સુકી ખાંસી ( Dry cough )ના ઘરેલુ ઉપચારો | dry cough home remedies

 સુકી ખાંસી ( Dry cough )ના ઘરેલુ ઉપચારો | dry cough home remedies




  1. નાની એલચી( Cardamom ) તવી પર બાળી, કોયલો કરી, ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું. તેનું ૩/૪ ગ્રામ ચૂર્ણ ધી ( Ghee ) તથા મધ ( Honey ) સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે.
  2. એક નાની મૂઠી તલ ( Sesame ) અને જરૂરી સાકર ર00 મિ.લિ. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દિવસોમાં સૂકી ખાંસી મટે છે.
  3. ૧-૧ નાની ચમચી ઘી ( Ghee ) દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સૂકી ખાંસી અચૂક મટે છે.
  4. દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણ ( Butter )માં વાટેલી સાકર ( Crystal Sugar )નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી જડમૂળથી મટે છે. નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીર્વાદરૂપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને ખાંસી મટી જશે.
  5. સમભાગે સૂકા આમળા ( Dry amla )નું ચૂર્ણ અને સાકર એક એક ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી કંટાળાજનક જૂની ખાંસી મટે છે. પ્રયોગ થોડા દિવસ સુધી નિયમિત જાળવી રાખવો.
  6. ઉમરા(ઉદુમ્બર) ( Udumbara )નું દૂધ મોંમાં ઉપલા તાળવે ચોપડી જે લાળ-થક આવે તે ગળી જવાથી કોઈ પણ દવાથી મટતી ન હોય તેવી ખાંસી પણ બહુ ઝડપથી મટી જાય છે.
  7. આદુ( Ginger )નો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને 3-૪ મરી મૂકી બીડું વાળી ઉપર લવિંગ ખોસલું. એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દિવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે.
  8. સમભાગે તલ ( Sesame ) અને સાકર ( Crystal Sugar )નો ઉકાળો દિવસમાં ચાર-પાંચ વાર ઘૂંટડે ઘૂંટડે પીતા રહેવાથી સૂકી ખાંસી મટે છે.

No comments:

Post a Comment