Star Cast: સની લિયોન, રણદીપ હુડા, અરુણોદય સિંગ, આરીફ ઝકારીઆ
Director: પૂજા ભટ્ટ
Producer: પૂજા ભટ્ટ
Writer: મહેશ ભટ્ટ
Music Director: મીથુન, રૂષક, અબ્દુલ બાસીત સાઈદ
Singer: ગાયકઃ કે. કે. અલી અઝમત, સોનુ કક્કર, રૂષક, શ્રેયા ઘોષાલ, ઉનુષા
Review By Gaytri Joshi - (Abhiyaan)
‘જીસ્મ ટુ’માં ખરેખર એક યુવતી અને તેના જીસ્મના ઉપયોગની જ વાત છે.
સ્ટોરી
ખૂબ સરસ છે. સ્ટોરી ટાઇટલને સંપૂર્ણ મેચ કરે છે. પોર્ન સ્ટાર ઇઝના(સની
લિયોન) પોતાના જીસ્મ એટલે કે શરીરનો ઉપયોગ એક દેશપ્રેમી પોલીસ ઓફિસરમાંથી
ગુનેગાર બનેલા તેના જૂના પ્રેમી કબીર (રણદીપ હુડા)ને પકડવા અને બદલો લેવા
માટે કરે છે. અયાન (અરુણોદય સિંગ) એક ઇન્ટેલિજન્સ કોપ હોય છે અને ગુરુ તેનો
સુપીરિયર બોસ. અને આ લોકો તેનો ઉપયોગ દેશપ્રેમી સંસ્થાને નામે વાૅર
ઇન્ડસ્ટ્રી માટે કામ કરતાં અરુણોદય અને તેનો બોસ ગુરુ તેનો ઉપયોગ કબીર
પાસેથી ડેટા લેવા કરે છે. અંતમાં બધા ખુલાસા થાય છે અને લવ ટ્રાયેન્ગલમાં
આખરે ઈઝના, કબીર, અયાન, અને ગુરુ ચારેય જણા એક બીજાને મારી નાંખે છે. આ જ છે સ્ટોરી, પણ નબળા સ્ક્રીન પ્લેને લીધે સ્ટોરી થોડી નબળી લાગે છે.
ફિલ્મમાં આપણને બીજા પણ કેટલાક સવાલો થાય જેમ કે ઈઝના પોર્ન સ્ટાર કેવી રીતે બની વગેરે વગેરે.
પણ
જો આ ફિલ્મનું ડ્રાઇવર કહી શકાય તો તે છે સની લિયોન. સની લિયોને પોતાના
આકર્ષક શરીરની સાથે સાથે એક્ટિંગ પણ કરી છે અને તેના માટે પૂજા ભટ્ટને ફુલ
માર્ક આપી શકાય. એઝ યુઝ્વલ રણદીપ હુડા ઈઝ રોક. તેનું પર્ફોર્મન્સ ખરેખર
બેનમૂન છે. તેની ડાયલોગ્સ ડિલિવરી પણ સારી છે. અરુણોદય અભિનયના મામલે મોળો
પડે છે. બાકી ગુરુના પાત્રમાં આરીફ જામે છે.
મ્યુઝિક ફિલ્મનોે પ્લસ પોઇન્ટ છે. ફિલ્મનાં દરેક ગીત ગમી જાય તેવા છે. સાથે સાથે ધમાલિયા નહીં, પણ
ખૂબ સ્વસ્થ છે. ફિલ્મમાં નિગમ બોસઝોનની સિનેમેટોગ્રાફી પણ કમાલ કરી જાય
છે. અમુક સીન્સ એઝ યુઝ્વલ થોડી થ્રીલ કરાવી જાય છે. પિક્ચરાઇઝેશન અદ્ભુત
છે. શ્રીલંકાના હરિયાળા સ્પોટ ફિલ્મમાં એક ગ્રીનેરી અને ફ્રેશનેસનો અનુભવ
કરાવે છે.
ફિલ્મ પોર્ન સ્ટાર સની લિયોનની છે, એટલે સેક્સથી ભરપૂર હશે તેવી માનસિકતા સાથે ફિલ્મ જોવા જતાં લોકો સાવ સાચા નથી પડતાં, કેમ કે સામાન્ય મૂવી જેવા જ કિસિંગ સીન્સ ફિલ્મમાં છે. ફિલ્મ એક એડલ્ટ મૂવી છે. એટલે બીજો કોઈ પ્રશ્ન થતો નથી, પણ ક્યાંક ક્યાંક તમને કહાની બોરિંગ કરવા લાગે સાથે સાથે મૂવી જોતા જોતા ‘ગેન્ગસ્ટર’ની યાદ પણ આવી જાય.
ફિલ્મના
અંતમાં ઈઝના પોતાના પ્રેમી કબીરની હત્યા કરે છે. આયાન પોતાના પિતા સમાન
બોસ ગુરુની હત્યા કરે છે અને છેવટે અયાન ઈઝનાની અને ઈઝના અયાનની હત્યા કરે
છે અને મૂવી પૂરી થાય છે. ઈઝનાનો મતલબ થાય રોશની - અજવાળું. સની લિયોને
તેના જીસ્મનો ઉપયોગ ફિલ્મ મેળવવાથી લઈને ફિલ્મમાં પણ ખૂબ કર્યો છે, એટલે એમ કહી શકાય કે ફિલ્મનું નામ જીસ્મ ટુ પરફેક્ટ છે.
Public Reviews:
|
|||
|
|||
jism 2
Subscribe to:
Post Comments (Atom)
this film is very poor as direction
ReplyDelete