" કોમનવેલ્થ કા દાસ હૈ નેહરૂ માર લો સાથી જાને ન પાએ" - મજરૂહ સુલ્તાનપૂરી
" કોમનવેલ્થ કા દાસ હૈ નેહરૂ
માર લો સાથી જાને ન પાએ" - મજરૂહ સુલ્તાનપૂરી
મજરૂહ સુલ્તાનપુરીની કવિતાએ તેમને જેલ ભેગા કર્યા હતા. એક એવા સાયર કે જેની કમલ આઝાદીનું પ્રતીક હતી
મૈં અકેલા હી ચલા થા જાનિબે- મંજિલ મગર, લોગ આતે ગએ ઔર કારવાં
બનતા ગયા. આ શેરની જેમ જ પોતાની કવિતાથી હિન્દી ફિલ્મોને સમૃધ્ધ
કરનાર મજરૂહ સુલ્તાનપુરીનો આજે જન્મ દિવસ છે. સળગતી કમલના
માલિક મજરૂહ સુલ્તાન પુરીને પોતાની કલમને કારણે કારાવાસ પણ
ભોગવવો પડ્યો હતો.
"મનમેં જહર ડોરસ કે બસા કે
ફિરતી હૈ ભારત કી અહિંસા
ખાદી કી કેંચુલ કો પહનકર
યો કેંચુલ લહરાને ન પાએ
અમન કા ઝંડા ઈસ ધરતી પર
કિસને કહા લહરાને ન પાએ
યે ભી કોઈ હિટલર કા હૈ ચેલા
માર લો સાથી જાને ન પાએ
કોમનવેલ્થ કા દાસ હૈ નેહરૂ
માર લો સાથી જાને ન પાએ"
- મજરૂહ સુલ્તાનપૂરી
નહેરૂ વિશેની આ ગીતે એ વખતે કોંગ્રેસને કાપો તો લોહી ન નીકડે એવી
સ્થિતિમાં મૂકી દીધુ. અને ત્યારના મુંબઈના તત્કાલિન ગર્વનર મોરારજી
દેસાઈએ મજરૂહને મુંબઈની આર્થર રોડ જેલભેગા કરી દીધા. લખેલા ગીત
બદલ નહેરૂની માફી માંગવાનું કહ્યુ પરંતુ જેની કલમ કોઈની સલામી ન
ઠોકતી હોય તેને સત્તાનો કેવો ભય અને આ કારણોસર તેમને બે વર્ષ સુધી
જેલમાં રહેવું પડ્યુ.
આખરે સત્તાપક્ષે થાકીને હારીને તેમને છોડી દેવા પડ્યા પણ તેમણે માફી
તો ન જ માંગી તેમના ગીત અને ગઝલો લોકોની જીભે ચડી જતા. જાણે
કોઈક કટાક્ષને ગીતમાં ભેળવીને વાસ્તવીકતાનું ભાન ગાતા ગાતા કરાવતુ
હોય તેવું તેમના ગીતોમાં પ્રતીત થતુ.
તેમનો જન્મ 1લી ઓક્ટોબરે 1919ના દિવસે ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં
થયો હતો. તેમનું નામ અસર ઉલ હુસેન ખાન હતુ પરંતુ સાયરાના અંદાજ
અને શબ્દોની સાથે સંગતે તેમણે પોતાના ગામ સાથે નામ જોડી મજરૂહ
નામ રાખ્યુ હતુ જે તેમની ઓળખ બન્યુ હતુ. તેમણે બાબુજી ધીરે ચલનાથી
લઈને દીલ હે છોટાસા સુધીના બોલીવુડ ગીત લખ્યા છે.
ભગતસિંહનો ભાઈને પત્ર
छोटे भाई कुलतार के नाम अन्तिम पत्र
अजीज कुलतार,
आज तुम्हारी आँखों में आँसू देखकर बहुत दुख हुआ। आज तुम्हारी बातों में बहुत दर्द था, तुम्हारे आँसू मुझसे सहन नहीं होते।
बरखुर्दार, हिम्मत से शिक्षा प्राप्त करना और सेहत का ख्याल रखना। हौसला रखना और क्या कहूँ!
