નારી

નારી
પીયરમાં પારકી થાપણ
સાસરીયામાં પારકી જણી
મિલકત હું સહિયારી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

ગમે કે ન ગમે મને ક મને
પ્રેમથી હું વહેચણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

પાંખ પસારી ઉડુ ગગને
પણ ધરતી પર ઉતરાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

પગમાં એન્કલેટસ હાથે બ્રેસલેટ
બધાજ બંધનમાં બંધાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

કલા કૌશલ્ય દરેક ક્ષેત્રે
પ્રથમ આવી પંકાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

સાસરીયાના સ્નેહ અને
પીયરીયાના પ્રેમ
બેઉ વચ્ચે પીસાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.
      ગાયત્રી જોષી

someone

ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ,
અને એક બીજાને ગમતાં રહીએ.

સળગતાં જીવનરથ માં ચાલને,
વરસતાં વરસાદ થઈ વરસતા રહીએ
એકબીજાને ભીંજવતા રહીએ,
ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ,

સ્પર્શ થાય માત્ર અમથી હવા ને,
એકમેકના ટેરવાં સમજતાં થઈએ,
એકબીજાને રીઝવતા  રહીએય
ચાલ આપણે ઘર ઘર રમતાં રહીએ,

લાખો હજારોની ભીડમાં સાવ એકલાને,
શ્વાસ ભીંસાય તેવી જનમેદનીમાં
એકમેકને સતત સંપર્કતા રહીએ,
ચાલને આપણે ઘર ઘર રમતાં રહીએ.
                ગાયત્રી જોષીે

life

સરતો સમય બાંધી શકો તો સાર જીંદગી,
તૂટ્યા હ્દય સાંધી શકો તો પ્યાર જીંદગી.

સારી કહો કે, ના કહો કક્ષા મુજબ મળે,
કુદરત તરફથી અણમુલો ઊપહાર જીંદગી.

આવે અને જાતી રહે ના કોઈ નોંધ લે ,
એવી એકલી અટુલી બેકાર જીંદગી.

જીવન ઝરુખે ઝગમગે હરદીન ક્ષણે ક્ષણે,
ઈશ્વર પણ લલચાય એવી શણગાર જીંદગી.
                  ગાયત્રી જોષી