટોળ થઈ ત્રાટક્યો મોતનો મદારી.

સ્નેહા શેખાવતભારતીય વાયુસેનાની પ્રથમ અને એકમાત્ર મહિલા પાઈલોટ , ફ્લાઈટ લેફટેનેન્ટ

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી

સ્નેહા શેખાવત

અબ એ આકાશ હમારા હે! સ્નેહા શેખાવત

 ‘બસ એક સપના દેખા કડી મહેનત કી અૌર રાસ્તે અપને આપ બનતે ચલે ગયે’ આ શબ્દો છે. પ્રથમ ગુજરાતી મહિલા પાઈલોટ સ્નેહા શેખાવતના. ૨૫ વર્ષની એક રૂપકડી યુવતી. ગુજરાતનું ગૌરવ. બ્રેન અને બ્યુટીનું અનોખું સંગમ. નાનપણથી સેનામાં જવાના સપના જોતા જોતા મોટી થઈ. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેના સપનાને ચોક્કસ આકાર મળતો ગયો અને આખરે તેને મંઝીલ મળી ગઈ.

 સ્નેહા શેખાવતનો અવાજ મઘથી મીઠો છે. તેની સાથે વાત કરતાં તમને જરા અમથો અણસારોય ના આવે કે, ભારતના ૬૩માં પ્રજાસતાક દિવસે આ યુવતીએ સંરક્ષણદળોનું નૈતૃત્વ કરીને એક ઈતિહાસ સર્જી કાઢ્યો છે. ડાઉન ટુ અર્થ પોતાને મીડલ ક્લાસ ફેમિલીની સભ્ય ગણાવવામાં પણ તેને જરાય છોછ નહતો. ચાલો તેની વાતો તેનાજ શબ્દોમાં સાંભળીએ.
 ‘હું નાની હતી ત્યારે પાપા પુછતાં બેટા મોટા થઈને તારે શું બનવું છે? હું કહેતી તમે કહો તે. પાપા જુદા જુદા આઈએએસ, આઈપીએસ વગેરેના ઓપ્શન આપતાં. હું રાજી રાજી થઈ જતી. એ વખતથી જ મારે સેનામાં જઉં છે તેમ વીચારતી. પણ કઈ સેનામાં જઉં છે તેની ખાસ સમજણ નહી. પછી શાળામાં આવી અને ધીરે ધીરે આખું ચીત્ર નજર સમક્ષ ક્લીયર થતું ગયુ. કે મારે વાયુ સેનામાં જોડાવું છે.
 મેં સ્કુલીંગ ગાંધીનગરથીજ કર્યુ છે. અને કોલેજ જોધપુરથી. કોલેજમાંજ હું એનસીસી માં જોડાઈ ત્યારે એરફોર્સમાં જોડાઈ ગઈ. કોઈ પણ છોકરી માટે ડેફિનેટલી સેનામાં જોડાવા માટે કરવો પડતો શારીરીક શ્રમ થોડો સમય અને હિંમત માંગી લે. કેમ કે આપણે રોજ સવારે સાંજે જોગીંગની કે દોડવાની આદત ઓછી હોય છે. પણ એન સી સીમાં તમારે પહેલાજ દીવસ થી પાંચ પાંચ કિલોમીટરના રાઉન્ડ લગાવવા પડે છે. ધીરે ધીરે તમે મજબુત બનતાં જાઓ છો.
 અહિં જેટલા લોકો છે તે બધા કંઈ રીચ ફેમીલીમાંથી નથી આવતાં. જો તમે બહાર કોઈ ઈન્સ્ટીટ્યુટમાં પાઈલોટ બનવાની ટ્રેનીંગ લો અને પરિક્ષા પાસ કરો તો તમને ખહર પડશે કે લાખો રૂપિયામાં ખર્ચ કરવો પડે. પણ એરફોર્સમાં જોડાવાથી ગ્રેજ્યુએશન પછીનો તમામ ખર્ચો તેઓ ઉઠાવે છે. કોઈ પણ સામાન્ય પરિવાર જ્યારે અસામન્ય સપના જુએ તો તેના માટે આ સૌથી સરળ માર્ગ છે.
 જ્યારે મેં પીએબીટીની ટેસ્ટ પાસ કરી ત્યારે મને મારા સપના સાચા થતાં લાગેલા. આ ટેસ્ટ કોઈપણ વ્યક્તિ જીવનમાં એકજ વાર આપી શકે. એટલેજ મારો આત્મ વિશ્વાસ વધુ દ્રઢ થતો ગયો. મારે ગુજરાતની યુવતીઓને પણ એજ કહેવાનું છે કે રસ્તો જેટલો કઠીન હશે મંઝીલ એટલી મસ્ત હશે. ’
 સમગ્ર ભારતમાંથી માત્ર ૬જ મહિલાઓ ટેસ્ટ પાસ કરીને મેડીકલ ટેસ્ટ માટે કાબેલ ઠરી હતી. જેમાં ચાર યુવતીઓ મેડિકલી અનફીટ હતી. માત્ર બે જ યુવતીઓની પંસદગી કરવામાં આવી. તેમાંય તે પછીની ટ્રેનીંગ દરમિયાનજ બીજુ યુવતી પ્લેન અકસ્માતમાં મૃત્યું પામી પણ સ્નેહા પોતાના ઈરાદાઓમાં મક્કમ રહી.
 ગુજરાતનું ગૌરવ સ્નેહા શેખાવતને એરફોર્સની તાલીમ પછી બેસ્ટ લેડી પાઈલોટનો એવોર્ડ મળ્યો હતો. જે કોઈ દિવાસ્વપન થી સહેજેય ઉતરતું નહતું. જ્યારે તેણે દિલ્લીમાં ૨૬મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ સેનાનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલાનું સન્માન મેળવ્યું ત્યારે ત્યાં હાજર તમામ લોકોએ તેને વધાવી લીધું. એટલુંજ નહી પણ તેને બેસ્ટ પરેડની ટ્રોફી પણ મળી.
 હાસમાં તે ભારતીય વાયુસેનાની પ્રથમ અને એકમાત્ર મહિલા પાઈલોટ છે. સાથે સાથે તે ફ્લાઈટ

લેફટેનેન્ટની ભુમીકા પણ નીભાવે છે. ગુજરાતનું આ ગૌરવ કંઈ નાનુંં સુનું ના કહેવાય. દરેક ગુજરાતી યુવક યુવતીઓએ સ્નેહા શેખાવતને રોલ મોડેલ બનાવીને દેશની સેવા કરવાની ખેવના રાખવી જોઈએ.

ત્રણ પાળીમાં ચાલતું બજાર Manekchok

ત્રણ પાળીમાં ચાલતું બજાર

 લગભગ ૧૫મી સદીની આસપાસ કોઈ સંત માણેકબાબના નામ પરથી અમદવાદની વચોવચ આવેલા ચોકનું નામ માણેકચોક પડ્યુ. અહિં આખો દિવસ માનવ મહેરામણ ઉભરાય છે. સવારે વહેલા અહિં શાકબકાલું વેચાય છે. પછી સોનીબજાર ધમધમે છે. અને રાતે ખાણીપીણીનું બજાર મોડીરાત સુધી ચાલતું હોય છે.        આ માર્કેટ ચોવીસેય ક્લાક ખુલ્લું હોય છે. 
 આ બજાર એ રાણીના હજીરાની અડીને ઉભી હરોળમાં આવેલું છે વચ્ચે સરસ મજાનો ચોક પડે છે. અહિંનું સોનીબજાર ગુજરાતનું સૌથી  મોટું સોનાચાંદીનું બજાર છે. અને ખાણીપીણીનું બજાર પણ વર્ષો જુનું છે.  માણેકચોકમાં તમે રાતે જાવ ત્યારે તમને દિવસ કરતાંય વધારે ભીડ જોવા મળે. ખાણીપીણીનો તો જાણે મેળો જામ્યો. જાત જાતના ભાતભાતના નાસ્તાની લારીઓ એને દુકાનો હારબંધ દેખાય.
 અહિંની દુકાનો ૧૯૪૨ પહેલાની છે. અમુક તો પેઢિઓથી છે. તેમના લાઈસન્સ બ્રિટીશરોના જમાનાના છે. માણેક ચોકમાં રાણીના હજીરાની લાઈનમાં જે દુકાનો છે તે સૌથી જુની છે. વચ્ચેના ચોકની ભાજીપાઉ અને બીજા ફસ્ટફુડની દુકાનો ૩૦થી ૪૦ વર્ષ જુની છે. હાલમાં આ દુકાનો દુકાન શરુ કરનારની ત્રીજી કે ચોથી પેઢી ચલાવે છે. આપણા પરંપરાગત નાસ્તા તો ખરાંજ સાથે સાથે વિદેશીફુડનું દેશીકરણ થઈને ઈન્ડોવેર્સ્ટન ફુડ પણ અહિં અવેલેબલ છે. આ માણેકચોકમાં દુકાનદારોનો રોજનો વકરો લાખોમાં છે. માણેકચોકનું એક સુત્ર છે ‘ધરાઈને ખાશો તો ધાર્યુ થશે’.
 રાતે દસથી સાડા દસ વાગે એટલે આ નાસ્તાબજારની લારીઓ પોતાની દુકાનો જમાવવા લાગે છે તે છેક સવારના ત્રણ વાગ્યા સુધી ગરમાગરમ નાસ્તાથી આવનારાના મન જીતી લે છે. આમતો સરકારે રાતે દોઢ વાગ્યા સુધીનીજ પરમીશન આપેલી છે. પણ બધું આટોપતા આટોપતા સવારના ત્રણ વાગી જાય છે. જ્યારે અમે ત્યાંના ગરમા ગરમ ગાંઠીયાં અને ફાફડાની લહેજત માણનારા ગ્રાહકોને જ્યારે અમે પુછ્યું કે આટલી રાતે અહીં નાસ્તો કરવા આવવાનું કારણ ત્યારે તેમણે સરસ જવાબ આપ્યો. ‘હું કેનડાથી આવું છું દર શિયાળામાં બે મહિના માટે ઈન્ડિયા આવવાનું થાય ત્યારે અઠવાડિયામાં બે વાર તો આ માણેકચોકની મુલાકાતે આવવાનુંજ અમે પહેલા દરિયાપુરની પોળમાં રહેતા હતા હાલમાં અમે નારણપુરામાં રહીએ છીએ. પણ તેમ છતાં હું અહીં આ ગાંઠીયા ખાવા આવું છું. વિદેશમાં આખુ વર્ષ મને આ સ્વાદ યાદ આવે છે અને હું અહીં વીતાવેલી ક્ષણોને વાગોળ્યાં કરૂં છુ.’ આ શબ્દો છે પોતાના પરિવાર સાથે માણેક ચોકમાં ફાફડાની જયફત ઉઠાવવા આવેલા નલીનભાઈ પટેલ અને અર્ચીતાબહેન પટેલના.
 આ તો થઈ એન. આર આઈની વાત પણ આપણને એમ થાય કે આ લોકો આટલી મોડી રાતે સ્પેશ્યલ નાસ્તો કરવા માટે છેક માણેકચોક સુધી લંબાતા હશે. તો તેના કારણો જુદા જુદા છે જેમ કે, જયશ્રીબહેન સોની અને ભરતભાઈ સોની કાંકરીયા રહે છે તેમ છતાં અહીં આવે છે . અહીં પાણીપુરી અને ભેળ ની મજા માણી રહેલા આ કપલને અમે પુછ્યું કે તમે અહીં કાયમ આવો છો. તો તેમણે જવાબ આપ્યો ક,ે ‘ છેલ્લાં ૩૦ વર્ષથી હું અને મારી પત્ની બંને દર શુક્રવારે અને રવીવારે માણેકચોક અચુક આવીએ. અને ભેળ તેમજ પકોડી તો ખાઈએજ ખાઈએ. સાથે સાથે હમણાં થી અમે ક્લબ સેન્ડવિચ પણ ટ્રાય કરીએ છીએ.’
 માણેેક ચોકમાં દહિંવડા અને નવતાડના સમોસાનો સ્વદ માણી રહેલા જાણીતા કોલમીસ્ટ અને લેખક મંગલ દેસાઈને જ્યારે અમે પુછ્યું કે, આટલી રાતે અહીં માત્ર નાસ્તો કરવાજ આવો છે કે બીજું પણ ખાસ કારણ છે. તેમણે હસતાં હસતાં જણાવ્યું કે, ‘ જો જમવાની જયફત ઉઠાવવા તો આવીએજ છીએ પણ મને ગુજરાતી નાટકો લખવાનો અને ડિરેક્ટ કરવાનો અને જોવાનો ખુબ શોખ છે. એટલે જ્યારે આ શો પુરો થાય  ત્યાર રાતના ૧૨ વાગી ગયા હોય આખા દિવસની મહેનત અને રીહર્સનનાં કારણે કલાકારો થી લઈને તેમને સર્પોટ કરનાર તમામ લોકો થાકી ગયા હોય છે. ત્યારે અમદાવાદમાં બીજે ક્યાંય તમને આટલો ગરમા ગરમ અને તાજો નાસ્તો ના મળે. અને વળી જે તમને ભાવતું હોય તે! ઓવી ચોઈસ બીજે ક્યાં મળે. હું કીશ્ન નગર રહું છું છતાં મને અહીંનું ફુડ કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જેટલુંજ ભાવે છે.’
 ત્યાં પેઢિઓથી ધંધો કરતાં સોહમલાલાને જ્યારે અમે પુછયું કે ઘરાકી કેવી રહે છે ત્યારે તેમણે કહ્યુ કે વર્ષોથી અહીં તમને હમેશાં માણસોની ભીડ જોવા મળેજ હા થોડા સમય માટે ઘરાકીમાં ઘટાડો થયો હતો પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તો ઘરાકીમાં એકદમ ઉછાળો આવ્યો છે.’
 રાતે આ ખાણીપીણીના મેળામાં એક સામાન્ય સ્ટુલ પર સેન્ડવિચનું બોર્ડ લાગેલું હતું. જ્યારે અમે ત્યાં જઈને ત્યાં અશોક સ્ટવ પર ક્લબ સેન્ડવીચ બનાવી રહેલા પ્રાણલાલ સોનીને પુછ્યુ કે તમે મહિને કેટલું ભાડું ચુકવો છો? તો તેમણે જવાબ આપ્યો કંઈ નહી માત્ર જે લાઈટ બીલનો ખર્ચ આવે તે અમારે ચુકવવાનો હોય છે અમે જગ્યાનું કોઈ ભાડું ચુકવતાં નથી.’ આમ જોવા જાવ તો આ સુરક્ષાનો એક સરળ અને સરસ માર્ગ છે. આટલા મોટા સોનીબજારમાં જો સીક્ીયોરીટી રાખવાં જાય તો કેટલો બધો ખર્ચ આવે એના કરતાં આ દુકાન દારો ખાણીપીણીના સ્ટોલ લગાવવા દે જેથી તેમની દુકાનોની ચોકી પણ થાય અને ખાણીપીણીવાળાનો બિઝનેશ પણ. મોટાભાગે માણેક ચોકમાં રાતે ચોરી ના થવા પાછળ આજ કારણ હશે.
 બીજું એ કે અહીં જે લોકોની ભાજીપાંઉ, સેન્ડવીચ, સમોસા, ગાંઠીયાં, જલેબી. કુલ્ફી, આઈસ્ક્રીમ, પીઝા, બર્ગર, કે તમામ નાસ્તાની દુકાનો છે તેઓ દિવસે બીજે નોકરી ધંધો કે વ્યવસાય પણ કરે છે. એટલે વગર રોકાણનો આ એક્સ્ટ્રા ધંધો કહી શકાય. જો એક દિવસનું માણેકચોકની ખાણીપીણીની દુકાનોનું કાઉન્ટર ગણો તો ૫થી ૧૦,૦૦૦ જેટલું હશે.
 હવે તો સરકાર કોઈ નવી દુકાનોને લાયસન્સ આપતી નથી. પણ જેટલી છે તે દુકાનો રાતે માણેકચોકની રોનકમાં ઓર વધારો કરે છે. પશ્ચિમ વિસ્તાર એટલે કે અમદાવાદમાં સાબરમતીની આ બાજુએ તો હજુ હમણાં રાત્રીબજારનો કન્સેપ્ટ અમલમાં આવ્યો છે. પણ પૂર્વવિસ્તારમાં તો આપણને આઝાદી મળી તે પહેલાનું નાઈટમાર્કેટ ધમધમે છે.

