" કોમનવેલ્થ કા દાસ હૈ નેહરૂ માર લો સાથી જાને ન પાએ" - મજરૂહ સુલ્તાનપૂરી


" કોમનવેલ્થ કા દાસ હૈ નેહરૂ 
માર લો સાથી જાને ન પાએ" - મજરૂહ સુલ્તાનપૂરી


મજરૂહ સુલ્તાનપુરીની કવિતાએ તેમને જેલ ભેગા કર્યા હતા. એક એવા સાયર કે જેની કમલ આઝાદીનું પ્રતીક હતી


મૈં અકેલા હી ચલા થા જાનિબે- મંજિલ મગર, લોગ આતે ગએ ઔર કારવાં 

બનતા ગયા. આ શેરની જેમ જ પોતાની કવિતાથી હિન્દી ફિલ્મોને સમૃધ્ધ 

કરનાર મજરૂહ સુલ્તાનપુરીનો આજે જન્મ દિવસ છે. સળગતી કમલના 

માલિક મજરૂહ સુલ્તાન પુરીને પોતાની કલમને કારણે કારાવાસ પણ 

ભોગવવો પડ્યો હતો. 

"મનમેં જહર ડોરસ કે બસા કે
ફિરતી હૈ ભારત કી અહિંસા

ખાદી કી કેંચુલ કો પહનકર
યો કેંચુલ લહરાને ન પાએ

અમન કા ઝંડા ઈસ ધરતી પર 
કિસને કહા લહરાને ન પાએ

યે ભી કોઈ હિટલર કા હૈ ચેલા
માર લો સાથી જાને ન પાએ

કોમનવેલ્થ કા દાસ હૈ નેહરૂ 
માર લો સાથી જાને ન પાએ"

- મજરૂહ સુલ્તાનપૂરી

નહેરૂ વિશેની આ ગીતે એ વખતે કોંગ્રેસને કાપો તો લોહી ન નીકડે એવી 

સ્થિતિમાં મૂકી દીધુ. અને ત્યારના મુંબઈના તત્કાલિન ગર્વનર મોરારજી 

દેસાઈએ મજરૂહને મુંબઈની આર્થર રોડ જેલભેગા કરી દીધા. લખેલા ગીત 

બદલ નહેરૂની માફી માંગવાનું કહ્યુ પરંતુ જેની કલમ કોઈની સલામી ન 

ઠોકતી હોય તેને સત્તાનો કેવો ભય અને આ કારણોસર તેમને બે વર્ષ સુધી 

જેલમાં રહેવું પડ્યુ. 

આખરે સત્તાપક્ષે થાકીને હારીને તેમને છોડી દેવા પડ્યા પણ તેમણે માફી 

તો ન જ માંગી તેમના ગીત અને ગઝલો લોકોની જીભે ચડી જતા. જાણે 

કોઈક કટાક્ષને ગીતમાં ભેળવીને વાસ્તવીકતાનું ભાન ગાતા ગાતા કરાવતુ 

હોય તેવું તેમના ગીતોમાં પ્રતીત થતુ. 

તેમનો જન્મ 1લી ઓક્ટોબરે 1919ના દિવસે ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં 

થયો હતો. તેમનું નામ અસર ઉલ હુસેન ખાન હતુ પરંતુ સાયરાના અંદાજ 

અને શબ્દોની સાથે સંગતે તેમણે પોતાના ગામ સાથે નામ જોડી મજરૂહ 

નામ રાખ્યુ હતુ જે તેમની ઓળખ બન્યુ હતુ. તેમણે બાબુજી ધીરે ચલનાથી 

લઈને દીલ હે છોટાસા સુધીના બોલીવુડ ગીત લખ્યા છે. 

No comments:

Post a Comment