Roti Patara


Roti Patara
વધેલી રોટલીના પાતરા

સામગ્રી

- ૩ રોટલી
- ૩ ચમચી ચણાનો લોટ
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ
- ૧/૨ ચમચી અજમો
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- ૧ ચમચી તલ
- ૧ ચમચી ખાંડ
- ૧/૨ ચમચી લીંબુનો રસ
- ૧/2 ચમચી હળદર પાવડર
- ૧/૨ ચમચી ગરમ મસાલો
- ચપટી કુકિંગ સોડા
- નમક સ્વાદ અનુસાર

સજાવટ માટે:

ટોમેટો કેચપ

રોટલીના પાતરા બનાવવાની રીત:

- સૌ પ્રથમ એક બાઉલમાં નમક, હળદર, ગરમ મસાલો, ખાંડ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, અજમો, તલ, કુકિંગ સોડા, આદું-લસણ-મરચાંની પેસ્ટ નાખો.
- ત્યારબાદ તેમાં જરૂર અનુસાર પાણી નાંખી તમામ સામગ્રી સરખી રીતે મિક્ષ કરી લો. બેટરનું પ્રમાણ થોડું ઘટ્ટ રાખો.
- હવે ૧ રોટલી લઇ તેના પર ૧ ચમચી જેટલું બેટર મુકો.
- ચમચીની મદદથી તેને સરખી રીતે ફેલાવી લો.
- ધ્યાન રાખો કે રોટલી બેટર દ્વારા પૂરી રીતે ઢંકાય જાય.
- હવે રોટલીનો એકદમ ટાઈટ એવો રોલ વાળી રોટલીને ૨ ટુકડાઓમાં કાપી લો.
- આ રીતે બધાજ રોટી પાતરા બનાવી લો.
- ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી બધાજ રોટી પાતરાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઇ લો અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

No comments:

Post a Comment