उसे यह फ़िक्र है हरदम नया तर्ज़े-ज़फा क्या है,
हमे यह शौक़ है देखें सितम की इन्तहा क्या है।
दहर से क्यों खफ़ा रहें, चर्ख़ का क्यों गिला करें,
सारा जहाँ अदू सही, आओ मुकाबला करें।
कोई दम का मेहमाँ हूँ ऐ अहले-महफ़िल,
चराग़े-सहर हूँ बुझा चाहता हूँ।
हवा में रहेगी मेरे ख्याल की बिजली,
ये मुश्ते-ख़ाक है फानी, रहे रहे न रहे।
अच्छा रुख़सत।
खुश रहो अहले-वतन; हम तो सफ़र करते हैं।
हिम्मत से रहना।
नमस्ते।
तुम्हारा भाई,
भगतसिंह
सेंट्रल जेल, लाहौर,
3 मार्च, 1931
सत्य का तुम्हारा नया विश्व हो सकता है।’ - ભગતસિંહ
सत्य का तुम्हारा नया विश्व हो सकता है।’ - ભગતસિંહ
શહીદ ભગતસિંહે પરિવારથી લઈને મિત્રોને લખ્યા હતા પત્રોધર્મથી આઝાદી અને છુત અછુતના મુદ્દા પર પરિપત્રો લખ્યા હતા
ધ ટ્રીબ્યુન અને કેટલાક સાપ્તાહિકમાં પણ તેમને પત્રો છપાયા હતા
અમદાવાદ, તા. 28 સપ્ટેમ્બર 2016
‘लंगर ठहरे हुए छिछले पानी में पड़ता है।
विस्तृत और आश्चर्यजनक सागर पर विश्वास करो
जहाँ ज्वार हर समय ताजा रहता है —
और शक्तिशाली धाराएँ स्वतन्त्र होती हैं —
वहाँ अनायास, ऐ नौजवान कोलम्बस —
सत्य का तुम्हारा नया विश्व हो सकता है।’
- શહિદ ભગતસિંહ
શહિદ ભગતસિંહે 23 વર્ષની ઉમંરે હસતા હસતા ભારત માતાની આઝાદી માટે ફાંસીને માંચડે ચડી ગયા પણ જતા જતા તેમણે ઘણા પ્રશ્નો આજના યુવાનો માટે મૂકતા ગયા છે. આ લેટર તેમણે તેમની બહેનને લાહોરની સેન્ટ્રલ જેલમાંથી 17 જૂલાઈ 1930ના મોકલ્યો હતો. તેમણે તેમના જીવન દરમિયાન અને જેલ કારાવાસ દરમિયાન જૂદા જૂદા પત્રો લખ્યા હતા જે ધ ટ્રીબ્યુન નામના છાપામાં અને બીજા અનેક સાપ્તાહિકોમાં પણ છપાયા હતા.
આવો આવા કેટલાક પત્રો જોઈએ. "ઘરને અલવિદા" 1923, "અછુત સમસ્યા" જૂન 1923- , "યુવક! "16 મે 1925 , "નૌજવાન ભારત સભા, લાહોર કા ઘોષણા પત્ર" 6 એપ્રિલ 1928, "ધર્મ ઓર હમારા સ્વતંત્રતા સંગ્રામ મે" 1928, "સાંપ્રદાયિક દંગે ઓર ઉનકા ઈલાજ " જૂન 1928, "નયે નેતાઓ કે અલગ અલગ વિચાર" જુલાઈ 1928, "વિદ્યાર્થી ઓર રાજનીતિ" જૂલાઈ 1928, "હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોશિએશન કા ઘોષણા પત્ર" 1929, "ભગતસિંહ કા પત્ર સુખદેવ કે નામ" 5 એપ્રિલ 1929, "એેસેમ્બલી હોલમેં ફેગા ગયા પર્ચા" 8 એપ્રિલ 1929, "બોમકાંડ પર સેશન કોર્ટમે બયાન" 6 જૂન 1929, "વિદ્યાર્થીઓ કે નામ પત્ર" 22 ઓક્ટોબર 1929, "સંપાદન, માડર્ન રિવ્યુ કે નામ પત્ર" 22 ડિસેમ્બર 1929, "બમ કા દર્શન " જાન્યુઆરી 1930, "ઈંકલાબ કી તલવાર વિચારો કી સાન પર તેજ હોતી હૈ" જાન્યુઆરી 1930, "લેનિન મૃત્યુ વાર્ષિકી પર તાર" 21 જાન્યુઆરી 1930, "પિતાજી કે નામ પત્ર" 4 ઓક્ટોબર 1930, "ક્રાંતિકારી કાર્યક્રમ કા મસવિદા" ફેબ્રુઆરી 1931, "કૌમ કે નામ સંદેશ" 2 ફેબ્રુઆરી 1931, "મૈં નાસ્તિક ક્યોં હૂં "ફેબ્રુઆરી 1931, "છોટેભાઈ કુલતાર કે નામ અંતિમ" પત્ર 3 માર્ચ 1931, "શહાદત સે પહલે સાથિયોં કો અંતિમ પત્ર" 22મી માર્ચે 1931, "હમેં ગોલી સે ઉડાયા જાયે" 20 માર્ચ 1931 જેલમાં અધિકારીઓને પીટીશન લખી હતી.
