"હું 'મહાત્મા' ગણાઉં તેથી મારૂં વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે "- ગાંધીજી



"હું 'મહાત્મા' ગણાઉં તેથી મારૂં વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે "- ગાંધીજી

- સત્યનો માર્ગ જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને તે સહેલામાં સહેલો લાગ્યો છે
- "ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ."

અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2016

2જી ઓક્ટોબરે ગાંધીજીનો 1869ના દિવસે પોરબંદરમાં થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીને મેન ઓફ ધી મિલેનિયમનું બિરૂદ મળ્યુ છે અને ભારતના રાષ્ટ્રપીતા ગાંધીજીએ સત્યના પ્રયોગો આદરીને અનોખો પ્રયાસ કર્યો છે. અહિં તેમના જ પુસ્તક ધર્મમંખથનમાંથી તેમણે કહેલી કેટલીક વાતો પ્રસ્તુત છે.

ગાંધીજીના ગયાને 68 વર્ષ વીતી ગયા હોવા છતાં તેમની કહેલી વાતો કેટલી પ્રસ્તુત છે તે તો તેમના જ લખાણમાંથી સ્પષ્ટ થાય છે.

" હું 'મહાત્મા' ગણાઉં તેથી મારૂં વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે.  'મહાત્મા'  કોણ તે આપણે જાણતા નથી. સારો માર્ગ એ છે કે  'મહાત્મા' ના વચનને પણ બુધ્ધિની કસોટીએ ચડાવવું ને તેમાં કસ ન ઉતરે તો તે વચનનો ત્યાગ કરવો. " - ગાંધીજી

" મારા લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મે ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉમંરમાં ભલે હું વૃધ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈે મારા બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રધ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને. " - ગાંધીજી

" આ માર્ગ (સત્યનો) જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને તે સહેલામાં સહેલો લાગ્યો છે. . . સત્યની શોધનાં સાધનો જેટલાં કઠિન છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશ્કય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન સંભવિત લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. . . "


"ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલપાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટુંકો ન બનો "

આ લખાણ ગાંધીજીના 'ધર્મમંથન' નામના પુસ્તકમાંથી લેવાયા છે જે 1935માં પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ.

gandhijis thoughts about  truth  and nonviolence 

No comments:

Post a Comment