beaty tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
 તમે ચાહો તેવી તમારી હેર સ્ટાઇલ
 કોઈ પણ માનુુનીને મન કેશ કલાપનું અનેરું મહત્ત્વ હોય. આજે રેડીમેડ હેર ઉપલબ્ધ છે, જેમાં આખી વિગથી લઈ બે તાંતણાની ફ્લિક્સ એટલે કે લટનો સમાવેશ થઈ જાય છે. આજે ટીનેજર્સથી લઈને તમામ ઉંમરની મહિલાઓ પોતાના વાળની ખૂબસૂરતીને વધારવા માટે આજે પફ, ફ્લિક્સ, પેચ, અને વિગ તેમ જ તૈયાર હેર સ્ટાઇલનો સમાવેશ થાય છે.
પફ
 પહેલાં માત્ર વાળના પફ જ બજારમાં મળતા હતા. હવે આ માર્કેટ બદલાયું છે. પ્લાસ્ટિકના પફ પણ મળે છે. આ પફ વાળની આગળની સાઇડે લગાડાય છે, જેમાં કપાળ બંને બાજુ અને વચ્ચેના ભાગથી વાળ લઈને આ પફ પર સેટ કરવામાં આવે છે. જેથી વાળની આગળની સાઇડે ફુગ્ગો પડે છે. તે વિખેરાતો પણ નથી. આજે ઘણી સિરિયલ્સ ફિલ્મ્સમાં આ રીતની હેર સ્ટાઇલ જોવા મળે છે. ‘સબકે સપને સંવારે પ્રીતો’ તેમ જ હમણાં એક એવોર્ડ ફંક્શનમાં વિદ્યા બાલન પણ આ હેર સ્ટાઇલમાં જોવા મળી હતી.
ફ્લિક્સ
 અત્યારે યંગ જનરેશનમાં સૌથી હોટ ફેવરિટ આ ફિલક્સ છે, જેમાં વાળની કોઈ બીજા કલરની લટો અથવા કોઈ પ્રકારની એક્સેસરીઝવાળી લટોનો સમાવેશ થાય છે. આજનું યુથ બોલીવુડ અને ટેલીવુડ સુધી સીમિત રહ્યંુ નથી. હવે હોલીવુડની ફેશન પણ આપણે ત્યાં જોવા મળે છે. આ ફ્લિક્સ પણ મૂળ ત્યાંનું જ નજરાણું છે.
 ફ્લિક્સમાં અલગ અલગ જગ્યાએ આ લટો લગાવાય. તેના મૂળમાં પિન જેવો ભાગ હોય છે, જેથી તે સરળતાથી વાળમાં ચોંટેલી રહી શકે. બીજંુ કે આ એક ટેમ્પરરી ઇલાજ છે. જો તમે વાળમાં હાઇલાઇટ્સ કરાવો તો વાળ ખરાબ થવાની તેમ જ જ્યારે તમારે કલર વગરના વાળ જોઈતા હોય ત્યારે
એકદમ જ આ હાઇલાઇટ્સ દૂર ના કરી શકાય, પણ તેને ઠેકાણે ફ્લિક્સ વાપરો તો તમને જોઈએ તેવી હેર સ્ટાઇલ ગમે ત્યારે કરી શકાય. હોલીવુડની હિરોઇન કેટ વિન્સલેટે પણ આ સ્ટાઇલ અપનાવી હતી.
પેચ
 પેચ એ ફ્લિપ્સથી થોડો જ જુદો છે. પેચ એટલે તમારા વાળ સીધા હોય અને તમારે તેને વાંકડિયા કરવા હોય. આઉટ ટર્ન હોય અને ઇન ટર્ન બતાડવા હોય. તો બજારમાં હવે આવા રેડીમેડ પેચ તૈયાર મળે છે. તેની આગળ બટરફ્લાય જેવું હોય છે, જેથી તમારે પોની કે હાફ પોની લઈને ઉપર માત્ર બટરફ્લાયની જેમ ભરાવી દેવાનું.
 આવી તૈયાર હેરસ્ટાઇલ પણ માર્કેટમાં મળે છે. જે ફ્કત વાળ પર લગાડવાની જ હોય છે અને તમારી જોઈએ તેવી હેર સ્ટાઇલ તૈયાર.
઼વિગ
 વિગ એ જેના આછા વાળ છે. જેને ટૂંકા વાળ છે. તેને માટે બેસ્ટ ઓપ્શન છે. બજારમાં તમારા અસલી વાળને સૂટ કરે તેવી વિગ મળે છે. જે તમને તમારા સપનાની હેર સ્ટાઇલ કરવામાં મદદ કરશે.
 તો રાહ કોની જુઓ છો. તમને મનગમતી હેરસ્ટાઇલ તમારી રાહ જોઈ રહી છે.

health tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
‘હેર ફોલ સાથે સંકળાયેલી હેલ્થ’ 
આજે સોએ ૯૦ સ્ત્રીઓને હેર ફોલની સમસ્યા સતાવે છે. ઘટાદાર વાળ દરેક માનુનીની દિલની ખ્વાહિશ હોય, પણ ખરતા વાળ તેના આ સપનાને પણ ખેરવી નાખે છે. જો આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો પહેલાં તમારે તેના મૂળ સુધી પહોંચવું પડશે. પછી તેનું નિરાકરણ શક્ય બનશે.
ખરતા વાળનાં કારણો
 વાળ બે રીતે ખરે. એક કે વાળ બટકી જાય અને બીજું કે વાળ મૂળમાંથી ખરે. આ બંને રીતે વાળ ખરે તે આખરે આપણું નુકસાન જ છે, પણ તે ખરવા પાછળ કયાં કારણો જવાબદાર છે, ચાલો તે જોઈએ.
સનબર્ન
 વાળને સૌથી વધુ નુકસાન તડકાથી થાય છે, જેથી વાળ સાવ બરડ થઈને બટકી જાય છે. સાવ રૂક્ષ બની જાય છે. વાળ પોતાની ચમક ગુમાવે છે અને સાવ ડલ લાગે છે, તેથી જ્યારે પણ તડકામાં જાઓ ત્યારે માથાને જરૂર સુરક્ષિત કરો. 
ડેન્ડ્રફ
 વાળમાં ખોડાની પરેશાની એટલે તોબા તોબા. દરેક નારીનો દુશ્મન એટલે ડેન્ડ્રફ. હેર ફોલ પાછળનું આ એક ખૂબ જ અસર કરતું ફેક્ટર છે. વાળમાં ખોડા થવા પાછળ પણ અમુક નિશ્ચિત કારણો જવાબદાર છે, જેમ કે માથંુ ધોતી વખતે અગર તમે શેમ્પુ કે કન્ડિશનર યોગ્ય રીતે સાફ ના કર્યું હોય. તો તેના થર જામે અને ખોડો થાય અને કદાચ માથંુ ધોવામાં કચાશ રહી ગઈ હોય એટલે કે માથંુ મેલું રહેતંુ હોય તો મેલ જમા થવાથી.
હોર્મોન્સમાં પરિવર્તન
 હોર્મોન્સમાં થતી વધઘટ પણ વાળ પર અસર કરે છે. કેટલીક વાર માસિકનું ઋતુચક્ર અનિયમિત થઈ જાય. થાઇરોઇડ જેવી ગ્રંથિમાં સમસ્યા સર્જાવાથી પણ હેર ફોલની શક્યતાઓ વધી શકે છે.
પાણી બદલો
 પાણી પણ ખરતા વાળનું મૂળ હોઈ શકે. ખારા પાણી અને મીઠા પાણીની ભેળસેળ પણ વાળ માટે હાનિકારક છે. બને તો શુદ્ધ પાણીથી વાળ ધુઓ. તે તમારા વાળને ખરતા અટકાવશે.
પ્રોડક્ટ
 તમારા વાળ પર વારંવાર પ્રોડક્ટ બદલીને પ્રયોગો કરવાનું ટાળો.

એક જ પ્રકારની અને એક ધારી વસ્તુ વાપરો, જેમ કે શેમ્પુ, હેર ઓઇલ, કન્ડિશનર, હેર કલર વગેરે નિશ્ચિત કરેલા હોય અને બ્રાન્ડેડ હોય તે ચકાસી લો.
એલર્જી
 કોઈ પણ પ્રકારની વસ્તુની તમને એલર્જી હોય તો પણ તમારા વાળ ખરી શકે છે. તાકીદે એલર્જીનો ઉપચાર જ તમારા કાળા કામણગારા કેશ કલાપને બચાવી શકે છે.
ઉપચાર
એકધારી પ્રોડક્ટ વાપરો.
હૂંફાળા તેલથી માથામાં ચંપી કરો.
ગરમ પાણીથી વાળ ધુઓ.
જો શક્ય હોય તો માથામાં દિવેલ નાખો.
અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર વાળ ધુઓ.
વાળને પોષણ આપો.
તેલ નાખીને જ માથંુ ધુઓ.

