Beaty tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી

 ચહેરાના આકારને અનુરૂપ હેર કટ તમને ઓર આકર્ષક બનાવશે.
 તમારા ચહેરાનો આકાર જાણી તેની ખામી ઢંકાઈ જાય અને તે તમારી ખૂબી બની જાય તેવી હેર સ્ટાઇલ તમને નવી જ આભા પ્રદાન કરશે. દરેકના ચહેરા અલગ અલગ આકારના હોય છે. તો આ દરેક ચહેરાને આકર્ષક બનાવવા માટે તમારા ચહેરાને અનુરૂપ હેર કટ કરાવવાથી તમારી પર્સનાલિટી ઓર નીખરી ઊઠશે.
અંડાકાર ચહેરો
 ઓવલ શેપનો ફેસ એકદમ પરફેક્ટ કહેવાય. ઓવલ શેપ એટલે અંડાકાર ચહેરો, જેમાં કપાળ અને દાઢીનો ભાગ સરખો હોય. ઐશ્વર્યા રાયનો ફેસ ઓવલ ફેસ છે. આ ચહેરા પર કોઈ પણ પ્રકારના હેર કટ શોભશે. જો નાક લાંબું હોય તો વચ્ચે પાંથી નહીં શોભે. જો નાક નાનું હોય તો બાઉન્સી શોર્ટ હેર ખૂબ સરસ દેખાશે.
ગોળ ચહેરો
 ગોળ ચહેરામાં કપાળથી છેક દાઢી સુધીનો ચહેરો જાણે ગોળ રેખા દોરી હોય તેવો હશે. ગોળાકાર ચહેરામાં ઊભંુ માથંુ સારું નહીં લાગે. તેમાં વન સાઇડ વાળ આવે તેવા કોઈ પણ હેર કટ અનેરો ઓપ આપશે.
લાંબો ચહેરો
 લાંબો ચહેરા જેને આપણે ઊભો ચહેરો પણ કહીએ છીએ, જે સહેજ વધુ લંબગોળ હોય છે. આવા ચહેરા પર ફ્લિપ્સ આવે તેવા હેર કટ ખૂબ સરસ લાગશે. તેનાથી તમારા કપાળ અને દાઢી વચ્ચેનું અંતર ઓછું લાગશે. બને તેટલા સ્ટેપ્સ સારા લાગશે.
ચોરસ ચહેરો
 ચોરસ ચહેરામાં કપાળ અને દાઢીમાં જાણે લાઇનો પડતી હોય તેમ તમારો ફેસ કટ ચોરસ બનતો હશે. આ ચહેરા વન સાઇડ વાળ ખૂબ શોભશે. તેમાંય તમારા વાળનેે બને તો અંદર તરફ ટર્ન કરો. ખરેખર તમારી ઇમેજ જ ચેન્જ થઈ જશે.
઼જમરૂખ આકારનો ચહેરો
 જમરૂખ આકારના ચહેરો એટલે એવો ચહેરો જેનું કપાળ થોડું પહોળંુ હોય, તેના ગાલ બેસેલા હોય અને વળી, દાઢીએથી સહેજ પહોળો હોય. આવા ચહેરા પર કપાળને કવર કરતા હેર કટ તમારા વ્યક્તિત્વને નવી જ ઓળખ આપશે.
ડાયમન્ડ આકારનો ચહેરો
 ડાયમન્ડ આકારનો ફેસ એટલે કે જેમાં કપાળ અને દાઢી સપ્રમાણ હોય પણ તેના ગાલ સહેજ ફૂલેલા હોય. આવા ચહેરામાં કાન પર લટકતી લટોવાળા હેર કટ શોભશે. તમારા વાળને બહાર તરફ ટર્ન કરો તો વળી તેની શોભામાં ઓર વધારો થશે.
દિલ આકારનો ચહેરો
જેમ ઓવલ શેપ આદર્શ છે તેવી જ રીતે દિલ આકારના ચહેરા પર પણ બધા જ પ્રકારના હેર કટ સારા લાગશે. વળી, તેમાં સેન્ટર પાંથી પણ શોભી ઊઠશે.
 કુદરત દરેકને સંપૂર્ણ નથી બનાવતી પણ બ્યુટી પાર્લર અને હેર સલૂન આ કમીને જરૂર પૂરી કરે છે. તો તેનો મહત્તમ લાભ લો.

No comments:

Post a Comment