સંવેદના
હું  કેમ કરી કહુ તમને મારી સંવેદના  રે
તમે  ક્રિશ્ન  અમે  સુદામાની  નાતના  રે

મધુવનો આસપાસ તમારી જાતજાતના રે
અમને  તો  વ્હાલી  અમારી  યાતના  રે

ઝીલી  લીધા  છે ઘા  કિસ્મતની ઘાતના રે
અમે તો કાયલ કેવળ  તમારા  સાથના  રે

મહેક્યાતા ક્યારેક બનીને હિસ્સો બજારના રે
અમે  તો  કરમાયેલા ફૂલ તમારી મજારના રે
GAYATRI JOSHI
જીવન   મળ્યુ  મજા  છે,
કોણે   કહ્યુ   સજા   છે,
ઈશ્વર સતત છે  કાર્યરત,
તો હું કેમ કહુ કે રજા છે.
GAYATRI JOSHI

life is happiness or anything aels
જીવન સમજવા ની કોશીશ કરવી એ કંઈ ગુનો છે. શું તમે કહો છો તેમ હું ના કહુ તો હું ખરાબ છું. તમે મને શું સમજો છો. હા હું માનું છું કદાચ તમારા જેટલી બુધ્ધીશાળી નથી. પણ તેનો એવો અર્થ કાઢવાનો અધિકાર તમને કોણે આપી દીધો કે જીવન માં જે પણ ભુલ થાય તે માટે જવાબદાર હું છું. નથી આવડતું પ્રપચ મને નથી આવડતુ રડતાં તો તેનો મતલબ હું ગુનેગાર છું. નથી શીખવી મારે આલ દુુનિયાની રીત રસમો હું નહિ રડુ. કેમ કે તમે મને ના સમજો એ મારો વાંક નથી. મેં કંઈ સમાજને સમજાવવા નો ઠેકો નથી લીધો. હું સામાન્ય માણસ છું. તમને તમારું વિશ્વ મુબારક મને મારુ. હું જીવુમ છું કોઈના માટે નહી મારા માટે. આ જગતમાં કદાચ મારા લાયક વિશ્વય મને મળી જાય તો. તો કેવી મજા આવે નહી ત્યાં કંઈ મારુ નહી કંઈ તારુ નહી બધુ આપણું. બસ સતત વહેતા ઝરણા જેવુ ખીલખીલાટ હાસ્ય. નીખાલસ સંબધો, નીર્દોષ પ્રેમ. અનંત સુધી . બસ ચારેકોર, પ્રસણતા, આનંદ, શાંતી મારી દુનિયા.
GAYATRI JOSHI

ગાયત્રી જોષી
સગવડિયા શ્રાધ્ધ
   સગવડિયા ધર્મની જેમ હવે આપણા પિતૃઓની તૃી માટેનું શ્રાધ્ધ પણ સવારની જગ્યાએ સાંજનું થઈ ગયું છ.ે શહેરમાં રહેતા હોય અને ઘરના બધા નોકરિયાત હોય ત્યારે દરેકની અનુકૂળતા મુજબ સાંજે કે રાતે દુધપાકપૂરીની કાગવાસ નાખવાંમા આવે છે.જે બહાને આખો પરીવાર સાથે બેસીને ખીરની લીજ્જત માણી શકે.એટલે એમ કહિ શકાય કે, ‘ખાને વાલે કો ખાને કા બહાના ચાહિએ’ ચાહે એ પિતૃઓને પહોચેં કે ન પહોચ ેં.  દુધના ભાવ સતત વધી રહયા હોય ત્યારે કદાચ કેસર ઈલાઈચી વાળા દુધપાકનો સબડકો લેવા શહેરીજનોને સગવડિયા શ્રાધ્ધની સીસ્ટમ બધાને ફાવી ગઈ છે. અમદાવાદમાં તો આમેય કાગડાઓની અછત છે અને વળી રાતે કયા કાગડા કાગવાસ ખાવા આવતા હશે એવો પ્રશ્ન થાય તો સીધો જવાબ છે કે કાગડા ખાય કે ન ખાય કુંટુબીજનો જરુર હોંશે હોંશે દુધપાકપૂરી ઝાપટતાં હશે.

નારી

નારી
પીયરમાં પારકી થાપણ
સાસરીયામાં પારકી જણી
મિલકત હું સહિયારી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

ગમે કે ન ગમે મને ક મને
પ્રેમથી હું વહેચણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

પાંખ પસારી ઉડુ ગગને
પણ ધરતી પર ઉતરાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

પગમાં એન્કલેટસ હાથે બ્રેસલેટ
બધાજ બંધનમાં બંધાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

કલા કૌશલ્ય દરેક ક્ષેત્રે
પ્રથમ આવી પંકાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

સાસરીયાના સ્નેહ અને
પીયરીયાના પ્રેમ
બેઉ વચ્ચે પીસાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.
      ગાયત્રી જોષી

someone

ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ,
અને એક બીજાને ગમતાં રહીએ.

સળગતાં જીવનરથ માં ચાલને,
વરસતાં વરસાદ થઈ વરસતા રહીએ
એકબીજાને ભીંજવતા રહીએ,
ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ,

સ્પર્શ થાય માત્ર અમથી હવા ને,
એકમેકના ટેરવાં સમજતાં થઈએ,
એકબીજાને રીઝવતા  રહીએય
ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ,

લાખો હજારોની ભીડમાં સાવ એકલાને,
શ્વાસ ભીંસાય તેવી જનમેદનીમાં
એકમેકને સતત સંપર્કતા રહીએ,
ચાલને આપણે ઘર ઘર રમતાં રહીએ.
                ગાયત્રી જોષીે

life

સરતો સમય બાંધી શકો તો સાર જીંદગી,
તૂટ્યા હ્દય સાંધી શકો તો પ્યાર જીંદગી.

સારી કહો કે, ના કહો કક્ષા મુજબ મળે,
કુદરત તરફથી અણમુલો ઊપહાર જીંદગી.

આવે અને જાતી રહે ના કોઈ નોંધ લે ,
એવી એકલી અટુલી બેકાર જીંદગી.

જીવન ઝરુખે ઝગમગે હરદીન ક્ષણે ક્ષણે,
ઈશ્વર પણ લલચાય એવી શણગાર જીંદગી.
                  ગાયત્રી જોષી