નારી

નારી
પીયરમાં પારકી થાપણ
સાસરીયામાં પારકી જણી
મિલકત હું સહિયારી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

ગમે કે ન ગમે મને ક મને
પ્રેમથી હું વહેચણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

પાંખ પસારી ઉડુ ગગને
પણ ધરતી પર ઉતરાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

પગમાં એન્કલેટસ હાથે બ્રેસલેટ
બધાજ બંધનમાં બંધાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

કલા કૌશલ્ય દરેક ક્ષેત્રે
પ્રથમ આવી પંકાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.

સાસરીયાના સ્નેહ અને
પીયરીયાના પ્રેમ
બેઉ વચ્ચે પીસાણી છું
ઓળખી મને હું કોણ?
હું આજની નારી છું.
      ગાયત્રી જોષી

No comments:

Post a Comment