beaty tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
બ્યુટી
 નવવધૂના નવલા શણગારમાં મેકઅપની રોનક
 લગ્ન દિવસ દુલ્હન માટે સૌથી સ્પેશિયલ દિવસ હોય છે. આ દિવસ વારંવાર નથી આવતો; તેથી જ વધૂ બનવા જઈ રહેલી કન્યા મેરેજની તૈયારીમાં કોઈ પણ કસર નથી છોડતી. પણ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવનારા મેકઅપને એપ્લાય કરતાં પહેલાં અમુક મુદ્દા જરૂર ધ્યાનમાં રાખજો.
કોઈ પણ યુવતી માટે પોતાના મેરેજનો દિવસ સૌથી અગત્યનો હોય અને તે દિવસ પૂરતી દુલ્હન સ્ટાર હોય છે, પણ આ શોભા વધારનારા મેકઅપ વિશે તેને કરાવતાં પહેલાં અમુક માહિતી અવશ્ય સમજી લેવી જોઈએ.
કોસ્મેટિકની ચકાસણી
કોઈ પણ કોસ્મેટિક ટ્રીટમેન્ટ લેતાં પહેલાં બ્યુટી પ્રોડક્ટ બરાબર છે કે નહીં તે જરૂરથી ચકાસી લેવું. આ કોસ્મેટિક આઇટમોની એક્સપાયરી ડેટ પણ જોવી. એ સિવાય તેમાં કોઈ હાર્ડ કેમિકલ ના હોય તે પણ ખાસ ચેક કરવું કેમ કે તે તમારી સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે.
ટ્રેઇન્ડ બ્યુટિશિયન
હંમેશાં પ્રોપર અને કુશળ બ્યુટિશિયન જોડે જ બ્યુટી ટ્રીટમેન્ટ લો. જો તે પોતાના કાર્યક્ષેત્રમાં કાબેલ નહીં હોય તો તે તમારી સુંદરતા વધારવાની જગ્યાએ તેમાં મુશ્કેલી પેદા કરી શકે છે.
મેકઅપ ટ્રાયલ
મેકઅપ ફાઇનલ કરતાં પહેલાં તેનો એકબે વાર ટ્રાયલ અવશ્ય લો. તમને કયો મેકઅપ ઓપશે તે તમે ખુદ એક બે વાર ટ્રાયલ કરીને પછી જે સૌથી વધુ શોભે તે નક્કી કરી શકો છો. જો તમે ઘઉંવર્ણા હો તો તમારે તમને શોભે તેવો મેકઅપ કરાવવો જોઈએ.
અનુકૂળતા
તમારી સ્કીનટોનને મેચ કરે તેવો મેકઅપ પસંદ કરો. બીજંુ કે લગ્ન ક્યારનાં છે એટલે કે સવારનાં, બપોરનાં, સાંજનાં કે પછી રાતનાં તો તે મુજબનો મેકઅપ પસંદ કરો. તમારી અનુકૂળતાએ ટાઇમ પણ સેટ કરી લો. તમને એક વાર આખો બ્રાઇડલ મેકઅપ કરતાં બ્યુટિશિયન કેટલો સમય લે છે. તે જાણવું પણ જરૂરી છે.
કલર કોમ્બિનેશન
તમારા બ્રાઇડલ વેર, સ્કીનટોન અને લગ્નના સમયને અનુરૂપ હોય તેવું મેકઅપનું કલર કોમ્બિનેશન પસંદ કરો, જેથી તમે તમારી જિંદગીનો સૌથી સ્પેશિયલ દિવસ ધામધૂમથી ઊજવી શકો અને એ દિવસે તમે છવાઈ જાઓ.
મેરેજમાં સૌથી વધુ રોનક વરવધૂની જ હોય છે. તેમને કારણે જ વિવાહ સફળ થાય છે.

No comments:

Post a Comment