Beaty tips

ગાયત્રી જોષી
બ્યુટ
ચાળીસી વટાવ્યા પછીનો દબદબો
કોઈ પણ સ્ત્રીનો ચાળીસી પછી દબદબો વધી જાય. આ સમયે તેણે પોતાનો રુઆબ અને રુતબો જાળવવા માટે પોતાની સુંદરતાની થોડી સંભાળ રાખે તો આ રુઆબમાં થોડી અૌર રોનકનો ઉમેરો થાય છે અને તેના જાદુથી કોઈ બચી નથી શકતું.

ચાળીસી પછી ત્વચાને ખાસ કાળજીની જરૂરિયાત હોય છે, કેમ કે પછી તે કોઈ ટીનેજર છોકરી કે કોઈ યુવતી નહીં, પણ એક જાજરમાન મહિલા કહેવાય છે. ઉંમરની સાથે સાથે શરીરમાં પણ ખાસ્સાએવા ફેર આવ્યા હોય છે. તો આ આવેલા તફાવતને સમજીને અનુકૂલન સાધશો તો તમે બીજા માટે સ્ટાઇલ સિમ્બોલ ગણાશો. જે તમારી ઉંમરની પણ ગરિમા જાળવી રાખશે.
આ ઉંમરે એક ખાસ પ્રકારના મેકઓવરની જરૂર હોય છે. તમારા મેકઅપ, હેર સ્ટાઇલ અને કપડાં પહેરવાની સ્ટાઇલ તમને એક અનોખો દેખાવ પ્રદાન કરી શકે છે.
બને ત્યાં સુધી પ્લેન અને સિમ્પલ મેકઅપનો ઉપયોગ કરવો
ચામડીનો પ્રકાર સમજી તેને અનુરૂપ મેકઅપ તમારા દેખાવને ઓર આકર્ષક બનાવશે.
પાણી એ ચામડીનું કુદરતી પ્યુરિફાયર છે. બને તેટલું પાણી પીવો.
દિવસમાં બેથી ચાર વાર મોં ધુઓ. રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને તરત સહેજ હૂંફાળા પાણી વડે ચહેરાને બરાબર ધુઓ.
તમારી ત્વચાને અનુરૂપ મોઇસ્ચરાઇઝર જરૂર વાપરો.
જો તમારી સ્કીન ડ્રાય હોય તો વધુ પડતો મેકઅપ ટાળો.
જ્યારે પણ ચહેરા પર પાઉડર લગાવો ત્યારે ચામડી સૂકી અને મેટ ના લાગે તેનું ધ્યાન રાખો.
તમારી સ્કિનને ટોન કરવા માટે હેવી ફાઉન્ડેશનનો ઉપયોગ કરો.
હંમેશાં મેકઅપ કરતી વખતે બ્રશ વાપરો. તેનાથી સરળતા રહેશે અને મેકઅપ દરેક જગ્યાએ સરખો ફેલાશે.
કોઈ પ્રોફેશનલ બ્યુટિશિયનને કન્સલ્ટ કરો.
શક્ય હોય તો એક વાર મેકઓવર અવશ્ય કરો.
ચાળીસી પછી લાંબા વાળ સારા નહીં લાગે, માટે ટૂંકા વાળ રાખો.
જ્યારે પણ હેર કલર ચેન્જ કરો ત્યારે મેકઅપ સ્ટાઇલ પણ ચેન્જ કરો.
આઇબ્રો ને યોગ્ય શેપ આપો. બને ત્યાં સુધી વેક્સ કરવાનું ટાળો. તેનાથી ચામડી લબડી પડે છે.
જ્યારે તમે ફાઉન્ડેશનનો ઉપયોગ કરો ત્યારે તેમાં થોડું લિક્વિડ મોઇસ્ચરાઇઝર ઉમેરો.
હંમેશાં આઇ લાઇનર કરો. તમારી ઢળતી ઉંમરની ચાડી તમારી આંખો સૌથી વધારે ખાય છે. આ ઉંમર છુપાવવા માટે નહીં, પણ તમારો દબદબો વધારવા માટે મેકઅપ કરો.
 કોઈ પણ સ્ત્રીને પોતાની ઉંમર કરતાં નાનું દેખાવું વધુ ગમે, પણ નાના દેખાવાની લાયમાં તમે હાંસીપાત્ર ના બનો તેનું ખાસ ધ્યાન રાખો. ચાળીસી એ ઉંમરનો ખૂબ રોમાંચક પડાવ છે. તો તેને એન્જોય કરો.


No comments:

Post a Comment