beaty tips

ર્ંશ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
બ્યુટી ૧૩૫૦
હેડિંગ આંખો કરે મનની વાતો
ઇન્ટ્રો કોઈ પણ વ્યક્તિની આંખો તેના મનનું  દર્પણ હોય છે. જે રજૂઆત મન નથી કરી શકતું તે વાતની પ્રસ્તુતી ઘણી વાર આંખો કરી દેતી હોય છે. માનુની માટે પણ તેના નયનોનો શણગાર કરવો જરૂરી છે.
આ આંખોના અનોખા શણગારમાં પણ હવે કલર કોસ્મેટિકે કબજો જમાવ્યો છે, પણ સ્થળ અને ઉમર સાથે તેને લેવાદેવા છે માટે આ રહી ટિપ્સ જે તમને તમામથી ડિફરન્ટ લુક્સ આપશે. તમે લાગશો ખૂબસૂરત અને ટ્રેન્ડી.
 દરેક રંગમાં તમારી કામણગારી આંખોના કામણને ઓર વધારવા માટે માર્કેટમાં રંગબેરંગી આઇ લાઇનર હવે ઉપલબ્ધ છે.
ટીનેજર્સ
 ટીનેજર્સ માટે બજારમાં અત્યારે હોટ ફેવરિટ છે પિન્ક, ઓરેન્જ અને બીજા તમામ રંગ. આ રંગોની આઇલાઇનર તમને તમારા ગ્રુપમાં અને સ્કૂલમાં એક દમ અલગ પ્રકારની ઓળખ આપશે. પણ હા, જોજો ચાલુ સ્કૂલે આ લપેડો સારો નહીં લાગે, પણ પિકનિક અને ફંક્શનમાં તમે જરૂર છવાઈ જશો.
કોલેજિયન
 કોલેજિયન માટે પણ તેમના હોટ ફેવરિટ ક્લરની આઇ લાઇનર તેમની રાહ જોઈ રહી છે. તેમને કોઈ પણ કલરની  આઇ લાઇનર શોભશે. તેમણે કોઈ પણ કલર આઇ લાઇનર લઈને આંખો પર થોડી જાડી આઇ લાઇનર આંખોની બહારની બાજુ સહેજ થોડી કાઢશો તો વળી, એકદમ કુલ દેખાશો.
કોર્પોરેટ લુક
  નોકરી કે કોઈ અન્ય વ્યવસાય કરતી મહિલાઓ માટે હાલમાં સ્મોકી ગ્રીન કલર ઇન છે. તે તમારા વ્યક્તિત્વને એકદમ નિખારી દેશે. વળી, હાલમાં તો બ્રાઉન અને પર્પલ કલરમાં પણ તમે ચમકી ઊઠશો. વળી, નોકરીને કારણે ઘણી વાર બેત્રણ ક્લાક સુધી તૈયાર થવાનો સમય મળતો નથી. એવે વખતે આ પેન્સિલ આઇ લાઇનર તમને રાહત આપશે.
પાર્ટીવેર
 કોઈ પણ પાર્ટી માટે તમારી આંખોની ચમક ગોલ્ડન અને સિલ્વર આઇ લાઇનર વધારશે. પાર્ટીમાં તમે છવાઈ જશો. સાથે તમે સ્ટાર કે નાના સ્ટોન પણ લગાવી શકો. તમારા ડ્રેસને મેચિંગ આઇ લાઇનર તો ખરી જ. આ આઇ લાઇનરનો બીજો એ ફાયદો છે કે તે ફેલાતી નથી. કેરી કરવી ઈઝી છે. ગરમીમાં જેમને પરસેવો થતો હોય તે પણ લિશ્ચિત થઈ આ આઈલાઈનર વાપરી શકે છે.
 જોઈએ તેટલી કોન્ટીટીમાં લીક્વીડ અને પેન્સિલ બેઉ પ્રકારની આઈલાઈનર દરેક રંગમાં બજારમાં અવેલેબલ છે તો સમથીંગ ડિફ્રન્ટ કલર ટ્રાય કરો.
 

flower hunted stone -Gayatri Joshi

ફુલોથી પથ્થરના કતલ
                                        (1)

 શું? ના હોય!  ખરેખર?
      ઓહ નો! મને ખબર હતી નેના તુ આ ભુલ કરવાનીજ હતી મને ખાત્રી હતી. કેમ કેમ તુ સમજતી નથી કે સમજવા માંગતી નથી. શું બગાડ્યું છે મેં તારુ? તને પૈસો, ઘર, ગાડી, બાળકો એક સુખી સંપણ પરિવાર. પણ તુ ડેમટ સ્ટુપીડ મારા માતાપિતાને પણ નથી સાચવી શકતી. યુ ફુલ. (થોડી વાર શ્વાસ લે છે) તને હું શું કહુ? હવે હું કંટાળી ગયો છું. પ્લીઝ પ્લીઝ મોઢામાંથી કાંઈ ફાટીશ!
       (ડરતી ગભરાતી નેના એ જબલબેડમાં તકિયા કરતાં પમ નાની જગ્યામાં સાવ સંકોચાઈને બેઠી છે. તે એક પંખીડાની જેમ બીકની મારી ફફડતાં ફફડતાં જવાબ આપે છે.ઃ)
મને એમ કે મમ્મી અને રુપાબેનને આ ગમશે. પણ તેમણે તો ખુબ હો હા કરી નાંખી પ્લીઝ રોની. ધીસ ઈઝ માય લાસ્ટ મીસ્ટેક. પ્લીઝ પ્લીઝ આટલું બોલતાં બોલતાં તો નેના રીતસર ધ્રુસકે અને ધ્રુસકે રડી પડે છે.
       ઓકે ઓકે બહુ થયું હવે મારે કંઈ નથી સાંભળવું. મારે આજે જ ન્યુ જર્સી જવાનું છે. મારી બેગ પેક છે કે નહીં?
        ફરીથી સસલીની જેમ કંપતી કંપતી નેના બોલે છે. ‘મને એમ કે તમારે કાલે બપોરે જવાનું છે તો સવારે તમારા ઈસ્ત્રીના ેકપડાં આવી જશે એટલે બપોર સુધીમાં બેગ પેક કરી દઈશ. કાલે મેં હાફ લીવ લીધી છે.
       જાણે હમણાંજ નેનાને એક તમાચો ચોડી દેશે તેવા ભાવ સાથે કહે છે. ‘ આભાર તમે અમારે માટે રજા લીધી તે ખુબ ખુબ આભાર તમારો! હું ેનીચે મમ્મી પાસે બેસવા જાઉં છું. તુ એકલી અહીં પડી પડી સડ.’
 આટલુ બોલીને રોની સડસડાટ રૂમની બહાર નીકળી જાય છે અને ધડામ દઈને રૂમનો દરવાજો બંધ કરે છે.  
        નેના પહેલા જોઈ રહે છે અને પછી ધીરે રહીને માથું ઉંચુ કરે છે. જાણે કશુ બન્યુજ નથી તેમ તેનું તીજોરી ખોલે છે. અંદરથી સ્કીન ટાઈટ જીન્સ અને બ્લેક ટીશર્ટ કાઢે છે. એકદમજ બાથરૂમ તરફ જાય છે. ઠંડા પાણીનો ફુવારો એકદમ ફાસ્ટ કરે છે. પહેરેલ સાડીએજ તે ફુવારા નીચે ઉભી રહી જાય છે. ખાસ્સી પંદરેક મીનીટ સુધી પલળતી રહી પછી તેણે તમામ વસ્ત્રો ઉતારીને પાણી નાતરતી હાલતમાંજ બાથરૂમમાંથી બહાર આવે છે. આવીને આયના સામે ઉભી રહે છે. પછી થોડી વાર પોતાનુંજ સાવ ર્નીવસ્ત્ર પ્રતિબીંબ દર્પણમાં જોયા બાદ તે જીન્સ અને કાળી ટીશર્ટ પહેરે છે.
        ફુવારા નીચે ઉભા રહેવાને કારણે તેના સરસ રીતે ચોટલામાં ગુંથાયેલા વાળ સાવ ચોટી ગયા છે. નેના હળવેકથી વાળ જાણે બંધનમાંથી મુક્ત કરતી હોય તેમ છોડે છે. અને તેને બસ આમજ છુટ્ટા મુકી દે છે. તેની નજર ડ્રેસીંગ ટેબલ પર પડેલા પોતાના મેકઅપ બોક્સ પર જાય છે. અને........

