we are railway station and others are train

ર્ંર્ંશ્રી ગણેશાય નમઃ



આજે ફરીથી એક દોસ્ત ગુમાવી ફરીથી ભગવાન સાથે લડાઈ જેવું થઈ ગયું. ખરેખર મને દીલથી ખરાબ લાગી રહ્યું હતુ. એક જીગર જાન દોસ્ત દુશ્મની કરીને વીખુટું પડતું હતું. હવે એની અને મારી મુલાકાતો ખતમ. એની ને મારી વાતો ખતમ. શું દુનિયા આવીજ રીતે ચાલ્યાં કરશે. બસ આમજ એક પછી એક લોકો આવશે અન ે જશે. કદાચ આ કોર્પોરેટ કલ્ચરને અપનાવતા મને થોડી વાર લાગવાની હતી. હું એમ નહી કહી શકું કે હું ખુશ છું કેમ કે મેં ઓર એક સાથી ગુમાવ્યો. આજ છે જીવનની ઘટમાળ.
 મારા પરિવારમાં પણ મારી સાથે આમજ બની રહ્યું છે. અને અહીં પણ મારે કશું દુઃખ નથી પણ હું ખુશેય નથી. કદાચ આનુંજ નામ જીવન. આપણે રેલવે સ્ટેશન અને બીજા બધાં આવતી જતી ટ્રેન.

No comments:

Post a Comment