flower hunted stone -Gayatri Joshi

ફુલોથી પથ્થરના કતલ
                                        (1)

 શું? ના હોય!  ખરેખર?
      ઓહ નો! મને ખબર હતી નેના તુ આ ભુલ કરવાનીજ હતી મને ખાત્રી હતી. કેમ કેમ તુ સમજતી નથી કે સમજવા માંગતી નથી. શું બગાડ્યું છે મેં તારુ? તને પૈસો, ઘર, ગાડી, બાળકો એક સુખી સંપણ પરિવાર. પણ તુ ડેમટ સ્ટુપીડ મારા માતાપિતાને પણ નથી સાચવી શકતી. યુ ફુલ. (થોડી વાર શ્વાસ લે છે) તને હું શું કહુ? હવે હું કંટાળી ગયો છું. પ્લીઝ પ્લીઝ મોઢામાંથી કાંઈ ફાટીશ!
       (ડરતી ગભરાતી નેના એ જબલબેડમાં તકિયા કરતાં પમ નાની જગ્યામાં સાવ સંકોચાઈને બેઠી છે. તે એક પંખીડાની જેમ બીકની મારી ફફડતાં ફફડતાં જવાબ આપે છે.ઃ)
મને એમ કે મમ્મી અને રુપાબેનને આ ગમશે. પણ તેમણે તો ખુબ હો હા કરી નાંખી પ્લીઝ રોની. ધીસ ઈઝ માય લાસ્ટ મીસ્ટેક. પ્લીઝ પ્લીઝ આટલું બોલતાં બોલતાં તો નેના રીતસર ધ્રુસકે અને ધ્રુસકે રડી પડે છે.
       ઓકે ઓકે બહુ થયું હવે મારે કંઈ નથી સાંભળવું. મારે આજે જ ન્યુ જર્સી જવાનું છે. મારી બેગ પેક છે કે નહીં?
        ફરીથી સસલીની જેમ કંપતી કંપતી નેના બોલે છે. ‘મને એમ કે તમારે કાલે બપોરે જવાનું છે તો સવારે તમારા ઈસ્ત્રીના ેકપડાં આવી જશે એટલે બપોર સુધીમાં બેગ પેક કરી દઈશ. કાલે મેં હાફ લીવ લીધી છે.
       જાણે હમણાંજ નેનાને એક તમાચો ચોડી દેશે તેવા ભાવ સાથે કહે છે. ‘ આભાર તમે અમારે માટે રજા લીધી તે ખુબ ખુબ આભાર તમારો! હું ેનીચે મમ્મી પાસે બેસવા જાઉં છું. તુ એકલી અહીં પડી પડી સડ.’
 આટલુ બોલીને રોની સડસડાટ રૂમની બહાર નીકળી જાય છે અને ધડામ દઈને રૂમનો દરવાજો બંધ કરે છે.  
        નેના પહેલા જોઈ રહે છે અને પછી ધીરે રહીને માથું ઉંચુ કરે છે. જાણે કશુ બન્યુજ નથી તેમ તેનું તીજોરી ખોલે છે. અંદરથી સ્કીન ટાઈટ જીન્સ અને બ્લેક ટીશર્ટ કાઢે છે. એકદમજ બાથરૂમ તરફ જાય છે. ઠંડા પાણીનો ફુવારો એકદમ ફાસ્ટ કરે છે. પહેરેલ સાડીએજ તે ફુવારા નીચે ઉભી રહી જાય છે. ખાસ્સી પંદરેક મીનીટ સુધી પલળતી રહી પછી તેણે તમામ વસ્ત્રો ઉતારીને પાણી નાતરતી હાલતમાંજ બાથરૂમમાંથી બહાર આવે છે. આવીને આયના સામે ઉભી રહે છે. પછી થોડી વાર પોતાનુંજ સાવ ર્નીવસ્ત્ર પ્રતિબીંબ દર્પણમાં જોયા બાદ તે જીન્સ અને કાળી ટીશર્ટ પહેરે છે.
        ફુવારા નીચે ઉભા રહેવાને કારણે તેના સરસ રીતે ચોટલામાં ગુંથાયેલા વાળ સાવ ચોટી ગયા છે. નેના હળવેકથી વાળ જાણે બંધનમાંથી મુક્ત કરતી હોય તેમ છોડે છે. અને તેને બસ આમજ છુટ્ટા મુકી દે છે. તેની નજર ડ્રેસીંગ ટેબલ પર પડેલા પોતાના મેકઅપ બોક્સ પર જાય છે. અને........

No comments:

Post a Comment