Beaty Tips

ગાયત્રી જોષી
બ્યુટી
 ‘સ્વચ્છતા એ સુંદરતાની ચાવી છે’
 બાળકો ભગવાનનું રૂપ હોય છે અને તેઓ કુદરતી રીતે સુંદર હોય છે. તેમને કાળજીની જરૂર હોય છે, જ્યારે શિશુ જન્મે ત્યારે તેની ત્વચા ખૂબ જ કોમળ અને સુંવાળી  હોય. બાળકને કોઈ પણ પ્રકારના મેકઅપની જરૂર નથી હોતી, પણ જો તેમની ત્વચા, વાળ અને શરીરની સારી રીતે સંભાળ રાખવામાં આવે તો તે અૌર ખૂબસૂરત દેખાઈ શકે.
     બાળકોની સુંદરતામાં સ્વચ્છતા ચાર ચાંદ લગાવી દે છે. બાળકની સુંવાળી ચામડી શિયાળામાં ખાસ શુષ્ક થઈ જાય છે. જો તમે થોડીક જ કાળજી રાખો તો તમારું બાળક પણ લાખોમાં એક દેખાશે. જો તમારે પણ તમારા બાળકને રાજકુમાર કે રાજકુમારી જેવું બનાવવું હોય તો આ રહી ટિપ્સ.

ત્વચા
બાળકનો વાન ભલે ગમે તે હોય પણ તેની ત્વચાની કાંતિ તેની સુંદરતાનું પ્રતીક હોય છે અને જો તેની પૂરતી કાળજી લેવામાં ન આવે તો તે નિસ્તેજ અને બરછટ થઈ જાય છે.
ટિપ્સ
બાળક માટે જ્યારે પણ નહાવાનો સાબુ ખરીદો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો, જેમ કે સાબુમાં ખૂબ વધારે પ્રમાણમાં કેમિકલ ના હોય. બને ત્યાં સુધી બેબીશોપનો ઉપયોગ કરો, જે તેની ત્વચાને નુકસાન ન પહોંચાડે અને જરૂરી પ્રમાણમાં પોષણ આપે.
વાળ
બાળકોના વાળ ખૂબ જ નાજુક હોય છે. તેને ખાસ કેરની જરૂર હોય છે. વળી,
તેનું તાળવું પણ પ્રમાણમાં ખૂબ પોચું હોય છે, તેથી વાળને પૂરતંુ પોષણ મળવું જરૂરી છે.
ટિપ્સ
બાળક માટે ખાસ સુગંધીદાર અથવા કોઈ અન્ય તેલ વાપરવાની જગ્યાએ શુદ્ધ કોપરેલ અથવા તો બદામનું તેલ વાપરો. જે બાળકને પોષણની સાથે સાથે બીજી જરૂરિયાતો પણ પૂરી કરશે.
શરીર
બાળક હંમેશાં ખિલખિલાટ રહે તે માટે એટલું જરૂર કરવું કે તેના શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખો. નખ, તેના હાથ પગ, પેટ અને બીજાં અંગોનું પણ ધ્યાન રાખો.
ટિપ્સ
બાળક અગર રડતું હોય તો તેનું કારણ જાણવાની કોશિશ કરો. તેના કોઈ શરીરમાં ક્યાંય દર્દ તો નથી તે ચકાસો. તેનાં ડાયપર સમયાંતરે ભીનાં થાય કે તરત ચેન્જ કરો.
સ્વચ્છતા
બાળકની સુંદરતા તેની સ્વચ્છતાથી છે. બાળક ગમે તેટલું સુંદર હશે, પણ જો તે ગંદંુ હશે તો કોઈને નહીં ગમે એટલે માબાપે ખાસ કાળજી રાખવી જોઈએ.
ટિપ્સ
તેનાં કપડાં ચોખ્ખાં રહે તેનું ધ્યાન રાખો. તેના ડાયપર ટાઇમસર ચેન્જ કરો. તેને કોઈ એલર્જી ન થાય તેનું ધ્યાન રાખો. બાળક ખૂબ કોમળ હોય છે, જેથી એક જરાક અમથો ઘસરકો ક્યારેક ચકામાનું રૂપ લઈ લે છે. બાળકને શક્ય હોય ત્યાં સુધી ઢીલાં કપડાં પહેરાવો, કેમ કે તેને ખૂબ જાડાં અને ફીટ કપડાંથી શરીર પર કાપા પડી જાય છે.

