Beaty Tips

ગાયત્રી જોષી
બ્યુટી
 ‘સ્વચ્છતા એ સુંદરતાની ચાવી છે’
 બાળકો ભગવાનનું રૂપ હોય છે અને તેઓ કુદરતી રીતે સુંદર હોય છે. તેમને કાળજીની જરૂર હોય છે, જ્યારે શિશુ જન્મે ત્યારે તેની ત્વચા ખૂબ જ કોમળ અને સુંવાળી  હોય. બાળકને કોઈ પણ પ્રકારના મેકઅપની જરૂર નથી હોતી, પણ જો તેમની ત્વચા, વાળ અને શરીરની સારી રીતે સંભાળ રાખવામાં આવે તો તે અૌર ખૂબસૂરત દેખાઈ શકે.
     બાળકોની સુંદરતામાં સ્વચ્છતા ચાર ચાંદ લગાવી દે છે. બાળકની સુંવાળી ચામડી શિયાળામાં ખાસ શુષ્ક થઈ જાય છે. જો તમે થોડીક જ કાળજી રાખો તો તમારું બાળક પણ લાખોમાં એક દેખાશે. જો તમારે પણ તમારા બાળકને રાજકુમાર કે રાજકુમારી જેવું બનાવવું હોય તો આ રહી ટિપ્સ.

ત્વચા
બાળકનો વાન ભલે ગમે તે હોય પણ તેની ત્વચાની કાંતિ તેની સુંદરતાનું પ્રતીક હોય છે અને જો તેની પૂરતી કાળજી લેવામાં ન આવે તો તે નિસ્તેજ અને બરછટ થઈ જાય છે.
ટિપ્સ
બાળક માટે જ્યારે પણ નહાવાનો સાબુ ખરીદો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો, જેમ કે સાબુમાં ખૂબ વધારે પ્રમાણમાં કેમિકલ ના હોય. બને ત્યાં સુધી બેબીશોપનો ઉપયોગ કરો, જે તેની ત્વચાને નુકસાન ન પહોંચાડે અને જરૂરી પ્રમાણમાં પોષણ આપે.
વાળ
બાળકોના વાળ ખૂબ જ નાજુક હોય છે. તેને ખાસ કેરની જરૂર હોય છે. વળી,
તેનું તાળવું પણ પ્રમાણમાં ખૂબ પોચું હોય છે, તેથી વાળને પૂરતંુ પોષણ મળવું જરૂરી છે.
ટિપ્સ
બાળક માટે ખાસ સુગંધીદાર અથવા કોઈ અન્ય તેલ વાપરવાની જગ્યાએ શુદ્ધ કોપરેલ અથવા તો બદામનું તેલ વાપરો. જે બાળકને પોષણની સાથે સાથે બીજી જરૂરિયાતો પણ પૂરી કરશે.
શરીર
બાળક હંમેશાં ખિલખિલાટ રહે તે માટે એટલું જરૂર કરવું કે તેના શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખો. નખ, તેના હાથ પગ, પેટ અને બીજાં અંગોનું પણ ધ્યાન રાખો.
ટિપ્સ
બાળક અગર રડતું હોય તો તેનું કારણ જાણવાની કોશિશ કરો. તેના કોઈ શરીરમાં ક્યાંય દર્દ તો નથી તે ચકાસો. તેનાં ડાયપર સમયાંતરે ભીનાં થાય કે તરત ચેન્જ કરો.
સ્વચ્છતા
બાળકની સુંદરતા તેની સ્વચ્છતાથી છે. બાળક ગમે તેટલું સુંદર હશે, પણ જો તે ગંદંુ હશે તો કોઈને નહીં ગમે એટલે માબાપે ખાસ કાળજી રાખવી જોઈએ.
ટિપ્સ
તેનાં કપડાં ચોખ્ખાં રહે તેનું ધ્યાન રાખો. તેના ડાયપર ટાઇમસર ચેન્જ કરો. તેને કોઈ એલર્જી ન થાય તેનું ધ્યાન રાખો. બાળક ખૂબ કોમળ હોય છે, જેથી એક જરાક અમથો ઘસરકો ક્યારેક ચકામાનું રૂપ લઈ લે છે. બાળકને શક્ય હોય ત્યાં સુધી ઢીલાં કપડાં પહેરાવો, કેમ કે તેને ખૂબ જાડાં અને ફીટ કપડાંથી શરીર પર કાપા પડી જાય છે.

No comments:

Post a Comment