mehsna no sex retio

શ્રી ગણેશાય નમઃ

સાક્ષરતા વધી છે શિક્ષણ નહી!


 ભારતમાં સામે જાતિપ્રમાણનો જે યક્ષ પ્રશ્ન ઉભો છે તેના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃતિ લાવવા વિવિધ અભિયાનો શરૂ કરે છે. સામાન્ય રીતે અશિક્ષિત અને ગ્રામ્ય વિસ્તારમાં આ સમસ્યા વધુ હોવાનું માનવામાં આવે છે. હાલમાં વસતી ગણતરી મુજબ મહેસાણાનો કિસ્સો આશ્ચર્ય પમાડે તેવો છે. મહેસાણામાં સાક્ષરતા અગ્રેસર હોવા છતાં ત્યાં જાતિ પ્રમાણમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે.
 એક તરફ ગુજરાતના મહેસાણામાં સાક્ષરતાનું પ્રમાણ ૯૦ ટકા છે જ્યારે જાતિ પ્રમાણ ૭૯૪ કેટલો વિરોધાભાષ કહેવાય. જો સામાન્ય ભાષામાં કહેવું હોય તો લોકો સાક્ષર થયા છે પણ શિક્ષીત નથી થયા. નહિતર આવો વિરાધાભાષ નજરે ના ચડે.

 મહેસાણામાં ૨૦૦૧માં જ્યારે ૮૦૧નું નીચું જાતિપ્રમાણ આવ્યુ હતુ તે ખતરાની ઘંટડી હતી. ત્યારેજ સમજી જવાની જરૂર હતી. બેટી બચાવો આંદોલન માત્ર ચોપડા અને પ્રોજેક્ટમાંજ હોય તેવો અહિંનો ઘાટ થયો છે. આખા ભારતમાં શહેરી વિસ્તારમાં કે જ્યાં હાઈએસ્ટ એજ્યુકેશન હોવા છતાં ચાઈલ્ડ સેકસ રેશિયો સાવ તળીએ છે તેા શહેરમાં મહેસાણાનો પણ સમાવેશ થાય છે.