Beaty Tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
બ્યુટી
 ‘નિતનવી ફેશનમાં નેઇલ આાર્ટનું નજરાણું’
ઇન્ટ્રો આજની નારી ફેશનપરસ્ત છે. તેને માટે ફેશનમાં માત્ર નુમાઇશ જ નહીં, પણ સાથે સાથે પોતાને સ્ટાઇલ આઇકોન તરીકે પ્રેઝન્ટ કરવાની તેને ખેવના હોય છે. માત્ર મોડેલ કે સ્ટારને જોઈને જ નહીં, પણ પોતાની મેેળે બીજા અનુસરે તેવી સ્ટાઇલ પણ અપનાવતી હોય છે. હાલમાં હોટ ફેવરિટ બ્યુટી ફેશન છે, નેઇલ આર્ટની.
નેઇલ આર્ટે અત્યારે ટીનેજર્સથી લઈને વર્કંિગ વુમન, હાઉસવાઇફ, કલાકાર દરેકમાં આકર્ષણ જન્માવ્યું છે. મોડર્ન માનુનીને ફેશનની સાથે સાથે સ્ટાઇલનું પણ ઘેલું છે અને તેથી જ આજે આપણી પર્સનાલિટી પર ચાર ચાંદ લગાવવા માટે તમે પણ નખને જરા ટ્રિમ કરીને થોડું આર્ટ કરી નાખો.
નેઇલ કેર
નખની સંભાળ અને કાળજી તમારા નખને જેટલા આકર્ષક બનાવશે તેટલા બીજી એકેય વસ્તુ તમારા નખને સુંદર નહીં બતાવી શકે. હાથ હંમેશાં સ્વચ્છ રાખો. હાથની સાથે નખ જોડાયેલા છે. નખ પર જ્યારે તમે નેઇલ પોલિશ લગાવવા માગતા હોવ ત્યારે પહેલાં તેની થોડી માલિશ કરો. બંને હાથ પર થોડી ક્રીમ લઈ હળવા હાથે બંને હથેળીમાં નખ વડે મસાજ કરો, જેથી નખને પણ મસાજ મળશે. અને નખ એકદમ હાર્ડ થવાને બદલે નરમ થશે. નેઇલ રીમૂવર વાપર્યા બાદ નખને થોડો મસાજ આપો, જેથી તે સૂકા થતા અટકશે.
નેઇલ શેપ
નખની આકર્ષકતા વધારવા માટે તેને સમયસર ટ્રિમ કરવા જરૂરી છે અને તેને યોગ્ય આકાર આપવો પડે. તમને ગમતો આકાર સર્વશ્રેષ્ઠ હશે, પણ જો શક્ય હોય તો ખૂણા પડતા હોય તેવો શેપ આપવાનું ટાળો. હોલિવુડમાં અત્યારે ઓવલ શેપની ફેશન છે, જે લગભગ આદર્શ ગણી શકાય. યોગ્ય સેફ તે જ કહેવાય, જે તમારા હાથ અને આંગળીઓ પર શોભવો જોઈએ. મેનિક્યોર કરાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે નખને કોઈ નુકસાન ન થાય.
નેઇલ પેન્ટ
નેઇલ પેન્ટ કરતી વખતે નેઇલ પોલિશમાંથી બ્રશમાં રંગ ટપકે નહીં તે રીતે લો. અને નખની વચ્ચેના ભાગથી નખને રંગવાની શરૂઆત કરો. એ પછી આજુબાજુ પીંછી મારો. નેઇલ પોલિશનો પ્રથમ કોટ લગાવ્યાની એકાદ મિનિટ બાદ બીજો કોટ લગાવો. આમ નખના કુલ ત્રણ કોટ લગાવો.
નેઇલ આર્ટ
નેઇલ પોલિશ લગાવ્યા બાદ તેના પર તેનાથી કોન્ટ્રાસ કલરના નેઇલ આર્ટ કરો.
નેઇલ આર્ટમાં તમે સ્ટોનથી લઈને તમામ વસ્તુનો ઉપયોગ કરી શકો. વળી, અત્યારે તો માર્કેટમાં આર્ટિફિશિયલ નેઇલ મળે છે અને તેના પર તમે જાતે નેઇન આર્ટ કરી શકો. અત્યારે નખ લાંબા છે કે ટૂંકા તે અગત્યનું નથી રહ્યું, પણ તેના પર આર્ટ અથવા પેઇન્ટ કેવું છે, તે અગત્યનું છે.
જો તમારે પણ ટ્રેન્ડી અને સ્ટાઇલિશ દેખાવું હોય તો નખ રંગીને તમને ગમતી ફૂલવેલ, પાન કે કંઈ પણ આકાર દોરી દો નેઇલ આર્ટ તૈયાર. આજની માનુનીને માત્ર મોડર્ન જ નહીં, પણ બધા કરતાં અલગ પણ દેખાવું છે.

