Narmad #narmad #GJ #gujarat #gujarati_literature

નર્મદ

દવે નર્મદશંકર લાલશંકર ‍(૨૪ ઓગસ્ટ ૧૮૩૩ - ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૬) ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે.
તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક હતા.
પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ.
સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ.
ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં.
પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ.
૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો.
૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ.
મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ.
વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો

જન્મ- ઓગસ્ટ 24, 1833 સુરત, ગુજરાત, ભારત
મૃત્યુ - ફેબ્રુઆરી 26, 1886 (52 વયે)
મુંબઇ, ભારત
ઉપનામ- નર્મદ
વ્યવસાય- કવિ, નવલકથાકાર
રાષ્ટ્રીયતા- ભારત

No comments:

Post a Comment