 જો સમાજમાં ભણતરનું વધ્યુ હોય તો સમજણ પણ વધવી જોઈએ અને એ નાતે સ્ત્રી સંખ્યામાં વધારો થવો જોઈએ. પણ કહેવાતા ભણેલા સમાજમાં આજેય દિકરો દિ વાળેની માનસીકતા જરાય નથી બદલાઈ. સમાજ જેટલો સુશિક્ષીત થયો તેટલા નવા નવા ફેરફાર આવ્યા વિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણા જીવનને વધુ સરળ બનાવ્યા.
 સ્ત્રીના ગર્ભપરિક્ષણનો હેતુ એ હતો કે કોઈ ખોંડખાંપણ વાળુ બાળક ના જન્મે અગર કોઈ ખામી હોય તો ગર્ભમાંજ તેનું નિવારણ કરી શકાય. પણ ત્યારેજ પુત્રપ્રેમની આંધળી માનસીકતાએ ગર્ભ પરિક્ષણનો હેતુજ મારી નાંખ્યો અને તેનો એવો ઉપયોગ કર્યોકે તે સ્ત્રી ભ્રુણ હત્યાનો રસ્તો બની ગયો.   જ્યારે આ વિશે અમે મહેસાણાનાજ એક પ્રખ્યાત ડોક્ટર વસાવડાને આ વિશે પૂછ્યુ તો તેમણે કાંઈક જુદુજ કહ્યુ. તેમનાજ શબ્દોમાં તેમની વાત સાંભળીએ ‘મહેસાણા સાક્ષરતામાં અવ્વલ છે તે ગર્વ લેવા જેવી વાત છે. તમે જુઓ તો તમને જણાશે કે અહિંની વસતી ખાદ્યે પીદ્યે સુખી છે. વિદેશમાં પણ વસે છે. છતાંય તેમની માનસીકતા સમુળગી નથી બદલાઈ. તેઓ હજુય ઘરમાં એક દિકરીને સ્વીકારે છે પણ જો બીજી બેબી આવે તો તેમને નહી ગમે. એક ડોક્ટર તરીકે હું સહેજે ડોક્ટરનો બચાવ નહીં કરૂ પણ હા એટલું જરૂર કે બધા જાણે છે કે ગર્ભ પરિક્ષણ કરાવવું એ ગુનો છે છતાં તે થાય છે અને સમાજમાં અગર આ દુષણને નાબુદલ કરવુ હશે તો પોલીસે જાગૃત થવું પડશે. તેમણે કેસ બનાવવા કરતાં ફરજ બજજાવવા પર વધુ ધ્યાન આપવું પડશે. જ્યાં આવા ગોઝારા ગર્ભપાત થતાં હોય ત્યા બાજ નજર રાખીને એક ધાક ઉભી કરવી પડે. તો સમાજમાં કંઈ ક્રાંતી થવાના ચાન્સીસ છે. બાકી તો ધીરેધીરે બદલાવ આવીજ રહ્યો છે.
 આ વાતનો જવાબ મેળવવા જ્યારે અમે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે મહેસાણાના પી. એસ આઈ એ. એમ. બ્રમભટ્ટ કંઈક આવુ કહ્યુ ‘આમ પોલીસ શું કરી શકે? જે કાંઈ કરવાનું છે તે પુરૂષોએ કરવાનું છે. આજે સ્ત્રી પૂરૂષ સમોવડી બની છે. હજુય તે ગણાય તો છે સેકન્ડજ. જો પુરષો તેમનું પીઠબળ બને તો જ આ જે સેક્સ રેશિયો છે તે કાબુમાં આવે. તમે જોશો કે કોઈ મહિલા મોટા અધિકારી ઉચ્ચ હોદ્દા પર હશે તો બીજા પુરુષ કર્મચારીને તે સ્વીકારવામાં મુશ્કેલી પડે છે. આ ફેર પાયામાંથી છે જ્યારે દિકરી માબાપના ઘરે હશે ત્યારેજ મા છોકરાને રોટલી બનાવીને ખવડાવશે અને દિકરી પાસે રોટલી વણાવશે. આ તફાવત કેમ? દિકરાને પણ કામ કરતાં શીખવો. આપણો દેશ પુરૂષ પ્રધાન દેશ છે એટલે જો ખરા અર્થમાં વિકાષ કરવો હશે તો પુરૂષોએ સ્ત્રીને સમજીને તેમને સમાન અધિકારો આપવાજ પડશે. સરકારે જાગૃત થવુ પડશે. સાક્ષરતા વધી છે તો સેક્સ રેશિયો પણ વધે તેવી આશા રાખી શકાય.  ‘સા વિદ્યા યા વિમુચ્યતે’ મુક્તિ અપાવે તેજ સાચી વિદ્યા. ’
 આમની વાત સાંભળીને થયુ કે આનો જવાબ સરકાર પાસે તો હશેજ. મહેસાણાના શહેર પ્રમુખ જયશ્રીબહેન પટેલને મળ્યા ત્યારે તેમણે જણાવ્યુ કે, જુઓ કોઈપણ સમાજમાં પરિવર્તન એકદમ નથી આવતુ અને મહેસાણામાં સાક્ષરતાનું જે પ્રમાણ વધ્યુ છે તેના મુળ તો ભુતકાળમાં છે શિક્ષણનો પાયો અહિં ગાયકવાડ સરકારે નાંખેલો તેછે. અને એટલેજ તમે જુઓ તો મહેસાણા એ આજે સૌથી વધુ સાક્ષરતા ધરવતાં શહેરોની હરોળમાં છે. જો તમે જાતિપ્રમાણની વાત કરો તો તે માટે કોઈ એક વર્ગ કે જાતિ નહી પણ સમગ્ર સમાજ જવાબદાર છે. ધીરે ધીરે સરકાર અને પ્રજાના સહકારથી પરિવર્તન આવી રહ્યા છે પણ તેનું પરિણામ કંઈ આમજ મળી જાય? તે આવતા થોડી વાર તો થાયને! સમાજની છોકરી છોકરા પ્રત્યેની માન્યતાઓ સદીઓ પુરાણી છે તે કાંઈ ઝટ બદલાઈના જાય તે માટે સમય લાગે.  જ્યારે સમાજ સમજશે કે દિકરી સાપનો ભારો નહી પણ આંખનો તારો છે. અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીને પણ બેટી બચાવો આંદોલનને જરૂર સફળ બનાવીશુ.’
 કલોલના ડિ.વાય.એસ.પી શ્રી ઉષાબહેન રાડાને જ્યારે અમે પુછ્યુ કે તમે પોતે એક મહિલા અધિકારી છો તો તમે આ વિશે શું માનો છો? તેમણે જે જવાબ આપ્યો તે ખરેખર જાણવા જેવો હતો. શિક્ષણ સાથે રૂઢિઓ જવી જોઈએ જ્યારે મહેસાણામાં આપણને સાવ વિરૂધ્ધનું ચિત્ર દેખાઈ આવે છે. આજે જો તમે વૃધ્ધાશ્રમોની મુલાકાત લો તો તમને જણાશે કે ઘણાને ચાર દિકરા હોય સાત દિકરા હોય અને તોય માબાપ ઘરડાઘરમાં હોય. અમારે ત્યાં આવતાં મોટા ભાગના કેસમાં અમે આ જોતા હોઈએ છીએ કે દિકરીઓ દિકરા કરતાં માબાપની વધુ ચિંતા કરતી હોય છે. દિકરીવ્હાલનો દરિયો છે. તેને ભગવાનના જન્મની જેમ વધાવી લેવો જોઈએ. કોઈપણ સમાજનો વિકાષ સ્ત્રી વગર અધુરો છે. માટે સ્ત્રીએજ આગળ આવવું પડશે. અંગ્રેજીમાં એક કહેવત કે છે કે વેલ લીટરેટ અને વેલ એજ્યુકેટેડમાં ખૂબ મોટો તફાવત છે. આપણા સમાજે પણ આ ભેદ સમજીને દિકરી જન્મને વધાવવો પડશે. તોજ સમાજ શીક્ષીત કહેવાય.’
 ખરેખર મહેસાણામાં બેટી બચાવો એ આંદોલન સફળ છે કે નિષ્ફળ તે જાણવા માટે અમે ત્યાંના રહીશ શિલ્પાબહેનને મળ્યા તેમણે જણાવ્યુ કે, આપણા ત્યાં દિકરીનું માન નથી તેવું નથી પણ વંશ તો દિકરાથીજ ટકે તેવી માન્યતા છે.  માતાપિતા દિકરીને પ્રેમ જરૂર કરશે પણ પારકી જણશ સમજીને. જ્યારે માતાપિતા ખુદ દિકરા દિકરીનો ભેદ નહી રાખે ત્યારે સમાજમાં જરૂર બદલાવ આવશે. આજે કોઈ પણ પરિવારમાં અગર પહેલો દિકરો આવશે તો કદાચ તે બીજીવાર ગર્ભજ નહી ધારણ કરે પણ જો પહેલી દિકરી હશે તો બીજા સંતાનની રાહ જરૂર જોશે. તે સંતાન દિકરી હોય તેવું તે ક્યારેય નહી ઈચ્છે. સમાજમાં અક્ષરોની ઓળખ આવડી જાય એટલે સાક્ષરતા વધી છે એવુ ના કહેવાય. માટે સાક્ષરતા વધારવા કરતાં સાચુ શિક્ષણ વધારવાની જરૂર છે.’ 
 મહેસાણામાં તાલુકા લેવલે ચાલતા મહિલામંડળના સંચાલીકા આશાબહેન ખોજાએ કહ્યુ કે, સાચુ શિક્ષણ સમાજને અંધશ્રધ્ધા, શોષણ, ગેરસમજ જેવા અંધકારમાંથી ઉગારે છે. જો સમાજમાં સ્ત્રી ના હોય અને તો તે સમાજે ખુબ શોષાવું પડે છે. ગુજરાત રાજ્ય હંમેશા કંઈક નવું કરવાની વાતે મોખરે રહ્યુ છે.
ેતમે જુઓ તો જ્યાં દિકરીઓને  મોકો મળે છે ત્યાં તે સફળ થયેલી જણાશે. જેમ કે દસમા બારમાની પરિક્ષામાં છોકરીઓ ની સંખ્યા. એ સિવાય પણ નોકરીયાત મહિલાઓ ગૃહીણી અને કર્મચારીની બેવડી ભુમિકા નિભાવે છે.’
 આમ જનતા અને એ સિવાય બીજા સાથે ની વાત કરતાં જણાય છે કે, સ્ત્રી, પૂરૂષ અને આખા સમાજે બેટી બચાવોની મોહુમ આદરવી પડશે. એકબીજાના માથા પર ઢોળવાથી કંઈ વળશે નહી. ગુજરાતમાં વિકાષ જે ઝડપે થઈ રહ્યો છે તે ઝડપે જો સ્ત્રી દર વધશે તો ચોક્કસ થી આપણે સાચુ શિક્ષણ અને વિકાષ સાધીશું.
બોક્સ

વિગત                         ૨૦૧૧               ૨૦૦૧


વાસ્તવિક વસતી                          ૨,૦૨૭,૭૨૭            ૧,૮૩૭,૮૯૨
પુરૂષ                                     ૧,૦૫૩,૩૩૭              ૯૫૩,૮૪૨
સ્ત્રી                                         ૯૭૪,૩૯૦              ૮૮૪,૦૫૦
વસતી વધારાનો દર                       ૯.૯૧ ટકા                ૧૨.૦૮ ટકા

જાતિ પ્રમાણ (દર હજારે)                    ૯૨૫                      ૯૨૭
બાળજાતિ પ્રમાણ (૦૬ વર્ષ)                ૮૪૫                      ૮૦૧

સરેરાશ સાક્ષરતા                          ૮૪.૨૬ ટકા              ૭૫.૨૨ ટકા                        
પુરૂષ સાક્ષરતા                             ૯૧.૮૮ ટકા              ૮૬.૨૦
સ્ત્રી સાક્ષરતા                               ૭૬.૧૨ ટકા             ૬૩.૬૫
સાક્ષરતા                                  ૧,૫૧૬,૭૮૧           ૧,૧૮૮,૨૨૪
પુરૂષ સાક્ષરતા                               ૮૫૪,૪૩૨             ૬૯૮,૬૨૬
સ્ત્રી સાક્ષરતા                                 ૬૬૨,૩૪૯             ૪૮૯,૫૯૮

કુલ બાળ વસતી (૦૬ વર્ષ)              ૨૨૭,૭૦૧              ૨૫૮,૧૩૯
કુમાર (૦૬ વર્ષ)                         ૧૨૩,૪૨૮              ૧૪૩,૩૩૪
કન્યા (૦૬ વર્ષ)                          ૧૦૪,૨૭૩              ૧૧૪,૮૦૫
બાળ વસતી ટકામાં                        ૧૧.૨૩ ટકા              ૧૪.૦૫ ટકા
કુમાર (૦૬ વર્ષ)                         ૧૧.૭૨ ટકા              ૧૫.૦૩ ટકા
કન્યા (૦૬ વર્ષ)                          ૧૦.૭૦ ટકા              ૧૨.૯૯ ટકા

બોક્સ 

વિગત                      ગ્રામ્ય                      શહેરી


વસતી (ટકામાં)                         ૭૪.૬૫ ટકા              ૨૫.૩૫ ટકા
કુલ વસતી                          ૧,૫૧૩,૬૧૨               ૫૧૪,૦૭૧
પુરૂષ                                   ૭૮૩,૬૧૨               ૨૬૯,૭૨૫
સ્ત્રી                                   ૭૩૦,૦૪૪                ૨૪૪,૩૪૬

જાતિ પ્રમાણ                                 ૯૨૩                       ૯૦૬
બાળ જાતિ પ્રમાણ                           ૮૬૦                       ૭૯૪
બાળ વસતી (૦૬ વર્ષ)          ૧૭૭,૨૪૬                  ૫૦,૪૫૫
કુમાર  (૦૬ વર્ષ)                  ૯૫,૩૦૬                  ૨૮,૧૨૨
કન્યા   (૦૬ વર્ષ)                  ૮૧,૯૪૦                  ૨૨,૩૩૩
બાળકો ટકામાં                         ૧૧.૭૧ ટકા                ૯.૮૧ ટકા         
કુમાર                                   ૧૨.૧૬                    ૧૦.૪૩
કન્યા                                    ૧૧.૨૨                     ૯.૧૪
સાક્ષરતા                           ૧,૧૦૧,૬૫૭                  ૪૧૫,૧૨૪
પુરૂષો                                 ૬૨૫,૬૭૪                 ૨૨૮,૭૫૮
સ્ત્રીઓ                                ૪૭૫,૯૮૩                 ૧૮૬,૩૬૬ 
સરેરાશ સાક્ષરતા                  ૮૨.૪૩ ટકા                    ૮૯.૫૪ ટકા
પુરૂષો                             ૯૦.૯૦ ટકા                     ૯૪.૬૮ ટકા
સ્ત્રીઓ                            ૭૩.૪૪ ટકા                     ૮૩.૯૪ ટકા


બહુચરમાનો ચૈત્રી પૂનમનો મેળો


બહુચરમાનો ચૈત્રી પૂનમનો મેળો

હોય શ્રદ્ધાનો જો વિષય તો પુરાવાની શી જરૂર!
 હમણાં જ ૧૫ લાખના માનવ મહેરામણ સાથે રંગે ચંગે બહુચરમાનો ચૈત્રી પૂનમનો મેળો પૂરો થયો. આમ તો મેળા કલ્ચર હવે ભુલાઈ રહ્યંુ છે તેવું વારંવાર કહેવાય છે, છતાંય માઈ ભક્તોની ભીડ અને દર્શન માટેની લાંબી કતાર જોઈને આ વાત સાચી લાગતી નથી... મેળાનું કલ્ચર ભુલાય તેવું નથી.

