Star Cast: મનોજ બાજયેપી,
Director: અનુરાગ કશ્યપ
Producer: અનુરાગ કશ્યપ, સુનિલ બોરા
Music Director: સ્નેહા ખનવાલકર
Genre: ક્રાઈમ
ગેંગ ઓફ વાસેપુર ભાગ-૨
૮મી
ઓગસ્ટે ‘ગેંગ ઓફ વાસેપુર’નો બીજો ભાગ રિલીઝ થવાનો છે. ગેંગ ઓફ વાસેપુરે
ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
ફિલ્મના બીજા ભાગમાં સ્ટોરી જયાંથી અટકી હતી ત્યાંથી જ આગળ વધશે, પણ ઘણાં
રસપ્રદ બદલાવને કારણે ફિલ્મ માણવા લાયક બનશે. જેમાં મનોજ બાજપેઇનો સમય
સમાપ્ત થશે અને નવાજુદ્દીન સીદ્દીકીનો ઉદય થશે. ફિલ્મનો બીજો ભાગ
નવાજુદ્દીનને નામે છે. આ વખતે તેમના ભાગમાં વધારે ડાયલોગ્સ અને સીન આવ્યા
છે.
રીચાનું
કહેવું છે કે તેના માટે આધેડ વયની મહિલાનો કિરદાર નિભાવવો એ એક ચેલેન્જ
હતી. તે ઇચ્છતી હતી કે આ રોલ માટે તેનું વજન થોડું વધે, પણ તેને એટલો સમય
ના મળ્યો. ફિલ્મમાં બીજું આકષર્ણ યશપાલ શર્મા છે. જે લોકોને પહેલા ભાગમાં
તેમની અદાઓ ગમી હતી, તેમની માટે ખુશીના સમાચાર એ છે કે આ વખતે યશપાલ તેમને
ખુશ કરી દેશે.
આ
વખતે યશપાલ ત્રણથી ચાર વાર ફિલ્મમાં દેખાશે. દર વખતે તે જુદાં જુદાં
ગીતોમાં નજરે પડશે. આ વખતે પણ રાજકારણ અને અપરાધના સમીકરણ એ જ રહેશે. માત્ર
તેનું રૂપ બદલાશે. આ વખતે તે મોડર્ન રૂપમાં જોવા મળશે. મોબાઇલ અને
ઇન્ટરનેટ જેવી ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ અને અપરાધમાં તેનો ભાગ આ વખતે
નજરે પડશે. કેટલાક નવા ચહેરા પણ નજરે પડશે.
સ્નેહા
ખાનવેલકરનું સંગીત પહેલાં પણ સુપરહિટ પુરવાર થઈ ચૂક્યું છે. આ વખતે કેટલીક
નવી ધૂનો અને નવા અંદાજ સાથે તે હાજર છે. એમાંય તેનું ‘ટૈન ટૈન ટૂ ટૂ’ તો
અત્યારથી જ સુપરહિટ છે.
ગાયત્રી
No comments:
Post a Comment