Beaty Tips

શ્રી ગણેશાય નમઃ
ગાયત્રી જોષી
બ્યુટી
 ‘નિતનવી ફેશનમાં નેઇલ આાર્ટનું નજરાણું’
ઇન્ટ્રો આજની નારી ફેશનપરસ્ત છે. તેને માટે ફેશનમાં માત્ર નુમાઇશ જ નહીં, પણ સાથે સાથે પોતાને સ્ટાઇલ આઇકોન તરીકે પ્રેઝન્ટ કરવાની તેને ખેવના હોય છે. માત્ર મોડેલ કે સ્ટારને જોઈને જ નહીં, પણ પોતાની મેેળે બીજા અનુસરે તેવી સ્ટાઇલ પણ અપનાવતી હોય છે. હાલમાં હોટ ફેવરિટ બ્યુટી ફેશન છે, નેઇલ આર્ટની.
નેઇલ આર્ટે અત્યારે ટીનેજર્સથી લઈને વર્કંિગ વુમન, હાઉસવાઇફ, કલાકાર દરેકમાં આકર્ષણ જન્માવ્યું છે. મોડર્ન માનુનીને ફેશનની સાથે સાથે સ્ટાઇલનું પણ ઘેલું છે અને તેથી જ આજે આપણી પર્સનાલિટી પર ચાર ચાંદ લગાવવા માટે તમે પણ નખને જરા ટ્રિમ કરીને થોડું આર્ટ કરી નાખો.
નેઇલ કેર
નખની સંભાળ અને કાળજી તમારા નખને જેટલા આકર્ષક બનાવશે તેટલા બીજી એકેય વસ્તુ તમારા નખને સુંદર નહીં બતાવી શકે. હાથ હંમેશાં સ્વચ્છ રાખો. હાથની સાથે નખ જોડાયેલા છે. નખ પર જ્યારે તમે નેઇલ પોલિશ લગાવવા માગતા હોવ ત્યારે પહેલાં તેની થોડી માલિશ કરો. બંને હાથ પર થોડી ક્રીમ લઈ હળવા હાથે બંને હથેળીમાં નખ વડે મસાજ કરો, જેથી નખને પણ મસાજ મળશે. અને નખ એકદમ હાર્ડ થવાને બદલે નરમ થશે. નેઇલ રીમૂવર વાપર્યા બાદ નખને થોડો મસાજ આપો, જેથી તે સૂકા થતા અટકશે.
નેઇલ શેપ
નખની આકર્ષકતા વધારવા માટે તેને સમયસર ટ્રિમ કરવા જરૂરી છે અને તેને યોગ્ય આકાર આપવો પડે. તમને ગમતો આકાર સર્વશ્રેષ્ઠ હશે, પણ જો શક્ય હોય તો ખૂણા પડતા હોય તેવો શેપ આપવાનું ટાળો. હોલિવુડમાં અત્યારે ઓવલ શેપની ફેશન છે, જે લગભગ આદર્શ ગણી શકાય. યોગ્ય સેફ તે જ કહેવાય, જે તમારા હાથ અને આંગળીઓ પર શોભવો જોઈએ. મેનિક્યોર કરાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે નખને કોઈ નુકસાન ન થાય.
નેઇલ પેન્ટ
નેઇલ પેન્ટ કરતી વખતે નેઇલ પોલિશમાંથી બ્રશમાં રંગ ટપકે નહીં તે રીતે લો. અને નખની વચ્ચેના ભાગથી નખને રંગવાની શરૂઆત કરો. એ પછી આજુબાજુ પીંછી મારો. નેઇલ પોલિશનો પ્રથમ કોટ લગાવ્યાની એકાદ મિનિટ બાદ બીજો કોટ લગાવો. આમ નખના કુલ ત્રણ કોટ લગાવો.
નેઇલ આર્ટ
નેઇલ પોલિશ લગાવ્યા બાદ તેના પર તેનાથી કોન્ટ્રાસ કલરના નેઇલ આર્ટ કરો.
નેઇલ આર્ટમાં તમે સ્ટોનથી લઈને તમામ વસ્તુનો ઉપયોગ કરી શકો. વળી, અત્યારે તો માર્કેટમાં આર્ટિફિશિયલ નેઇલ મળે છે અને તેના પર તમે જાતે નેઇન આર્ટ કરી શકો. અત્યારે નખ લાંબા છે કે ટૂંકા તે અગત્યનું નથી રહ્યું, પણ તેના પર આર્ટ અથવા પેઇન્ટ કેવું છે, તે અગત્યનું છે.
જો તમારે પણ ટ્રેન્ડી અને સ્ટાઇલિશ દેખાવું હોય તો નખ રંગીને તમને ગમતી ફૂલવેલ, પાન કે કંઈ પણ આકાર દોરી દો નેઇલ આર્ટ તૈયાર. આજની માનુનીને માત્ર મોડર્ન જ નહીં, પણ બધા કરતાં અલગ પણ દેખાવું છે.

No comments:

Post a Comment