બહુચરાજીમાં મેળા દરમિયાન ગમે ત્યાં જઈએ તો જાણે આખંુ વાતાવરણ છડી પોકારી રહ્યું હોય કે ‘સોને કી છડી, રૂપે કી મશાલ, જરીયાન કા જામા, મોતીયન કી માલા, ગબ્બરના ગોખવાળી, ચાચરના ચોકવાળી, મા બહુચરાને ઘણી ખમ્મા.’
મહેસાણા જિલ્લાનું બહુચરાજી ગામ મા બહુચરના મંદિરને કારણે વિરમગામ અને મહેસાણા બંને પંથકમાં પ્રખ્યાત છે. અહીં ચૈત્રી પૂનમે માતાજીનો મેળો ભરાય છે. જેમાં આખા ગુજરાતના અને જ્યાં જ્યાં ગુજરાતી વસતાં હોય તે તમામ લોકો માનાં દર્શને આવે છે. આ મેળાનું આગવું મહત્ત્વ રહેલું છે અને મંદિરનું પણ. પ્રાચીન કાળથી શંખલપુર અને બહુચરાજીને માતાજીના સ્થાનક ગણવામાં આવ્યાં છે. તેને ચાચરના ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે.  
બહુચરાજી માતા વિષે બહુ જૂની વાયકા છે કે પાટણના સોલંકી વંશના રાજાએ અને વિરમગામના રાજાએ પોતપોતાને ઘેર દીકરો દીકરી આવે એટલે તેના સગપણ કરવાનું નક્કી કરેલું. પણ થયું એવું કે વિરમગામના રાજાને ત્યાં પણ દીકરી આવી અને પાટણના રાજાને ત્યાં પણ દીકરી આવી. રાજા મા બહુચરનો પરમ ભક્ત હતો, પણ થોડો જીદ્દી પણ હતો. તેની ધાક અને બીકને કારણે રાણીએ રાજાને જણાવ્યું કે તેમને ત્યાં દીકરો અવતર્યો છે. ખરેખર ત્યાં દીકરો નહીં પણ દીકરી હતી.
રાજમહેલમાં પુત્રી દીકરા તરીકે ઉછરવા લાગી. માતાએ દીકરીને પણ એ વાતનો અહેસાસ ન થવા દીધો કે તે દીકરી નથી દીકરો છે. જોતજોતામાં આ દીકરાના રૂપમાં દીકરી મોટી થઈ. આખરે રાજાએ તેને પરણાવવાની વાત કરી. યુવાની આવી હતી એટલે લગ્નની વાતો વચ્ચે કુંવરીને અહેસાસ થયો કે પોતે કુંવર નહીં પણ કુંવરી છે. તે વિચાર કરતી કરતી બહુચરમાની દેરી આગળ આવી પહોંચી ત્યાં એક તલાવડી હતી. ચૈત્ર મહિનાના ધોમધખતા તાપમાં આ રાજકુમારી સાવ નિરાશ થઈને તલાવડીની પેલે પાર આવેલા વગડામાં વૃક્ષ નીચે આવીને બેઠી.
આવામાં એક કૂતરી આ તલાવડીમાં ઠંડક લેવા ઊતરી અને કૂતરો બનીને બહાર આવી. રાજકુમારીએ આ જોયું. તેણે પોતાની ઘોડીને તલાવડીમાં ઉતારી. તો તે પણ એક તેજીલો ઘોડો બની ગઈ. આ જોયા પછી રાજકુમારીને તો જાણે માર્ગ મળી ગયો. રાજકુમારી પોતે ઊભી થઈને તલાવડીમાં ઊતરી અને ડૂબકી મારી બહાર આવી. બહાર આવીને પાણીમાં પોતાનું રૂપ જોયું  ત્યારે તે એક ખડતલ નવયુવાન બની ચૂકી હતી. એ પૂનમની તિથિ હતી.
આ રાજકુમારીની માતા બહુચરમાની પરમ ભક્ત હતી અને એટલે જ માતાજીએ આ ચમત્કાર કર્યો હતો. પછી તો રાજાને બધી વાતની જાણ થઈ અને અંતે તેણે અહીં બહુચરમાતાનું સરસ મજાનું મંદિર બનાવ્યંુ. આ તો લોકવાયકા છે, પણ ‘શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શી જરૂર’.
ચૈત્રી પૂનમે બહુચરાજીમાં વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે. સમગ્ર ગુજરાતમાંથી આ પૂનમના દિવસે લોકો પગપાળા કે વાહનોમાં મા બહુચરનાં દર્શને આવી પહોંચે છે. પૂનમનો મેળો ત્રણ દિવસ ચાલે છે, જે તેરસથી લઈને પૂનમ સુધી માતાના ભક્તો આવતા રહે છે. બધાની પાકી શ્રદ્ધા હોય છે કે બહુચરાજી મા તેની મનની ઇચ્છા પૂરી કરશે જ!
આ વર્ષે પણ માતાજીની પૂનમને ધામધૂમથી ઊજવવામાં આવી. પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાના તમામ પ્રયાસો સાથે ઉજવણી સફળતાથી પાર પડી. મેળામાં ફરતાં જોયું તો અમેરિકા અને બીજા રાષ્ટ્રોમાં વસતા ગુજરાતીઓ પણ આવ્યાં હતાં. તેઓએ મન ભરીને મેળાની મઝા માણી.
તેરસના દિવસથી માઈ ભક્તો બહુચરાજી આવવા માંડે છે. આ પ્રવાહ છેક પૂનમ સુધી ચાલે. સવારે અને સાંજે ખાસ સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવે જેથી ભક્તોને માતાજીનાં દર્શન થઈ શકે. પૂનમને દિવસે સવારની આરતી અને સાંજની સંધ્યા આરતી બાદ રાતે સાડા નવ વાગે માતાજીની પાલખી બહુચરાજીના મંદિરેથી પૂરેપૂરા પોલીસ બંદોબસ્ત અને બેન્ડવાજાં સાથે શંખલપુર જવા રવાના થઈ. રંગેચંગે આખા ગામમાં ફરીને રાતના બે વાગે પાલખી ફરી બહુચર માતાના મંદિરે પરત ફરી અને આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થઈ.
આ મેળાના ત્રણેય દિવસના સાક્ષી અને માતાના ભક્ત ઊર્મિલા બહેનનો પરિવાર આમ તો યુ.એસ.એ.માં રહે છે, પણ દર પાંચ વર્ષે તેઓ અવશ્ય બહુચરમાના મંદિરે દર્શન કરવા આવે છે. તેઓ મહેસાણાના જગુદણ ગામના રહેવાસી છે. તેમનું કહેવું છે કે,‘ અમારા પરિવારના દરેક છોકરાની બાબરી અહીં ઊતરે છે. વળી જો છોકરું મોટંુ થાય અને બોલતાં ના શીખે તો તેમને માટે ચાંદી કે સોનાની જીભ ચડાવવાની માનતા રાખીએ છીએ. જેને લીધે અમારે કંઈને કંઈ કારણે ચૈત્ર મહિનામાં અહીં આવવાનું થાય છે.
બીજા એક સુરેશભાઈ પંચોળી કડીના રહેવાસી છે તેઓ પણ દર ચૈત્રી પૂનમે માતાનાં દર્શને અચૂક આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તો તેઓ પગપાળા સંઘ લઈને બહુચરાજી આવે છે અને પૂનમના મેળાને માણે છે. વળી વિરમગામના ઇલાબહેન પટેલ પણ વર્ષોથી અહીં આવે છે. તેમનું કહેવું છે કે, ‘મને મા પર અસીમ વિશ્વાસ છે તેમણે મારી દરેક મુશ્કેલીમાં મદદ કરી છે તો હું ખાલી વર્ષમાં એકવાર બહુચરાજી ના જઈ શકું?’
બહુચરાજીમાં રહેતા લોકો આ વિશે શું માને છે તે જાણવા માટે જ્યારે ‘અભિયાને’ સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક સાધ્યો, તેમના જવાબોનો સાર કંઈક આવો હતો, ‘અમે નસીબદાર છીએ કે બેચરાજીમાં અમારો જન્મ થયો છે. વર્ષમાં બે વાર મા બહુચરાજીની પાલખી ગામમાં ફરવા નીકળે છે. એક ચૈત્રી પૂનમ અને બીજી આસો પૂનમ. અમે આ લહાવો લઈએ છીએ. અમે યાત્રાળુઓને અમારાથી બનતી બધી મદદ કરીએ છીએ. વળી ચૈત્રી પૂનમની તૈયારીઓ તો અમે મહિનાઓ અગાઉથી શરૂ કરી દઈએ છીએ.’
મેળાની મજા માણી રહેલું ભરવાડ દંપતી માતાની ભક્તિ અને પોતાની મસ્તીમાં મશગૂલ હતું સાથે તેમનું બાળક પણ હતું જ્યારે ‘અભિયાને’ તેમની સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે, ‘દર સાલ અમે અમારા દીકરા સાથે આવીએ છીએ. આ દીકરો માતાજીનો દીધેલો છે. એેટલે દર સાલ અહીં આવીએ છીએ.’ ભુવન અને હોથલે પોતાના દીકરાનું નામ બેચર પાડ્યું છે.
બહુચરાજીના સરપંચ વસંતીબહેન ઠાકોર સમરસ પંચાયતમાં ચૂંટાઈ આવ્યાં છે. તેમનો તો હરખ સમાતો નહોતો. તેમનું કહેવું હતંુ કે, ‘દર સાલ અમારે આંગણે આ રૂડો અવસર આવે છે અને અમે પૂરી શ્રદ્ધા ભક્તિથી તેને ઊજવીએ છીએ. દરેક યાત્રાળુનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ. માતાજીની કૃપાથી ગામનું સંચાલન અને સેવા કરવાનો અમને મોકો મળ્યો છે. હજુ સુધી તો કોઈ ખરાબ ઘટના અમારે ત્યાં બની નથી. કોઈ દિવસ આ સમય દરમિયાન લૂંટ કે ચોરી અથવા કોઈ અકસ્માત ક્યારેય સર્જાયો નથી. વળી અમે મંદિરના સંચાલકોને પૂરો સહકાર આપીએ છીએ.’
વહીવટી ક્લેક્ટર બી એમ વીરાણીએ ખૂબ વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને કહ્યું, ‘દર સાલ કરતાં આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. અમે પૂરતો બંદોબસ્ત કર્યો છે. દરેક ભક્તને માનાં દર્શન થાય અને કોઈ જાતની અગવડ ના પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. ૬૦૦ જેટલા પોલીસ કર્મીઓનો અમે બંદોબસ્ત કર્યો છે. દરેક જણ બે શિફ્ટમાં કામ કરશે. તેમનું આખું નામ પૂછવાની કોશિશ કરી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મને બી કે વીરાણી તરીકે ઓળખાવું જ ગમે છે.’





સિનેમેટોગ્રાફી

 સિનેમેટોગ્રાફી

 આધુનિક ભારતમાં સૌથી ઝડપી જો કોઈ ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરતી હોય તો તે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી. હજુ તો આ શરૂઆત છે .જે રીતે ટીવી ચેનલ્સ અને ફિલ્મોનો રાફડો ફાટી રહ્યો છે તે જોતા આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ તમામ પ્રકારના ટેકનિશિયન અને અને કરિયર અંગેના ઘણા બધા સ્કોપ રહેલા છે. આ ક્ષેત્રમાં પૈસા, પ્રસિદ્ધિ, ગ્લેમર બધું જ છે અને જે રીતે ટીવી ચેનલોની સંખ્યામાં પૂર આવી રહ્યંુ છે તે જોતાં કેમેરામેનનું કરિયર બનાવવા ખૂબ ઊજળી તકો રહેલી છે.
 કેમેરામેન અને સિનેમેટોગ્રાફીનો કોર્સ ફિલ્મ અને જર્નાલિઝમ કોર્સ અંતર્ગત આવી જાય છે. મોટી મોટી સંસ્થાઓ તેમજ મોટા મીડિયાહાઉસ પણ આવા કોર્સ ચલાવતી હોય છે. આવા કોર્સ કરવા માટેની લાયકાત કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન છે. આજકાલ ૧૨મા પછી પણ આવા ડીપ્લોમા કોર્સ શરૂ થયા છે. આ ક્ષેત્રે કરિયર બનાવવા માટે ટેકનિકલ નોલેજ પણ જરૂરી છે.
સિનેમેટોગ્રાફીનો કોર્સ અને મુખ્ય સંસ્થાઓ
 સિનેમેટોગ્રાફીનો ત્રણ વર્ષનો પોસ્ટગ્રેજ્યુએશન ડીપ્લોમા પાઠ્યક્રમ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુનાથી કરી શકાય.
 એ જે કે માસ કમ્યુનિકેશન રીસર્ચ સેન્ટર, જે એમ આઈ, નવી દિલ્હી.
બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈને સિનેમેટોગ્રાફી પાઠ્યક્રમ એલ વી પ્રસાદ ફિલ્મ અને ટેલિવિઝન એકેડમી શાલીગ્રામ ચેણઈમાં ઉપલબ્ધ છે.