bhagat singh letter
"હું 'મહાત્મા' ગણાઉં તેથી મારૂં વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે "- ગાંધીજી
"હું 'મહાત્મા' ગણાઉં તેથી મારૂં વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે "- ગાંધીજી
- સત્યનો માર્ગ જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને તે સહેલામાં સહેલો લાગ્યો છે- "ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ."
અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2016
2જી ઓક્ટોબરે ગાંધીજીનો 1869ના દિવસે પોરબંદરમાં થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીને મેન ઓફ ધી મિલેનિયમનું બિરૂદ મળ્યુ છે અને ભારતના રાષ્ટ્રપીતા ગાંધીજીએ સત્યના પ્રયોગો આદરીને અનોખો પ્રયાસ કર્યો છે. અહિં તેમના જ પુસ્તક ધર્મમંખથનમાંથી તેમણે કહેલી કેટલીક વાતો પ્રસ્તુત છે.
ગાંધીજીના ગયાને 68 વર્ષ વીતી ગયા હોવા છતાં તેમની કહેલી વાતો કેટલી પ્રસ્તુત છે તે તો તેમના જ લખાણમાંથી સ્પષ્ટ થાય છે.
" હું 'મહાત્મા' ગણાઉં તેથી મારૂં વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે. 'મહાત્મા' કોણ તે આપણે જાણતા નથી. સારો માર્ગ એ છે કે 'મહાત્મા' ના વચનને પણ બુધ્ધિની કસોટીએ ચડાવવું ને તેમાં કસ ન ઉતરે તો તે વચનનો ત્યાગ કરવો. " - ગાંધીજી
" મારા લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મે ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉમંરમાં ભલે હું વૃધ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈે મારા બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રધ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને. " - ગાંધીજી
" આ માર્ગ (સત્યનો) જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને તે સહેલામાં સહેલો લાગ્યો છે. . . સત્યની શોધનાં સાધનો જેટલાં કઠિન છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશ્કય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન સંભવિત લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. . . "
"ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલપાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટુંકો ન બનો "
આ લખાણ ગાંધીજીના 'ધર્મમંથન' નામના પુસ્તકમાંથી લેવાયા છે જે 1935માં પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ.
gandhijis thoughts about truth and nonviolence
સ્ત્રી સુંદર એટલા માટે છે કે એ ક્ષમા કરી શકે છે.
https://ગીરા,
મને ખબર છે તુ નારાજ છે મારાથી મને તું મળવાની નથી. પણ કાલે મારી વાત વીષ્ણુ જોડે થઈ
મેં એને સાવસામાન્ય પ્રશ્ન પૂછ્યો કે પુરષોને સ્ત્રીઓનું આકર્ષણ કેમ છે?
અને આ નારીઓ વાત વાતમાં રીસાઈ શુ કામ જાય છે?
એણે એજ ઠંડક સાથે મારી સામે જોયુ એજ નખરાળી આંખો અને મનની આરપાર ઘૂસી વેધક નજરે મને પૂછ્યુ શીવજી તમે તો અર્ધનારી નટેશ્વર કહેવાઓ છો તો આ નારીને નરને લગતા સવાલો મને કેમ કરો છો?
