stuffed idly

stuffed idly
સ્ટફ ઈડલી રેસિપી

સામગ્રી-
સોજી- ૨ કપ
દહી- ૧ કપ
રાઈ- ૧ ચમચી
કડી પત્તા- ૧૨
મીઠો સોડા- ૧
ચમચી તેલ- ૨
ચમચી મીઠું
ભરવા માટે વટાણા- ૧ કપ બાફેલા
બટાટા- ૧ કપ બાફેલા
મરચાનો પાવડર- ૧/૨ ચમચી
હળદર પાવડર- ૧ ચમચી
ધાણા પાવડર- ૧/૨ ચમચી
તેલ- ૧ ચમચી
મીંઠુ

રીત- ૧. સૌથી પહેલા ઈડલીનો ઘોળ તૈયાર કરો, તેના માટે સોજી, મીંઠુ અને દહીને એક સાથે પાણીની સાથે મિક્સ કરો.
૨. હવે ઘોળને ૧ કલાક માટે બાજુ પર રાખી ઢાંકી દો.
૩. એક કટોરામાં વટાણા અને બટાટાને એક સાથે મસળી લો.
૪. હવે પેનમાં તેલ ગરમ કરો, પછી તેમાં બટાટા, વટાણા, મીંઠુ, હળદર પાવડર, મરચાનો પાવડર અને ધાણા પાવડર નાંખીને એકાદ મિનીટ માટે ફ્રાય કરી લો.
૫. હવે તેમાં મીઠી લીમડીના પત્તાં અને રાઇ મેળવીને બનાવો. ત્યારબાદ તેમાં મીઠો સોડા નાખીને એકાદ મિનીટ માટે હલાવો.
૬. જ્યારે મિશ્રણ થઈ જાય ત્યારે આંચ બંધ કરી અને તેને ઈડલીના ઘોળમાં મિક્સ કરો.
૭. હવે ઈડલી બનાવાના સંચામાં થોડું ઘી લગાવો અને તેમાં ઈડલીના ઘોળને નાખીને કુકરમાં પાણી નાખી ને બનાવી લો.
૮. હવે તમારી ઈડલી તૈયાર છે. તેને ચટણી સાથે સર્વ કરો.

No comments:

Post a Comment