ITI

કરિયર પ્લાનિંગ કેવી રીતે કરવું, દસમા પછી લગભગ બધા વિદ્યાર્થીઓને આ વાત સતાવતી હોય છે. બીજંુ એવું કે કરિયર એવું હોય જેમાં રોજગારીની તકો વધારે હોય અને ખર્ચો ઓછો. જો આવા વિદ્યાર્થીઓને મિકેનિકલ ક્ષેત્રે રસ હોય તો ભારત સરકાર દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ એ ખૂબ સરસ ઉપાય છે.
 આ સંસ્થામાં સરકાર દ્વારા મિકેનિકલ, ઇલેક્ટ્રોનિકલ, ક્ષેત્રે રોજગારની તકો રહેલી છે. આવા કોર્સમાં ૧૦મા પછી પ્રવેશ મળે છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવે છે.
 દરેક રાજ્યના તમામ જિલ્લાઓમાં આઈટીઆઈની શાખાઓ છે. જેમાં તાલીમ બાદ વાર્ષિક પરીક્ષાઓ હોય છે. પ્રેક્ટિકલ ટેસ્ટ પણ આપવા પડે છે. આઈટીઆઈમાં સરકારી નિયમ મુજબ તાલીમની સાથે સાથે સ્કોલરશિપ પણ આપવામાં આવે છે.
 આઈટીઆઈની તાલીમ બાદ સાર્વજનિક ક્ષેત્રોમાં પણ નોકરીઓ મળે છે, જેમાં એનટીપીસી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
આઈટીઆઈમાં નીચેના કોર્સનો સમાવેશ કરવામાં આવે છે.
કોમ્પ્યૂટર ઓપરેટર
ઇલેક્ટ્રિકલ
વિદ્યુતકાર
ટીવી, રેડિયો મિકેનિક
ડીઝલ મિકેનિક
કરિયર ટિપ્સ

trust

દરેક સંબંધનો પાયો છે વિશ્વાસ

જો તમારે તમારી રીલેશનશિપને તરોતાજા રાખવી હોય તો તમારા વિશ્વાસને વારંવાર રીન્યુ કરાવતા રહો. એટલે કે એકબીજા પર બીલિવ કરો. તો આપોઆપ તમારા ઝઘડા ઓછા થઈ જશે. વિશ્વાસ કરવા માટે એકબીજાને એટેન્શન, સરપ્રાઇઝ અને રોમેન્ટિક યાદો કામ આવશે.

એટેન્શનની ઇચ્છા

એકબીજાને એટેન્શન આપો. જેમ કે તમે નવો ડ્રેસ પહેરો અને તમારો પાર્ટનર તમારી નોંધ જ ના લે તો? એવી જ રીતે તમારો મિત્ર નવી હેરસ્ટાઇલ કરાવીને આવ્યો અને તમે તેની દરકાર જ ના કરી. દરેક છોકરા છોકરીઓ એવું ઇચ્છતાં હોય છે કે તેમનો પાર્ટનર તેમની દરકાર કરે અને વખાણ કરે. જો તમે આ રસ્તો અપનાવશો તો તમારા પ્રોબ્લેમ જલદી શોર્ટ આઉટ થઈ જશે.

રોમેન્ટિક પળ

તમે છેલ્લે તમારા પાર્ટનર સાથે ડેટ પર ક્યારે ગયા હતા. જો તેનો જવાબ એવો હોય કે યાદ નથી અથવા ૬ મહિના પહેલાં, તો પ્લીઝ અઠવાડિયામાં એક દિવસ તેમની સાથે સમય પસાર કરવાનું રાખો. તેમની સાથેની રોમેન્ટિક ક્ષણો જ તમારી રીલેશનશિપ હેલ્ધી રાખશે. મહિને એકાદ લવસ્ટોરીવાળું મૂવી જોવા પણ જાઓ.

સરપ્રાઇઝ આપો

તમારા પાર્ટનરની પસંદ કે નાપસંદ જાણવાની તમે ક્યારેય દરકાર રાખી છે? તો જલદીથી તેની પસંદગી જાણીને તેને કંઈક સરપ્રાઇઝ આપો. આ નાનીસી વાત તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે.

લવલેશન લો

જો કોઈ કપલ તેમના લવલાઇફ પ્રત્યે વર્ષોથી ફેમશ હોય અને તેમનો પ્રેમ ઘણા લાંબા સમયથી ટક્યો હોય તો તેમની સાથે બેસીને તેમના આ સંબંધ વિશેની વાતો જાણો. જેમાંથી કેટલીક ટિપ્સ તમને પણ ઉપયોગી થશે.

લીંબુ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ગુણકારી છે.

લીંબુ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ગુણકારી છે.

 લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય છે. જેમાં વિટામિન બી, મિનરલ્સ, રીબોફ્લેવીન, કેલ્શિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ વગેરે જેવાં તત્ત્વો પણ રહેલાં છે.

શેમાં શેમાં ઉપયોગી છે?

પેટ માટે અકસીર ઇલાજ
સ્કિનની ક્લીનિંગમાં અને કેરિંગમાં ઉપયોગી
ડેન્ટલ કેર
કોઈ પણ ઇન્ફેક્શનમાં ફાઇટરનું કામ કરે છે
વજન ઉતારવામાં પણ મદદરૂપ છે
હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે
બ્લડ પ્યુરીફાયર છે

ટીવી કલાકાર રાજીવ મહેતાની હેલ્થ ટિપ્સ

૫૩ વર્ષની વયે પણ રાજીવ મહેતા ફિટ એન્ડ ફાઇન છે, જ્યારે ‘અભિયાને’ તેમને તેમની તંદુરસ્તીનું રહસ્ય પૂછ્યું ત્યારે તેમણે કેટલીક સરસ હેલ્થ ટિપ્સ આપી.
ભૂખ કરતાં હંમેશાં એક કોળિયો ઓછંુ ખાઓ. ભગવાન બુદ્ધનો આ બોધ હંમેશાં અનુસરવો.
હું રોજ રાત્રે ઇસબગૂલ લઉં છંુ. જે મારી ચયાપચયની પ્રક્રિયા એકદમ ફિટ રાખે છે.
મોટાભાગની સમસ્યાઓ પેટથી જ શરૂ થાય છે.
હંમેશાં સવારે ચા પીધા પછી રોજ ૫થી ૧૦ દાણા મેથી ચાવી જાઉં છું જે મારા જોઇન્ટ્સને મજબૂત કરે છે.

શરીરે સોજા આવવાનાં કારણો


શરીરે સોજા આવવાનાં કારણો

આપણે વાતાવરણના એવા મહાસાગરમાં જીવીએ છીએ કે જ્યાં બેક્ટેરિયા, ફંગસ, વાઇરસ, વિષાણુ, પેરેસાઇટ્સ વગેરે આપણી આસપાસ જીવે છે. આપણું શરીર નવ બારણાંનું પાંજરું છે. જેનાથી આપણાં શરીરમાં ગમે તે દ્વારથી પ્રવેશ કરે છે. એ સિવાય પણ રોજિંદા કાર્યશૈલીમાં પણ છોલાવાથી, ઘસાવાથી, વાગવાથી કે કપાવાથી પણ શરીરમાં પ્રવેશવાનો માર્ગ મળે છે. ત્વચામાં નમીની કમીના કારણે એડીઓમાં હોઠ પર અને ગાલ પર ચીરા પડી જાય છે.

 જો આપણી ઈમ્યુન સીસ્ટમ મજબૂત ના હોય તો આ કારણોને કારણે તેનાથી પ્રભાવિત ભાગ પર સોજા આવી જાય છે. મચ્છર કરડવાથી, કોઈ ઝેરીલા જીવડાંના ડંખથી, કોઈ તીવ્ર પ્રવાહીના સંપર્કથી પણ સોજો આવી શકે છે. સાથે સાથે તે ભાગ લાલ થઈને ફૂલી જાય છે. શરીરના અન્ય ભાગ કરતાં વધારે ગરમ હોય છે અને દુખાવો પણ થવા માંડે છે.
 આ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે અને તેથી ત્યાં લાલાશ અને ગરમી વધી જાય છે. આ ભાગની બારીક રક્તનલિકાઓમાં પ્રોટીનયુક્ત પદાર્થનો સ્ત્રાવ વધવાથી સોજો આવે છે. જેના કારણે એ અંગની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે અને તેને લીધે ત્યાં દુખાવો થાય છે.
 સાથે સાથે તે જગ્યાએ આપણા રક્ષા સૈનિક સમા શ્વેતકણો બહારના આક્રમણ સામે મુકાબલો કરવા એકઠા થવા માંડે છે. આ બહારના સંક્રમણના કારકને નષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. જેવી તેમને આમાં સફળતા મળે તેવો જ સોજો ઓછો થવા લાગે છે.
 જો સંક્રમણ શ્વેત કણો કરતાં વધારે શક્તિશાળી હોય તો આવા સમય પરુ થઈ જવાની શક્યતાઓ રહે છે જેને એન્ટિબાયોટિક દવાઓ અને મલમ કે ગરમ ઠંડા પાણીના શેક કરીને મટાડવાની કોશિશ કરવામાં આવે છે.
 


બળબળતી બપોરે હેલ્થ અને બ્યુટી બરકરાર રાખે વોટર થેરેપી

બળબળતી બપોરે હેલ્થ અને બ્યુટી બરકરાર રાખે વોટર થેરેપી

 વોટર થેરેપીમાં પાણી પીવાથી લઈને બ્યુટી ટ્રીટમેન્ટનો સમાવેશ થઈ જાય છે. ઉનાળામાં ગરમી તો સહન કરવી જ પડશે. આ સીઝનમાં જ્યાં સ્કિન ટોન બદલાઈ જાય છે અને સાથે સાથે ડીહાઇડ્રેશનના પ્રોબ્લેમમાંથી પણ પસાર થવું પડે છે. આ સમયે તમારા માટે ઉપયોગી છે વોટર થેરેપી. આના કેટલાય ફોર્મ્સ અવેલેબલ છે જેનાથી ત્વચાને ગ્લોઇંગ અને ફ્રેશ રાખી શકાય છે.

મસાજથી હાડ્રોસ્ટેટિક ઇફેક્ટ

પાણીમાં એક્સરસાઇઝ કરવાથી ખૂબ રીલેક્સનેસ અનુભવાય છે. આ રીતે ના તો બોડી ટેમ્પરેચર વધે છે ના પરસેવો. ઉપરાંત પાણીની હાડ્રોસ્ટેટિક ઇફ્ેક્ટ મસાજ જેવી ફીલિંગ આપે છે. સ્કિન પર થોડું દબાણ અને ગલગલિયાં થાય છે સાથે સાથે બ્લડ સરક્યુલેશન વધે છે અને મસલ્સમાં લચીલાપણું આવે છે. સ્કિનમાં તો ગ્લો આવે જ છે.