beaty tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
બ્યુટી
 સ્કિનને સોફ્ટ અને સુંદર બનાવતા
તમારી ત્વચાની તમા તો તમારે જ રાખવી પડશે. જરા આજુબાજુ નજર દોડાવો તો તમને સ્કિનને સોફ્ટ અને ઝળહળતી રાખવાના ઉપાયો નજરે પડશે. જે ફક્ત તમે જ નહીં, પણ ચોતરફ ચર્ચાનો વિષય બનશે. આ માટે કેટલાંક સૂચનો છે, જે અનુસરવા જેવાં છે.
ચામડીને ચોખ્ખી અને ચળકતી રાખવા માટે સાવ સામાન્ય અને રોજબરોજની વપરાશમાં આવતી વસ્તુઓ ઉપયોગમાં આવી શકે તે માટે તમારે ખાલી થોડીક કેર કરવાની જરૂર છે.
સ્કિનને સોફ્ટ અને સુંદર બનાવતી વસ્તુઓ
સન બર્ન
જો તમારી સુંદર ત્વચા સન બર્નનો ભોગ બની હોય તો તેની રિકવરી માટે એલોવેરા શ્રેષ્ઠ ઉપાય છે.
નેચરલ મોઇશ્ચરાઇઝર
મધ એ કુદરતી મોઇશ્ચરાઇઝર છે, જે તમારી ત્વચાને નેચરલી જ નિખાર આપશે.
બ્લેક હેડ્સ
ચાંદમાં ડાઘની જેમ ચામડીના દુશ્મન બ્લેક હેડ્સ ને દૂર કરે છે અખરોટ. અખરોટનો ભૂકો તમારી ત્વચાને કુદરતી સ્ક્રબિંગ પૂરંુ પાડે છે. અને જિદ્દી બ્લેક હેડ્સ દૂર કરે છે.
સ્મૂધ સ્કિન
ત્વચાને લીસી એટલે સિલ્કી સ્મૂધ બનાવવા માટે કોકોનેટ મિલ્ક અને દહીં ઉત્તમ ઉપચાર છે.
સ્કીન ક્લિન્સર
ચામડીને ચળકતી રાખવા માટે દહીં સ્કિન ક્લિન્સરનું કામ કરે છે.
સ્કિનને શુદ્ધ કરવા
જેટલી ત્વચા શુદ્ધ તેટલી સુંદર અને તેનો સરસ ઇલાજ એટલે મધ અને અખરોટના ભૂકાને ભેળવીને તેના વડે હળવો હળવો મસાજ.
સ્કિનને સ્ક્રબ
ચામડીને ચોખ્ખી રાખવામાં નિયમિત સ્ક્રબિંગ જરૂરી છે.  મેથીના દાણા અને અખરોટ તમારી ત્વચાને યોગ્ય સ્ક્રબ કરે છે
ડ્રાય સ્કિન
 ફ્રેશ અને ફેર દેખાવા માટે તમારે સ્કિન પરથી મૃત કોષોનું આવરણ હટાવી દેવું જોઈએ. તે માટે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો.
સોફ્ટ સ્કિન
ચામડીને સુંવાળી બનાવવા માટે ઓરેન્જ, લેમન, પાઇનેપલ, વિનેગાર વગેરેનો માસ્ક પહેરો.
સ્કિન બ્લિચ
ત્વચાનું કુદરતી બ્લિચિંગ ગણવું હોય તો દહીં, મધ, ઓરેન્જ, લેમન, પાઇનેપલ વગેરેનો પલ્પ તમારા માટે ઉત્તમ સ્કિન બ્લિચ સાબિત થશે.
ડાર્ક સર્કલ અને કરચલીઓ
આંખો નીચેનાં કાળાં કૂંડાળાં અને ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે કાકડી અને નટ્સ ખૂબ ઉપયોગી નીવડશે.
જો તમારે તમારી ત્વચા સોફ્ટ અને શાઇનિંગવાળી કરવી હોય તો આટલું અવશ્ય કરો. આમેય કોસ્મેટિક આઇટમમાં પણ આ બધાં તત્ત્વો જ આવતાં હોય છે તો તેને બીજી આર્ટિફિશિયલ વસ્તુઓ સાથે ભેળવવા કરતાં તેનો સીધો ઉપયોગ શું ખોટો છે.