મા ગીરા ઘડીક રીસાયા શુ તમે તો તમામ નારી જાતી માટે ભળતા જ વિચારો કહેવા લાગ્યા
ના નારાયણ એવું જરાય નથી પણ નારીને નર બે ઉ એકબીજાના પુરક છે સંસારમાં બંનેની જગ્યા સમાન છે તો પછી નર નારી પાછળ શું કામ ફરે છે અને તે આટલી આકષર્ક અને સુંદર કેમ છે
મહાદેવ તમારે આ વાત પૂછવાની જરૂર પડી જાણીને નવાઈ લાગી
થોડીવાર માટે તો મને એમ જ થયુ કે આ વિષ્ણુ જોડેનો વાતાર્લાપ વ્યર્થ જશે.
પણ પછી તેણે મુદાની વાત કરી
સ્ત્રી સુંદર એટલા માટે છે કે એ ક્ષમા કરી શકે છે.
અને બસ મને વાત સમજાઈ ગઈ કે પોતાના પતિ માટે યમરાજ જોડે લડી શકે રાવણ સાથે હોવા છતાંય રામની રાહ જોઈ શકે ભરી સભામાં ચીરહરણ થવા છતાંય દ્રોપદી પતિઓનો સાથ આપી શકે. ગમે તેટલી ભૂલો છતાંય પતિને માફ કરીને પહેલા જેટલો જ પ્રેમ કરી શકે.
નારી હંમેશા સુંદર છે અને રહેશે હું મારી ભુલ કબુલુ છું હવે કૈલાષ આવી જા. -
- ભૂતડાઓનો સાથી સ્મશાનનો નીવાસી મહાદેવ
/gayatri.joshi.5661જીવીની જીજીવિષા
જીવીની જીજીવિષા
એનું નામ જીવી. જીવી મૂળતો ગુજરાતના ખાખરીયામાં જન્મેલ ગામડાની છોકરી. બે બેનો ને ત્રણ ભાઈ એમાં જીવી નો નંબર ત્રીજો. સામાન્ય રીતે સામાન્ય ઘરમાં સાવ સામાન્ય છોકરી જીવીને ડિસાના કરસન જોડે પરણાવીને મા-બાપે ગંગાનહાયાનો સંતોષ માન્યો કે ચલો સૌથી નાની દીકરીનાય હાથ હવે પીળા થઈ ગયા હવે આપણે છુટ્ટા.
પણ પણ જીવીના જીવનની ખરી શરૂઆત કરસન સાથે થઈ. 18 વર્ષની જીવીને તો કરસન જ દનિયાને કરસનનો પરિવાર જ તેનુ વિશ્વ. હેયને ટેસથી કરસન રોજ સવારે જીવીના હાથે બનાવેલ અમૃત સમી વાટકો ભરીને આખા દુધની ખોટ જેવી ચા ને એક આખા જુવારના રોટલાનું શીરામણ કરીને ટ્રેકટર પર ખેતર જવા ઉપડે. રસ્તામાં જે મળે તેને રામ રામ કહેતા જાય ને કામની ગોઠવણ કરતો જાય.
બપોરની વેળા થાયને જીવી કરસન માટે સરસ મજાનું દાળ-ભાત શાક-રોટલીનું ટીફીન લઈને ખેતર ઉપડે બેઉં માણસ ભેગા જમે અને નમતા પોરે સાથે ઘેર આવે. આ તેમનો નિત્યક્રમ. આમને આમ વરસ વિત્યુને જીવીને ખોળો મંડાણો.
કરસનના ખોરડા પર તો જાણે ઈશ્વરનું વરદાન ઉતર્યુ. પણ આ વરદાન જીવીને કરસનના જીવનમાં ઝંઝાવાત લઈ આવશે એની તેમને ક્યાં ખબર હતી. જીવી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા ગઈને ત્યાં માલુમ પડયુ કે જીવી એચઆઈવી પોઝીટીવ છે.
19 વર્ષની જીવીને કંઈ ખાસ સમજાયુ નહી. પણ જ્યારે ડોક્ટરે કરસનના લોહીની પણ તપાસ કરી ત્યારે ખબર પડી કે કરસન એચઆઈવી પોઝીટીવ હતોજ એટલું જ નહી પણ તેનો એચઆઈવી એઈડસમાં પરિણમી ચુક્યો હતો. અને તે પોતે તેની દવા પણ લેતો હતો. અને
જાણે જીવીના પગમાંથી કોઈએ જમીન ખેંચી લીધી. તમામ સગાસંબધીઓએ જીવીને કરસનથી સંબધો કાપી નાંખ્યા. ત્યાં સુધી કે તેના સાસુ- સસરાએ પણ કરસન અને જીવીને ઘરનો દરવાજો દેખાડી દીધો.
