વેજિટેરિયન લોકો માટે ખાસ રેસિપી, છે પ્રોટીનનો ખજાનો Soya kabab koram

વેજિટેરિયન લોકો માટે ખાસ રેસિપી, છે પ્રોટીનનો ખજાનો સોયા બોટી કબાબ કોરમ

સામગ્રી-
૧૦૦ ગ્રામ સોયા ચંક્સ
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૨૫ ગ્રામ આદુની પેસ્ટ
૨૫ ગ્રામ લસણની પેસ્ટ
૨ મધ્યમ આકારની ડુંગળી ઝીણી સમારેલી
૨ ઈંચ તજ
૧૦ ગ્રામ જીરું
૨ ટીસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
૨ ટીસ્પૂન ખસખસના બીજ
૧ ટીસ્પૂન કાળા મરીનો પાવડર
૩૦ ગ્રામ શેકેલો ચણાનો લોટ
તમાલપત્ર
૪-૫ લીલી ઈલાયચી
૧/૨ જાયફળ
૧ જાવિત્રી
૨૦૦ ગ્રામ ઘી
૧૦૦ ગ્રામ દહી
૧ ચમચી કેવડાનું પાણી
મીંઠુ સ્વાદ મુજબ

બનાવવાની રીત-
- સૌથી પહેલાં સોયા ચંક્સને ગરમ પાણીમાં ૫ મિનીટ માટે પલાળીને રાખી દો અને પછી તેને દબાવીને પાણી નીકાળી લો.
- હવે મેરીનેડ બનાવવા માટે તમારે એક કટોરામાં આદુ, લસણની પેસ્ટ અને મીંઠુ મેળવવું પડશે. પછી આ મેરિનેડને સોયા ચંક્સ પર સારી રીતે લગાવો અને પછી તેને  કલાક માટે ફ્રિઝમાં રાખી દો.
- તેના પછી એક ગરમ તવા પર ખસખસના બીજને હળવા શેકીને તેની પેસ્ટ બનાવો. પછી જાયફળ અને જીરાને પણ અલગ અલગ શેકીને તેની પણ પેસ્ટ બનાવી લો.
- પછી ડુંગળીને સ્લાઈસમાં કાપો અને એક પેન ગેસ પર ચઢાવીને તેમાં થોડું ઘી ગરમ કરો. હવે આ ગરમ ઘીમાં ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકો. પછી તે ડુંગળીની પેસ્ટ બનાવી લો.
- હવે તે ઘીમાં મેરીનેટ કરેલા સોયા ચંક્સને નાંખો અને ૨ મિનીટ સુધી થવા દો. પછી તેમાં મસાલાની પેસ્ટ નાંખીને થોડી મીનીટ સુધી થવા દો.
- ઉપરથી ડુંગળીની પેસ્ટ, ફેટેલું દહી અને સોયા ચંક્સને મેરિનેડ કરવા માટે જે પેસ્ટ તૈયાર કર્યું હતુ, જો તે બચ્યું હોય તો તેને પણ નાંખી દો.
- આ બધી વસ્તુઓને ૪-૫ મિનીટ સુધી હલાવતા રહો
- પછી તેમાં ૧ કપ પાણી મેળવો અને ૫-૬ મિનીટ સુધી હલાવો.
- શેકેલા ચણાના લોટને અડધા કપ પાણીમાં ઘોળી લો અને તેને પેનમાં નાંખીને ૪-૫ મિનીટ સુધી ચઢવા દો.
- આંચને ધીમી રાખો અને કોરમાને જાડું થાય ત્યા સુધી થવા દો.
- પછી કેવડાનું પાણી નાંખો અને પેનને આંચ પરથી ઉતારી લો. પછી ગરમા ગરમ સર્વ કરો.

No comments:

Post a Comment