પગને કુદરતી રીતે ખૂબસૂરત બનાવવા માટે ફૂટબાથ ઉત્તમ છે

પગને કુદરતી રીતે ખૂબસૂરત બનાવવા માટે ફૂટબાથ ઉત્તમ છે. જેમાં ખારા પાણીમાં ઇલેક્ટ્રા મશીન રાખીને હલ્કા શોટ આપવામાં આવે છે.
સ્ટીમ એન્ડ સોના બાથ
જો તમે મસલ્સના ટેન્સ અને સ્ટ્રેસને લીધે બેચેની મહેસૂસ કરતાં હોવ તો હોટ શાવર સ્ટીમ એનાથી સારી બીજી કઈ વાત હોઈ શકે. આનાથી તણાવની સાથે શરીરની જકડન અને દુખાવામાં પણ રાહત મળે છે. સાથે ત્વચાનાં રોમ છિદ્રો પણ ખૂલી જાય છે.
વાળ માટે ડીપ કંડિશનિંગ
હેર ને ડીપ કંડિશનિંગ અને બોડીને રીલેક્સ કરવા માટે હાલમાં વોટર સ્પા થેરેપી આપવામાં આવે છે, જેમાં સ્ટીમનો ઉપયોગ થાય છે. આ પ્રોસેસ ૩૦થી ૪૦ મિનિટની હોય છે.

મોડર્ન ડિટોક્સિફિકેશન

સવારે ઊઠીને સૌથી પહેલાં સહેજ હૂંફાળંુ પાણી પીઓ. જે તમારી ડાઈજેસ્ટિવ સીસ્ટમને બરાબર રાખે છે. જેનાથી ત્વચા ગ્લોઈંગ અને હેલ્ધી બને છે. ધ્યાનમાં રાખો કે પેટ સાફ નહીં થાય તો બોડીમાં ટોક્સિન લેવલ વધી જશે જેનાથી ખીલ થવાની શક્યતા રહે છે. બીજું કે હૂંફાળા પાણીથી ઓઇલી સ્કિનમાંથી એક્સ્ટ્રા ઓઇલ પણ ક્લીન થઈ જશે.

થાક દૂર કરે યુકેલિપ્ટ્સ

ટેન્શન અને થાકને દૂર કરવા નહાવાના પાણીમાં યુકેલિપ્ટ્સ ઓઇલ ભેળવીને નહાવાથી તણાવ મિનિટોમાં છૂ થઈ જશે.

કોકોનેટ વોટર

સ્કિનને ક્લીન રાખવા માટે નારિયેળ પાણી સર્વોત્તમ છે. જો આને રેગ્યુલર મોં પર લગાવો તો ત્વચાના દાગ ધબ્બા દૂર થશે.

વનો શાવર બેબી

ફુવારાથી બોડી મસલ્સ અને બોડીના દરેક જોઇન્ટ રીલેક્સ થાય છે. એટલે જ આજકાલ બાથ એક્સેસરીઝની બોલબાલા છે.

ખૂબ પાણી પીઓ

ખૂબ પાણી પીઓ, જે તમને તન મનથી રાખશે ચુસ્ત દુરસ્ત અને તંદુરસ્ત.

news anker

ન્યુઝ એન્કર કરીયરનો બેસ્ટ વિક્લ્પ

 ઈલેક્ટ્રોનીક મીડીયા એ ગ્લેમર રોજગાર ની ઘણી શક્યતાઓને કારણે યુવાનોની પહેલી પંસદગી હોય છે. ન્યુઝ એંકર કે રીડર એ વ્યક્તિ છે જે ગમે તે સમાચારને પોતાની આગવી શૈલીમાં રજુ કરીને રોમાચક બનાવી દે છે.
 આજે ન્યુઝ ચેનલોની ભરમાર છે. ન્યુઝરીડરનું સ્વરુપ પણ પુરપુરુ બદલાઈ ગયુ છે. રોજ રોજ બીલાડીના ટોપની જેમ ફુટી નીકળતી ન્યુઝ ચેનલોને કારણે આ ક્ષેત્રે રોજગારીની તકોમાં પણ વધારો થયો છે. ન્યુઝ રીડરના કરીટરમાં પૈસો અને પ્રસીધ્ધી બંને મળે છે.
 ન્યુઝ રીડીંગ માટે પ્રશીક્ષણ જરૂરી છે કેમ કે, તાલીમ અને અનુભવ જ બેસ્ટ ન્યુઝ એકરને જન્મ આપે છે.
 ન્યુઝ રીડર બનવા માટે વાક્ચાતુર્ય, ઉચ્ચાર ચોખ્ખા હોવા જરૂરી છે. સાથે સાથે ભાષાજ્ઞાન પણ હોવુ આવશ્યક છે. સામાન્ય જ્ઞાન, સમાચારોની સમજણ, આત્મવિશ્વાસ, હાવભાવ થી સારા ન્યુઝ રીડર બની શકાય. ન્યુઝ રીડર બનવા માટે સારી પર્સનાલીટી હોવી પણ જરૂરી છે.

self confidence

 ઘણીવાર જિંદગીમાં એવો સમય આવે છે કે મજબૂત મનોબળની વ્યક્તિ પણ પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે, પણ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત પણ માણસમાં ક્યાંકને ક્યાંક પડેલી હોય છે. વ્યક્તિને જો પોતાનામાં વિશ્વાસ હોય તો તે ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી પ્રાપ્ત કરી શકે છે. બસ થોડીક વાતો પર ધ્યાન આપવાની જરૂર છે.

તમારી લાયકાત પર ભરોસો રાખો.

દરેક વ્યક્તિમાં વિશિષ્ટ લાયકાત રહેલી હોય છે. બની શકે કે તમે સારી રસોઈ કરી બનાવી શકતાં હોવ કે કવિતા લખી શકતાં હોવ અથવા તો તમને ઇતિહાસ પ્રત્યે લગાવ હોય અને જાણકારી હોય. તમારી પસંદગીના કામોનું લિસ્ટ બનાવો અને તેમાંથી ગમે તે એકને પસંદ કરી તેના પર પૂરી લગનથી કામ કરો. આનાથી તમારો આત્મવિશ્વાસ જરૂરથી વધશે.

થોડો સમય સારા લોકો સાથે વિતાવો.

તમારા પરિવાર અને મિત્રો સાથે થોડો સમય પસાર કરો. જે ખરેખર તમને પ્રેમ કરે છે. આવા લોકો હંમેશાં તમને આગળ વધવા પ્રોત્સાહન આપશે. સારા લોકોનો સાથ તમને પોઝિટિવ એનર્જીથી ભરી દેશે. 
રચનાત્મક કાર્ય કરો.
કોઈ નવા પ્રોજેક્ટ અથવા કોઈ રચનાત્મક કામમાં મન લગાવો. પેઇન્ટિંગ કે નવો ડ્રેસ ડીઝાઇન કરો. જેમ જેમ તમે રચનાત્મક કામ પૂરું કરતાં જશો તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે.

સાહસ કરો તો ખરા!

ઘણીવાર લોકો નવું કંઈક કરવાનું વિચારે તો છે, પણ તેવું કરતાં ખચકાય છે. એનો મતલબ એવો નથી કે કોઈપણ આંધળું સાહસ ખેડો, પણ હંમેશાં ‘ડર કે આગે જીત હે’ એ જીવન મંત્ર યાદ રાખો.
હંમેશાં એક્ટિવ રહો અને સદાય હસતા રહો.
નવી એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો. તમારું સ્વાસ્થ્ય સારું હશે તો પણ તમારો આત્મવિશ્વાસ વધશે. તમારો સમય ગમે તેટલો ખરાબ હોય પણ તમારા ચહેરા પરનું હાસ્ય ક્યારેય મૂરઝાવા ના દેશો.

IB school


ઇન્ટરનેશનલ બેચલરેટ સ્કૂલોનું આગમન

આજે વૈશ્વિકરણના કારણે લોકો આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. તેમની ભારતથી બદલી ઓસ્ટ્રેલિયા કે અમેરિકા થઈ જાય તો સાવ જુદા અભ્યાસક્રમના કારણે તેમનાં બાળકોનો અભ્યાસ રખડી ન પડે તે માટે એક આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઘડીને બધા દેશમાં આ અભ્યાસક્રમ ભણાવતી સ્કૂલો ચાલુ કરવામાં આવી. તેને ‘ઇન્ટરનેશનલ બેચલરેટ’ સ્કૂલ એવું નામ આપવામાં આવ્યું છે. કેવો છે આ અભ્યાસક્રમ અને તેની શું સ્થિતિ છે તેની માહિતી મેળવીએ...


