" કોમનવેલ્થ કા દાસ હૈ નેહરૂ માર લો સાથી જાને ન પાએ" - મજરૂહ સુલ્તાનપૂરી


" કોમનવેલ્થ કા દાસ હૈ નેહરૂ 
માર લો સાથી જાને ન પાએ" - મજરૂહ સુલ્તાનપૂરી


મજરૂહ સુલ્તાનપુરીની કવિતાએ તેમને જેલ ભેગા કર્યા હતા. એક એવા સાયર કે જેની કમલ આઝાદીનું પ્રતીક હતી


મૈં અકેલા હી ચલા થા જાનિબે- મંજિલ મગર, લોગ આતે ગએ ઔર કારવાં 

બનતા ગયા. આ શેરની જેમ જ પોતાની કવિતાથી હિન્દી ફિલ્મોને સમૃધ્ધ 

કરનાર મજરૂહ સુલ્તાનપુરીનો આજે જન્મ દિવસ છે. સળગતી કમલના 

માલિક મજરૂહ સુલ્તાન પુરીને પોતાની કલમને કારણે કારાવાસ પણ 

ભોગવવો પડ્યો હતો. 

"મનમેં જહર ડોરસ કે બસા કે
ફિરતી હૈ ભારત કી અહિંસા

ખાદી કી કેંચુલ કો પહનકર
યો કેંચુલ લહરાને ન પાએ

અમન કા ઝંડા ઈસ ધરતી પર 
કિસને કહા લહરાને ન પાએ

યે ભી કોઈ હિટલર કા હૈ ચેલા
માર લો સાથી જાને ન પાએ

કોમનવેલ્થ કા દાસ હૈ નેહરૂ 
માર લો સાથી જાને ન પાએ"

- મજરૂહ સુલ્તાનપૂરી

નહેરૂ વિશેની આ ગીતે એ વખતે કોંગ્રેસને કાપો તો લોહી ન નીકડે એવી 

સ્થિતિમાં મૂકી દીધુ. અને ત્યારના મુંબઈના તત્કાલિન ગર્વનર મોરારજી 

દેસાઈએ મજરૂહને મુંબઈની આર્થર રોડ જેલભેગા કરી દીધા. લખેલા ગીત 

બદલ નહેરૂની માફી માંગવાનું કહ્યુ પરંતુ જેની કલમ કોઈની સલામી ન 

ઠોકતી હોય તેને સત્તાનો કેવો ભય અને આ કારણોસર તેમને બે વર્ષ સુધી 

જેલમાં રહેવું પડ્યુ. 

આખરે સત્તાપક્ષે થાકીને હારીને તેમને છોડી દેવા પડ્યા પણ તેમણે માફી 

તો ન જ માંગી તેમના ગીત અને ગઝલો લોકોની જીભે ચડી જતા. જાણે 

કોઈક કટાક્ષને ગીતમાં ભેળવીને વાસ્તવીકતાનું ભાન ગાતા ગાતા કરાવતુ 

હોય તેવું તેમના ગીતોમાં પ્રતીત થતુ. 

તેમનો જન્મ 1લી ઓક્ટોબરે 1919ના દિવસે ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં 

થયો હતો. તેમનું નામ અસર ઉલ હુસેન ખાન હતુ પરંતુ સાયરાના અંદાજ 

અને શબ્દોની સાથે સંગતે તેમણે પોતાના ગામ સાથે નામ જોડી મજરૂહ 

નામ રાખ્યુ હતુ જે તેમની ઓળખ બન્યુ હતુ. તેમણે બાબુજી ધીરે ચલનાથી 

લઈને દીલ હે છોટાસા સુધીના બોલીવુડ ગીત લખ્યા છે. 