beaty tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
બ્યુટી
 નવવધૂના નવલા શણગારમાં મેકઅપની રોનક
 લગ્ન દિવસ દુલ્હન માટે સૌથી સ્પેશિયલ દિવસ હોય છે. આ દિવસ વારંવાર નથી આવતો; તેથી જ વધૂ બનવા જઈ રહેલી કન્યા મેરેજની તૈયારીમાં કોઈ પણ કસર નથી છોડતી. પણ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવનારા મેકઅપને એપ્લાય કરતાં પહેલાં અમુક મુદ્દા જરૂર ધ્યાનમાં રાખજો.
કોઈ પણ યુવતી માટે પોતાના મેરેજનો દિવસ સૌથી અગત્યનો હોય અને તે દિવસ પૂરતી દુલ્હન સ્ટાર હોય છે, પણ આ શોભા વધારનારા મેકઅપ વિશે તેને કરાવતાં પહેલાં અમુક માહિતી અવશ્ય સમજી લેવી જોઈએ.
કોસ્મેટિકની ચકાસણી
કોઈ પણ કોસ્મેટિક ટ્રીટમેન્ટ લેતાં પહેલાં બ્યુટી પ્રોડક્ટ બરાબર છે કે નહીં તે જરૂરથી ચકાસી લેવું. આ કોસ્મેટિક આઇટમોની એક્સપાયરી ડેટ પણ જોવી. એ સિવાય તેમાં કોઈ હાર્ડ કેમિકલ ના હોય તે પણ ખાસ ચેક કરવું કેમ કે તે તમારી સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે.
ટ્રેઇન્ડ બ્યુટિશિયન
હંમેશાં પ્રોપર અને કુશળ બ્યુટિશિયન જોડે જ બ્યુટી ટ્રીટમેન્ટ લો. જો તે પોતાના કાર્યક્ષેત્રમાં કાબેલ નહીં હોય તો તે તમારી સુંદરતા વધારવાની જગ્યાએ તેમાં મુશ્કેલી પેદા કરી શકે છે.
મેકઅપ ટ્રાયલ
મેકઅપ ફાઇનલ કરતાં પહેલાં તેનો એકબે વાર ટ્રાયલ અવશ્ય લો. તમને કયો મેકઅપ ઓપશે તે તમે ખુદ એક બે વાર ટ્રાયલ કરીને પછી જે સૌથી વધુ શોભે તે નક્કી કરી શકો છો. જો તમે ઘઉંવર્ણા હો તો તમારે તમને શોભે તેવો મેકઅપ કરાવવો જોઈએ.
અનુકૂળતા
તમારી સ્કીનટોનને મેચ કરે તેવો મેકઅપ પસંદ કરો. બીજંુ કે લગ્ન ક્યારનાં છે એટલે કે સવારનાં, બપોરનાં, સાંજનાં કે પછી રાતનાં તો તે મુજબનો મેકઅપ પસંદ કરો. તમારી અનુકૂળતાએ ટાઇમ પણ સેટ કરી લો. તમને એક વાર આખો બ્રાઇડલ મેકઅપ કરતાં બ્યુટિશિયન કેટલો સમય લે છે. તે જાણવું પણ જરૂરી છે.
કલર કોમ્બિનેશન
તમારા બ્રાઇડલ વેર, સ્કીનટોન અને લગ્નના સમયને અનુરૂપ હોય તેવું મેકઅપનું કલર કોમ્બિનેશન પસંદ કરો, જેથી તમે તમારી જિંદગીનો સૌથી સ્પેશિયલ દિવસ ધામધૂમથી ઊજવી શકો અને એ દિવસે તમે છવાઈ જાઓ.
મેરેજમાં સૌથી વધુ રોનક વરવધૂની જ હોય છે. તેમને કારણે જ વિવાહ સફળ થાય છે.

Beaty tips

ગાયત્રી જોષી
બ્યુટ
ચાળીસી વટાવ્યા પછીનો દબદબો
કોઈ પણ સ્ત્રીનો ચાળીસી પછી દબદબો વધી જાય. આ સમયે તેણે પોતાનો રુઆબ અને રુતબો જાળવવા માટે પોતાની સુંદરતાની થોડી સંભાળ રાખે તો આ રુઆબમાં થોડી અૌર રોનકનો ઉમેરો થાય છે અને તેના જાદુથી કોઈ બચી નથી શકતું.

ચાળીસી પછી ત્વચાને ખાસ કાળજીની જરૂરિયાત હોય છે, કેમ કે પછી તે કોઈ ટીનેજર છોકરી કે કોઈ યુવતી નહીં, પણ એક જાજરમાન મહિલા કહેવાય છે. ઉંમરની સાથે સાથે શરીરમાં પણ ખાસ્સાએવા ફેર આવ્યા હોય છે. તો આ આવેલા તફાવતને સમજીને અનુકૂલન સાધશો તો તમે બીજા માટે સ્ટાઇલ સિમ્બોલ ગણાશો. જે તમારી ઉંમરની પણ ગરિમા જાળવી રાખશે.
આ ઉંમરે એક ખાસ પ્રકારના મેકઓવરની જરૂર હોય છે. તમારા મેકઅપ, હેર સ્ટાઇલ અને કપડાં પહેરવાની સ્ટાઇલ તમને એક અનોખો દેખાવ પ્રદાન કરી શકે છે.
બને ત્યાં સુધી પ્લેન અને સિમ્પલ મેકઅપનો ઉપયોગ કરવો
ચામડીનો પ્રકાર સમજી તેને અનુરૂપ મેકઅપ તમારા દેખાવને ઓર આકર્ષક બનાવશે.
પાણી એ ચામડીનું કુદરતી પ્યુરિફાયર છે. બને તેટલું પાણી પીવો.
દિવસમાં બેથી ચાર વાર મોં ધુઓ. રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને તરત સહેજ હૂંફાળા પાણી વડે ચહેરાને બરાબર ધુઓ.
તમારી ત્વચાને અનુરૂપ મોઇસ્ચરાઇઝર જરૂર વાપરો.
જો તમારી સ્કીન ડ્રાય હોય તો વધુ પડતો મેકઅપ ટાળો.
જ્યારે પણ ચહેરા પર પાઉડર લગાવો ત્યારે ચામડી સૂકી અને મેટ ના લાગે તેનું ધ્યાન રાખો.
તમારી સ્કિનને ટોન કરવા માટે હેવી ફાઉન્ડેશનનો ઉપયોગ કરો.
હંમેશાં મેકઅપ કરતી વખતે બ્રશ વાપરો. તેનાથી સરળતા રહેશે અને મેકઅપ દરેક જગ્યાએ સરખો ફેલાશે.
કોઈ પ્રોફેશનલ બ્યુટિશિયનને કન્સલ્ટ કરો.
શક્ય હોય તો એક વાર મેકઓવર અવશ્ય કરો.
ચાળીસી પછી લાંબા વાળ સારા નહીં લાગે, માટે ટૂંકા વાળ રાખો.
જ્યારે પણ હેર કલર ચેન્જ કરો ત્યારે મેકઅપ સ્ટાઇલ પણ ચેન્જ કરો.
આઇબ્રો ને યોગ્ય શેપ આપો. બને ત્યાં સુધી વેક્સ કરવાનું ટાળો. તેનાથી ચામડી લબડી પડે છે.
જ્યારે તમે ફાઉન્ડેશનનો ઉપયોગ કરો ત્યારે તેમાં થોડું લિક્વિડ મોઇસ્ચરાઇઝર ઉમેરો.
હંમેશાં આઇ લાઇનર કરો. તમારી ઢળતી ઉંમરની ચાડી તમારી આંખો સૌથી વધારે ખાય છે. આ ઉંમર છુપાવવા માટે નહીં, પણ તમારો દબદબો વધારવા માટે મેકઅપ કરો.
 કોઈ પણ સ્ત્રીને પોતાની ઉંમર કરતાં નાનું દેખાવું વધુ ગમે, પણ નાના દેખાવાની લાયમાં તમે હાંસીપાત્ર ના બનો તેનું ખાસ ધ્યાન રાખો. ચાળીસી એ ઉંમરનો ખૂબ રોમાંચક પડાવ છે. તો તેને એન્જોય કરો.