ખૂબ જૂની કહેવત છે કે સમય અને સંજોગો મુજબ બધું બદલાતું હોય છે. ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરી પણ કહે છે કે આસપાસના સંજોગો અને વાતાવરણ મુજબ પ્રાણીઓનાં અંગઉપાંગ અને શરીરનાં રંગરૂપ બદલાતાં રહે છે. હવે વૈશ્વિકરણનાં કારણે શિક્ષણનાં રંગરૂપ બદલાવા લાગ્યાં છે.
એક સમયે લોકો નોકરી માટે બીજા શહેરમાં બદલી થાય તો અકળાઈ જતા હતા. હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરનાર લોકોએ શહેર જ નહીં, દેશ પણ બદલવો પડે છે. તેમની નોકરી તેમને આજે એક દેશમાં તો કાલે બીજા દેશમાં લઈ જાય છે. એવા સંજોગોમાં તેમનાં બાળકો આજે ભારતીય અભ્યાસક્રમ મુજબ ભણતા હોય અને કાલે હોંગકોંગ કે અમેરિકાની શાળામાં ભણવાનું આવે છે.
આમ બને તો અભ્યાસક્રમ ન બદલાય અને બાળકોનું ભણતર સરળતાથી ચાલુ રહે તે માટે આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ધરાવતી સ્કૂલ ચેઇન ચાલુ કરવામાં આવી. આપણા માટે હજી આ નવી વાત છે, પરંતુ સ્વિત્ઝરલેન્ડમાં તેની શરૂઆત ૧૯૬૮થી કરવામાં આવી હતી. તેનો લાભ શાહ પરિવારને મળ્યો તો તેઓ ખૂબ આનંદ પામ્યા હતા.
શાહ પરિવાર બિઝનેસ માટે વર્ષોથી સિંગાપોર વસ્યા હતા. તેમનાં બાળકો અહીં જ જન્મ્યાં હતાં અને અહીં જ ભણતાં હતાં, થોડા વખત અગાઉ તેમણે ભારત આવી વસવાનું થયું. તેમને વતન પાછા આવવાનો આનંદ હતો, પરંતુ અહીં આવ્યા પછી તેમને નવી સમસ્યાઓ પજવવા લાગી અને ધીમેધીમે વિકરાળ બનવા લાગી.
શાહ પરિવાર માટે સૌથી મોટી સમસ્યા તેમની પુત્રીના અભ્યાસની હતી. તેઓ ભારત આવી ગયા અને પોતાના વતન ગુજરાતમાં વસ્યા. જોકે ગુજરાત કાયમી રહી શકાશે તેની કોઈ ગેરન્ટી ન હતી. મુશ્કેલી એ ઊભી થઈ કે તેમની પુત્રી સિંગાપોરના અભ્યાસક્રમ મુજબ ભણતી હતી.
ભારતમાં અને ગુજરાતમાં એનો અભ્યાસક્રમ બદલવાની તેમની તૈયારી નહોતી. પરિણામે તેમણે થોડી શોધખોળ કરી તો તેમને આઈબી સ્કૂલનો પત્તો મળી ગયો. આઈબી એટલે કે
ઇન્ટરનેશનલ બેચલરેટ મુજબનો અભ્યાસક્રમ ભણાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ. શાહ પરિવારને આનંદ થયો કે ચાલો, ભારતમાં પણ તેમની પુત્રી આંતરરાષ્ટ્રીય શિક્ષણ મેળવશે. આ પ્રકારનો અભ્યાસક્રમ ચલાવતી સ્કૂલો કુલ ૧૪૧ દેશોમાં છે.
આવી શાળાઓમાં એવાં બાળકો જ એડમિશન લે છે જેમના વાલીઓ દેશદેશ ભમતાં હોય. મોટેભાગે આવા વાલીઓ ગર્ભશ્રીમંત હોય છે. એટલે તેમને પોતાનાં બાળકને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળતું હોય તો ગમે તેટલી ફી મોંઘી લાગતી નથી. આઈબી સ્કૂલોની ફી ભારતના સામાન્ય વાલીઓને અધધધ... થઈ જવાય એટલી હોય છે.
આઈબી સ્કૂલોમાં ભણતાં બાળકોની અને તેમના વાલીઓની ભાળ મેળવતાં જાણવા મળ્યું કે એવા ઘણા વાલી છે જેમને આઈબી સ્કૂલનો સાચો અર્થ પણ ખબર નથી. તેઓ મોંઘી ફીનાં કારણે શ્રેષ્ઠ શિક્ષણ જ મળશે એવી અપેક્ષાએ પોતાનાં બાળકોને આ સ્કૂલોમાં ભણાવે છે. આ વાલીઓ પાસે ‘ઇઝી મની’ કહેવાતી આવક છે અને ઝડપથી તેઓ શ્રીમંત બની ગયા છે. તેમને પોતાનું બાળક અધવચ્ચે અન્ય દેશમાં ભણવા બેસાડવું પડશે એવી કોઈ સમસ્યા નથી.
આઈબી સ્કૂલોમાં અમેરિકા, યુરોપ, સિંગાપોર, જાપાન કે રશિયામાં ચાલતા અંગ્રેજી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. તેનો બેઝ સ્વિત્ઝરલેન્ડના અભ્યાસક્રમનો છે. કારણ કે આ પ્રકારની સ્કૂલોની શરૂઆત અહીંથી કરવામાં આવી હતી. આ અભ્યાસક્રમમાં ભણતર તો એ જ રહે છે, પરંતુ ભણાવવાની રીત સાવ જુદી હોય છે.
આપણી શાળાઓ એક વત્તા એક ભણાવવા માટે બોર્ડ પર એકડો લખી વત્તાની નિશાની કરી બીજો એકડો લખે અને બરાબરની નિશાની કરીને બગડો લખે છે. આઈબી સ્કૂલમાં બાળકને એક ચોકલેટ આપીને પછી બીજી ચોકલેટ આપીને કહેવામાં આવે છે કે, ‘હવે કહો, તમારી પાસે કેટલી ચોકલેટ થઈ?’ વિદ્યાર્થી એ રીતે ભણે છે કે એક હોય અને બીજું એક આવે તો એક વત્તા એક કહેવાય.
વિશ્વમાં ૧૪૧ દેશોમાં આ પ્રકારની કુલ ૩,૩૨૩ સ્કૂલો ચાલે છે. તેમાં સૌથી વધુ ૧,૩૦૭ સ્કૂલો અમેરિકામાં છેે અને ભારતમાં ૮૬ સ્કૂલો છે. તેમાંથી ૭ સ્કૂલો ગુજરાતમાં છે. ગુજરાતની આઈબી સ્કૂલના વાલીઓમાં  અસંતોષ જોવા મળે છે કે તેમનાં બાળકને ખરેખર આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળતું નથી. અભ્યાસક્રમ તો આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે, પરંતુ શિક્ષકો એ કક્ષાના નથી.
‘અભિયાને’ ૧૦ જેટલા વાલી અને ૫ શિક્ષકોની મુલાકાત લીધી. તો તેઓ, શિક્ષકો પોતાની નોકરીની ચિંતામાં અને વાલીઓ પોતાનાં બાળક માટે સ્કૂલને અણગમો થઈ જવાની બીકે સાચી વાત કહેતાં અચકાતા હતા. જેમણે માહિતી આપી તેમણે આગ્રહ કર્યો કે તેમનાં નામ કોઈપણ સંજોગોમાં પ્રગટ ન કરવાં. જોકે એમની પાસેથી અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી.
જેમાં નામ ના આપવાની શરતે શિક્ષકોનું કહેવું એમ છે કે, ‘પગારધોરણ વૈશ્વિક લેવલનું નથી. તેથી જ જો અમને બીજી સ્કૂલમાં સારી ઓફર મળે તો અમે તરત જમ્પ મારી દઈએ છીએ’. વાત તો સાચી કે જો મહેનતના પ્રમાણમાં મહેનતાણું ના મળે તો કોઈપણ વ્યક્તિ નોકરી બદલે જ.
આવા વાલીઓની મુખ્ય ફરિયાદો હતી કે આઈબી સ્કૂલોમાં જે આંતરરાષ્ટ્રીય ધોરણો હોવા જોઈએ તે મુજબનું શિક્ષણ આપી શકે એવા શિક્ષકો નથી. જે શિક્ષકો છે તે કાયમી નથી હોતા. વારંવાર શિક્ષકો નોકરી છોડી જાય છે અને નવા શિક્ષકો નોકરીએ આવતા રહે છે. આ શિક્ષકોને તે ધોરણમાં ભણાવવાની લાયકાત તો હોય છે, પરંતુ આઈબીનાં ધોરણો મુજબ ભણાવવાની તાલીમ નથી હોતી. આઈબી સ્કૂલનો કન્સેપ્ટ એવો છે કે બાળકોને દરેક બાબતમાં સક્રિય રીતે ભાગીદાર બનાવી તેના મનમાં કુતૂુહલ જન્માવવું. તેનામાં ક્યુરિયોસિટી જન્મે તેે પછી ટીચરો તેમને જવાબ સમજાવેે. મનોવિજ્ઞાન કહે છે કે આ રીતે જવાબો સમજાવવાથી બાળકોને તે કાયમ માટે યાદ રહી જાય છે, પણ અહીંની આઈબી સ્કૂલોના મોટાભાગના ટીચર્સ પોતે એટલા કાબેલ નથી.
નામ ન આપવાની શરતે એક વાલીએ વિગત આપી કે તેમનો દીકરો પહેલા ધોરણમાં છે. પછી કહ્યું, ‘દરેક સ્કૂલની જેમ જ અહીંના શિક્ષકોનું એજ્યુકેશન છે. જુનિયર કેજીસિનિયર કેજીના શિક્ષકો પાસે તેમના એકેડમિક ગ્રેજ્યુએશનની સાથે બાળમાનસને સમજી શકે તેવો કોઈ વિશિષ્ટ કોર્સ હોવો જોઈએ, પરંતુ આઈબી સ્કૂલોના મોટાભાગના શિક્ષકો પાસે એવી લાયકાત જોવા મળતી નથી.
હું શિક્ષકોનાં નામ નહીં આપું. મારે કોઈની સામે અણગમો નથી. એ લોકોનો આમાં શો વાંક. સ્કૂલે એમને નોકરી આપી છે અને ફરજ સોંપી છે એટલે તેઓ ભણાવે છે. આઈબી સ્કૂલો પણ સામાન્ય સ્કૂલોની જેમ ૧થી ૪ ધોરણ માટે બી.એડ્. સુધીનું ભણતર અને ૫થી ૭ના શિક્ષકો માટે એમ.એડ્. થયેલા શિક્ષકો પસંદ કરે છે. ૮થી ૧૦માં શિક્ષણ આપવા માટે તો ધોરણ નક્કી હોય તેમ લાગતું જ નથી. મારા હિસાબે તો આઈબી સ્કૂલો માટે ટીચરના ભણતર કરતાં તેમની બાળમાનસની તાલીમ વધુ અગત્યની છે.’
શાળા સંચાલકોને જ્યારે આ ફરિયાદ પહોંચાડી તો તેમણે જવાબ આપ્યો કે, ‘અમે જરૂરી યોગ્યતા ચકાસીને જ શિક્ષકો પસંદ કરીએ છીએ. શિક્ષકોને એપોઇન્ટ કર્યા પછી તેમને જરૂરી તાલીમ અને કેળવણી પણ આપવામાં આવે છે. બાકી અભ્યાસક્રમનાં ધોરણો સમગ્ર વિશ્વમાં સરખાં જ છે. જેમ કે આપણે ત્યાં પાંચમા ધોરણમાં અવયવોનું શિક્ષણ આપવામાં આવે છે. તો દુનિયામાં દરેક દેશમાં પાંચમા ધોરણના અભ્યાસક્રમમાં અવયવો જરૂર સામેલ હશે. પ્રશ્ન માત્ર શિક્ષણ આપવાની રીતનો છે. જે તે દેશની રીત જુદી હોઈ શકે. શિક્ષકોએ દરેક પાઠ ભણાવવા માટે આ જુદી રીત જ શીખવાની હોય છે. તે માટે અમે વિશેષ તાલીમ આપીએ જ છીએ.’
‘અભિયાને’ આ અંગે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડો. તરુલતાબહેનની મુલાકાત લીધી તો તેમણે કહ્યું, ‘હવે ભારતે પણ ગ્લોબલાઇઝેશન અપનાવ્યું છે, એટલે આ સ્કૂલો ભારતમાં આવકાર્ય છે. હા, અમારે આ અંગે પેરેન્ટ્સને થોડા કન્વિન્સ કરવા પડે છે. અમે ધોરણ ૧થી ૭માં આઈબીનું સિલેબસ ભણાવીએ છીએ. ૮થી ૧૦ ધોરણમાંં કેમ્બ્રિજનો અભ્યાસક્રમ ભણાવીએ છીએ. ત્યાર પછી ધોરણ ૧૧, ૧૨માં ફરી આઈબીનો અભ્યાસક્રમ ભણાવીએ છીએ.
આમ જોવા જાઓ તો દુનિયાના કોઈપણ ખૂણે બાળકો માટેના અભ્યાસક્રમ લગભગ સમકક્ષ જ છે. ફરક માત્ર પદ્ધતિનો છે. અમારી શાળાઓમાં ટીચરોને પણ નવા અભ્યાસક્રમની ખાસ તાલીમ આપવી પડે છે. અહીંના જે શિક્ષકો છે તેઓ ટ્રેડિશનલ (પરંપરાગત) રીતે ભણીને ડિગ્રી મેળવીને આવ્યા છે. તેમને આઈબીની રીત મુજબ નવી તરાહથી ભણાવવાની તાલીમ આપવી જરૂરી હોય છે. આપણે ત્યાં આઈબી સ્કૂલો ચાલુ રાખવા માટે પાયાની જરૂરિયાત ટ્રેઇન્ડ ટીચર્સ અને માનસિક રીતે તૈયાર પેરેન્ટ્સની છે.’
આઈબી સ્કૂલમાં પોતાનાં સંતાનને તાલીમ આપનાર એક વાલી કૃપા શાહે ‘અભિયાન’ને કહ્યું, ‘અમે જ્યારે સિંગાપોરથી અહીં શિફ્ટ કયર્ંુ ત્યારે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે સ્નેહાનું ભણતર મારા માટે માથાનો દુખાવો બનશે. અહીં આવીને તેને આઈબી સ્કૂલમાં મૂકી એટલે નિરાંત થઈ કે ચાલો, તેનું ભણતર આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે થવા લાગ્યું.
પરંતુ થોડા જ સમયમાં મોકાણ ચાલુ થઈ. સ્નેહાએ ફરિયાદ કરી કે તેના ટીચર્સ જે સમજાવે છે તે સમજાતું જ નથી. અમે તેની સ્કૂલમાં જે ટીચરો છે તેમની મુલાકાત લઈ આ વિષે આડકતરી રીતે ચર્ચા કરી જોઈ. તો ખ્યાલ આવ્યો કે ખરેખર તેમને જ ટ્રેનિંગની જરૂર હતી. તેઓ ઇન્ટરનેશનલ ધોરણો પ્રમાણે શિક્ષણ આપવાનું જાણતા જ નથી.
જો સ્કૂલના શિક્ષકો શિક્ષણની રીત ન જાણતા હોય તો તેને ટ્યૂશન આપનાર ક્યાંથી શોધવો? વળી કોઈ કારણસર વારંવાર સ્કૂલના ટીચર બદલાઈ જતા હતા. આવી ઘણી હેરાનગતિ અમને નડતી. સ્નેહાની સ્કૂલમાં ફી આખા ગામ કરતાં વધારે હતી. તેની સામેે ભણતરના સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સાવ મીંડું.’
કૃપાબહેનની એક વાત તદ્દન સાચી હતી. આઈબી સ્કૂલોની ફી બીજી સ્કૂલો કરતાં ખૂબ વધારે છે અને હોય તે સમજી શકાય તેવી વાત છે. આવી સ્કૂલનો આખા વર્ષનો ખર્ચ ગણીએ તો રૂપિયા એકથી દોઢ લાખ જેટલો થાય છે. તેમની ફરિયાદ પણ સાચી ગણવી પડે. આટલો ખર્ચ કર્યા પછી તેમનું સંતાન અન્ય બાળકો કરતાં નબળું જણાય તો ફરિયાદનું કારણ જ ગણાય.
આ બહેનની બીજી ફરિયાદ એ હતી કે આઈબી સ્કૂલની ભણાવવાની પદ્ધતિ પ્રોજેક્ટ આધારિત છે. દરેક પાઠ માટે પ્રોજેક્ટ કરવાનો હોવાથી તેની સામગ્રી લાવવી પડે. એ ખૂબ મોંઘું પડે છે. પ્રોજેક્ટનું મટીરિયલ બધી જગ્યાએ મળતું નથી, એટલે મોટાભાગના વાલીઓ પરેશાન થઈ જાય છે.
તેમણે સ્વીકાર્યું કે પ્રોજેક્ટનાં કારણે તેમની પુત્રી દરેક વાત એટલી પાકા પાયે સમજી જતી હતી કે શીખ્યા પછી તે ક્યારેય ભૂલતી નથી, પણ કુલ શિક્ષણનો સરવાળો કરીએ તો તેમનો અભ્યાસ બીજા સામાન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં ઓછો પડે છે. એટલે જ મારાં જેવાં માબાપને પોતાનાં સંતાનો પાછળ શ્રેષ્ઠ નાણાં ખર્ચવા છતાં પરિણામ ન મળતું હોવાનો વસવસો રહે છે.
હાલ જેમનાં બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે તેમાંના ઘણા ખરા વાલીઓનું કહેવું છે કે લાખ રૂપિયા ખર્ચતાય અમારાં સંતાનોને લાખ સુધીની ગણતરી નથી આવડતી. એ જ અમારા માટે માથાનો દુખાવો છે. ઘણાં વાલીએ તો આ કારણસર પોતાનાં બાળકોને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધાં છે.
આઈબી સ્કૂલમાં સંતાનને શિક્ષણ અપાવનાર અન્ય એક વાલી અવની પરીખ કહે છે, ‘મારાં બંને બાળકો મહાત્મા ગાંધી આઈબી સ્કૂલમાં છે. બંનેને કંઈ ખાસ તકલીફ નથી પડતી. અભ્યાસમાં થોડીક કચાશ લાગે તો અમે કવર કરાવી દઈએ છીએ. મને આ સ્કૂલ ગમે છે, તેની પાછળનું કારણ એ છે કે તમારું બાળક જે પણ કંઈ શીખશે તે તેને આજીવન યાદ રહેશે. બીજંુ કે કોઈ સ્પેશ્યલ વિષયમાં અગર બાળક કાચું હોય અથવા ખૂબ હોશિયાર હોય તો ટીચર્સ તરત જ આપણને જાણ કરે છે. જેથી આપણે તેના કાચા વિષય પર ધ્યાન આપી શકીએ અને જે વિષય પાકો છે તેના પર ફોકસ કરીને તેને આગળ કરિયરમાં મદદરૂપ થઈ શકે.’
અન્ય એક વાલી પિન્કીબહેન પટેલ કહે છે, ‘પણ આ શિક્ષણપદ્ધતિ સમજવી અઘરી છે. તેમના પ્રોજેક્ટમાં મદદ કરવી તેને ગાઇડન્સ આપીને ખરા અર્થમાં ભવિષ્ય ઘડતર કરવા માટે વાલીઓએ પણ એક લેવલની સમજ અને નોલેજ કેળવવાં પડે. અમે આ પદ્ધતિથી ખુશ છીએ. હા, જો પેરેન્ટ્સ પાસે સમય ન હોય તો ટ્યૂશન ટીચર્સ મળવા અઘરા છે અને ગુજરાતી મીડિયમમાં ભણેલા અથવા ઓછું ભણેલા વાલીને આગળ જતાં બાળકને મદદ કરવામાં તકલીફ થઈ શકે છે.’
બાળકો આવતી કાલનું ભવિષ્ય છે, આ ભવિષ્યનો પાયો મજબૂત હોવો જરૂરી છે, પણ માત્ર શોખ ખાતર, દેખાદેખીમાં અથવા તો વિશ્વ લેવલની સ્કૂલ સારી જ હોય તેવી માન્યતા ક્યારેક માબાપને ભારે પડે છે. આઈબી સ્કૂલમાં દાખલ થનાર ઘણાં બાળકોને ફરી ગુજરાતીમાં અથવા સેન્ટ્રલ લેવલનો અભ્યાસક્રમ હોય તેવી સ્કૂલમાં ટ્રાન્સફર કરવા પડે છે.
વાલીઓની વાત સાંભળ્યા પછી શિક્ષકોની મુલાકાત લેતાં તેઓ કહે છે, ‘અમારાં પગારધોરણ વૈશ્વિક લેવલનાં નથી. કામગીરી તેમના જેવી માગવામાં આવે છે. અમે આટલા પગારમાં અમારી શિક્ષણ પદ્ધતિ સદંતર બદલવા માગતા નથી. તેથી જ જો અમને બીજી સ્કૂલમાં સારી ઓફર મળે તો અમે તરત જમ્પ મારી દઈએ છીએ’.
સરવાળે ચિત્ર એવું ઊપસે છે કે આઈબી સ્કૂલો આજના સમયની જરૂરિયાત છે. તેને અપનાવવી જરૂરી છે, પરંતુ એ અપનાવવા માટે કાચા પાયે કામ ન ચાલે. તે માટે સૌપ્રથમ તો આદર્શ શિક્ષકો જ તૈયાર કરવા પડશે.  જેથી મોંઘીદાટ ફી ચૂકવનાર વાલીઓને કચવાટ ન થાય. શાળાના સંચાલકોએ પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આઈબી સ્કૂલોમાં માત્ર ભારતીયોનાં જ બાળકો નથી ભણવાના, અન્ય દેશમાંથી ભારત આવી વસેલાં બાળકો પણ ભણવા આવશે. તેઓ અહીંની સ્કૂલોનો અનુભવ સમગ્ર વિશ્વને જણાવશે. એટલે આવી સ્કૂલોનું શિક્ષણનું ધોરણ તો આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવું જ પડશે.