ભગતસિંહનો ભાઈને પત્ર


छोटे भाई कुलतार के नाम अन्तिम पत्र

अजीज कुलतार,

आज तुम्हारी आँखों में आँसू देखकर बहुत दुख हुआ। आज तुम्हारी बातों में बहुत दर्द था, तुम्हारे आँसू मुझसे सहन नहीं होते।

बरखुर्दार, हिम्मत से शिक्षा प्राप्त करना और सेहत का ख्याल रखना। हौसला रखना और क्या कहूँ!

उसे यह फ़िक्र है हरदम नया तर्ज़े-ज़फा क्या है,
हमे यह शौक़ है देखें सितम की इन्तहा क्या है।
दहर से क्यों खफ़ा रहें, चर्ख़ का क्यों गिला करें,
सारा जहाँ अदू सही, आओ मुकाबला करें।
कोई दम का मेहमाँ हूँ ऐ अहले-महफ़िल,
चराग़े-सहर हूँ बुझा चाहता हूँ।
हवा में रहेगी मेरे ख्याल की बिजली,
ये मुश्ते-ख़ाक है फानी, रहे रहे न रहे।

अच्छा रुख़सत। 
खुश रहो अहले-वतन; हम तो सफ़र करते हैं। 
हिम्मत से रहना।
 नमस्ते।

तुम्हारा भाई,
भगतसिंह

सेंट्रल जेल, लाहौर,
3 मार्च, 1931

सत्य का तुम्हारा नया विश्व हो सकता है।’ - ભગતસિંહ

सत्य का तुम्हारा नया विश्व हो सकता है।’ -  ભગતસિંહ

શહીદ ભગતસિંહે પરિવારથી લઈને મિત્રોને લખ્યા હતા પત્રો
ધર્મથી આઝાદી અને છુત અછુતના મુદ્દા પર પરિપત્રો લખ્યા હતા
 ધ ટ્રીબ્યુન અને કેટલાક સાપ્તાહિકમાં પણ તેમને પત્રો છપાયા હતા

અમદાવાદ, તા. 28 સપ્ટેમ્બર 2016


‘लंगर ठहरे हुए छिछले पानी में पड़ता है।
विस्तृत और आश्चर्यजनक सागर पर विश्वास करो
जहाँ ज्वार हर समय ताजा रहता है —
और शक्तिशाली धाराएँ स्वतन्त्र होती हैं —
वहाँ अनायास, ऐ नौजवान कोलम्बस —
सत्य का तुम्हारा नया विश्व हो सकता है।’

- શહિદ ભગતસિંહ

શહિદ ભગતસિંહે 23 વર્ષની ઉમંરે હસતા હસતા ભારત માતાની આઝાદી માટે ફાંસીને માંચડે ચડી ગયા પણ જતા જતા તેમણે ઘણા પ્રશ્નો આજના યુવાનો માટે મૂકતા ગયા છે. આ લેટર તેમણે તેમની બહેનને લાહોરની સેન્ટ્રલ જેલમાંથી 17 જૂલાઈ 1930ના મોકલ્યો હતો. તેમણે તેમના જીવન દરમિયાન અને જેલ કારાવાસ દરમિયાન જૂદા જૂદા પત્રો લખ્યા હતા જે ધ ટ્રીબ્યુન નામના છાપામાં અને બીજા અનેક સાપ્તાહિકોમાં પણ છપાયા હતા.

