Why U R here?

ર્શ્રી ગણેશાય નમઃ
હું કેટલાને એકસપ્લેનેશન આપવા જાઉં.  કેે કહીને ફરી જવાની મારી આદત નથી. કે નથી મારે કોઈને એ બતાવવું કે હું સારી છું શું કામ?
મારી સાથેજ આવું કેમ થાય છે તેવા પ્રશ્નો વારંવાર આપણ કરતાં હોઈ એ છીએ. આમ કેમ અને આમ કેમ. થોડા દિવસ માટે આપણે ખૂબ ધમપછાડા કરીએ છીએ. અંતે થાકી હારીને આપણને એ વાતની આદત થઈ જાય છે. જરૂરી તો નથી કે આપણ આપણી જાતને બીજા સમક્ષ ખુલ્લી મુકવી હું શું વિચારું છું તેનાથી કોને કોને ફેર પડે છે તે જાણવું જરૂરી છે. મારા માટે મારા સ્વજન કોણ છે. એવી વ્યક્તિઓ કે જે મારા પર આરોપ મુક્યા કરે છે. વારંવાર મારા પ્રેમની મિત્રતાની કસોટીઓ કર્યા કરે છે. આવા લોકો મારા દોસ્ત કદી નહી. કાંટાનું કામ ભલે કાંટા કરે કાંટા ફુલડાં તો ઠેર ઠેર મહેંક્યાં કરે. દુનિયા દંગલ મચાવે છે કાંટા. એનો મતલબ ક્યારેય એવો નથી થતો કે હું ફુલ છું પણ બીજાઓથી મારે વિચલીત થવાની જરાય જરૂર નથી. મારુ પોતાનું એક વાક્ય હું ભુલી ગઈ હતી કે, સિહોના ટોળા ના હોય સિંહ તો એકજ હોય.
પરિસ્થિતિએ મને સિંહ બનાવી છે. પેલી વાર્તા છેને,
કે એક ઘેટાનું ટોળુ હતું. તેમાં એક વિચિત્ર દેખાતું બચ્ચું પણ હતુ. તેને કોઈ ઘેટાના બચ્ચા રમાડે નહી. અને ઉલટાનું પરેશાન કરે. ત્યારે તે બચ્ચું રડતુ રડતુ માં પાસે ફરિયાદ લઈને આવે. માં કેવી હોય તેને તો તેનું બચ્ચુ રાજા જ લાગેને તેને માટે તેનું બાળક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બાળક હોય. તેમ તે વિચિત્ર બચ્ચાની મા પણ તેને સમજાવી દેતી અને હસાવી દેતીં. બચ્ચું ખુબ રાજી થઈ જતું કેમ કે તેની માં તેને જંગલોનો રાજા કહેતી. ધીરે ધીરે બચ્ચુ મોટુ થવા માંડ્યુ તેમ તેમ તેનો દેખાવ બીજા ઘેટાઓ કરતાં અલગ પડવાં લાગ્યો. અને ઘેટાં તેને બીલકુલ બોલાનું બંધ કરી દીધું.  બચ્ચું એકલું એકલું હીજરાતું પણ કોને કહે, માં માટે તો તે સૌથી ખૂબસુરત ઘેટુ હતો. એક દિવસ એક વાઘે ઘેટાના ટોળા પર આક્રમણ કર્યુ. ઘેટા આમ તેમ ભાગવા લાગ્યા. પેલું વિચિત્ર દેખાવ વાળું ઘેટુ પણ ધ્રુજી ગયું. વાઘે તેની માં ને મોંમા લીધી. ત્યારે પેલા વિચિત્ર દેખાવ વાળા ઘેટાએ ત્રાડ નાંખી અને જાણે આખું જંગલ ગાજી ઉઠ્યું વાઘ તો તરતજ તેની મા ને છોડી ને નાઠો. અને બીજા ઘેટા પશુ પક્ષી તમામ ત્યાંથી ભાગી છુટ્યું. ફ્કત પેલા બચ્ચાની માં અને બચ્ચું ત્યા ઉભા રહ્યાં. ઘેટી રડવા માંડી અને ફરી બચ્ચુ આવું ક્યારેય નહી કરે તેની બાંહેધરી લઈને એ અને બચ્ચું પોતાના રહેઠાણ તરફ પાછા વળતાં હતાં.  રસ્તામાં એક સિંહણ આડી ઉતરી બચ્ચું અને માં બંને એકદમ ડરીગયા પણ આ શું ! સિંહણની આંખમાં એક નમી હતી. તે તો બચ્ચાને અચાનકજ વળગી પડી. પેલી ઘેટી સિંયાવીયાં થઈ ગઈ કેમ કે, તેને સિંહણ પોતાના બચ્ચાને ખાઈ જશે તેવી બીક લાગી ગઈ હતી. પણ તેણે સિંહણની બચ્ચાં પ્રત્યેની મમતા જોઈ અને ડર ક્યાક ગાયબ થઈ ગયો. બચ્ચુ તો કાંઈ સમજ્યુજ નહોતું. સિંહણે ખુલાસો કર્યો કે જ્યારે બચ્ચાએ ડણક નાખી‘તી ત્યારે મને મારૂ ખોવાયેલું શિશુ યાદ આવ્યું. આ મારૂ ખોવાયેલ બચ્ચું છે. ત્યારે ઘેટીની આંખમાંથી તો દડ દડ આંસુડા વહેવા માંડ્યા. કેમ કે, તે જાણતી હતી કે આ ઘેટાનું બચ્ચું નહતું. ધીરે ધીરે તેણે જણાવ્યુ કે, કેવી રીતે એક રાતે ઘેટી નદીમાં પાણી પીવા ગઈ હતી અને આ સિંહબાળ ત્યાં તણાઈને આવ્યું હતુ. અને ઘેટી તેના બચાવી ને પોતાના બાળકની જેમ ઉર્છેયુ હતુ એટલે કે એક ઘેટાની જેમ.
 સિંહણ એકદમ ત્રાડ પાડી અને બચ્ચાંને ક્હ્યું ‘બીકણ બચ્ચા લાખ, લાખે બીચારા, સિંહણ બચ્ચાં એક એકે હજારા.’  અને તે વિચિત્ર બચ્ચાને અહેસાસ થયો કે પોતે એક સામાન્ય ઘેટુ નથી. આ તમામ  વનરાજીનો રાજા છે. અને તેની ચાલ માં જબરી અડગતા આવી તેની આંખ એકદમ ચમકી ઉઠી.
 મુદ્ે કહેવાની વાત એટલી કે, ડરો નહી બસ આગળ વધો.

No comments:

Post a Comment