valentine's day

શ્રી ગણેશાય નમઃ

વેલેન્ટાઈન ડે એટલે વેવલાવેડાં
 આપણા ગુજરાતમાં તમામ પ્રકારની ઉજવણી થાય છે. ચાહે નાતાલ હોય કે ઈદ, વેલાન્ટાઈ ડે હોય કે ધુળેટી પણ ગુજરાતી સ્ટાઈલમાં. પેલી પંક્તિ છેને ‘ જયાં જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’. ગુજરાતી પીઝા, બર્ગર, નુડલ્સ બધાનું ગુજરાતી કરણ કરી નાંખે. એનોય વાંધો નહિ પણ પાછુ ગુજરાતમાંય સૌરાષ્ટ્ર, મહેસાણા એ બધુ તો ઉભુંજ. ચાલો આજે જરા સૌરાષ્ટ્ર અને મહેસાણા અને અમદાવાદી સ્ટાઈલમાં વેલેન્ટાઈને ડેના પ્રપોઝ કેવી રીતે થાય છે તે જોઈએ.
 જગ્યા માની લો અમદાવાદની નવગુજરાત કોલેજ છે. એક મહેસાણાનો છોકરો છોકરીને વલેન્ટાઈ બનવા માટે પ્રપોઝ કરવાનો છે ચાલો જોઈએ જરા કે એ કેવી રીતે વાત કરે છે. સીધી છોકરી જોડે વાત નહી કરે પણ તેની બહેનપણીને કહેશે. એ રીના મન એવો એક આઈડિયો આયોછ ક આ વેલેન્ટાઈન ડેમાં હારુ નવું હુ કરીએ. આમેય ચા કરતાં કીતલી ગરમ હોય એ નાતે ગર્લફ્રેન્ડ કરતાં તેની ફ્રેન્ડ વધારે નખરાં કરે. તે એમાં મને શું પૂછે છે? રીટાને પૂછને? છોકરો થોડો થોથવાશે પછી વળી પાછો પોતાના ભાઈબંધને ઉદ્ેશીને કહેશે. તે હેં લાલીયા તનતો આ બધાનો બઉ  એક્સપીરીઅન્સ શ. તે તું જ કોંક મુંઢામથી ફાટ ક. લાલીયો લાગ જોઈનેજ બેઠો હોય તેમ કહેશે. જરૂર પણ એક શર્ત. અલા તુ કઈ એ કબુલ બસ! તુ તાર થવા દે. લાલીયો સીધો રીના સાથે વાત કરશે અને પોતાનુંજ સેંટીંગ પાડીને આવશે.
 સ્થળ ઈમેજીન કરી લો કે અમદાવાદની ગુજરાત કોલેજ છે. એક સૌરાષ્ટ્ર નો છોકરો વેલેન્ટાઈનમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે. આહાહા શું તમારી આંખ્યુંને એ આંખ્યુમાં નીતરતો નેહ, હાચુ કહુ છુ રેણું તુજ મારા મનડાનો મેહ. છોકરીને આ ગમ્યું હોય પણ નકલી અણગમો વ્યક્ત કરતાં કહેશે ‘જાને જુઠ્ઠા’. છોકરો વળી પાછો સાહિત્યના વાયરો ચડી જશે. અરે ગજબ કરી નાંખ્યો. મારા દિલ પર આમ પ્રહાર ના કરો ગોરી જરા મારી આંખ્યુમાં જોવો તમને તમારાજ દર્શન થાશે. અને આ આંખ્યુ આખુ આયખુ તમારાજ દર્શન કરતી રેહશે. મારા રીદીયાની રાણી. છોકરી ને આમ તો આ બધું ગમે છે પણ એને વેલેન્ટાઈન ડે માં છોકરો તેના માટે વિશેષ શું કરવાનો છે તે જાણવામાં રસ હોય છે. એટલે તે કંટાળીને કહેશે. મારે મોડુ થાય છે. છોકરો સમજી જશે કે છોકરી તેને સીધો પોઈન્ટ પર આવવાનું કહે છે. હા વાત જાણે ઈમ છય કે વેલેન્ટાઈન ડે આવવાનો થીયો છે. તે આપણે એ હારુ હું કરવું. એની વિગતે ચર્ચા કરવી‘તી.
 છોકરી હવે બરાબરની બગડશે અને કહેશે. તે વિગતે ચર્ચા કરવામાં આ વેલેન્ટાઈન ડે ચાલ્યો જશે. અને આમને આમ તો હું પણ ચાલી જઈશ. કાલે ઉઠીને મારા છોકરા તને મામા કહેતા હશે. થોડી તો સ્પીડ પકડ ભાઈ.
 આ તો સામાન્ય વાત હતી પણ આવુ વારંવાર બનતુ હોય છે. હવે જોઈએ અમદાવાદી છોકરીઓ તરફથી કે જે પૂરુ અંગ્રેજીય જાણતી નથી અને ગુજરાતીય જાણતી નથી. તેની ભાષા એટલે વડાપાંઉની સાથે ગુજરાતી કઢી. તે કેવી રીતે વાત કરશે. માની લો કે છોકરાંછોકરીઓનું એક ટોળુ ઉભું છે. ‘યુ નો ગાઈસ હવે વેલ ડે નજીકમાં છે. તો જીગ્સ તારા શું પ્લાન છે બેબી?  વેલ ડે એટલે વેલેન્ટાઈન ડે નું શોર્ટફોમ અને આ પ્રશ્ન તેના જીગન્ેશ નામના બોય ફ્રેન્ડને કરી રહી છે તો પ્લીઝ ગેરસમજણ ના કરતાં. વાત આગળ વધારીએ. ‘ લીસન ગયા વખતે તું જે પેલી રેસ્ટોરામાં લઈ ગયો હતોને ! એવી ફુલીશ હરકત ડોન્ટ રીપટ ડીયર ઓખે? એન્ડ ધીસ ટાઈમ વી આર સાપુતારા ગોઈન્ગ ઓકે? તે જાતે પ્રશ્ન કરશે. જાતે જ જવાબ આપશે અને જાતેજ બધુ પ્લાનીંગ કરી કાઢશે. પેલાને ખાલી ખીસામાંજ હાથ નાખવાનો મોકો આપશે કેમ કે આખરે તો એ અમદાવાદીને!
ગાયત્રી જોષી

1 comment:

  1. અરે એક દમ મસ્ત હો .. ગુજરાતી માં બ્લોગ વાંચવા ની મજા કઈક ઔર છે હો . હું પણ ક્યારેક ક્યારેક ગુજરાતી માં થોડું ઘણું લખું છું મારું બકબક , http://imashvin.wordpress.com

    ReplyDelete