beaty tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
 તમે ચાહો તેવી તમારી હેર સ્ટાઇલ
 કોઈ પણ માનુુનીને મન કેશ કલાપનું અનેરું મહત્ત્વ હોય. આજે રેડીમેડ હેર ઉપલબ્ધ છે, જેમાં આખી વિગથી લઈ બે તાંતણાની ફ્લિક્સ એટલે કે લટનો સમાવેશ થઈ જાય છે. આજે ટીનેજર્સથી લઈને તમામ ઉંમરની મહિલાઓ પોતાના વાળની ખૂબસૂરતીને વધારવા માટે આજે પફ, ફ્લિક્સ, પેચ, અને વિગ તેમ જ તૈયાર હેર સ્ટાઇલનો સમાવેશ થાય છે.
પફ
 પહેલાં માત્ર વાળના પફ જ બજારમાં મળતા હતા. હવે આ માર્કેટ બદલાયું છે. પ્લાસ્ટિકના પફ પણ મળે છે. આ પફ વાળની આગળની સાઇડે લગાડાય છે, જેમાં કપાળ બંને બાજુ અને વચ્ચેના ભાગથી વાળ લઈને આ પફ પર સેટ કરવામાં આવે છે. જેથી વાળની આગળની સાઇડે ફુગ્ગો પડે છે. તે વિખેરાતો પણ નથી. આજે ઘણી સિરિયલ્સ ફિલ્મ્સમાં આ રીતની હેર સ્ટાઇલ જોવા મળે છે. ‘સબકે સપને સંવારે પ્રીતો’ તેમ જ હમણાં એક એવોર્ડ ફંક્શનમાં વિદ્યા બાલન પણ આ હેર સ્ટાઇલમાં જોવા મળી હતી.
ફ્લિક્સ
 અત્યારે યંગ જનરેશનમાં સૌથી હોટ ફેવરિટ આ ફિલક્સ છે, જેમાં વાળની કોઈ બીજા કલરની લટો અથવા કોઈ પ્રકારની એક્સેસરીઝવાળી લટોનો સમાવેશ થાય છે. આજનું યુથ બોલીવુડ અને ટેલીવુડ સુધી સીમિત રહ્યંુ નથી. હવે હોલીવુડની ફેશન પણ આપણે ત્યાં જોવા મળે છે. આ ફ્લિક્સ પણ મૂળ ત્યાંનું જ નજરાણું છે.
 ફ્લિક્સમાં અલગ અલગ જગ્યાએ આ લટો લગાવાય. તેના મૂળમાં પિન જેવો ભાગ હોય છે, જેથી તે સરળતાથી વાળમાં ચોંટેલી રહી શકે. બીજંુ કે આ એક ટેમ્પરરી ઇલાજ છે. જો તમે વાળમાં હાઇલાઇટ્સ કરાવો તો વાળ ખરાબ થવાની તેમ જ જ્યારે તમારે કલર વગરના વાળ જોઈતા હોય ત્યારે
એકદમ જ આ હાઇલાઇટ્સ દૂર ના કરી શકાય, પણ તેને ઠેકાણે ફ્લિક્સ વાપરો તો તમને જોઈએ તેવી હેર સ્ટાઇલ ગમે ત્યારે કરી શકાય. હોલીવુડની હિરોઇન કેટ વિન્સલેટે પણ આ સ્ટાઇલ અપનાવી હતી.
પેચ
 પેચ એ ફ્લિપ્સથી થોડો જ જુદો છે. પેચ એટલે તમારા વાળ સીધા હોય અને તમારે તેને વાંકડિયા કરવા હોય. આઉટ ટર્ન હોય અને ઇન ટર્ન બતાડવા હોય. તો બજારમાં હવે આવા રેડીમેડ પેચ તૈયાર મળે છે. તેની આગળ બટરફ્લાય જેવું હોય છે, જેથી તમારે પોની કે હાફ પોની લઈને ઉપર માત્ર બટરફ્લાયની જેમ ભરાવી દેવાનું.
 આવી તૈયાર હેરસ્ટાઇલ પણ માર્કેટમાં મળે છે. જે ફ્કત વાળ પર લગાડવાની જ હોય છે અને તમારી જોઈએ તેવી હેર સ્ટાઇલ તૈયાર.
઼વિગ
 વિગ એ જેના આછા વાળ છે. જેને ટૂંકા વાળ છે. તેને માટે બેસ્ટ ઓપ્શન છે. બજારમાં તમારા અસલી વાળને સૂટ કરે તેવી વિગ મળે છે. જે તમને તમારા સપનાની હેર સ્ટાઇલ કરવામાં મદદ કરશે.
 તો રાહ કોની જુઓ છો. તમને મનગમતી હેરસ્ટાઇલ તમારી રાહ જોઈ રહી છે.

No comments:

Post a Comment