આવો આવા કેટલાક પત્રો જોઈએ. "ઘરને અલવિદા" 1923, "અછુત સમસ્યા" જૂન 1923- , "યુવક! "16 મે 1925 , "નૌજવાન ભારત સભા, લાહોર કા ઘોષણા પત્ર"   6 એપ્રિલ 1928,  "ધર્મ ઓર હમારા સ્વતંત્રતા સંગ્રામ મે" 1928, "સાંપ્રદાયિક દંગે ઓર ઉનકા ઈલાજ " જૂન 1928, "નયે નેતાઓ કે અલગ અલગ વિચાર" જુલાઈ 1928, "વિદ્યાર્થી ઓર રાજનીતિ"  જૂલાઈ 1928, "હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોશિએશન કા ઘોષણા પત્ર" 1929, "ભગતસિંહ કા પત્ર સુખદેવ કે નામ"  5 એપ્રિલ 1929, "એેસેમ્બલી હોલમેં ફેગા ગયા પર્ચા"  8 એપ્રિલ 1929, "બોમકાંડ પર સેશન કોર્ટમે બયાન" 6 જૂન 1929, "વિદ્યાર્થીઓ કે નામ પત્ર" 22 ઓક્ટોબર 1929, "સંપાદન, માડર્ન રિવ્યુ કે નામ પત્ર"  22 ડિસેમ્બર 1929, "બમ કા દર્શન " જાન્યુઆરી 1930, "ઈંકલાબ કી તલવાર વિચારો કી સાન પર તેજ હોતી હૈ" જાન્યુઆરી 1930, "લેનિન મૃત્યુ વાર્ષિકી પર તાર" 21 જાન્યુઆરી 1930, "પિતાજી કે નામ પત્ર" 4 ઓક્ટોબર 1930, "ક્રાંતિકારી કાર્યક્રમ કા મસવિદા"  ફેબ્રુઆરી 1931, "કૌમ કે નામ સંદેશ" 2 ફેબ્રુઆરી 1931, "મૈં નાસ્તિક ક્યોં હૂં "ફેબ્રુઆરી 1931, "છોટેભાઈ કુલતાર કે નામ અંતિમ" પત્ર 3 માર્ચ 1931, "શહાદત સે પહલે સાથિયોં કો અંતિમ પત્ર" 22મી માર્ચે 1931, "હમેં ગોલી સે ઉડાયા જાયે"  20 માર્ચ 1931 જેલમાં અધિકારીઓને પીટીશન લખી હતી.

bhagat singh letter







"હું 'મહાત્મા' ગણાઉં તેથી મારૂં વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે "- ગાંધીજી



"હું 'મહાત્મા' ગણાઉં તેથી મારૂં વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે "- ગાંધીજી

- સત્યનો માર્ગ જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને તે સહેલામાં સહેલો લાગ્યો છે
- "ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ."

અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2016

2જી ઓક્ટોબરે ગાંધીજીનો 1869ના દિવસે પોરબંદરમાં થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીને મેન ઓફ ધી મિલેનિયમનું બિરૂદ મળ્યુ છે અને ભારતના રાષ્ટ્રપીતા ગાંધીજીએ સત્યના પ્રયોગો આદરીને અનોખો પ્રયાસ કર્યો છે. અહિં તેમના જ પુસ્તક ધર્મમંખથનમાંથી તેમણે કહેલી કેટલીક વાતો પ્રસ્તુત છે.

ગાંધીજીના ગયાને 68 વર્ષ વીતી ગયા હોવા છતાં તેમની કહેલી વાતો કેટલી પ્રસ્તુત છે તે તો તેમના જ લખાણમાંથી સ્પષ્ટ થાય છે.

" હું 'મહાત્મા' ગણાઉં તેથી મારૂં વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે.  'મહાત્મા'  કોણ તે આપણે જાણતા નથી. સારો માર્ગ એ છે કે  'મહાત્મા' ના વચનને પણ બુધ્ધિની કસોટીએ ચડાવવું ને તેમાં કસ ન ઉતરે તો તે વચનનો ત્યાગ કરવો. " - ગાંધીજી

" મારા લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મે ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉમંરમાં ભલે હું વૃધ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈે મારા બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રધ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને. " - ગાંધીજી

" આ માર્ગ (સત્યનો) જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને તે સહેલામાં સહેલો લાગ્યો છે. . . સત્યની શોધનાં સાધનો જેટલાં કઠિન છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશ્કય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન સંભવિત લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. . . "


"ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલપાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટુંકો ન બનો "

આ લખાણ ગાંધીજીના 'ધર્મમંથન' નામના પુસ્તકમાંથી લેવાયા છે જે 1935માં પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ.

gandhijis thoughts about  truth  and nonviolence