મોં પર ખીલ છે? ડાઘ દૂર નથી થતા? તો આ ઘરેલુ ઉપચાર છે અકસીર ઈલાજ | home remdy for face pimple

 

 

આ રહી ઘરેલુ ટીપ્સ

  1.  ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.
     
  2. તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દૂર થાય છે.
     
  3. પાકા, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી, છૂદીને ચહેરા પર થોડો સમય માલિશ કરવી-મસળવું. ૧૫-૨૦ મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારેપાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે.
     
  4. પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હૂંફાળા પાણીથી ધોઇ નાખવું. આનાથી ચહેરાના ખીલ ઝડપથી મટી જાય છે.
     
  5. જાંબુના ઠળિયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.
     
  6. સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કૂચાને મોં પર પાંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.
     
  7. ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે. 
  8. બદામને માખણમાં ખૂબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલિશ કરવાથી મોં પરના ખીલ મટે છે.
     
  9. ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
     
  10. આમળાં દૂધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.
     
  11. કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે. 
     
  12. લીમડા કે ફૂદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે. 
     
  13. તાજુ લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે-ત્રણ મિનિટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.


ખીલના ડાઘ દૂર કરવા શું કરશો

  1. છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચિકાશ દૂર થાય છે.
  2. વડના દૂધમાં મસૂરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
  3. ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દૂર થાય છે.

No comments:

Post a Comment