health tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
‘હેર ફોલ સાથે સંકળાયેલી હેલ્થ’ 
આજે સોએ ૯૦ સ્ત્રીઓને હેર ફોલની સમસ્યા સતાવે છે. ઘટાદાર વાળ દરેક માનુનીની દિલની ખ્વાહિશ હોય, પણ ખરતા વાળ તેના આ સપનાને પણ ખેરવી નાખે છે. જો આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો પહેલાં તમારે તેના મૂળ સુધી પહોંચવું પડશે. પછી તેનું નિરાકરણ શક્ય બનશે.
ખરતા વાળનાં કારણો
 વાળ બે રીતે ખરે. એક કે વાળ બટકી જાય અને બીજું કે વાળ મૂળમાંથી ખરે. આ બંને રીતે વાળ ખરે તે આખરે આપણું નુકસાન જ છે, પણ તે ખરવા પાછળ કયાં કારણો જવાબદાર છે, ચાલો તે જોઈએ.
સનબર્ન
 વાળને સૌથી વધુ નુકસાન તડકાથી થાય છે, જેથી વાળ સાવ બરડ થઈને બટકી જાય છે. સાવ રૂક્ષ બની જાય છે. વાળ પોતાની ચમક ગુમાવે છે અને સાવ ડલ લાગે છે, તેથી જ્યારે પણ તડકામાં જાઓ ત્યારે માથાને જરૂર સુરક્ષિત કરો. 
ડેન્ડ્રફ
 વાળમાં ખોડાની પરેશાની એટલે તોબા તોબા. દરેક નારીનો દુશ્મન એટલે ડેન્ડ્રફ. હેર ફોલ પાછળનું આ એક ખૂબ જ અસર કરતું ફેક્ટર છે. વાળમાં ખોડા થવા પાછળ પણ અમુક નિશ્ચિત કારણો જવાબદાર છે, જેમ કે માથંુ ધોતી વખતે અગર તમે શેમ્પુ કે કન્ડિશનર યોગ્ય રીતે સાફ ના કર્યું હોય. તો તેના થર જામે અને ખોડો થાય અને કદાચ માથંુ ધોવામાં કચાશ રહી ગઈ હોય એટલે કે માથંુ મેલું રહેતંુ હોય તો મેલ જમા થવાથી.
હોર્મોન્સમાં પરિવર્તન
 હોર્મોન્સમાં થતી વધઘટ પણ વાળ પર અસર કરે છે. કેટલીક વાર માસિકનું ઋતુચક્ર અનિયમિત થઈ જાય. થાઇરોઇડ જેવી ગ્રંથિમાં સમસ્યા સર્જાવાથી પણ હેર ફોલની શક્યતાઓ વધી શકે છે.
પાણી બદલો
 પાણી પણ ખરતા વાળનું મૂળ હોઈ શકે. ખારા પાણી અને મીઠા પાણીની ભેળસેળ પણ વાળ માટે હાનિકારક છે. બને તો શુદ્ધ પાણીથી વાળ ધુઓ. તે તમારા વાળને ખરતા અટકાવશે.
પ્રોડક્ટ
 તમારા વાળ પર વારંવાર પ્રોડક્ટ બદલીને પ્રયોગો કરવાનું ટાળો.

એક જ પ્રકારની અને એક ધારી વસ્તુ વાપરો, જેમ કે શેમ્પુ, હેર ઓઇલ, કન્ડિશનર, હેર કલર વગેરે નિશ્ચિત કરેલા હોય અને બ્રાન્ડેડ હોય તે ચકાસી લો.
એલર્જી
 કોઈ પણ પ્રકારની વસ્તુની તમને એલર્જી હોય તો પણ તમારા વાળ ખરી શકે છે. તાકીદે એલર્જીનો ઉપચાર જ તમારા કાળા કામણગારા કેશ કલાપને બચાવી શકે છે.
ઉપચાર
એકધારી પ્રોડક્ટ વાપરો.
હૂંફાળા તેલથી માથામાં ચંપી કરો.
ગરમ પાણીથી વાળ ધુઓ.
જો શક્ય હોય તો માથામાં દિવેલ નાખો.
અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર વાળ ધુઓ.
વાળને પોષણ આપો.
તેલ નાખીને જ માથંુ ધુઓ.

No comments:

Post a Comment