જીવી માથે એ વખતે જાણે આભ તુટી પડયું. તેને સમજાયુ કે આની કોઈ દવા નથી. પણ હા જો તે યોગ્ય સારવાર કરાવે તો તેનાથી થનારા બાળકને એચઆઈવીના ચેપથી બચાવી શકે છે.
જીવીએ મનમાં ગાંઠ વાળી કે હવે તો જીંદગી સામે લડી જ લેવું છે મારુ બાળક તો એચઆઈવીગ્રસ્ત નહી જ આવવા દઉં. અને આ તમામ બાબતોનો ભાર કરસન પર એવો પડ્યો કે તેણે ગામનો કૂવો પુરયો. એટલે જીવીની રહી સહી ઉમ્મીદ પર પણ પાણી ફરી વળ્યુ. પણ કહે છે ને કે ચાહ હોય ત્યાં રાહ હોય જ.
જીવીના ભાઈ જીવીને અમદાવાદ લઈ આવ્યા. અહીંની હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરાવી તેને પુરા મહિને એચઆઈવી નેગેટીવ દિકરી અવતરી.
આજે આ વાતને પૂરા 7 વર્ષ થઈ ચુક્યા છે જીવીએ એચઆઈવી પોઝેટીવ વ્યિક્ત સાથે ફરીવાર લગ્ન કરી લીધા છે તેની દીકરી સ્નેહા અંગ્રેજી માધ્યમમા ભણે છે અને જીવી એચઆઈવીનો ભોગ બનતા લોકોમાં જીજીવીષા જગાડવાનો ભેખ લઈને બેઠી છે.
દોસ્તો આ સાવ સાચી વાત છે કાલે ફરી મળીશુ ફરી કોઈ સામાન્ય વ્યક્તિના અસામાન્ય સાહસની વાત લઈને
- ગાયત્રી જોષી

મન હોય તો માળવે જવાય
મન હોય તો માળવે જવાય
નામે જીગર. અને નામ મુજબ જ જીગરવાળો પણ ખરો. જન્યો ત્યારે મા-બાપે આજુબાજુની દસ સોસાયટીઓમાં પેંડા વહેંચ્યા હતા. હસતા રમતા બાળપણ વિતવા લાગ્યુને એક દિવસ સાવ સામાન્ય તાવ આવ્યો ડોક્ટરે ઈન્જેકશન આપ્યુને જીગરનો તાવ તો ઉતરી ગયો પણ પગ.... પણ પગ કાયમ માટે રસ્તા પર ચાલવાનું ભુલી ગયા.
જીગરને સમજાયુ નહી કે કાલ સુધી તો તે દોડપકડ રમતો મમ્મીનો પાલવ પકડીને પાછળ પાછળ પડતો પણ હવે હવે એના પગ એનું કહયુ નહોતા માનતા. ગમે તેટલી તાકાત લગાવે જોર કરે પણ હઠીલા એવા હઠે ભરાતા કે જીગર જોર જોરથી રડી પડતો. મમ્મી પોતાના રાજકુમારને ફોસલાવીને શાંત કરાવતી અને તેનું ધ્યાન બીજી વાતોમાં દોરતી. બાળસહજ માનસ પગને ભુલીને બીજી રમતો અને વાતોમાં પરોવાઈ જતું. પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને સમજાયું કે હું સામાન્ય નથી. અસામાન્ય પણ નથી. પણ હું કંઈક સ્પેશ્યલ છું.
જીગરના માતા-પિતાએ પણ જીગરને કયારેય પણ એવું લાગવા ન દીધુ કે તે પોતે કોઈ રીતે પાછો પડે તેમ છે. જીગર સામાન્ય લોકો સાથે ભણ્યો. ધીરે ધીરે તેને સમજાયુ કે બીજા લોકો જે સરળતાથી કરી શકતા તે પોતે ના કરી શકતો અને બસ તેણે નીધાર્ર કર્યો કે હવે હું સામાન્ય માણસો સાથે જ મારી હરિફાઈ કરીશ. અને તેનો સંઘર્ષ શરૂ થયો. દિવસો વિતતા ગયા તેમ તેમ તેની સ્પર્ધા પણ વધતી ગઈ. પણ જીગરે હાર ન માની. એવામાં ગુજરાતમાં ધરતીકંપના આચંકા આવ્યા અને કંઈ કેટલાય લોકોના ઘર રોળાઈ ગયા સાથે સાથે ઘણાએ જીવ ગુમાવ્યા તો અમુકના હિસ્સે આવી જીવનભરની અપંગતા. જીજ્ઞા પણ આવી જ એક નસીબની મારી યુવતી હતી. 21 વર્ષની ઉમંરે સાજી નરવી જીજ્ઞાએ ભુંકપમાં પોતાના પગ ગુમાવ્યા.
