નરસિંહ મહેતા

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના પ્રથમ કવિ હતા.
આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેઓ નાગર બ્રાહ્મણ હતા.
તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન  ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધી નું ખૂબ પ્રિય હતું.
આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.
તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.
તેમના જીવન પરથી રચાયેલુ સાહિત્ય - શામળદાસનો વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ વગેરે ખૂબ જ પ્રચલિત છે.    

આદ્ય કવિશ્રી નરસિંહ મહેતા
જન્મની વિગત- ૧૪૧૪  તળાજા
મૃત્યુની વિગત- ૧૪૮૦
રહેઠાણ- જુનાગઢ
હુલામણું નામ- નરસૈયો
વ્યવસાય- કવિ
વતન- ભાવનગર
ધર્મ- હિંદુ
જીવનસાથી- માણેકબાઇ
સંતાન- શામળદાસ, કુંવરબાઇ
માતા-પિતા- કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ), દયાકુંવર

નોંધ:નરસિંહ મહેતાએ કુંવરબાઇનું મામેરું, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે ૧૫૦૦થી વધારે પદો આપ્યા છે.

No comments:

Post a Comment