બોક્સઃ

ઇન્ટરનેશનલ બેચલરેટ સ્કૂલો વિષે

શરૂઆત ૧૯૬૮થી સ્વિત્ઝરલેન્ડના જીનીવા શહેરથી થઈ.

આજે સમગ્ર વિશ્વમાં કુલ ૧૪૧ દેશોમાં આઈબી સ્કૂલો છે.

વિશ્વની બધી આઈબી સ્કૂલોનો સરવાળો ૩,૩૨૩ થાય છે

વિશ્વના કુલ ૯,૯૮,૦૦૦ વિદ્યાર્થી હાલ આઈબીમાં ભણે છે.

આ સ્કૂલોમાં ૩ વર્ષથી ૧૯ વર્ષની ઉંમરનાં બાળકોને પ્રવેશ મળે છે.

સૌથી વધુ આઈબી સ્કૂલો અમેરિકામાં ૧,૩૦૭ છે.

વિશ્વના ૩૩ દેશોમાં માત્ર એક જ સ્કૂલ છે.


હસવું અને લોટ ફાકવો!

આઈબી સ્કૂલોમાં આંતરરાષ્ટ્રીય ધોરણનું શિક્ષણ અપાવવા માગતા કેટલાક વાલીઓની વાત હસવું અને લોટ ફાકવા જેવી છે. આ વાલીઓ કહે છે કે, ‘શિક્ષણ હંમેશાં માતૃભાષામાં લેવું જોઈએ. કારણ કે બાળક માતૃભાષા તેના ઘરમાં જન્મથી જ સાંભળતું અને સમજતું થયું હોય છે. તેની વિચારપ્રક્રિયા પણ માતૃભાષાની જ હોય છે. અન્ય ભાષાઓ તે પછીથી શીખે છે અને અન્ય તમામ ભાષાઓ માટે તેણે પોતાની માતૃભાષાના વિચારોને જ ેતે ભાષામાં અનુવાદ કરીને સમજવા તથા બોલવા પડે છે. તેથી જ આપણે અન્ય ભાષાઓ માતૃભાષા જેવી કડકડાટ બોલી શકતા નથી. એટલે આઈબીમાં પણ માતૃભાષામાં શિક્ષણ અપાય તો સારું.’

આ વાલીઓ ભૂલી જાય છે કે આઈબી સ્કૂલોની જરૂર વિદેશમાં વસતા આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમમાં ભણતાં બાળકો અન્ય દેશમાં જાય તો અભ્યાસક્રમ બદલવો ન પડે તેમાંથી ઊભી થઈ છે. જો તેમાં માતૃભાષાની વાત ઉમેરો તો પછી આંતરરાષ્ટ્રીય ધોરણે ચાલે તેવા એક જ અભ્યાસક્રમની વાત જ ક્યાં રહે છે. માતૃભાષામાં શિક્ષણ અપાવવું હોય તો આઈબી સ્કૂલમાં જવાની શી જરૂર છે?


બોક્સ

આઈબીની જેમ કેમ્બ્રિજ અભ્યાસક્રમ પણ ચાલે છે
તેની શરૂઆત (આઈબી પછી)૧૯૮૪થી યુ.એસ.એ.ના લોરા શહેરથી થઈ હતી.
વિશ્વના ૧૬૦ દેશોમાં કેમ્બ્રિજ અભ્યાસક્રમ ભણાવતી સ્કૂલો ચાલે છે
વિશ્વમાં કુલ આવી ૯,૦૦૦ સ્કૂલો આવેલી છે
ગુજરાતમાં કેમ્બ્રિજ અભ્યાસક્રમ ચલાવતી ૨૫ સ્કૂલો છે.