પણ નસીબ કરે તે સહી એમ માનીને જીજ્ઞા સામાન્ય જીવન જીવવાના પ્રયત્ન કરતી પણ કુદરતની ક્રુર મજાક માટે ક્યારેક ક્યારેક એકલામાં આંસુ સારી લેતી. એવામાં તેની મુલાકાત જીગર સાથે થઈ અને બસ બંને સાથે જીવવાનું નક્કી કર્યુ વાજતે ગાજતે બંને પ્રભુતામાં પગલા પાડયા. ખરી કસોટી હવે શરૂ થઈ. જીજ્ઞાનો કમરથી નીચેનો ભાગ પેરાલીસીસના સપાટામાં હતો અને તે પોતાના પગ પર ઉભી થઈ શકે એમ નહતી પણ કહે છે ને કે કુદરતની લીલા ન્યારી છે જીગર અને જીજ્ઞાના આંગણામાં ફુલ ખીલવાનું હતું પણ ડિલવરી કેમ થાય તે ડોક્ટર અને બીજા બધાય માટે એક પ્રાણ પ્રશ્ન હતો. તેમ છતાં પુરા મહિને સીઝેરીયનથી જીગર અને જીજ્ઞાનો કુળદીપક જશ દુનિયામાં પ્રકાશ ફેલાવા આવી ગયો. અને આજે જીગર અને જીજ્ઞા બંને તેમના જેવાજ સ્પેશ્યલો લોકોની સેવામાં તેમને સામાન્ય જગ્યાએ નોકરી અપાવવામાં તેમના મેરેજ કરાવવામાં તેમને બીજી કોઈ મદદ કરવામાં પોતાના જીવનનું સાફલ્ય સમજી તેનેજ જીવે છે.
મિત્રો અમદાવાદને આંગણે આ દંપત્તિ પોતાના પરિવાર સાથે કિલ્લોલ કરે છે આ સાવ સાચી ઘટના છે કાલે ફરી કોઈ જીવતી નવલીકા લઈને મળીશું.

કાયદા
કાયદા
પ્રેમમાં કોઈ કાયદા નથી હોતાકેટલાક શબ્દોના માયના નથી હોતા
બધા આપણને ગમતા લોકો
કાંઈ આપણા નથી હોતા
જીવન જીવનારા બધા
કાંઈ જીવતા નથી હોતા
ગીતતો ગમે છે બધાયને
કેટલાક શબ્દોના માયના નથી હોતા
ઉંઘે છે તો લોકો બધાય
ઉંઘમાં બધાને સપના નથી હોતા
અવાજ તો છે બક્ષીસ અણમોલ
કેટલીક ખામોશીના મતલબ નથી હોતા
કિનારા પ્રેમના દરિયામાં કસ્તી ડૂબેજ
કેમ કે પ્રેમના દરિયાને કિનારા નથી હોતા
ફસ્ટ યરના ક્લાસમાં
ક્યાંક ખુશખુશાલ ટોળુ હતુક્યાંક ફફડતુ એકલુ પંખીડુ હતુ
ફસ્ટ યરના ક્લાસમાં
કોઈ ટોળ ટપ્પા અને ગપ્પામાં મસ્ત હતું
કોઈ ઘરે જવાની ઉતાવળમાં વ્યસ્ત હતું
ફસ્ટ યરના ક્લાસમાં
કેટલાકની આંખોમાં રંગીન વિશ્વ હતુ
કેટલાકને માટે ભણવાનુ સ્થળ હતુ
ફસ્ટ યરના ક્લાસમાં
કો‘ક છોકરીઓની પાછળ ફરતું હતુ
તો કો‘કના મગજ માત્ર ભમતું હતુ
ફસ્ટ યરના ક્લાસમાં
કંઈક ક્યાંક ભરાતુને ઠલવાતુ હતુ
‘કિનારા’ કંઈક ડૂબતુ અને તરતુ હતુ
ફસ્ટ યરના ક્લાસમાં
બેરીસ્તા
બેરીસ્તાની ખુરશીમાં એક ગ્રૃપ