Beaty tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી

 ચહેરાના આકારને અનુરૂપ હેર કટ તમને ઓર આકર્ષક બનાવશે.
 તમારા ચહેરાનો આકાર જાણી તેની ખામી ઢંકાઈ જાય અને તે તમારી ખૂબી બની જાય તેવી હેર સ્ટાઇલ તમને નવી જ આભા પ્રદાન કરશે. દરેકના ચહેરા અલગ અલગ આકારના હોય છે. તો આ દરેક ચહેરાને આકર્ષક બનાવવા માટે તમારા ચહેરાને અનુરૂપ હેર કટ કરાવવાથી તમારી પર્સનાલિટી ઓર નીખરી ઊઠશે.
અંડાકાર ચહેરો
 ઓવલ શેપનો ફેસ એકદમ પરફેક્ટ કહેવાય. ઓવલ શેપ એટલે અંડાકાર ચહેરો, જેમાં કપાળ અને દાઢીનો ભાગ સરખો હોય. ઐશ્વર્યા રાયનો ફેસ ઓવલ ફેસ છે. આ ચહેરા પર કોઈ પણ પ્રકારના હેર કટ શોભશે. જો નાક લાંબું હોય તો વચ્ચે પાંથી નહીં શોભે. જો નાક નાનું હોય તો બાઉન્સી શોર્ટ હેર ખૂબ સરસ દેખાશે.
ગોળ ચહેરો
 ગોળ ચહેરામાં કપાળથી છેક દાઢી સુધીનો ચહેરો જાણે ગોળ રેખા દોરી હોય તેવો હશે. ગોળાકાર ચહેરામાં ઊભંુ માથંુ સારું નહીં લાગે. તેમાં વન સાઇડ વાળ આવે તેવા કોઈ પણ હેર કટ અનેરો ઓપ આપશે.
લાંબો ચહેરો
 લાંબો ચહેરા જેને આપણે ઊભો ચહેરો પણ કહીએ છીએ, જે સહેજ વધુ લંબગોળ હોય છે. આવા ચહેરા પર ફ્લિપ્સ આવે તેવા હેર કટ ખૂબ સરસ લાગશે. તેનાથી તમારા કપાળ અને દાઢી વચ્ચેનું અંતર ઓછું લાગશે. બને તેટલા સ્ટેપ્સ સારા લાગશે.
ચોરસ ચહેરો
 ચોરસ ચહેરામાં કપાળ અને દાઢીમાં જાણે લાઇનો પડતી હોય તેમ તમારો ફેસ કટ ચોરસ બનતો હશે. આ ચહેરા વન સાઇડ વાળ ખૂબ શોભશે. તેમાંય તમારા વાળનેે બને તો અંદર તરફ ટર્ન કરો. ખરેખર તમારી ઇમેજ જ ચેન્જ થઈ જશે.
઼જમરૂખ આકારનો ચહેરો
 જમરૂખ આકારના ચહેરો એટલે એવો ચહેરો જેનું કપાળ થોડું પહોળંુ હોય, તેના ગાલ બેસેલા હોય અને વળી, દાઢીએથી સહેજ પહોળો હોય. આવા ચહેરા પર કપાળને કવર કરતા હેર કટ તમારા વ્યક્તિત્વને નવી જ ઓળખ આપશે.
ડાયમન્ડ આકારનો ચહેરો
 ડાયમન્ડ આકારનો ફેસ એટલે કે જેમાં કપાળ અને દાઢી સપ્રમાણ હોય પણ તેના ગાલ સહેજ ફૂલેલા હોય. આવા ચહેરામાં કાન પર લટકતી લટોવાળા હેર કટ શોભશે. તમારા વાળને બહાર તરફ ટર્ન કરો તો વળી તેની શોભામાં ઓર વધારો થશે.
દિલ આકારનો ચહેરો
જેમ ઓવલ શેપ આદર્શ છે તેવી જ રીતે દિલ આકારના ચહેરા પર પણ બધા જ પ્રકારના હેર કટ સારા લાગશે. વળી, તેમાં સેન્ટર પાંથી પણ શોભી ઊઠશે.
 કુદરત દરેકને સંપૂર્ણ નથી બનાવતી પણ બ્યુટી પાર્લર અને હેર સલૂન આ કમીને જરૂર પૂરી કરે છે. તો તેનો મહત્તમ લાભ લો.