બે છોકરાને બે છોકરી બેઠાહતા
છોકરી હસવામાં એને છોકરાઓ
પટાવવામાં મશગૂલ હતા
બેરીસ્તાની ખુરશીમાં
મોટા મા બાપની આ ખોટી ઓલાદો
પૈસા વાપરવામાં મશગૂલ હતા
બેરીસ્તાની ખુરશીમાં
છોકરો કહે હું બેશરમ છું અને
છોકરી કહે સાલા
બેરીસ્તાની ખુરશીમાં
ભૂલથી ઉનાળાની બળબળતી બપોરે
જઈ ચડીતી હું ય
બેરીસ્તાની ખુરશીમાં
ગઈ હતી શાંતીની શોધમાં
નર્યો કકળાટ ભરીને આવી
બેરીસ્તાની ખુરશીમાં
શું પીશ ને શા ના પીશ
એમાં મશગૂલ હતું ગ્રૃપ
બેરીસ્તાની ખુરશીમાં
બે છોકરાને બે છોકરી બેઠાહતા
છોકરી હસવામાં એને છોકરાઓ
પટાવવામાં મશગૂલ હતા
બેરીસ્તાની ખુરશીમાં
મોટા મા બાપની આ ખોટી ઓલાદો
પૈસા વાપરવામાં મશગૂલ હતા
બેરીસ્તાની ખુરશીમાં
છોકરો કહે હું બેશરમ છું અને
છોકરી કહે સાલા
બેરીસ્તાની ખુરશીમાં
ભૂલથી ઉનાળાની બળબળતી બપોરે
જઈ ચડીતી હું ય
બેરીસ્તાની ખુરશીમાં
ગઈ હતી શાંતીની શોધમાં
નર્યો કકળાટ ભરીને આવી
બેરીસ્તાની ખુરશીમાં
શું પીશ ને શા ના પીશ
એમાં મશગૂલ હતું ગ્રૃપ
બેરીસ્તાની ખુરશીમાં
મજબૂર
મજબૂર
કલમને લખવા માટે મજબૂર કર
કાગળને સળગવા માટે મજબૂર કર
ગળે પડેલી કમ નસીબીને
યાર સદ્નસીબી બનવા મજબૂર કર
ઝંઝાવાત, તોફાન ને વંટોળમાં
તુ કસ્તીને કિનારે પહોંચવા મજબૂર કર
ભાગતો ફરે ભલે ઈશ્વર તુજ થી
એને ખુદ તને મળવુ પડે મજબૂર કર
જીવનની ગમે તેટલી મજબૂરીમાંય
તુ મજબૂર ના બને મજબૂરીને મજબૂર કર
ક્ષણે ક્ષણે યુધ્ધ જીવનમાં છે તારા
હર યુધ્ધમાં જીતને જીતવા મજબૂર કર
દુઃખ દર્દ આવે ભલે જીવનમાં
દુઃખજ બને દવા દર્દને મજબૂર કર
કિનારા જીવન છે અણમોલ
મોતને જીવનમાં તબદીલ કરવા મજબૂર કર
કાગળને સળગવા માટે મજબૂર કર
ગળે પડેલી કમ નસીબીને
યાર સદ્નસીબી બનવા મજબૂર કર
ઝંઝાવાત, તોફાન ને વંટોળમાં
તુ કસ્તીને કિનારે પહોંચવા મજબૂર કર
ભાગતો ફરે ભલે ઈશ્વર તુજ થી
એને ખુદ તને મળવુ પડે મજબૂર કર
જીવનની ગમે તેટલી મજબૂરીમાંય
તુ મજબૂર ના બને મજબૂરીને મજબૂર કર
ક્ષણે ક્ષણે યુધ્ધ જીવનમાં છે તારા
હર યુધ્ધમાં જીતને જીતવા મજબૂર કર
દુઃખ દર્દ આવે ભલે જીવનમાં
દુઃખજ બને દવા દર્દને મજબૂર કર
કિનારા જીવન છે અણમોલ
મોતને જીવનમાં તબદીલ કરવા મજબૂર કર
Subscribe to:
Posts (Atom)